Saturday, Sep 13, 2025

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બેંગલુરુની વિશેષ કોર્ટમાંથી મળ્યા જામીન

2 Min Read

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં શુક્રવારે મોટી રાહત મળી છે. કર્ણાટક ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. આ ઉપરાંત કોર્ટે રાહુલ ગાંધીને તેમને જાતે જ હાજરી આપવા આવવા બાબતે રાહત આપી છે. કોર્ટ આ કેસની આગામી સુનાવણી ૩૦ જુલાઈએ કરશે. હકિકતમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ન્યૂઝ પેપરમાં અપમાનજનક જાહેરાતો બહાર પાડવાનો આરોપ લગાવતા ભાજપે ફરિયાદ દાખલ કરી હતી.

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે આપ્યા જામીનકોંગ્રેસે તમામ જાહેર કામોમાં ૪૦ ટકા કમિશન લેવામાં આવે છે તેવો આક્ષેપ કરીને ‘ભ્રષ્ટાચાર રેટ કાર્ડ’ પણ પ્રકાશિત કર્યું હતું. રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક અપમાનજનક જાહેરાત પણ પોસ્ટ કરી હતી. વિશેષ અદાલતે આ કેસમાં સિદ્ધારમૈયા અને શિવકુમારને ૧ જૂનના રોજ જામીન આપ્યા હતા.

આ પહેલા ૨૩ માર્ચ ૨૦૨૩ ના રોજ સુરતની CUM કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. મોદી સરનેમ અંગેની ટિપ્પણીને કારણે સજા ફટકારવામાં આવી હતી. બીજા જ દિવસે, ૨૪ માર્ચે, લોકસભા સચિવાલયે તેમની સદસ્યતા રદ કરવાનો પણ આદેશ આપ્યો હતો. નિયમો અનુસાર, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તે તેનુ સભ્યપદ ગુમાવે છે. રાહુલ સાથે પણ આવું જ થયુ હતું. જોકે બાદમાં રાહુલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેની સજા પર સ્ટે મૂક્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૨ એપ્રિલે પોતાનો સરકારી બંગલો પણ ખાલી કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આ સત્ય બોલવાની કિંમત ચૂકવવામાં આવી છે. હું થોડા દિવસો માટે ૧૦ જનપથ ખાતે માતાના ઘરે રોકાઈશ.’ અગાઉ, ૨૭ માર્ચે, લોકસભા સચિવાલયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૨૨ એપ્રિલ સુધીમાં તેનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા કહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article