રાહુલ દ્રવિડ હેડ-કોચના હોદ્દા પરથી ભારતીય ટીમને ટી-20નો વર્લ્ડ કપ અપાવ્યા બાદ હવે લાંબા બ્રેક બાદ ફરી સક્રિય થવાનો છે. તે રાજસ્થાન રૉયલ્સ (આર.આર.) ટીમ સાથે ફરી જોડાઈ રહ્યો છે. તે 2025ની આઇપીએલ સીઝન પહેલાં આર.આર.ના હેડ-કોચ તરીકે જોડાઈ જશે.
‘ESPNcricinfo’ના અહેવાલ મુજબ, દ્રવિડે તાજેતરમાં જ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. તેણે આગામી મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને જાળવી રાખવા અંગે પ્રાથમિક વાતચીત કરી છે. અંડર-19 યુગથી દ્રવિડનો રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે સંબંધ છે. રાજસ્થાન રોયલ્સ સાથે દ્રવિડનો લાંબો ઈતિહાસ છે. તે IPL 2012 અને 2013 માં તેમનો કેપ્ટન હતો અને 2014 અને 2015 IPL સિઝનમાં ટીમ ડિરેક્ટર અને મેન્ટર તરીકે સેવા આપી હતી. 2016 માં, દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માં ગયો હતો.
2019 માં, રાહુલ દ્રવિડને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી મળી હતી. વર્ષ 2021માં તેમને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ વર્ષના કોચિંગ કાર્યકાળ દરમિયાન, દ્રવિડ ભારતીય ટીમને WTC ફાઇનલ્સ 2021 અને 2023, ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં લઈ ગયો હતો અને 29 જૂન, 2024 ના રોજ તેમના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી.
આર.આર. સાથે દ્રવિડના બહુ જૂના સંબંધો છે. 2012 તથા 2013ની સીઝનમાં દ્રવિડ આર.આર.નો કૅપ્ટન હતો અને ત્યાર બાદ 2014 તથા 2015ની સીઝનમાં દ્રવિડ આ ટીમનો મેન્ટર હતો. 2016માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કૅપિટલ્સ) સાથે જોડાયો હતો અને ત્યાર બાદ તે 2019માં બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)નો ચીફ નીમાયો હતો.
આર.આર.ની ટીમ 2008ની પ્રથમ સીઝનમાં ચૅમ્પિયન બન્યા પછી ટ્રોફી નથી જીતી શકી. ત્યાર પછીનો આ ટીમનો બેસ્ટ પર્ફોર્મન્સ 2022માં હતો જ્યારે આ ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી જતાં રનર-અપ રહી હતી. 2023ની આઇપીએલમાં આ ટીમ પ્લે-ઑફમાં નહોતી પહોંચી શકી, પરંતુ 2024માં ક્વૉલિફાયર-ટૂમાં હારી ગઈ હતી.
આ પણ વાંચો :-