Saturday, Oct 25, 2025

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?

2 Min Read

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

મેઘાએ વલસાડ જિલ્લામાં બોલાવી ધબધબાટી
હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 19 જૂન 2025ના રોજ વલસાડમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં 2 ઈંચથી લઈને 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વાપીમાં 6.8 ઈંચ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વલસાડની નદીઓ બંને કાંઢે વહેતી થઈ હતી.

રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 20 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 29 તાલુકા એવા છે જેમાં 1 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાને બાદ કરતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં વરસાદ નોંધાયો હતો.

Share This Article