Wednesday, Oct 29, 2025

વિજય માલ્યા, નીરવ મોદી ભંડારીને ભારત લાવવાની તૈયારી, ED-CBI અને NIA જશે બ્રિટન

1 Min Read

ભારત સરકાર ભાગેડુ ગુનેગારોને લંડનથી લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા, હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદી અને હથિયારોના વેપારી સંજય ભંડારીનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ તેમને લાવવા લંડન જશે.

અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર ભારતના વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવા માટે પ્રયાસો કરવા જઈ રહી છે. આ સંબંધમાં મુખ્ય કેન્દ્રીય એજન્સીઓને યુનાઇટેડ કિંગડમ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિફેન્સ ડીલર સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી, કિંગફિશર એરલાઈન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતમાંથી ઘણા ભાગેડુ યુકેમાં રહે છે.

વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બ્રિટિશ અધિકારીઓ પણ ભાગ લેશે. આમાં ભારતીય અધિકારીઓ માહિતી એકત્રિત કરશે કે આ ભાગેડુ ગુનેગારોએ લંડન અને અન્ય દેશોમાં કઇ પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમણે ક્યાં વ્યવહારો કર્યા. ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાયતા સંધિ છે જે માહિતીની આપસમાં વહેંચણી કરે છે. આ સંધિ હેઠળ અન્ય દેશોમાંથી ભાગેડુ આર્થિક ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article