લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા શીખોને લઈને કરવામાં આવેલા નિવેદનોને લઈને હોબાળો વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા ન હોવાનો આરોપ લગાવ્યા બાદ ભાજપના શીખ નેતાઓએ દિલ્હીમાં વિરોધ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરવિંદર સિંહ મારવાહનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રાહુલ ગાંધીના પૂર્વ PM ઈન્દિરા ગાંધી જેવા હાલ થશે તેવી ધમકી આપી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ પોતાના ‘X’ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પગલાં લેવા જણાવ્યું છે. કોંગ્રેસે લખ્યું, “દિલ્હી બીજેપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય, તરવિંદર સિંહ મારવાહએ આજે વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું, રાહુલ ગાંધી સુધરી જા નહીં તો ભવિષ્યમાં તારી સ્થિતિ પણ તારા દાદી જેવી જ થશે. આ બીજેપી નેતા ખુલ્લેઆમ દેશના પ્રતિપક્ષ નેતાને હત્યાની ધમકી આપી રહ્યોં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, પોતાની પાર્ટીમાં આ નેતાની ધમકી પર તમે ચૂપ ન રહી શકો. આ ખૂબ જ ગંભીર મામલો છે. તમારી પાર્ટીની નફરતની ફેક્ટરીનું આ પ્રોડક્ટ છે. તેના પર કાર્યવાહી કરવી જ જોઈએ.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારતમાં શીખ સમુદાયમાં ચિંતા છે કે શું તેમને પાઘડી અને બ્રેસલેટ પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં? શું તેઓ ગુરુદ્વારા જઈ શકશે? આ એક છે. માત્ર શીખોની જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકોની ચિંતા.” તમને જણાવી દઈએ કે તરવિંદર સિંહ મારવાહ બે વર્ષ પહેલા સુધી કોંગ્રેસમાં હતા. જુલાઈ 2022 માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો :-