ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 4 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 4 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે રાજકોટના જામકંડોળામાં 6 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 6 ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5 ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજકોટના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઈંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઈંચ, જામનગરના જોડિયામાં ચાર ઈંચ, કચ્છના મુન્દ્રામાં ચાર ઈંચ, જામનગરના લાલપુરમાં 3.86 ઈંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.31 ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3.2 ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 3.2 ઈંચ, કચ્છના ગાંધીધામમાં 3.2 ઈંચ, તાપીના સોનગઢમાં 2.95 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 2.95 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 2.83 ઈંચ, રાજકોટના ગોંડલમાં 2.83 ઈંચ,મહેસાણાના વડનગરમાં 2.76 ઈંચ,જામનગરના કાલાવડમાં 2.7 ઈંચ,અરવલ્લીના ભિલોડામાં 2.6 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.5 ઈંચ,જૂનાગઢના વંથલીમાં 2.48 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ, રાજકોટ શહેરમાં 2.5 ઈંચ, જૂનાગઢ શહેરમાં 2.36 ઈંચ, જૂનાગઢ તાલુકામાં 2.36 ઈંચ, બોટાદના રાણપુરમાં 2.32 ઈંચ, બનાસકાંઠાના ડીસામાં 2.2 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, તાપીના વ્યારામાં 2.13 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આજે 9 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.