Wednesday, Oct 29, 2025

ઇઝરાઇલ- હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન

2 Min Read

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત ૯મી P૨૦ Summit ૨૦૨૩ માં પીએમ મોદીએ કહ્યું કે, જે પણ થઈ રહ્યું છે તે દરેકને અસર કરશે. આ શાંતિ અને ભાઈચારાનો સમય છે. આતંકવાદ દુનિયા માટે પડકાર છે. જંગ કોઈના હિતમાં નથી.વિશ્વ આજે સંકટ સામે લડી રહ્યું છે. જે થઈ રહ્યું છે તે તેનાથી કોઈ અજાણ નથી, આ શાંતિનો સમય છે, બધાએ સાથે ચાલવુ જોઈએ. દુનિયાએ એક પરિવાર થઇને રહેવું જોઇએ.

ભારત ઘણા વર્ષોથી સીમાપાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. લગભગ ૨૦ વર્ષ પહેલા આપણી સંસદનું સત્ર ચાલતું હતું ત્યારે આતંકવાદીઓએ તેને નિશાન બનાવ્યું હતું. દુનિયા પણ એ મહેસૂસ કરી રહી છે કે, કે આ કેટલો મોટ પડકાર છે. આતંકવાદ વિશ્વ માટે પડકાર છે અને તે માનવતા વિરુદ્ધ છે. વિશ્વની સંસદો અને તેમના પ્રતિનિધિઓએ આતંકવાદ સામેની લડાઈમાં સાથે મળીને કેવી રીતે કામ કરવું તે અંગે વિચાર કરવાની જરૂર છે.

P-૨૦ નો અર્થ  પીનો અહીં અર્થ છે પાર્લમેન્ટ-૨૦, ભારતમાં G-૨૦ સમિટ યોજાઈ હતી, તેવી જ રીતે હવે P-૨૦નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.P-૨૦ શિખર સંમેલન ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે.  જેમાં G-૨૦ દેશોના સ્પીકર્સ અને સંસદના સ્પીકર્સ ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

Share This Article