Home Blog Page 937

ગુજરાતમાં હાર્ટ ઍટેકથી વધું ૨ના મોત, પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત

0

પાટણમાં નવરાત્રીના તહેવાર વચ્ચે વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. ૫૬ વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિજનો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું છે. વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળને અચાનક હાર્ટ ઍટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. આ તરફ વિષ્ણુભાઈ રાવળના હાર્ટ ઍટેકથી મોત બાદ પરિવારજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા.જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ ઍટેક જણાવ્યું છે.

આ પણ વાંચો :-

સમલૈંગિક લગ્નને કાનુની દરજ્જો આપવા સુપ્રીમનો મોદી સરકારને આદેશ

0

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો વાંચતી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ મોટો છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. અરજીકર્તાઓએ લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. જોકે વિશ્વના ૩૪ દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા ૨૩ દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

જો ગે લગ્નને માન્યતા આપનાર દેશની વાત કરીએ તો વર્ષ ૨૦૦૧માં નેધરલેન્ડ્સ ગે લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ હતો. જ્યારે તાઈવાન એશિયાનો પ્રથમ દેશ હતો. કેટલાક એવા મોટા દેશો છે જ્યાં સમલૈંગિક લગ્ન સ્વીકારવામાં આવતા નથી. તેમની સંખ્યા લગભગ ૬૪ છે. અહીં સમલૈંગિક સંબંધને અપરાધ માનવામાં આવે છે અને સજા તરીકે મૃત્યુદંડ પણ સામેલ છે. મલેશિયામાં ગે લગ્ન ગેરકાયદેસર છે.

આ પણ વાંચો :-

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ

0

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે.

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે BDPO ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

 

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

0
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને પગલે ભાજપની છાવણીમાં મોટા ધડાકા થવાની ઉત્કંઠા હતી પરંતુ કંઈ જ થયું નહીં
  • દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ ગાંધીનગરમાં મળેલી બેઠકે ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં ધુંધવાતી નારાજગીને ખાલી કરવાનું કામ કર્યું
  • હર્ષ સંઘવી પાસેથી ગૃહ વિભાગ છીનવી લેવાની વાતો કદાચ નિરર્થક પુરવાર થશે; સંગઠનમાં નવી નિમણૂંક થવાની શક્યતા

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM

દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં બેઠક યોજાયા બાદ ગાંધીનગરમાં ભાજપનાં નેતાઓની વધુ એક બેઠક મળી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં અને મોડીરાતથી શરૂ થયેલી બેઠક વહેલી સવાર સુધી એટલે કે લગભગ પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી!
અલબત્ત આ બેઠક અનૌપચારિક હતી. કોઈ જ રાજકીય એજન્ડા નહોતો. ચોક્કસ ચર્ચાઓ રાજકીય અને સામાજિક ઉપરાંત પારીવારિક પણ થઈ હતી, પરંતુ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરફાર, નિમણૂંક કરવા અંગે કોઈ જ ચર્ચાનો હેતુ નહોતો કે કોઈનાં ખાતા છીનવી લેવાનો પ્રશ્ન પણ નહોતો, પરંતુ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠકને કારણે અનેક લોકોએ ઉજાગરા કર્યા હતાં. પરંતુ આ ‌ઉજાગરા કરનારાઓનાં હાથમાં કંઈ આવ્યું નહોતું. આખી રાત કાનાફૂસી ચાલતી રહી હતી. પરંતુ આનંદ કે આઘાત પમાડે એવી કોઈ વાત સાંભળવા મળી નહોતી.
પાછલાં કેટલાંક સમયથી ગુજરાત ભાજપનાં ડહોળાયેલા વાતાવરણ વચ્ચે આ બેઠક નિખાલસતા વ્યક્ત કરવા માટે નિર્ણાયક પુરવાર થઈ હતી.
ગુજરાત ભાજપમાં એક વાત ધડમાથા વગર ચાલી રહી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે મનમેળ નથી. સાથે એવી પણ વાત વહી રહી છે કે, અમિત શાહ અને સી.આર. પાટીલ વચ્ચે તાલમેલ નથી. આનાથી આગળ વધીને વધુ એક એવી પણ વાત ચાલી રહી છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ મંત્રાલયનો હવાલો છીનવી લેવાશે. વડાપ્રધાન કે કેન્દ્રિય ગૃહમંત્રી જ્યારે જ્યારે ગુજરાતનાં પ્રવાસે આવે છે ત્યારે ત્યારે આવી અફવાનો દોર ચાલતો રહે છે, પરંતુ લોકોની અપેક્ષા કે આશંકા જેવા કોઈ ફેરફારો કરાયા નથી.

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM (1)
હર્ષ સંઘવી માટે તો એટલી હવે વાત ચાલી હતી કે, તેનાથી ખુદ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નારાજ છે, પરંતુ ગઈકાલે રવિવારની મોડી રાત્રે ખુદ હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકથી આવી અફવાઓ, આશંકાઓનો પરપોટો ફૂટી ગયો હતો. અલબત્ત અફવાઓને પગલે હર્ષ સંઘવીને આત્મ મનોમંથન કરવા સાથે પોતાનો વહેવાર સુધારવાની સમજણ મળી હશે.
ખેર, આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં મનમાં ક્યાંક નારાજગી ચાલી રહી છે, તેઓ મન મુકીને વાત કરતા નથી. તેમની ઓફિસમાં આખો દિવસ લોકોનો પ્રવાહ વહેતો રહે છે અને લોકોનાં કામ પણ થાય છે. જરૂર જણાય ત્યાં ખુદ સી.આર. પાટીલ અધિકારીઓ સાથે વાત કરીને પણ લોકોનાં પ્રશ્નો તત્કાળ હલ કરવાના ચોક્કસ પ્રયાસો કરે છે.
પરંતુ હરીફને માફ નહીં કરવાનાં મક્કમ મીજાજના સી.આર. પાટીલનાં સ્વભાવમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. બીજી તરફ નેતાગીરી પ્રત્યેની વફાદારી એ પણ સી.આર. પાટીલને સ્વભાવ રહ્યો છે. પક્ષનાં નેતૃત્વ સામે નારાજગી ચોક્કસ વ્યક્ત કરી હશે. પરંતુ ગદ્દારી ક્યારેય કરી નથી. તેઓ આજે પણ વડાપ્રધાન મોદીનાં એટલા જ વિશ્વાસુ છે, જેટલા પહેલા હતા. તેમનું આ મજબૂત જમા પાસુ હોવાથી વડાપ્રધાન મોદી પણ સી.આર. પાટીલ ઉપર અખૂટ વિશ્વાસ ધરાવે છે.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM
ખેર, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ ભાજપની છાવણીમાં ઘણાં વમળો સર્જાયા હતા. પક્ષનાં વડા હોવાના નાતે પણ તેમનું સરકારમાં વર્ચસ્વ હોવું જ જોઈએ, પરંતુ કોઈક કારણોસર સી.આર. પાટીલ સરકારમાં દખલ કરવાથી ઘણાં સમયથી દૂર ભાગી રહ્યાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ખરેખર તો પ્રદેશ પ્રમુખ હોવાનાં નાતે તેમનો પડાવ ગાંધીનગરમાં હોવો જોઈએ, પરંતુ તેઓ પાછલાં ઘણાં સમયથી અનિવાર્ય કામકાજ સિવાય ગાંધીનગર જવાનું ટાળતા આવ્યા હોવાથી લોકોની નજરમાં એવું ચિત્ર ઉપસી રહ્યું હતું કે, ભાજપનાં ટોચનાં નેતાઓમાં ચોક્કસ કોઈક ગડમથલ છે.

આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલ ઉપરાંત કે.કૈલાસનાથન સહિત કેટલાંક અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા અને વડાપ્રધાનનાં નિવાસે જ લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી અને કેવા નિર્ણયો કરવામાં આવ્યા એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ દિલ્હીની બેઠક બાદ ગુજરાત ભાજપનાં નેતાઓમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું હતું. સી.આર. પાટીલ દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. ભારત-પાક મેચમાં પણ જોડાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત શાહ સાથે લાંબો સમય ગાળ્યો હતો અને બીજા દિવસે પણ ગાંધીનગરમાં રોકાઈ ગયા હતા. આ બધા સંકેત જોતા આગામી દિવસોમાં ગુજરાત ભાજપ અને સંગઠનમાં તથા સરકારમાં સકારાત્મક માહોલ જોવા મળશે એવી આશા રાખી શકાય.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM (1)
આ ઉપરાંત પાંચ રાજ્યો બાદ લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી કેન્દ્રિય નેતાગીરી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપનાં નેતૃત્વને કોઈ વિવાદમાં પડ્યા વગર શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હશે એવું ચોક્કસ તારણ કાઢી શકાય.
વળી એક વાત એ પણ ચોક્કસ છે કે, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ પદેથી સી.આર. પાટીલને આગામી લોકસભાની ચૂંટણી સુધી બદલવાની કોઈ જ શક્યતા નથી.
ગઈકાલની બેઠક બાદ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં હળવાશનાં અહેસાસનો અનુભવ થતો હતો. અમિત શાહ દેશનાં અન્ય રાજ્યોનાં પ્રવાસે ઉપડી ગયા હતા. જ્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામે લાગી ગયા હતા. આગામી દિવસોમાં ગુજરાત ભાજપનાં પ્રદેશ માળખામાં નવી નિમણૂંક કરવામાં આવે એવી શક્યતાઓ આકાર લઈ રહી છે. ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ પહેલાં મંત્રી મંડળમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ જણાતી નથી.

આ પણ વાંચો :-

દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો

0

સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપશે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ૧૦ દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારે કહ્યું  હતું કે નિર્ણય જે પણ હોય પણ સંઘર્ષ ચાલુ રહેશે.

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં. અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જોઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે.

આ પણ વાંચો :-

જાણે કુબેરનો ખજાનો… ૯૪ કરોડ રોકડા, ને ૮ કરોડના ડાયમંડ

0

CBDTએ જણાવ્યું કે ૧૨ ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ ૫૫ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી ૯૪ કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત ૩૦ મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

CBDTએ નિવેદનમાં કહ્યું કે સર્ચિંગનાં પરિણામસ્વરૂપ ૯૪ કરોડની રોકડ સિવાય કુલ ૧૦૨ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતાં CBDTએ જણાવ્યું કે આ સિવાય એક ‘એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી પાસેથી લગભગ ૩૦ લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન મળી આવ્યું હતું’

બેહિસાબી રોકડ મળ્યાં બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો બીજી તરફ CM સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર જણાવ્યું છે.

આ પણ વાંચો :-

મેરઠમાં મકાનમાં બ્લાસ્ટ થયા ચારના મોત, આઠને થઈ ઇજા

0

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના બે મકાનો પણ ધરાશાયી થયા હતા.

ઉત્તપ્રદેશના મેરઠમાં  આજે સવારે એક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થતા આખો વિસ્તાર હચમચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે જાણવા મળ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે અને મકાનના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્તોનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટની દુર્ઘટના મેરઠના લોહિયા નગર માં એક મકાનમાં બની હતી.

આ પણ વાંચો :-

17, ઓક્ટોબર ૨૦૨૩/ મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, દિવસ ફાયદાકારક રહેશે; જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે

0

મેષઃ
બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.
વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.
‌મિથુનઃ
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.
કર્કઃ
દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.
‌સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે. છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
કન્યાઃ
નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.
તુલાઃ
જુસ્સો, ચાણક્યનીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ, પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.
વૃ‌શ્ચિકઃ
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.
ધનઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.
મકરઃ
આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.
કુંભઃ
ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.
મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

 

ગાંધીનગર ડી-માર્ટને રૂ. 1.10 લાખનો દંડ, એક્સપાયરી ડેટ ગોળ વેચવા બદલ કરાઈ કાર્યવાહી

0

ગાંધીનગરમાં આવેલ ડી માર્ટમાંથી એક જાગૃત ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ ખરીદ્યા બાદ ગ્રાહકે અચાનક ગોળનાં પેકીંગ પર લાગેલ બે સ્ટીકરો પર ગ્રાહકની નજર પડી હતી. જેમાં એક સ્ટીકરમાં જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોનાં સ્ટીકરો મારેલ ગોળ વેચવામાં આવ્યો હતો. ત્યારે ડીમાર્ટ દ્વારા ખોટા સ્ટીકર મારી એક્સપાયરીડેટવાળો ગોળ વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા બદલ જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.

ગાંધીનગર ડી-માર્ટમાં એક ગ્રાહક ખરીદી કરવા માટે ગયો હતો. જ્યાં એક પછી એક ખાદ્ય ચીજ વસ્તુઓ તેઓ ખરીદી રહ્યા હતા. અને વસ્તુ ખરીદવાની સાથે સાથે તેની એક્સપાયરી ડેટ પણ વાંચતા હતા. ત્યારે ડી માર્ટમાં તેઓ ખાદ્ય ગોળ લઈ રહ્યા હતા. ત્યારે ગ્રાહકે ખાદ્ય ગોળની એક્સપાયરી ડેટ ચેક કરતા ગોળની એક્સયાપરી ડેટ જતી રહી હતી. એટલે કે ગોળ અખાદ્ય થઈ ગયો હતો.

જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે બંને પક્ષની લદીલો સાંભળી હતી.  ત્યારે આ બાબતે ડીમાર્ટે સ્વીકાર્યું કે કર્મચારીએ ભૂલથી ખોટુ સ્ટીકર લગાવી દીધું હોવાનું કહ્યું હતું. પરંતું ગ્રાહક સુરક્ષા કોર્ટે ડીમાર્ટની દલીલને ફગાવી દીધી હતી. અને ડી-માર્ટ અને ગોળ બનાવનાર કંપની રોસિડ ઈન્ડસ્ટ્રીઝને રૂા. 1.10 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ આ દંડમાંથી અડધી રકમ ગ્રાહકને આપવાની તેમજ 50 ટકા રકમ ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

લાજપોર જેલમાંથી ફરાર આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

0

વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ ખાતે આવેલી મરાઠી સમાજનું અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સુરતની લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તરપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ પાસે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પર મરાઠી સમાજ દ્વારા હારતોરા કરી બહુમાન આપવામાં આવે છે. એટલું જ નહીં મરાઠી સમાજમાં છત્રપતિ શિવાજી મહારાજનું એક આગવી ઓળખ અને ઉચ્ચ સ્થાન છે. જોકે આ પ્રતિમાને વર્ષ 2019માં રોહિત ઉર્ફે પુતન નરીન શુક્લા નામના શખ્સે લાત મારી શિવાજી મહારાજ અને મરાઠી સમાજનું અપમાન કરવામાં આવ્યું હતું. જે અંગેનો ગુનો પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. પુણા પોલીસે મરાઠી સમાજનું અપમાન કરવા અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ આરોપીની ધરપકડ કરી હતી.

આરોપી ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના પાઈ ગામ ખાતે છુપાયો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે ગઈ હતી. જ્યાં ઉત્તર પ્રદેશમાં વોચ ગોઠવી આરોપીને દબોચી પાડવામાં આવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી કબજો સુરતની લાજપોર જેલને સોંપવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતની લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ હતો. આરોપીએ વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન 30મી માર્ચના રોજ લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા. આરોપીને 31મી ડિસેમ્બર 2020ના રોજ લાજપોર જેલમાં પરત હાજર થવાનું હતું. પરંતુ આરોપી મુદ્દતે હાજર ન થતા પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.

આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે તેના વતન ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો હતો. આરોપીનો સુરત ક્રાઈમ બ્રાંચે કબજો લઈ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-