પાકિસ્તાનમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન ખુલ્લેઆમ પાક આર્મીની કત્લેઆમ કરી રહ્યું છે. સુરક્ષા દળો માટે તહરીક-એ-તાલિબાન કાળ બની ગયો છે. કયારેક બોમ્બ વિસ્ફોટો તો કચારેક ગોળીબાર કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાની સેનાના જવાનોને મારી રહી છે. પાકિસ્તાનના લોકોને તો છોડો સેનાના જવાનો પણ હવે ટીટીપીથી ડરે છે.
હવે પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો ડર વધી રહ્યો છે. રીટીપીના કરને નકારી કાઢવા માટે પાકિસ્તાને હવે અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે. હા. પાકિસ્તાને અરૂધાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના આ પગલાથી અફધાન તાલિબાન લાલઘૂમ થઈ ગયા છે. હવે તેણે બદલો લેવાના શપથ લીધા છે.
વાસ્તવમાં પાકિસ્તાને મંગળવારે દાવો કર્યો હતો કે તેણે અરુધાનિસ્તાનની અંદર અનેક તાલિબાન (CB) સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને હવાઈ હુમલા કર્યા હતા. પાક સેનાનો દાવો છે કે આ હુમલાઓમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું એક ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરવામાં આવ્યું હતું અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા.
તાલિબાનના સૂત્રોએ દાવો કર્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ લોકો માર્યા ગયા છે. પાકિસ્તાને તેની સરહદે આવેલા પંક્તિકા પ્રાંતમાં સ્થિત પહાડી વિસ્તારમાં આકાશમાંથી બોમ્બ ફેંકયા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની જેટ અફઘાનિસ્તાનની અંદર કક્યાં સુધી ગયા અને કેવી રીતે હુમલા કરવામાં આવ્યા.
પાકિસ્તાને અફધાનિસ્તાનના પ્રતિકા પ્રાતના બર્મલ જિલ્લા પર હવાઈ હુમલો કર્યો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા અને મળત્યુઆંક વધવાની આશંકા છે. ૨૪ ડિસેમ્બરની રાત્રે થયેલા હુમલામાં લમણ સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યાં એક પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા.
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લા ખ્વારઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં “નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાની શરણાર્થીઓ” માર્યા ગયા હતા. ખ્વારેઝમીએ જણાવ્યું કે, હુમલામાં “ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા”, જોકે જાનહાનિની સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્ર મુજબ, ઓછામાં ઓછા 15 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, અને શોધ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.
આ પણ વાંચો :-