ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબથે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી માથાકૂટ બાદ મામલો આંતરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ હતો. ત્યારબાદ હવે સાત અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાની સૂચના અપાઈ છે તેમણે તેમનો અભ્યાસ પૂરો કર્યો છે અથવાતો કેટલીક ઐપચારિકતા બાકી છે જેથી તેમણે હોસ્ટેલમાં રહેવું જરૂરી નથી. હાલમાં આ મુદ્દે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠ્યો છે. અધિકારીઓએ આ મામલે કહ્યું કે તેમાં ૫ વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરી ચૂક્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ૧૮૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ છે. ગત મહિને જ અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે બબાલ થઈ હતો. આ દરમિયાન ૨૦-૨૫ લોકોના ટોળાએ તેમની સાથે મારપીટ કરી તોડફોડ મચાવી હતી. પોલીસે આ મામલે ૨૫થી વધુ લોકો સામે FRI નોંધી હતી. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચી ગયો હતો જેના બાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત પણ લીધી હતી.
યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ, તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ કોઈને કોઈ કારણસર હોસ્ટેલમાં રહી રહ્યા છે. આવા કિસ્સાઓને જોતા યુનિવર્સિટી તેની સામે કડક નિયમો લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના નિયમો મુજબ, વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી હોસ્ટેલની સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. જે ૭ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તે તમામ આ કેટેગરીમાં આવે છે.
આ પણ વાંચો :-

AAP સાંસદ સંદીપ પાઠકે કહ્યું, “જેમ કે તમે બધાએ જોયું કે
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ૧.૪૯ મિનિટ લાંબો વીડિયો શેર કર્યો અને કહ્યું, ‘જો મોદી ૨૦૨૪માં ફરી વડાપ્રધાન બનશે તો દેશમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય, દેશનું બંધારણ બદલાઈ જશે. મોદી
કેડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી (વારાણસી)ના સંત
આજે કિગાલી (
અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે સવારે હ્યુસ્ટન જતી સાઉથવેસ્ટ એરલાઈન્સની ફ્લાઈટ ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી વખતે બોઈંગ પ્લેન પરથી એક
મેષઃ
મેષઃ