ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં પાણી ઘુસ્યા છે. લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાણવાળા સ્થળે ખસેડાયા છે. જિલ્લા કલેકટરે વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરી છે. લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયુ છે. શહેરમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે.
નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે. ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ દૂર છે. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર છે. 17 ફૂટની સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે.
ગુજરાતમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદથી પાણી ભરાયા છે. 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા 2નાં મોત થયા છે. બચાવ કામગીરીમાં NDRFની મદદ લેવાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરતમાં 3 સ્થળોએથી 95 લોકોનું રેસક્યું કરવામાં આવ્યુ છે. તો ભારે વરસાદની આશંકાએ આજે વલસાડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક અઠવાડિયું ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવા કરમાળખામાં 3 લાખની આવક પર કોઇ કર નહીં, પણ જૂના કરમાળખામાં ફેરફાર નહીં. PMએ સમાજને સશક્ત કરનારુ બજેટ ગણાવ્યું .
આ પણ વાંચો :-