ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા ૩૧ મે સુધી મોકૂફ રાખવામાં આવશે. આ પ્રતિબંધ પૂર્વે ૨૫ મે સુધી રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને ક્ષમતા મુજબ શ્રદ્ધાળુને ચાર ધામમાં મોકલવા જણાવ્યું છે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ પ્રવાસન સચિવ, ગઢવાલ ડિવિઝનના કમિશનર, એસપી અને જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે, હવેથી મંદિરોથી ૫૦ મીટરની ત્રિજ્યામાં વીડિયોગ્રાફી, સોશિયલ મીડિયા રીલ્સ વગેરે ન કરવામાં આવે. આનાથી શ્રદ્ધા માટે તીર્થયાત્રા પર આવતા લોકોને મુશ્કેલી થાય છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા હોવાથી કેટલાક લોકો મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી વગેરે કરીને બાકીના યાત્રિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે.
ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે યાત્રા પર આવનારા ભક્તો મંદિરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ દરરોજ મીડિયા બ્રીફિંગ કરવું જોઈએ જેથી કરીને ચારધામ યાત્રાની વ્યવસ્થા અંગેની માહિતી લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચે. તેમણે પોલીસ મહાનિર્દેશકને ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ વ્યવસ્થાપન માટે વ્યક્તિગત રીતે સ્થળ નિરીક્ષણ કરવા સૂચના આપી હતી અને ચાર ધામોમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે ચારધામ યાત્રા રાજ્યની જીવાદોરી છે. આ યાત્રા રાજ્યની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે.
આ પણ વાંચો :-

મેષ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયા ગઠબંધનના આ લોકો આજે કહે છે કે PoKની વાત ન કરો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું તેમને કહેવા માંગુ છું કે તમારે
સ્વાતિ માલીવાલ સોમવારે આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાનના પર્સનલ સ્ટાફના સભ્યએ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની અંદર તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું તેમણે આ મામલે હજુ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. આ આરોપોને કારણે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે, ભાજપ આ ઘટના અંગે AAP અને કેજરીવાલ પર આકરા પ્રહારો કરી રહી છે.
સત્તા એ એક સત્તાવાર સરકારી સંસ્થા છે જે રાજ્યમાં બૌદ્ધિક સંપદાના રક્ષણ અને સમર્થન માટે જવાબદાર છે. અગાઉના દિવસે, બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન કિંગ 
બુધવારે પુણે ગ્રામીણ પોલીસની એક ટીમે સમગ્ર બિલ્ડિંગ પર દરોડા પાડ્યા જેનો ઉપયોગ
જ્યારે બોમ્બની ધમકી મળતાની સાથે જ ફ્લાઈટમાં બોમ્બની તાપસના ધમરધમાટ શરૂ થયા હતા. મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ ફ્લાઈટમાંથી કોઈ પણ શંકા સ્પદ વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે આ
ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન ગુંડાગીરીનું ઘર બની ગયું છે. જેલના સીએમ પહેલા જામીન પર બહાર આવનારા સીએમ બન્યા અને હવે ૪ જૂને તેઓ ફેઈલ સીએમ બનશે. બીજેપી નેતાએ કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલે
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાનના નેતા સૈયદે નેશનલ એસેમ્બલીમાં એક ભાષણમાં કહ્યું કે જ્યારે ભારત ચંદ્ર પર ઉતરી રહ્યું છે, ત્યારે કરાચી ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકોના મૃત્યુના સમાચાર બનાવી રહ્યું છે. વિધાનસભામાં ભાષણ આપતાં પાક સાંસદે વધુમાં કહ્યું કે, આજે કરાચીની સ્થિતિ એવી છે કે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે ત્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. એ જ સ્ક્રીન પર સમાચાર આવી રહ્યા છે કે ભારત ચંદ્ર પર ઉતર્યું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે જે આરોપીની EDએ તપાસ દરમિયાન ધરપકડ નથી કરી, તેમના પર જામીન મેળવવા માટે PMLAમાં આપવામાં આવેલી કડક શરતો લાગુ નહીં થાય. 