ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. જેમાં પોલીસ 24 કલાક બુટલેગરો પર વોચ રાખી રહી છે અને ઘણા કિસ્સામાં બુટલેગરોને વિદેશી દારૂ સાથે દબોચી લેવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં જાણો બુટલેગરોને પોલીસનો કોઇ ડર નથી તેવું લાગી રહ્યું છે જેમાં એક પોલીસ કર્મચારી બુટલેગરને પકડવા જતા મોતને ભેટ્યા છે.
અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે રોડ બ્લોક કરીને કારને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર અને ટ્રેલર રોકાયું નહોતું, બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા.
જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક ટ્રેલરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો :-