Friday, Dec 12, 2025

મુંબઈમાં વરસાદે મચાવી હાહાકાર, હજારો લોકોને સ્થળાંતરનો આદેશ

3 Min Read

મુંબઈ હવામાન: મહારાષ્ટ્રમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે અને આગામી થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સક્રિય થવાની સંભાવના છે અને મુંબઈમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.

હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં દરિયાઈ પવન અને વીજળી પડવાની ઘટનાઓ થવાની સંભાવના છે, જેના માટે સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. આજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

મહારાષ્ટ્રના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં 35 વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને 11 જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

તૈયારી અને રાહત પગલાં

  • BMC અને MHADA એ આવી 96 ઇમારતોની ઓળખ કરી છે જેને વરસાદની ઋતુ દરમિયાન જોખમી ગણવામાં આવી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે.
  • પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે, ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને કટોકટી નિયંત્રણ ખંડનું નિરીક્ષણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
  • બીએમસીએ 24×7 ખુલ્લું રહેતું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કર્યું છે જ્યાં નાગરિકો કોઈપણ કટોકટીની જાણ કરી શકે છે.
  • સ્થાનિક ટ્રેન અને બસ સેવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને સલામત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે જરૂરી સલાહ આપવામાં આવી છે.
Share This Article