જો તમે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ધૂમ્રપાન કરતાં હશો તો હવે તમારે બચવું મુશ્કેલ છે, કારણ કે હવે રેલવે દ્વારા ટ્રેનના ડબ્બામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવે હવે નો સ્મોકિંગ બોર્ડમાં પકડાઈ જવા પર દંડ લગાવવામાં નિયમથી આગળ વધીને હવે ટ્રેનના ડબ્બામાં સ્મોક ડિટેક્ટર લગાવી રહ્યા છે. અહી મુસાફરોની સુરક્ષા તેમજ ટ્રેનોને સુરક્ષિત રાખવા માટે ભાગલપુર સહિત અન્ય સેકશનમાં હોટ એક્સલ ડિટેક્ટર લગાવવામાં આવી રહ્યા છે.
- સિગરેટ અથવા બીજા કોઈ પણ ધુમાડાનું સ્મોક સેંસર લગાવવામાં આવશે જેથી તરત ખ્યાલ આવી જશે
- ધુમાડો ક્યા કારણે થયો તેના પર વિશ્લેષણ કરવામાં આવશે
- ધુમાડો નિકળવાનો બંધ નહી થાય તો લાલ લાઈટ સાથે ઓટો બ્રેક લાગી જશે અને ટ્રેન ઉભી રહી જશે.
- 60 સેકેન્ડ સુધી બંધ નહીં થાય તો કોચના ખાલી કરાવવા માટે સુચના આપવામાં આવશે.
બિહારની ટ્રેનોમાં ધૂમ્રપાન કરવું મોંઘુ પડી જશે. યાત્રા દરમ્યાન ટ્રેનોના ટોઈલેટમાં જઈને ચોરી છુપીથી સિગરેટ, બીડી પીતા લોકો સાવધાન થઈ જજો. હવે તમારી આદતમાં સુધારો કરવો પડશે, નહી તો મોટી મુસીબતમાં મુકાઈ જશો.
રેલવે હવે સ્મોકિંગ બોર્ડના નિયમથી આગળ વધી રહ્યું છે, એટલે કે, હવે ટ્રેનમાં ધુમ્રપાન કરનારને પકડવા માટે ડબ્બાઓમાં સ્મોક ડિટેક્ટર લગાવવામાં આવી રહ્યા છે. જેથી ધૂમ્રપાન કરનારાને સરળતાથી શોધી શકાશે. એટલું જ નહી, ટ્રેનના કોચમાં સ્મોક ડિટેક્ટરની સાથે સાથે ફાયર ડિટેક્શન અને બ્રેક એપ્લીકેશન (FDBA) સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. એટલે થોડોક પણ ધુમાડો નિકળવાની સાથે સિસ્ટમ એલર્ટ મોડ પર આવી જશે અને પછી બ્રેક લાગવાથી ટ્રેન આપોઆપ ઉભી રહી જશે.
આ પણ વાંચો :-