વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે પ્રચાર સમાપ્ત થયા પછી કન્યાકુમારીના સ્વામી વિવેકા મેમોરિયલમાં ધ્યાન કરવા માટે પહોંચવાના છે. આ દરમિયાન પીએમ મોદી અહીં ૪૫ કલાક સુધી ધ્ય રહેશે. જેને લઈને ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
પીએમ મોદીના આ કાર્યક્રમથી કોંગ્રેસે નારાજગી દર્શાવી છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે.
પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ ૩૦ મેથી ૧ જૂન સુધી રહેશે. પીએમ મોદી ૩૦ મેથી ૧ જૂનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. તેઓ રોક મેમોરિયલના એ જ પથ્થર પર ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. સત્તાવાર કાર્યક્રમ અનુસાર આ પહેલા 30 મેના રોજ સવારે ૧૧ વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.
પીએમ મોદીના પ્રવાસ પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તિરુનેલવેલી રેન્જના ડીઆઈજી પ્રવેશ કુમારે પોલીસ અધિકારી ઈ સુંદરવથનમ સાથે કન્યાકુમારીમાં રોક મેમોરિયલ, બોટ જેટી, હેલીપેડ અને રાજ્ય અતિથિ ગૃહમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ.
આ પણ વાંચો :-