ઉત્તર ભારતના શ્રાવણ માસના આગમાન સાથે ઘણાં રાજ્યોમાં હવામાન ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં પણ જોરદાર વરસાદ વરસાવી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડી વિસ્તારમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. જેમાં ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેના કારણે ત્યાંનું જનજીવન પ્રભાવિત થયું છે.
પૂરથી ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના તમામ વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો પાણીની વચ્ચે ફસાયા છે અને કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી તેવા સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ સાશકો પર આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
પરવત ગામમાંથી અંદાજે 30 થી 32 વર્ષનો યુવક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગળાડૂબ પાણીમાં તે ખેંચાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે બે કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં યુવકની હજી સુધી શોધી શકવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં ચોમાસાએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યો અલગ-અલગ છે પરંતુ ચિત્ર લગભગ દરેક જગ્યાએ સમાન છે. દરેક જગ્યાએ લોકો વરસાદ અને પૂરનો કહેર જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પુણે શહેર એક ટાપુ બની ગયું છે. કોલ્હાપુરમાં બધું ડૂબી ગયું છે. રાયગઢમાં વરસાદી પાણી પૂર બનીને તબાહી મચાવી રહ્યું છે. મુંબઈના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નવી મુંબઈની સ્થિતિ પણ આવી જ છે. જેના કારણે નદી કિનારે આવેલી દુકાનો, રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મેટ્રોની અંદરના ભાગમાં પણ પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચો :-