અંકલેશ્વરની ૧૦ વર્ષીય દીકરીનું હાર્ટ એટેકથી મોત? પરિવારમાં શોકનો માહોલ

Share this story

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ તરફ હવે અંકલેશ્વરમાં ૧૦ વર્ષની બાળકીનું હાર્ટઍટેકના કારણે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આ સાથે ભરૂચમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ રાજકોટમાં પણ એક વ્યક્તિનું હાર્ટઍટેકથી મૃત્યુ થયું છે.

અંકલેશ્વરમાં ૧૦ વર્ષીય બાળકીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે. બાળકીને ગેસ્ટ્રોની અસર બાદ એટેક આવ્યો હોવાનું અનુમાન લગાવવાાં આવી રહ્યુ છે. આ બાળકીનું મોત કયા કારણોસર થયું છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે. બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં હાર્ટઍટેકના ૫ બનાવો સામે આવ્યા છે. વિગતો મુજબ ભરૂચ જિલ્લામાં હાર્ટઍટેકના બનાવમાં ૪ના મોત થયા છે. જ્યારે ભરૂચના ૫૫ વર્ષીય ઈસ્માઈલ મતાદાર સારવાર હેઠળ છે. અંકલેશ્વરમાં ૧૦ વર્ષીય બાળકી સહિત ૩ ના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં અંકલેશ્વરની ૧૦ વર્ષીય દિયાંશી કાપલેટીયાનું મોત, અંકલેશ્વરના નિલેશ પટેલ નામના ૨૮ વર્ષીય યુવકનું મોત, અંકલેશ્વરના સંજુ લાલ નામના ૨૯ વર્ષીય યુવકનું મોત અને જંબુસરના ખાનપુર દેહમાં ૫૫ વર્ષીય યુવકનું મોત તો સુરેશભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું હાર્ટઍટેકથી મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લામાં એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટઍટેક આવ્યો હતો. જોકે બસ ચાલકે સમય સૂચકતા વાપરી બસને સાઈડ કરી દેતાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ તરફ હાર્ટઍટેક બાદ તાત્કાલિક એસટી બસના ચાલકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ બસ ચાલકની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો :-