૧૯૯૪ રવાંડા નરસંહારમાં માર્યા ગયેલા ૮ લોકોને ભારતે આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ

Share this story

રંવાડાના નરસંહારની વર્ષગાંઠ પર કુતુબ મિનાર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કુતુબ મિનાર પર રંવાડાના ધ્વજના રંગમાં લાઇટો પ્રગટાવીને હત્યાકાંડને યાદ કરવામાં આવ્યો. આ હત્યાકાંડની યાદમાં, યુનાઇટેડ નેશનએ ૭ એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન જાહેર કર્યો હતો. જેના કારણે ભારતએ પણ કુતુબ મિનારને રોશન કરીને રવાંડા સાથે પોતાની એકતા દર્શાવી હતી.

આજે ​​કિગાલી (રવાંડાની રાજધાની)માં નરસંહારની ૩૦મી વર્ષગાંઠ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એપ્રિલ ૧૯૯૪ આફ્રિકન દેશ રંવાડા માટે ભયંકર વર્ષ સાબિત થયું. આ વર્ષે દેશમાં ભયંકર હત્યાકાંડ થયો. જેમાં ૧૦૦ દિવસમાં ૮ લાખ લોકોના મોત થયા હતા. આ વર્ષે રંવાડાના નરસંહારને ત્રણ દાયકા થઈ ગયા છે. હુતુ અને તુત્સી નામની બે જાતિઓ વચ્ચેના તણાવને કારણે આ હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો.

૬ એપ્રિલ ૧૯૯૪ની રાત્રે રવાંડામાં રાષ્ટ્રપતિ જુવેનલ હબ્યારીમાનાની હત્યા કરવામાં આવી હતી. તેમના વિમાનને સશસ્ત્ર હુતુ અને ઇંટરહામવે નામના લશ્કરી જૂથ દ્વારા હવામાં ઠાર કરવામાં આવ્યું હતું. તુત્સીએ લાંબા સમયથી દેશમાં પ્રભુત્વ જમાવ્યું હતું. જે પછી ૧૯૫૯માં સમગ્ર આફ્રિકામાં સ્વતંત્રતા ચળવળો શરૂ થતાં હુતુએ તુત્સી સામે હિંસક બળવો કર્યો. લગભગ ૧૦૦,૦૦૦ લોકોએ મોટે ભાગે તુત્સી યુગાન્ડા સહિતના પડોશી દેશોમાં હત્યાઓ અને હુમલાઓ બાદ તેમના જીવન બચાવવા માટે આશ્રય માંગ્યો હતો. જુલાઈ ૧૯૯૪માં રવાન્ડન પેટ્રિયોટિક ફ્રન્ટ (RPF)ના બળવાખોર લશ્કર દ્વારા રાજધાની કિગાલી પર કબજો કર્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.

એવું કહેવાય છે કે ટીવી અને રેડિયો પર તુત્સી સમુદાય વિરુદ્ધ નકલી અને ભડકાઉ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. તુત્સી વિરુદ્ધ ચારેબાજુ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમજ  આ સમય દરમિયાન તુત્સી સમુદાયના લોકોને ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવી હતી અને શેરીઓમાં ખુલ્લેઆમ માર મારવામાં આવ્યો હતો. યુએનના આંકડા અનુસાર, ઓછામાં ઓછી ૨,૪૦,૦૦૦ મહિલાઓ પર બળાત્કાર થયો હતો. જો કે, ત્યારથી દેશમાં આરપીએફનું શાસન છે, જેનું નેતૃત્વ પ્રમુખ પોલ કાગામે કરે છે.

આ પણ વાંચો :-