વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે 8-3-2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં છે. અહીં તેમણે લખપતિ દીદી સાથે 30 મિનિટના સંવાદ કર્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કર્યો હતો. જેમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હવે તેઓ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. અહીં પીએમ મોદીએ G સફળ, G મૈત્રી યોજનાનું કર્યું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (તા. 07/03/2025)ના રોજ સુરત અને સેલવાસ બાદ આજે તેઓ નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. જ્યા વડાપ્રધાને મહિલા દિવસે 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કર્યું છે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓને તેમની શક્તિ માટે અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર પોસ્ટ કરી અને કહ્યું, “#મહિલાદિવસ પર આપણે નારી શક્તિને સલામ કરીએ છીએ!” અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. આજે, વચન મુજબ, મારી સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ એવી મહિલાઓ દ્વારા કબજે કરવામાં આવશે જે વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહી છે.
વડાપ્રધાનના હેલીપેડથી લઇ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવિ રહી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઇ છે. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે. જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણે છે.