ગુજરાતમાં ૨૪ કલાકમાં ૩૫ તાલુકામાં વરસાદ, આજે રાજ્યમાં ક્યાં પડશે ભારે વરસાદ?

Share this story
આજે ભારત સહિત વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. માહિતી મુજબ, વલસાડનાં કપરાડામાં દોઢ ઇંચ, ખેડાનાં નડિયાદમાં દોઢ ઇંચ અને અનેક તાલુકાઓમાં અડધાથી ૧ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ભારે વરસાદ : હજી કયા જિલ્લાઓમાં કેટલા દિવસની આગાહી? - BBC News ગુજરાતીદક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં મેઘરાજાની મહેર વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતના ૩૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ જેટલો પડ્યો તો. ત્યારબાદ ખેડાના નડિયાદમાં પણ આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજના દિવસે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ૨૧ જૂન ૨૦૨૪, શુક્રવારના દિવસ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના દાહોદ, પંમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ વિસ્તારોમાં ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

 

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

જિલ્લો તાલુકો વરસાદ (MM)
વલસાડ કપરાડા ૩૩
ખેડા નડિયાદ ૩૩
સુરત ચોરાસી ૨૨
વલસાડ ઉમરગામ ૨૧
તાપી કુકારમુંડા ૧૫
નવસારી જલાલપોર ૧૪
ખેડા માતર ૧૧
નર્મદા નાંદોદ ૧૦
વલસાડ વાપી
સુરત ઓલપાડ
મહેસાણા જોટાણા
તાપી નિઝર
અમદાવાદ ધોળકા
ભરૂચ નેત્રંગ
નવસારી ચીખલી
સુરત માાંડવી
વલસાડ પારડી
નવસારી નવસારી
ખેડા ખેડા
સુરત પલસાણા
ભરૂચ વાલિયા
વલસાડ વલસાડ
ભરૂચ આમોદ
નર્મદા તિલાકવાડા
તાપી ઉચ્છલ
નવસારી ગણદેવી
સુરત સુરત શહેર
ખેડા વાસો
આણંદ સોજીત્રા
પાટણ હારીજ
સુરત માંગરોલ
સુરત મહુવા
ખેડા મહેમદાવાદ
સુરેન્દ્રનગર લિમડી
છોટા ઉદેપુર નસવાડી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની પધરામણી જોવા મળી શકે છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-