Sunday, Sep 14, 2025

પહેલગામમાં થયેલા હુમલાની રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

2 Min Read

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની ઘટનામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની ગુંજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ તમામની વચ્ચે રાજનેતાઓથી લઈને સેલિબ્રિટીઓએ પણ દુઃખ વલ્યક્ત કર્યું છે. ભારત દેશના લોકોએ પાકિસ્તાન પર હુમલો કરવાની માંગ ઉઠાવી છે. આ તમામની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નિવેદન સામે આવ્યું છે.

શું કહ્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે
હું દેશવાસીઓને આશ્વાસન આપું છું કે, ભારત સરકાર જરૂરી દરેક પગલાં લેશે. અમે ફક્ત એવા લોકો પર જ નથી જઈ રહ્યા જેમણે આ કર્યું. અમે એવા લોકો સુધી પણ પહોંચીશું જેમણે પડદા પાછળ બેસીને ભારતની ધરતી પર આવી નાપાક પ્રવૃત્તિઓનું ષડયંત્ર રચ્યું છે. ભારત આટલી જૂની સભ્યતા અને આટલો જૂનો દેશ છે, જેને આવા આતંકવાદી કૃત્યોથી ડરાવી શકાય નહીં. આ માટે જવાબદારોને ટુંક સમયમાં જ જોરદાર પ્રતિસાદ મળતો જોવા મળશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. સૂત્રોએ જણાવ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના સૈન્ય ઓપરેશન્સના મહાનિર્દેશક હાજર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંહે સશસ્ત્ર દળોને તેમની લડાઇ તૈયારી વધારવા અને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે ઓળખાતા મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. તેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં બે વિદેશીઓ છે જેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેપાળના હતા. માર્યા ગયેલાઓમાં બે સ્થાનિક લોકોનો પણ સમાવેશ થાય છે.

Share This Article