Home Blog Page 911

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ધરપકડની આશંકા વ્યક્ત કરી તો સામે બોલ્યાં PM મોદી-‘હું રોકાવાનો નથી’

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સને અવગણીને ગુરુવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામના દિવસ સુધી તેઓ જેલમાં રહી શકે છે. કેજરીવાલે કહ્યું કે તેમની ધરપકડ કરી શકાય છે, વિચારશીલ નહીં. કેજરીવાલે સિંગરૌલીમાં તેમના ઉમેદવાર રાણી અગ્રવાલ માટે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે રોડ શો યોજ્યો હતો. બાદમાં તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે તેમને રોજ ધરપકડની ધમકી આપવામાં આવે છે. “દરરોજ તેઓ મને ધમકી આપે છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે.

કેજરીવાલની ધરપકડ કરીને તેઓ કેજરીવાલની વિચારસરણીની કેવી રીતે ધરપકડ કરી કરશે? તમે હજારો અને લાખો કેજરીવાલની ધરપકડ કેવી રીતે કરશો? કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હી કૌભાંડો તરીકે ઓળખાતું હતું, પરંતુ આજે સારી શાળાઓ, હોસ્પિટલો, વૃદ્ધોની તીર્થયાત્રાની વાત કરવામાં આવે છે. અન્ના આંદોલનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રામલીલા મેદાનમાં જે લોકો મંચ પર હતા તેમની ધરપકડ થઇ શકે છે, પરંતુ કરોડો લોકોની ભીડને તેઓ કેવી રીતે પકડશે. “તેઓ આપણી ધરપકડ કરે તો પણ કોઈ ફરક પડતો નથી. કેજરીવાલને જેલમાં જવાનો ડર નથી.

દિલ્હીના ચોર અને લૂંટારાઓનો ઈલાજ થવો જોઈએ કે નહિ? આપણે ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ કે નહીં? ગરીબોના પૈસા પાછા આપવા જોઈએ કે નહીં? તમારા આશીર્વાદથી, હું આ કામ બંધ કરવાનો નથી … આ લોકો ભલે મને લાખો વાર ગાળો આપતા રહે, પરંતુ તમારા આશીર્વાદની તાકાત એ છે કે મોદીને ડર નથી લાગતો. મોદી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી બંધ કરવાના નથી. મોદીએ કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતા રહેશે. છત્તીસગઢ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પીએમ મોદી બોલી રહ્યા હતા. પરંતુ તેમણે લોકો પાસે સ્ટેમ્પની માંગ કરી અને કહ્યું કે અવાજ દિલ્હી જવો જોઈએ. માનવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાગેલા આરોપોનો પણ ઉલ્લેખ કરી રહ્યા હતા.

દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં ઈડી સીએમ કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે. આથી એજન્સીએ ગઈ કાલે કેજરીવાલને 2 નવેમ્બરે હાજર થવાનું સમન પાઠવ્યું હતું છતાં સમનને અવગણીને કેજરીવાલ એમપીમાં ચૂંટણી પ્રચારમાં જતા રહ્યાં હતા. હવે ઈડી શું કરે છે તેની પર બધાની નજર છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં બીડી-સિગારેટ પીતા લોકો સુધરી જજો! ટ્રેનના ડબ્બામાં લગાવવામાં આવી રહ્યા છે ‘સ્મોક ડિટેક્ટર’

0

જો તમે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ધૂમ્રપાન કરતાં હશો તો હવે તમારે બચવું મુશ્કેલ છે, કારણ કે હવે રેલવે દ્વારા ટ્રેનના ડબ્બામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેલવે હવે નો સ્મોકિંગ બોર્ડમાં પકડાઈ જવા પર દંડ લગાવવામાં નિયમથી આગળ વધીને હવે ટ્રેનના ડબ્બામાં સ્મોક ડિટેક્ટર લગાવી રહ્યા છે. અહી મુસાફરોની સુરક્ષા તેમજ ટ્રેનોને સુરક્ષિત રાખવા માટે ભાગલપુર સહિત અન્ય સેકશનમાં હોટ એક્સલ ડિટેક્ટર લગાવવામાં આવી રહ્યા છે.

  • સિગરેટ અથવા બીજા કોઈ પણ ધુમાડાનું સ્મોક સેંસર લગાવવામાં આવશે જેથી તરત ખ્યાલ આવી જશે
  • ધુમાડો ક્યા કારણે થયો તેના પર વિશ્લેષણ કરવામાં આવશે
  • ધુમાડો નિકળવાનો બંધ નહી થાય તો લાલ લાઈટ સાથે ઓટો બ્રેક લાગી જશે અને ટ્રેન ઉભી રહી જશે.
  • 60 સેકેન્ડ સુધી બંધ નહીં થાય તો કોચના ખાલી કરાવવા માટે સુચના આપવામાં આવશે.

બિહારની ટ્રેનોમાં ધૂમ્રપાન કરવું મોંઘુ પડી જશે. યાત્રા દરમ્યાન ટ્રેનોના ટોઈલેટમાં જઈને ચોરી છુપીથી સિગરેટ, બીડી પીતા લોકો સાવધાન થઈ જજો. હવે તમારી આદતમાં સુધારો કરવો પડશે, નહી તો મોટી મુસીબતમાં મુકાઈ જશો.

રેલવે હવે સ્મોકિંગ બોર્ડના નિયમથી આગળ વધી રહ્યું છે, એટલે કે, હવે ટ્રેનમાં ધુમ્રપાન કરનારને પકડવા માટે ડબ્બાઓમાં સ્મોક ડિટેક્ટર લગાવવામાં આવી રહ્યા છે. જેથી  ધૂમ્રપાન કરનારાને સરળતાથી શોધી શકાશે. એટલું જ નહી, ટ્રેનના કોચમાં સ્મોક ડિટેક્ટરની સાથે સાથે ફાયર ડિટેક્શન અને બ્રેક એપ્લીકેશન (FDBA) સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. એટલે થોડોક પણ ધુમાડો નિકળવાની સાથે સિસ્ટમ એલર્ટ મોડ પર આવી જશે અને પછી બ્રેક લાગવાથી ટ્રેન આપોઆપ ઉભી રહી જશે.

આ પણ વાંચો :-

અંકલેશ્વરની ૧૦ વર્ષીય દીકરીનું હાર્ટ એટેકથી મોત? પરિવારમાં શોકનો માહોલ

0

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ તરફ હવે અંકલેશ્વરમાં ૧૦ વર્ષની બાળકીનું હાર્ટઍટેકના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ સાથે ભરૂચમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ રાજકોટમાં પણ એક વ્યક્તિનું હાર્ટઍટેકથી મૃત્યુ થયું છે.

અંકલેશ્વરમાં ૧૦ વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે. બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવાાં આવી રહ્યુ છે. આ બાળકીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં હાર્ટઍટેકના ૫ બનાવો સામે આવ્યા છે. વિગતો મુજબ ભરૂચ જિલ્લામાં હાર્ટઍટેકના બનાવમાં ૪ના મોત થયા છે. જ્યારે ભરૂચના ૫૫ વર્ષીય ઈસ્માઈલ મતાદાર સારવાર હેઠળ છે. અંકલેશ્વરમાં ૧૦ વર્ષીય બાળકી સહિત ૩ ના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં અંકલેશ્વરની ૧૦ વર્ષીય દિયાંશી કાપલેટીયાનું મોત, અંકલેશ્વરના નિલેશ પટેલ નામના ૨૮ વર્ષીય યુવકનું મોત, અંકલેશ્વરના સંજુ લાલ નામના ૨૯ વર્ષીય યુવકનું મોત અને જંબુસરના ખાનપુર દેહમાં ૫૫ વર્ષીય યુવકનું મોત તો સુરેશભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું હાર્ટઍટેકથી મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટઍટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટઍટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો :-

BHU યુનિવર્સિટીમાં મોડી રાતે વિદ્યાર્થીની સાથે કપડાં કાઢ્યાં, કિસ કર્યું, આ છેડતીની ઘટનામાં હજારો વિદ્યાર્થીરસ્તા પર ઉતર્યા

0

પવિત્ર નગરી વારાણસીમાં આવેલી દેશની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક શરમજનક ઘટના બનતાં હોબાળો મચ્યો છે. IITની એક વિદ્યાર્થિની જ્યારે BHU કેમ્પસમાં ગઈ કાલે મોડી રાત્રે ફરવા ગઈ હતી ત્યારે ત્રણ બુલેટ સવાર યુવકોએ બંધૂકની અણીએ તેની છેડતી કરી હતી અને તેના બધા કપડાં કાઢીને તેને કિસ કરી હતી અને ત્યાર બાદ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના સમયે વિદ્યાર્થિનીનો એક મિત્ર પણ તેની સાથે ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીનીના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

આઈઆઈટી બીએચયુમાં બીટેકના બીજા વર્ષની પીડિત છોકરી કેમ્પસમાં આવેલી આ જ હોસ્ટેલમાં રહે છે. બુધવારે મોડી રાત્રે વિદ્યાર્થીની કેમ્પસમાં તેના મિત્ર સાથે લટાર મારવા માટે નીકળી ત્યારે કરમનબીર બાબાના મંદિર બાજુ જતાં બુલેટ પર આવેલા ત્રણ યુવાનોએ તેમને રોક્યાં હતા. ત્યાર બાદ તેણે બંદૂકની અણીએ ગોળીબાર કરવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીની સાથે રહેલા તેના મિત્રને અલગ કરી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે છોકરીને મોઢું દબાવ્યું અને એક બાજુ લઈ જઈને ચૂંબન કર્યું હતું ત્યાર બાદ બધા કપડાં કાઢીને ન્યૂડ વીડિયો પણ બનાવ્યો હતો. આ સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીનીનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટનાના સમાચાર જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ક્લાસનો બહિષ્કાર કર્યો હતો અને વિરોધ કરવાનું શરૂ કર્યું. સાવચેતીના પગલારૂપે બીએચયુ પ્રશાસને હોસ્ટેલમાં વાઇ-ફાઇ બંધ કરી દીધું છે. કોઈ પણ અનિચ્છનિય ઘટનાને ટાળવા માટે કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવાઈ હતી. આઈઆઈટી કેમ્પસને ચારે બાજુથી બંધ કરવાની માંગ કરી હતી. અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અને સુરક્ષા વધારવાની માંગ પણ કરવામાં આવી હતી. પોલીસ હાલમાં BHUમાં સ્થાપિત CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે.

યુવતી ડરના માર્યા હોસ્ટેલ તરફ દોડી ગઈ અને પાછળથી બાઈકનો અવાજ સાંભળીને તે નજીકના પ્રોફેસરના ઘરમાં ઘૂસી ગઈ. પ્રોફેસર તેને સુરક્ષાકર્મીઓ પાસે લઈ ગયા. અહીંથી આ કેસની માહિતી અધિકારીઓ સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં અજાણ્યા શખ્સો સામે આઈટી એક્ટની કલમ ૩૦૪-બી, ૫૦૪ અને ૬૬-ઇ હેઠળ કેસ નોંધીને આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચો :-

રાજસ્થાનમાં ૧૭ લાખની લાંચ લેતા ED અધિકારીનો ધરપકડ, ACBએ સહયોગી સાથે ઝડપ્યાં

0

રાજસ્થાનમાં ગઈકાલે EDએ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે દરોડાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત CM ગહલોતના પુત્ર વૈભવને પણ FERA સંબંધિત કેસમાં પૂછપરછ માટે બોલાવાયા હતા. દરમિયાન રાજસ્થાન ACBએ EDના એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડ્યો છે. તેના પર એક કેસની પતાવટ અને ધરપકડ ન કરવા માટે ૧૭ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ છે. અધિકારીએ તેના વચેટિયાના માધ્યમથી લાંચ માગી હોવાની માહિતી રાજસ્થાન ACB દ્વારા આપવામાં આવી હતી.

ED અધિકારી નવલ કિશોર મીણા પર એક વચેટિયા મારફત ૧૭ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે બાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સી એસીબીએ કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીના અધિકારીની ધરપકડ કરી લીધી હતી.

એન્ફોર્સમેન્ટ ઓફિસર નવલ કિશોર મીણા અને તેના સહયોગી બાબુલાલ મીણાની ખેરથલ તિજારા જિલ્લાના મુંડાવરમાં ફરિયાદી પાસેથી રૂ. ૧૫ લાખની લાંચ લેતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. ACBના એડિશનલ ડાયરેક્ટર જનરલ હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, જયપુર-૩ યુનિટને એક ફરિયાદ મળી હતી કે ED ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડ કેસના સમાધાનના બદલામાં મિલકત જપ્ત ન કરવા અને કોઇ ધરપકડ ન કરવા માટે ઇમ્ફાલ સબ ઝોન ઓફિસે ૧૭ લાખની લાંચની રકમ EO નવલ કિશોર મીણા દ્વારા માંગવામાં આવી હતી. ત્યારબાદ ૧૫ લાખની લાંચ લેતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

હિંમતનગરમાં ST બસ ડ્રાઈવરને અચાનક આવ્યો હાર્ટએટેક, ડ્રાઈવરે બચાવી લીધા મુસાફરોના જીવ

0

રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન હવે સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટ એટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણ-લુણાવાડા બસ પોતાના નિર્ધારિત સમયે ઉપડી હતી. આ દરમિયાન પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. આ તરફ બસ ચાલકે પણ હાર્ટ એટેક વચ્ચે પણ પોતાની ફરજના ભાગરૂપે તાત્કાલિક બસને સાઈડ કરી હતી. જોકે ચાલકને હાર્ટ એટેક આવ્યો હોય બસ સાઈડમાં કરવા જતા પાટણ લુણાવાડા બસ પોલાસપુર પાટિયા વિજાપુર હાઇવે પર બસ ખાડામાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

હિંમતનગર વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યા બાદ ચાલકે બસ પર કાબુ કરી સાઈડમાં ઉતારી હતી. ડ્રાઈવરે સુરક્ષિત જગ્યાએ બસ લઈ જતા પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. જે બાદમાં ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ડ્રાઇવરની તબીયત સ્થિર છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ પર કાર્યવાહી કરનાર IAS અધિકારી સસ્પેન્ડ, જાણો કારણ

0

ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના SDM દ્વારા રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેને હાજર થવાનો આદેશ બહાર પડ્યો હતો. આ પ્રકારનો આદેશ જાહેર થતા જ ખળભળાટ મચી ગયો હતો. આ મામલો સામે આવ્યા પછી રાજ્યપાલ આનંદીબેન પટેલ વતી તેમના સચિવે DMને પત્ર લખી ચેતવણી આપી હતી. એવામાં સરકારે સમન્સ જાહેર કરનાર SDMને સસ્પેન્ડ કર્યા છે.

મળતી જાણકારી અનુસાર, બદાયૂં જિલ્લાના SDM દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓને અવગણીને રાજ્યપાલ વિરુધ સમન્સ જાહેર કર્યું હતું. જેમાં SDM કોર્ટમાં રાજ્યપાલને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલો સામે આવતા જ  રાજ્યપાલના સચિવે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલ્યો હતો.

રાજ્યપાલના સચિવે DMને પત્ર લખ્યો કે, બંધારણના અનુચ્છેદ ૩૬૧ મુજબ બંધારણીય પદ વિરુધ કોઈ સરળતાથી નોટિસ અથવા સમન્સ પાઠવી શકે નહીં.  આ પત્ર રાજ્યપાલના સચિવ બદ્રીનાથ સિંહ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં બંધારણના અનુચ્છેદ ૩૬૧નું ઉલ્લંઘન કરવાની વાત કરવામાં આવી અને DMને નિયમાનુસાર સમન્સ જાહેર કરનાર વિરુધ કાયદાકીય કાર્યવાહી કરવાના દિશાનિર્દેશ આપ્યા હતા.

બદાયૂં જિલ્લાના લોડા બહેરી ગામના રહેવાસી ચંદ્રહાસે સદર તહસીલના SDM કોર્ટમાં, સંબંધિત પીડબ્લ્યુડી અધિકારીઓ,લેખરાજ અને રાજ્યપાલને વિરોધ પક્ષ તરીકે પક્ષકાર બનાવી અરજી કરી હતી. SDM કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ તેમના નામે રજીસ્ટર કરાવી હતી. આ પછી તેને લેખરાજના નામે વેચી દીધી હતી. આ અરજી પર, SDM ન્યાયિક વિનીત કુમારે કોર્ટમાંથી લેખરાજ અને રાજ્યના રાજ્યપાલને  ૭ ઓક્ટોબરના રોજ રાજ્ય સંહિતાની કલમ ૧૪૪ હેઠળ સમન્સ પાઠવ્યું હતું, જે ૧૦ ઓક્ટોબરના રોજ રાજભવન પહોંચ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને ૧૮ ઓક્ટોબરે SDM જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

“આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” જોખમી સાબિત થઇ શકે છે, ભારત-યુરોપિયન યુનિયન સહિત ૨૭ દેશોની સહમતી

0

ભારત અને યુરોપિયન યુનિયન સહિત ૨૭ અન્ય દેશોએ ઇંગ્લેન્ડમાં એક બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જોખમોનું મૂલ્યાંકન કરવા સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા પર હસ્તાક્ષર કર્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડા પ્રધાન ઋષિ સુનકના કાર્યાલયના સત્તાવાર પૃષ્ઠે જણાવ્યું હતું કે, અગ્રણી AI દેશો એઆઈ સુરક્ષા પર વિશ્વના પ્રથમ કરાર પર પહોંચ્યા છે.

યુકે સરકારે બુધવારે “ધ બેલેચલે ઘોષણા” નામનું એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ઇયુ સહિત ૨૮ સહભાગી દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને અત્યંત અત્યાધુનિક “ફ્રન્ટિયર” આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ દ્વારા રજૂ કરાયેલા જોખમો વિશેની ભયંકર ચેતવણી બહાર પાડવામાં આવી હતી.

બેલેચલે પાર્ક ઘોષણાપત્રમાં ૨૮ દેશો AI પર આંતરરાષ્ટ્રીય પગલાંની તકો, જોખમો અને જરૂરિયાત પર સંમત છે, જે સિસ્ટમોને સૌથી વધુ તાકીદનું અને ખતરનાક જોખમ ઊભું કરે છે તેની ઓળખ કરે છે.

આ બેઠકમાં પ્રતિનિધિત્વ કરનારા દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચિલી, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, નેધરલેન્ડ, નાઈજીરીયા, ફિલિપાઈન્સ, કોરિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

વડોદરામાં દારૂના નશામાં BJP નેતાએ પડોશીના નાકમાં દમ કર્યો, ગઇકાલે જ બારડોલીમાં BJP નેતાની ધરપકડ

0

ગુજરાતમાં સતત બીજા દિવસે રાજકીય નેતા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. વાત જાણે એમ છે કે, ગઈકાલે સુરતના બારડોલીના ભાજપ કોષાધ્યક્ષ દારૂના નશામાં ઝડપાયા હતા. જોકે આજે સતત બીજા દિવસે આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. વડોદરામાં ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી નશાની હાલતમાં ઝડપાયા છે. ઘટનાને લઈ હાલતો પોલીસે આ નેતા સામે કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં ભાજપ નેતા અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી નશાની હાલતમાં ઝડપાયા છે. અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી છે. પાડોશીને પરેશાન કરતા પપ્પુ ગઢવી વિરૂદ્ધ સ્થાનિકે પોલીસને જાણ કરી હતી. જેને લઈ વારસિયા પોલીસ સ્થળ પર પહોચી ત્યારે નેતા નશાની હાલતમાં ઝડપાયા હતા. આ તરફ હવે વારસિયા પોલીસે પપ્પુ ગઢવી સામે કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પપ્પુ ગઢવી પોલીસમાં પકડાતા રાત્રે અનેક નેતાઓ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

આ પણ વાંચો :-