Thursday, Nov 6, 2025

દુબઈમાં ભારતના પ્રિએક્ટિવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ

2 Min Read

સુરતમાંથી દુબઈ ખાતે ચાઈનીઝ કંપનીને ગેરકાયદે ભારતીય પ્રિએક્ટીવ સીમકાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઈસમોને ૧૯૨ સિમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટ પકડે તે પહેલાં જ સુરત એરપોર્ટથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે. આ બન્ને ઈસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. આ અંગેની માહિતી અનુસાર, પોલીસને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે.

પોલીસને બાતમી મળી હતી કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફીરાકમાં છએ. તેઓ બન્ને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાની હોવાથી ભેગા થયાં હતાં.

પોલીસે અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ ૧૯૨ એક્ટીવ કાર્ડ મળીઆવ્યાં હતાં. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઈનીઝ કંપનીમાં ભારતીય સીમકાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમીંગના નામે છેતરપિંડી થતી હોય છે. જેથી ઓર્ડ મળતાં તેઓએ સીમકાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટીવ સીમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો. જેમાં આ સીમકાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઈટમાં દુબઈ લઈ જવાનો હતો.જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article