Home Blog Page 882

૦૧ ડીસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે તીર્થયાત્રા-પ્રવાસ શક્ય, શુભ કાર્યોનું આયોજન થઈ શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

ગઇકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શેરબજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ

કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થયાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

વાણી વિલાસ સાચવીને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો તાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ

ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ

આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો,માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ

કોઇની ‌ઉપર વિશ્વાસ મુક્તા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે.ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ

મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતું જણાય પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃશ્ચિકઃ

મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ

નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ

નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરકી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ

આત્મવિશ્વાસ વધે. પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ

સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ઓવરસ્પીડ વાહન ચલાવતાં પહેલા ચેતજો

0

ગુજરાતમાં માર્ગ અકસ્માતના વધતા જતાં કેસ શહેરમાં ઓવરસ્પીડને લીધે થતાં અકસ્માતોની સંખ્યા ખૂબ વધી રહી છે. ટ્રાફિક વિભાગ પ્રમાણે ટ્રાફિક પોલીસના ધ્યાને આવ્યું છે કે હાલમાં શહેરમાં સૌથી વધુ ઓવર સ્પીડના કેસ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સરખેજ ગાંધીનગર હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીના રોડ પર બને છે. ત્યારે હવે પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરીને ઓવરસ્પીડમાં જતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વીડિયો શેર કરીને વાહન ચાલકોને ચેતવણી આપી છે. હાઈવે પર ટ્રાફિક પોલીસ કર્મીઓ સ્પીડગનથી ઓવરસ્પીડમાં આવતા વાહનચાલકોને દંડ ફટકારશે.

ગુજરાતમાં માર્ગ અકસ્માતના વધતા જતાં કેસ અને તેનાથી થતાં મૃત્યુનો આંક ચિંતાના વિષય સમાન બની રહ્યા છે. ગત વર્ષે ગુજરાતના માર્ગ ઉપર પ્રતિદિવસે સરેરાશ ૪૩ રોડ એક્સિડેન્ટ થયા હતા અને દરરોજ સરેરાશ ૨૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા. વાહન અકસ્માતના મોટાભાગના કેસમાં વધુ પડતી ઝડપ જવાબદાર હોય છે. ગત વર્ષે માર્ગ અકસ્માતમાં થયેલા કુલ ૭૬૧૮ મૃત્યુમાંથી ૭૨૩૬માં વધુ પડતી ઝડપ જવાબદાર હતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ ૨૦૨૨ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કુલ ૧૫,૭૫૧ માર્ગ અકસ્માત થયા હતા. વર્ષ ૨૦૨૧માં કુલ ૧૫, ૧૮૬ માર્ગ અકસ્માત થયા હતા. વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ૧૦માં સ્થાને છે.

ગુજરાતમાં ગત વર્ષે માર્ગ અકસ્માતમાં ૭૬૧૮ વ્યક્તિના મૃત્યુ થયા હતા. એક જ વર્ષમાં સૌથી વધુએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય તેમાં ગુજરાત 9માં સ્થાને છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન ગુજરાતમાંથી ૩૬, ૬૨૬ વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગત વર્ષે અકસ્માતમાં જે મૃત્યુ થયા છે તેમાંથી 6999માં સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ગત વર્ષે નેશનલ હાઇવે પર ૩૫૩૬ અકસ્માત થયા હતા અને તેમાં ૨૧૦૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. નેશનલ હાઇ વેમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત સમગ્ર દેશમાં ૧૦માં સ્થાને છે. નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં ૧૮૯૯એ સ્થળ પર જ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ઝડપાયું નશાકારક કફ સિરપ બનાવવાનું કૌભાંડ

0

રાજ્યમાં નશાયુક્ત કફ સિરપ બનાવવાનું સામે આવ્યું છે. જેમાં વિવિધ જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં નશાયુક્ત કફ સિરપ બનાવવાનું ચાલુ રાખ્યું છે. જેમાં મુજાદ ઉર્ફે મોંઘવારી પઠાણ નામના બેઠકની હાજરીમાં આવી છે.

અમદાવાદમાં દાનીલીમડાના ધ્રુવનગર સમસ્યામાં આવી છે. જેમાં મુજાહિદ ઉર્ફે મોઇન પઠાણ નામના પ્રદેશે કફ સિરપમાં નશાયુક્ત વસ્તુ ભેળવીને કરુપ બે સ્વરચિત સામે આવ્યું છે. જેમાં પોતે જ નશાયુક્ત કફ સિરપ બનાવતો હતો. સંગ્રહિત કફ સિરપનો અધિકાર જપ્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રૉ બ્રાન્ચે પોલીસની માલિકી કરી છે. જેમાં પણ ઘણી મોટી કફ સિપ બનાવવાનો અને નશાયુક્ત વસ્તુનો જથ્થો મળ્યો છે. જ્યારે સૈફુદીન નાગોરી નામના વોન્ટેડની શોધ શરૂ કરવામાં આવી છે. તેમજ આ રીતે કરવામાં આવી રહી છે તે તથ્યથી શરૂ કરવામાં આવી છે તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદ અને મહુધા તાલુકાના બે ગામોમાં છેલ્લા બે દિવસમાં ૬ લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી છે, આ બોટલ પર અમદાવાદના જુહાપુરાનું સરનામું લખેલું છે. જેના આધારે પોલીસે હાલમાં ૩ ઈસમોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

ભારતના આ રાજ્યમાં બે બાળકોમાં જોવા મળ્યા ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના લક્ષણ

0

ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધીત ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આગળ આવી રહ્યા છે. ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોરોના બાદ હવે દેશના લગભગ તમામ રાજ્યો ચીનમાંથી ઉદભવેલી આ બીમારીને લઈને એલર્ટ પર છે. આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, ઉત્તરાખંડના બાગેશ્વરમાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ સંદર્ભે બાળકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે ચીનમાં માઇક્રો પ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝાના પ્રસારને લઈને તકેદારી રાખવાનું શરૂ કર્યું છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવે એલર્ટ બાદ બાગેશ્વર જિલ્લામાં બે બાળકોમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળ્યા છે. બંનેના સેમ્પલ સુશીલા તિવારી હોસ્પિટલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને WHO -વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. તપાસનો રિપોર્ટ ૪ થી ૫ દિવસમાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે કે આ વાયરસ એ જ છે કે નહીં. હાલમાં આરોગ્ય વિભાગ આ બાબતે સંપૂર્ણ સતર્ક હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં ફાયર સેફ્ટી અભાવે અભિષેક માર્કેટની દુકાનો સીલ

0

સુરત શહેરને અડીને આવેલા સચિન GIDCમાં ગઈકાલે આગની દુર્ઘટનામાં ચાર કર્મચારીઓના મોત અનેક કર્મચારીઓ ઈજાગ્રસ્ત થતાં પાલિકાના ફાયર વિભાગે સુરત શહેરની ફાયર સેફ્ટી મુદ્દે આક્રમક વલણ બનાવી દીધું છે. આજે વહેલી સવારે રીંગરોડની માર્કેટ ખુલે તે પહેલાં જ ફાયર વિભાગે રિંગરોડની અભિષેક માર્કેટની દુકાનો ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં સીલીંગની કામગીરી શરૂ થતા વેપારીઓ દોડતા થયા છે.

સુરત પાલિકાના ફાયર વિભાગે રીંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટ તથા અન્ય વિસ્તારમાં ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. પાલિકાની નોટિસ બાદ પણ અનેક જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી થતી ન હોવાથી પાલિકાએ આકરું વલણ અપનાવી મિલ્કતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ અભિષેક ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં પાંચ વર્ષથી ફાયર સેફ્ટી માટે ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા પાલિકાની નોટિસની અવગણના કરીને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી ન હતી.

પાલિકાની નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનારી માર્કેટ સામે પાલિકાએ સીલીંગની કામગીરી શરૂ કરી હતી. પાલિકાના ફાયર વિભાગે જણાવ્યું છે કે, જે મિલકતદારો પાસે ફાયર સેફ્ટીની સુવિધા ન હશે તેવા મિલ્કતદારોની મિલ્કતો સીલ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

સુરતમાં ચોરી માટે મહિલાની હત્યા

0

સુરતના સલાબતપુરા વિસ્તારમાં બેગમપુરા કુબેરજી વર્લ્ડ માર્કેટની સામે આજે મળસ્કે ચોરી કરવા ઘુસેલા બે ચોરે મહિલા ગીતા દેવી જાગી જતા તેને ચપ્પુ મારી હત્યા કરી હતી. ચોરોએ મહિલાના ૨૦ વર્ષના પુત્રને પણ ચપ્પુ માર્યું હતું. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને cctv ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના બેગમપુરા કુબેરજી વર્લ્ડ માર્કેટની સામે એક ઘરમાં આજે મળસ્કે પાંચ વાગ્યે બે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા. તે સમયે ઘરમાં હાજર ૪૮ વર્ષીય મહિલા ગીતા દેવીએ જાગી જતા એક ચોરે તેને પેટમાં ચપ્પુ મારી દીધુ હતું. પરિણામે તેને ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. ચોરોએ મહિલાના ૨૦ વર્ષીય પુત્રએ દરમિયાનગીરી કરતા તેને પણ ચોરે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. બંને ચોર ઘરમાંથી ચોરી કરી ફરાર થયા હોવાની પણ આશંકા છે.

આ પણ વાંચો :-

અમેરિકાના બહુચર્ચિત પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનું નિધન

0

અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ ૧૦૦ વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ જિરાલ્ડ ફોર્ડના સમયમાં અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમનુ નિધન થતા જ દુનિયાના વિવિધ દેશો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુધ્ધમાં કિસિન્જરની ભારત વિરોધી ભૂમિકા રહી હતી. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યુ છે કે, ૧૯૭૧માં અમેરિકન રાષ્ટ્રપતિ નિક્સન તેમજ કિસિન્જરે ભારત માટે માથાનો દુખાવો ઉભો કર્યો હતો પણ તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના સહયોગી અધિકારી પી એન હક્સરે નિક્સન અને કિસિન્જરને પછડાટ આપી હતી.

ભારતે જ્યારે પાકિસ્તાનમાંથી અલગ થવા માંગતા બાંગ્લાદેશની મદદ શરુ કરી ત્યારે નિક્સન અને કિસિન્જર રોષે ભરાયા હતા. તેમણે પાકિસ્તાનની શક્ય હોય તેટલી મદદ કરી હતી . આમ છતા ભારતે પાકિસ્તાન સામે યુધ્ધ જીતીને બાંગ્લાદેશને આઝાદી અપાવવામાં મદદદ કરી હતી. ૧૯૭૩માં તેમને શાંતિ માટેનુ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યુ હતુ. જોકે તેમને લઈને દુનિયાના વિવિધ દેશો અલગ અલગ અભિપ્રાય ધરાવતા હતા. ટીકાકારો કિસિન્જરને વોર ક્રિમિનલ તરીકે ઓળખાવતા હતા.

આ પણ વાંચો :-

વારાણસીમાં એક વર્ષથી માતાના મૃતદેહ સાથે રહેતી હતી દીકરીઓ, જાણો સમગ્ર ઘટના

0

વારાણસી માથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં માતાના મૃતદેહ સાથે બે પુત્રીઓ એક વર્ષ સુધી રહી. ચોંકાવનારી વાત એ છે કે, મિત્રો, સંબંધીઓ અને આસપાસના લોકોને તેનો અણસાર પણ ન આવ્યો. મહિલાનું શરીર હાડપિંજર બની ગયું પરંતુ તેનો અંતિમ સંસ્કાર નહોતો કર્યો. આ દરમિયાન બંને પુત્રીઓ ઘરમાં બર્થ ડે પાર્ટી વગેરેનું સેલિબ્રેશન કરતી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને દીકરીઓ માનસિક રીતે અસ્વસ્થ છે. એટલા માટે તેમણે તેમની માતાના મૃત્યુ વિશે કોઈને જાણ નહોતી કરી. પિતા ઘરમાં રહેતો ન હોવાથી બંને પુત્રીઓ તેમની માતા સાથે ઘરમાં એકલી રહેતી હતી.

પોલીસ સ્ટેશનના ચીફે જણાવ્યું કે, મદરવા નિવાસી ૫૨ વર્ષીય મહિલા ઉષા તિવારીનું નિધન ૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થઈ ગયુ હતું. ઉષા તિવારી બીમાર જ રહેતા હતા. મૃતક મહિલાની બે પુત્રીઓ માંની એક નાની પુત્રીની ઉંમર ૧૯ વર્ષ અને મોટીની ઉંમર ૨૭ વર્ષ છે. બંને માતાના મૃતદેહ સાથે રહેતી હતી. માનસિક બીમારીના કારણે તેમણે માતાના નિધનની સૂચના સબંધીઓને ન આપી. છેલ્લા બે વર્ષથી તેમનો પિતા પણ તેમની સાથે નહોતો રહેતો. માતા અને પુત્રીઓ ઘરમાં એકલી રહેતી હતી. બંને પુત્રીઓનું ઘરમાંથી નીકળવાનું ખૂબ ઓછું થતું હતું.

બંને પુત્રીઓની કોઈની સાથે વાતચીત પણ નહોતી થતી. થોડા દિવસ પહેલા પડોશીઓને શંકા ગઈ હતી. બંને દીકરીઓ પડોશીઓ પાસેથી ખાવાની વસ્તુઓ માંગતી હતી. શંકા જતાં પડોશીઓએ નજીકના સંબંધીઓને જાણ કરી. ત્યારબાદ સંબંધીઓએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસકર્મીઓ મહિલાના ઘરે પહોંચ્યા.

આ પણ વાંચો :-

ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીને પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો

0

મિઝોરમના રાજ્યપાલએ મનીષા પાધીને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો છે. ઓડિશાની પુત્રી અને ૨૦૧૫ બેચના ભારતીય વાયુસેના અધિકારી મનીષા પાધીને સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને આ સાથે મનીષા પાધીએ દેશની પ્રથમ મહિલા ADC બનીને ઈતિહાસ રચ્યો છે. મિઝોરમના રાજ્યપાલ ડૉ.હરિ બાબુ કંભમપતિ એ તેમને અભિનંદન પાઠવ્યા છે. મહિલા ભારતીય વાયુસેના અધિકારી સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીની આ સિદ્ધિ પર ઓડિશાના લોકો સહિત સમગ્ર દેશને ગર્વ છે.

મિઝોરમના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિએ સ્ક્વોડ્રન લીડર મનીષા પાધીને મિઝોરમના રાજ્યપાલના સહાયક-ડી-કેમ્પ (ADC) તરીકે નિમણૂક કરવા બદલ હાર્દિક અભિનંદન. આ ઉપરાંત રાજ્યપાલે લખ્યું છે કે હું તેમને શુભેચ્છા પાઠવું છું અને ઈચ્છું છું કે તે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવે. આ સિવાય કહ્યું હતું કે મનિષાની નિમણૂક માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ લિંગના ધોરણોને તોડવા અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવાની મહિલાઓની શક્તિનો એક પુરાવો પણ છે ત્યારે આપણે આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરીએ અને દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને સમર્થન આપવાનું ચાલુ રાખીએ.

આ પણ વાંચો :-

હમાસે યુદ્ધવિરામના અંતિમ દિવસે ૧૬ બંધકોને મુક્ત કર્યા, જેમાં ૧૦ ઇઝરાઇલી મહિલા સામેલ

0

હમાસે યુદ્ધવિરામના છેલ્લા દિવસે ૧૬ બંધકોને મુક્ત કર્યા હતા. ત્યારબાદ ઈઝરાઇલે પણ પેલેસ્ટિનિયન કેદીઓનો મુક્ત કર્યા હતા. ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું હતું કે ૧૦ ઇઝરાઇલી મહિલાઓ અને બાળકો અને ચાર થાઇ નાગરિકોનું એક જૂથ બુધવારે મોડી રાત્રે ઇઝરાયેલ પરત ફર્યું હતું. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત , હમાસે બે રશિયન-ઇઝરાયેલી મહિલાઓને અલગથી મુક્ત કરી હતી. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા માટે મદદ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા ઈઝરાઇલ પહોંચ્યા હતા.

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ હવે બંધકોને મુક્ત કરવા અંગે નવી શરત મૂકી છે. ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો વચ્ચે ઇઝરાયેલમાં રાખવામાં આવેલા તમામ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં તમામ બંધક ઇઝરાઇલી સૈનિકોને સોંપવા તૈયાર છીએ, એમ વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

હમાસના અધિકારી અને ગાઝાના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી બસેમ નઈમે જણાવ્યું હતું કે સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલુ છે. નઈમે સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન કેપટાઉનમાં જણાવ્યું હતું કે, અમે અમારા તમામ કેદીઓના બદલામાં અમારા તમામ સૈનિકોને મુક્ત કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, હમાસે ૭ ઑક્ટોબરે ઇઝરાઇલમાંથી ૨૪૦ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. જેમાં વિદેશી નાગરિક પણ સામેલ હતા.

આ પણ વાંચો :-