ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.
અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા ૧૮ હજારથી વધુ ભારતીયોની સામે કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ લોકોને ભારત પરત લાવવા માટે અમેરિકા હાલ ભારત સાથે ચર્ચા કરી રહ્યું છે. જેમાં અમેરિકાએ ભારતની પણ મદદ માગી છે. આ સાથે જ અમેરિકાએ બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધને મજબૂત કરવા માટે પણ ચર્ચા કરી હતી.આ દિશા તરફ ટ્રમ્પ પણ વિચારી રહ્યા હોવાનો દાવો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં કરવામાં આવ્યો હતો.
એસ જયશંકરે સ્પષ્ટતા કરી કે આ મુદ્દા પર ભારતનું વલણ “સુસંગત” અને “સિદ્ધાંતિક” રહ્યું છે. તેમણે આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પણ સ્પષ્ટપણે કહી. જયશંકરે કહ્યું કે તેમને લાગે છે કે હાલમાં ચોક્કસ ચર્ચા ચાલી રહી છે અને પરિણામે સંવેદનશીલતા છે. પરંતુ ભારત સંસંગત રહ્યું છે. અમે આ અંગે સિદ્ધાંતવાદી રહ્યા છીએ. મેં આ વાત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સ્પષ્ટ રીતે કહી દીધી છે.
વિદેશ મંત્રી જયશંકરે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા માટે સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ અને યુએસ-ભારત સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની ચર્ચા કરી, ખાસ કરીને મહત્વપૂર્ણ અને આધુનિક ટેકનોલોજીઓ, સંરક્ષણ સહયોગ, ઊર્જા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવાની વાત કરી છે. સેક્રેટરી રુબિયોએ ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત સાથે આર્થિક સંબંધોને આગળ વધારવા અને અનિયમિત ઇમિગ્રેશન સંબંધિત ચિંતાઓને દૂર કરવાની ઇચ્છા પર જણાવી છે.
આ પણ વાંચો :-