Home Blog Page 890

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ બેઠકો પર મતદાન

0

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે તેલંગાણાની ૧૧૯ વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં લગભગ ૨૩૦૦ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સવારે ૭ વાગ્યાથી જ મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે ૬ વાગ્યા સુધી આજે તમામ બેઠકો પર મતદાન ચાલુ રહેશે. તેલંગાણામાં આજે ૩૫ હજારથી વધુ મતદાન કેન્દ્રો પર ૩ કરોડ ૨૬ લાખથી વધુ મતદારો મતદાન કરશે.

છત્તીસગઢ, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે પાંચમાં અને છેલ્લા રાજ્ય તેલંગાણાની વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તેલંગાણાની ચૂંટણી સાથે જ આ વર્ષની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે. આ પાંચ રાજ્યોની ચૂંટણીને રાજકીય પંડિતો આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની સેમિફાઈનલ પણ ગણાવી રહ્યા છે. 

આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતગણતરી ૩ ડિસેમ્બરે થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની ૩૭૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેલંગાણા સ્પેશિયલ પોલીસની ૫૦ કંપનીઓ, ૪૫ હજાર રાજ્ય પોલીસ કર્મચારીઓ અને રાજ્યોમાંથી ૨૩ હજાર ૫૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

સુરત એથર કેમિકલ કંપનીની આગમાં ૭ કર્મચારીઓના મોત

0

સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એથર કંપનીમાં લાગેલા આગ બાદ હવે કંપનીમાંથી ૭ કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, ગઈકાલે કંપનીમાં લાગેલ આગમાં ૨૭ કર્મચારી દાઝ્યા હતા. જેમાં ૭ કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે ૭ કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી.

સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં ૨૦થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ૭ કર્મચારીઓ ગુમ થયા હતા. જોકે કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન ૭ કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં ૨૭ કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.

સુરતની સચિન GIDCમાં આવેલ એક ફેક્ટરીમાં ગઈકાલે આગ લાગી હતી. વિગતો મુજબ સુરતની સચિન GIDCની એથર કંપનીમાં આગ લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ તરફ બ્લાસ્ટની ઘટનામાં ૨૦થી વધુ કારીગર દાઝ્યા હોવાનું સામે આવતા તમામ ઈજાગ્રસ્ત કારીગરોને સારવાર અર્થે ખસેડાયા હતા.

આ પણ વાંચો :-

૩૦ નવેમ્બર, ૨૦૨૩/ગુરુવાર દિવસે આ રાશિમાં કારણ વગર તણાવમાં રહેશો, ખોટા ખર્ચા દેવું કરાવશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુંટુબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ, નાના ભાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. માનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો  ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યાઃ

બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાથી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ,  તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવનસરળ બને. એકાદયાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ

જેમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રી વર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ગુજરાતમાં સુરત સહિત ૪૦થી જગ્યાઓ પર IT વિભાગના દરોડા

0

ગુજરાતમાં આજે અમદાવાદ, વડોદરા, સુરત સહિતની જગ્યાઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. તે ઉપરાંત મુંબઈ સહિતની 40થી વધુ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વડોદરામાં વાઘોડિયા GIDCમાં સ્થિત વાયર કેબલનું ઉત્પાદન કરતા આર.આર. કેબલ ગ્રૂપ પર પણ આઈટીનું સર્ચ ઓપરેશ હાથ ધરાયું હતું. વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ સ્થિત કંપનીની હેડ ઓફિસમાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઈટીના ૧૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ત્રાટકી હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરામાં વાઘોડિયા ખાતેની આર.આર. કેબલ કંપનીમાં આજે વહેલી સવારે ૪ ગાડીઓમાં ૧૫ જેટલા આઈટી અધિકારીઓની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. અન્ય ટીમે વડોદરા સારાભાઈ કમ્પાઉન્ડ ખાતે આવેલી કંપનીની હેડ ઓફિસમાં પણ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. આઈટીની ટીમ દ્વારા કંપનીની ઓફિસોમાંથી કંપનીમાં થતાં ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા કબજે કરાયા હતા. કંપની દ્વારા ઓફિસના ઇન્ચાર્જ અધિકારીઓ પાસેથી બેંક એકાઉન્ટોની પણ માહિતી મેળવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ દરોડામાં કરોડોનું બિનહિસાબી નાણું મળી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વડોદરાના વાઘોડિયા અને સેલવાસ સ્થિત પ્રોડક્શન યુનિટ ધરાવતી આર.આર. કેબલ કંપનીના સંચાલકોના નિવાસસ્થાન તેમજ કંપનીની મુંબઈ સ્થિત હેડ ઓફિસ, વડોદરા એલેમ્બિક કેમ્પસમાં આવેલી ઓફિસ સહિત વિવિધ બ્રાન્ચઓફિસ મળી ૩૫ થી વધુ સ્થળો પર દેશ વ્યાપી આવકવેરાના સામૂહિક દરોડા આજે વહેલી સવારથી પાડવામાં આવ્યા છે.

આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર થોડા દિવસ પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પડ્યા હતા. આ સિવાય તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગે તપાસ કરી હતી.

આ પણ વાંચો :-

બેંકોક જતી ફ્લાઈટમાં પતિ-પત્ની ઝઘડો થતા બાદ દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

0

ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મ્યુનિકથી આવતી લુફ્થાન્સાની ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને બોલાચાલી થઈ હતી. જો કે, પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ હતી કે દંપતી વચ્ચે મારામારી થવા લાગી. ફ્લાઈટની અંદરની સ્થિતિ બગડ્યા બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. લુફ્થાન્સાની ફ્લાઈટ નંબર LH૭૭૨ મ્યુનિકથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક જઈ રહી હતી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ફ્લાઈટને દિલ્હી તરફ વાળવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલને જાણ થતાં જ સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફ્લાઈટને ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં લેન્ડ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ત્યાંના એરપોર્ટ ઑથોરિટીએ તેને મંજૂરી આપી ન હતી. જેના કારણે ફ્લાઈટ દિલ્હી તરફ ડાયવર્ટ કરાઈ હતી.

આ પતિ-પત્ની ક્યાંના છે અને તેમની વચ્ચે ઝઘડાનું કારણ શું હતું તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ વ્યક્તિને ફ્લાઈટમાંથી બહાર કાઢીને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે લુફ્થાન્સા એર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :-

અમેરિકાનું સૈન્ય વિમાન ‘Osprey’ દૂર્ઘટનાગ્રસ્તમાં ૮ લોકો જાપાનના દરિયામાં સમાયું

0

અમેરિકા તરફથી સેનાનું એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઇને જાપાનના યાકુશિમા ટાપુ પાસે દરિયામાં પડ્યુ છે. કહેવામાં આવે છે કે વિમાનમાં ચાલક દળ સહિત કુલ ૮ લોકો સવાર હતા. જાપાનના કોસ્ટગાર્ડે તેની જાણકારી આપી છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે ૨:૪૭ વાગ્યે બની હતી.જોકે, આ ઘટનાને લઇને હજુ સુધી અમેરિકન સેના તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યુ કે વિમાનના દરિયામાં પડતા જ એન્જિનમાં આગ લાગી હતી. જાપાન કોસ્ટગાર્ડ દળના એક પ્રવક્તાએ એજન્સીને કહ્યું, અમને આજે બપોરે ૨:૪૭ વાગ્યે સૂચના મળી હતી કે અમેરિકન સેનાના ઓસ્ર્પે વિમાન યાકુશિમા ટાપુ પર દૂર્ઘટનાગ્રસ્ત બની ગયું છે. દૂર્ઘટનામાં ઇજાગ્રસ્તની સંખ્યાને લઇને હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી. આ પહેલા ઓગસ્ટમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં વધુ એક ઓસ્પ્રે વિમાન ક્રેશ થયું હતું. જેમાં ૨૩ લોકો સવાર હતા અને તેમાંથી ૩ના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો :-

આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે ‘માઈચૌંગ’ વાવાઝોડું, જાણો IMDએ શું કહ્યું?

0

બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. બંગાળની દક્ષિણપૂર્વ ખાડી તરફ વાવાઝોડું માઈચૌંગ આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા છે.

નિકોબાર ટાપુઓના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ૨૯ નવેમ્બરથી લઈને ૧ ડિસેમ્બરની વચ્ચે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૩૦મી નવેમ્બરે પણ ભારે વરસાદ જોવા પડી શકે છે.

IMDએ જણાવ્યું કે, ૨૫-૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન છે. આ પવનો ૨૯ નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા છે. ૩૦ નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકથી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ૧ ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. ૨ ડિસેમ્બરે આ પવન ૬૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :-

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે મહાત્મા ગાંધી એક મહાપુરુષ હતા, પીએમ મોદી યુગપુરુષ છે!

0

વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં છેલ્લા ૯ વર્ષમાં દેશના વિકાસની ગતિ ઝડપથી વધી રહી છે. પરંતુ તેમ છતાં તે વિપક્ષના નિશાના પર રહે છે. રાજકીય નિષ્ણાતોના મતે વિપક્ષ પાસે કોઈ વિકલ્પ નથી. પરંતુ હવે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પીએમ મોદી માટે મોટી વાત કહી છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સદીના યુગના માણસ ગણાવ્યા. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બની રહ્યું છે.

જૈન વિચારક અને તત્વચિંતક શ્રીમદ રાજચંદ્રજીની જન્મજયંતિની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભાગ લીધો હતો. જન્મજયંતિ સમારોહમાં જ્યારે તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા ત્યારે તેમણે પીએમ મોદીને આ સદીના યુગના માણસ ગણાવ્યા. ધનખડે કહ્યું, મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. ભારતના સફળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમને તે માર્ગ પર લઈ ગયા જ્યાં અમે હંમેશા જવા માંગતા હતા.

જગદીપ ધનખડેવધુમાં કહ્યું કે, મહાત્મા ગાંધી અને પીએમ મોદી વચ્ચે સમાનતા છે, બંનેએ શ્રીમદ રાજચંદ્રજીને પ્રતિબિંબિત કર્યા છે. તેમણે કહ્યું, આ રાષ્ટ્રના વિકાસનો વિરોધ કરતી શક્તિઓ અને આ દેશના ઉદયને પચાવી ન શકે તેવી શક્તિઓ એકસાથે આવી રહી છે. જ્યારે પણ દેશમાં કંઇક સારું થાય છે ત્યારે આ લોકો અલગ મૂડમાં આવે છે. એવું ન થવું જોઈએ.

જૈન ગુરુ અને ફિલોસોફર શ્રીમદ રાજચંદ્રજીને સમર્પિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીએ અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. તો બીજી તરફ પીએમ મોદીએ દેશને પ્રગતિના પંથે આગળ લઈ ગયો છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આ નિવેદન પર વિવાદ શરૂ થયો છે. વિપક્ષ હવે ઉપાધ્યક્ષ જગદીપ ધનખડના નિવેદનની ટીકા કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર, સંપૂર્ણ પરીક્ષા પેપર લેશ રહેશે

0

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી કરવામાં આવતી હોય છે. જે પૈકી નક્કી કરાયેલાં ધારા ધોરણો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીનો કાર્યભાર સોંપાયેલો છે. જે અંતર્ગત અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લાં કેટલાં સમયથી પરિક્ષાઓમાં થતા છબરડા, તેમજ પેપર ફૂટવાની એક બાદ એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધાં છે. જેને ધ્યાને લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. કોઈપણ વિદ્યાર્થી એટલેકે, ઉમેદવારને કોઈ અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલાં નિર્ણય અનુસાર હવેથી પરિક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરિક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કઢાશે. એટલું જ નહીં હવે પછીની સંપૂર્ણ પરિક્ષા પેપર લેસ પ્રક્રિયાથી લેવામાં આવશે. પરિક્ષાર્થી કે ઉમેદવારે નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરિક્ષા આપવાની રહેશે.

કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળે નક્કી કરી છે. એક સાથે ૧૫ હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત ટીસીએસ કંપની ને પરિક્ષા માટેની જવાબદારી સોંપાશે. બીટ ગાર્ડની પરિક્ષા પણ ઓનલાઈન પદ્ધતિ થી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડ ની પરિક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે જેમાં ૪.૫ લાખ ઉમેદવારો પરિક્ષા આપશે.

આ પણ વાંચો :-

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં ૮૦ મુસાફરોની લથડી તબિયત, ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા

0

ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ ૮૦થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો પ્રવાસ હતો. આ ટ્રેનમાં લગભગ એક હજાર જેટલા પ્રવાસીઓ હાજર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટા ભાગે મુસાફરોને ચક્કર, ઉલટી અને પેટમાં દુખાવાના બનાવ સામે આવ્યા હતા.

રેલવે હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમ, રૂબી હોલના ડોકટરો અને અન્ય રેલવે અધિકારીઓની સાથે તબીબી સહાય તત્કાલીન ધોરણે પુણે સ્ટેશન પર મોકલવામાં આવી હતી. પુણે રેલવે ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અને પીઆરઓ આ વિશે માહિતી આપી છે. ટ્રેન રાતે ૧૧:૨૫ કલાકે પુણે સ્ટેશન પહોંચી અને મુસાફરોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. રેલવે અધિકારી રામદાસ ભીસેએ જણાવ્યું કે, મુસાફરોને ટ્રેન પરથી પ્લેટફોર્મ પર ઉતારી દેવાયા અને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે, હાલ સુધી કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.

ટ્રેન ઉપડતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં પેન્ટ્રીની કોઈ સુવિધા નહોતી. એવું જાણવા મળ્યું હતું કે મુસાફરોને સોલાપુરથી લગભગ ૧૮૦ કિમી દૂર વાડી રેલવે સ્ટેશન પર જમવાનું આપવામાં આવ્યું હતું. અમે ભોજનના સ્ત્રોતને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ પ્રસાદ સ્વરૂપે ભોજન આપ્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ રેલવે દ્વારા ભોજન પૂરું પાડવામાં આવ્યું ન હતું. જોકે, વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :-