HomeNationalમુંબઈમાં આઈસ્ક્રીમ ખાતા ખાતા એવું તે શું નીકળયું કે લોકો ચોંકી ગયા

મુંબઈમાં આઈસ્ક્રીમ ખાતા ખાતા એવું તે શું નીકળયું કે લોકો ચોંકી ગયા

Date:

Related stories

મેટા ઓફિસમાં તોડફોડને લઈ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, ભાજપે કોંગ્રેસને ગણાવી ‘ગુંડાઓની પાર્ટી’

નવી દિલ્હી/હૈદરાબાદ: સોશિયલ મીડિયા કંપની મેટા (Meta)ની ઓફિસમાં યુથ...

Video : મુંબઈમાં યુવક-યુવતી સાથે મારપીટનો વીડિયો વાયરલ, 8 સગીરો સામે ગુનો નોંધાયો

મુંબઈ: મુંબઈના કુર્લા વિસ્તારમાં યુવક અને યુવતી સાથે મારપીટ...

રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, કહ્યું- ભારતને બદનામ કરવા માટે પૈસા આપવામાં આવે છે!

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદને...
spot_img

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો, જેમાંથી એક આંગળી મળી આવી છે. અહેવાલ અનુસાર, મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાને આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.

મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી, પરંતુ જેવી તેને ખબર પડી કે તેમાં કંઈક ગડબડ છે, તેણે આઈસસ્ક્રીમમાં માણસની એક કપાયેલી આંગળી જોઈ. પોલીસે કહ્યું, “ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસક્રીમ કોનની અંદર એક મહિલાને માણસની આંગળીનો ટુકડો મળ્યો.” જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

આઈસ્ક્રીમ માનવ આંગળીનો ટુકડો મળ્યા બાદ મહિલાએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં યમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને ખાદ્યપદાર્થના નમૂનાને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા. આ મામલો સામે આવ્યા બાદ વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા છે અને બહારથી ખાદ્યપદાર્થો મંગાવતા ગભરાઈ રહ્યા છે. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આઈસક્રીમ જ્યાં બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories