લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને હવે ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદી નોમિનેશન પહેલા વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ મોદીએ ગંગાની પૂજા કરી હતી. આ પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરવા પણ જશે. ત્યાંથી તેઓ નામ નોંધાવવા જશે. રોડ શો દરમિયાન રથ પર પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. રસ્તા પર બન્ને નેતાઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી ક્યારેક હાથ જોડીને તો ક્યારેક હાથ હલાવીને સમર્થકોનો આભાર માનતા જોવા મળ્યા હતા.
આ ૧૦ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ ૫૯.૭૧ ટકા, બીજા તબક્કામાં ૬૦.૯૬ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૧.૪૫ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં ૪૯ બેઠકો પર ૨૦મી મેએ, છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર ૨૫મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં ૫૭ બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.
આ પણ વાંચો :-