સાઉથવેસ્ટ બોઇંગ ૭૩૭નું એન્જિન કવર ટેકઓફ દરમિયાન પડી ગયો

Share this story

ટેક્સાસના ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાઉથવેસ્ટ બોઇંગ ૭૩૭ની ફ્લાઇટ WN૩૬૯૫/SWA૩૬૯૫  ઉડાન ભરી રહી હતી, ટેકઓફ દરમિયાન એક દુર્ઘટના ઉદભાવતા આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોર્ડ પરના પાઇલોટ્સે જાણ કરી હતી કે, એન્જિન કાઉલિંગનું  કવર ટેક ઓફ કરતા સમયે ઉડવા લાગ્યું હતું અને ફ્લાઇટથી અલગ થઈ ગયું હતું. જેથી એર ટ્રાફિક કંટ્રોલ વિભાગે ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે સવારે હ્યુસ્ટન જતી સાઉથવેસ્ટ એરલાઈન્સની ફ્લાઈટ ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી વખતે બોઈંગ પ્લેન પરથી એક એન્જિન કવરિંગ પડી ગયું અને પ્લેનની પાંખ સાથે અથડાયું. સાઉથવેસ્ટ એરલાઇન્સ ફ્લાઇટ ૩૬૯૫  સલામત રીતે એરપોર્ટ પર પાછી આવી અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર બોઇંગ ૭૩૭-૮૦૦ ને ગેટ પર ખેંચવામાં આવ્યું હતું. વિમાન હ્યુસ્ટનના વિલિયમ પી. હોબી એરપોર્ટ તરફ જતું હતું.

ફેબ્રુઆરીમાં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ બોઇંગની તપાસમાં વધારો કરશે. તે મહિનાના અંતમાં એક અહેવાલમાં, એજન્સીએ જણાવ્યું હતું કે સરકાર અને ઉડ્ડયન ઉદ્યોગના નિષ્ણાતોની પેનલે બોઇંગના “તમામ સ્તરે સલામતી-સંબંધિત મેટ્રિક્સની જાગરૂકતાનો અભાવ શોધી કાઢ્યો હતો, ઉમેર્યું હતું કે “કર્મચારીઓને વિવિધ માપન પદ્ધતિઓ વચ્ચેના તફાવતોને પારખવામાં મુશ્કેલી પડી હતી.

એરલાઈને એ જણાવવાનો ઈન્કાર કર્યો હતો કે, પ્લેનના એન્જિનમાં છેલ્લે ક્યારે મેઈન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. ૫ જાન્યુઆરીના રોજ નવા અલાસ્કા એરલાઇન્સ ૭૩૭ MAX ૯ જેટને ૧૬,૦૦૦ ફીટ પર ડોર પ્લગ પેનલે ફાડી નાખ્યું ત્યારથી બોઇંગની આકરી ટીકા થઈ છે. FAAએ MAX ૯ પર કેટલાંક અઠવાડિયા માટે રોક લગાવી દીધી તેમજ બોઇંગને MAXના ઉત્પાદનમાં વધારો કરવા પર પ્રતિબંધ મુકાયો અને તેને ૯૦ દિવસની અંદર “પ્રણાલીગત ગુણવત્તા-નિયંત્રણ સમસ્યાઓ” ને ઉકેલવા માટે એક વ્યાપક યોજના વિકસાવવા આદેશ આપવામાં આવ્યો.

આ પણ વાંચો :-