Home Blog Page 748

વંદે ભારત બાદ હવે એર ટેક્સી, ૭ મિનિટમાં દિલ્હીથી ગુડગાંવ પહોંચાડશે, જાણો કેટલું રહેશે ભાડું?

0

સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને ટૂંક સમયમાં Air Taxiની પણ ભેટ મળવા જઈ રહી છે. એવા અહેવાલ છે કે ઉડ્ડયન મંત્રાલયે અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. જો કે સરકાર તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૬ સુધીમાં ભારતને Air Taxiના મામલે મોટા સમાચાર મળી શકે છે.

Air Taxi India: વંદે ભારત પછી આવી રહી છે Air Taxi, જાણો શરૂઆતનો રુટ અને કેટલું રહેશે ભાડું?એક અહેવાલ મુજબ, ડીજીસીએએ દેશમાં Air Taxi ફ્લાઈટ્સ માટે રોડમેપ તૈયાર કરવા માટે ઘણી ટેકનિકલ સમિતિઓની રચના કરી છે. ઈ-વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એટલે કે eVTOL સંબંધિત નિયમો તૈયાર કર્યા પછી, ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (IGE) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ શરૂ કરશે. IGE અમેરિકન Air Taxi કંપની આર્ચર એવિએશન સાથે મળીને કામ કરવા જઈ રહી છે. અખબાર સાથે વાત કરતા આ મામલાના નિષ્ણાતોએ કહ્યું, ‘ડીજીસીએએ Air Taxi સંબંધિત વિવિધ પાસાઓ પર માહિતી એકત્ર કરવા માટે ઘણી પેનલની રચના કરી છે. તેમાં એર નેવિગેશન, જે રૂટ પર Air Taxiઓ ઓપરેટ કરશે, સેફ્ટી અને વર્ટીપોર્ટ્સ સંબંધિત ધોરણોનો સમાવેશ થાય છે.

અહેવાલ પ્રમાણે એર ટેક્સીની શરૂઆત  દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં વર્ષ ૨૦૨૬ સુધીમાં થઈ જશે. ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદમાં આ સેવાની શરૂઆત થશે. આર્ચર્સના CEO નિખિલ ગોયલે જણાવ્યું કે, એર ટેક્સીનું ભાડું કેબ સર્વિસ Uber કરતા થોડું જ વધારે હશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી ગુડગાંવ જવામાં Uberનું ભાડું  રૂ. ૧,૫૦૦થી ૨,૦૦૦ થાય છે. એર ટેક્સીમાં ૧.૫% થશે અને તે ૨,૦૦૦થી ૩,૦૦૦ સુધી જઈ શકે છે. મહત્વની વાત એ છે કે, એર ટેક્સીની મદદથી યાત્રી દિલ્હીથી ગુડગાંવનું અંતર માત્ર ૭ મિનિટમાં કાપી શકશે. તેનો એક રૂટ બાંદ્રાથી કોલાબા પણ હોઈ શકે છે. ભારતમાં Air Taxi સંબંધિત તમામ કામ વર્ષ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો :-

ભારતીય વિદ્યાર્થિની અમેરિકામાં લાપતા, કેલિફોર્નિયા પોલીસે લોકોની માગી મદદ

અમેરિકા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની હત્યા અને લાપતા થવાની ઘટના અટકવાનું નામ નથી લેતી. ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં ૨૩ વર્ષની વધુ એક વિદ્યાર્થિની લાપતા થઈ હોવાના સમાચાર છે. કેલિફોર્નિયા પોલીસે આ સંદર્ભમાં એક યાદી બહાર પાડીને ભારતીય વિદ્યાર્થિનીને શોધવામાં મદદ કરવા અમેરિકી નાગરિકોને વિનંતી કરી છે.

USમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની અઠવાડિયાથી ગુમ, કેલિફોર્નિયા પોલીસે લોકોની મદદ માગવી પડીપોલીસે જણાવ્યું કે, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાર્ડિનોની વિદ્યાર્થિની નિતિશા કંડુલા ૨૮ મેએ લાપતા થઈ છે. યુનિવર્સિટીના પોલીસ વડા જ્હોન ગુટરેજે ગઈકાલે રવિવારે એક્સ હેન્ડલ ઉપર માહિતી આપી કે, નિતિશા છેલ્લે લોસ એન્જેલસમાં જોવા મળી હતી અને ત્યારબાદ ૩૦ મેથી તે લાપતા હોવાનું જાણવા મળે છે. પોલીસે નિતિશા વિશે કોઈ જાણકારી મળે તો તે આપવા માટે એક ટેલિફોન નંબર પણ જારી કર્યો છે.

છેલ્લે તે લોસ એન્જેલસમાં દેખાઈ હતી અને ૩૦ મેથી તે ગુમ હોવાની ચર્ચા છે. આ માહિતી ખુદ સીએસયુએસબીના પોલીસ પ્રમુખ જ્હોન ગ્યુટરેસે આપી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કરવામાં આવી હતી. કંડુલાની ઊંચાઈ ૫ ફૂટ ૬ ઈંચ જણાવાઈ હતી અને તેનું વજન ૭૨ કિલો જેટલું હોવાનું અનુમાન છે. અગાઉ એક ૨૫ વર્ષીય ભારતીય સ્ટુડન્ટ્સ પણ આ રીતે ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તેની ઓળખ મોહમ્મદ અબ્દુલ અરફાત તરીકે થઇ હતી.

આ પણ વાંચો :-

કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કરે છે ટ્રાફિક કંટ્રોલ, ઝીબ્રા ક્રોસિંગ પાછળ વાહનો રાખવાનો નવી પ્રયોગ

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ચાર્જ સંભાળ્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુધારવાના કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લીધું છે. સુરત શહેર પોલીસ કમિશનરના પ્રયાસોના પગલે શહેરના ૧૯૧ ટ્રાફિક જંકશન પર હવે રેડ સિગ્નલ પર વાહન ચાલકો સ્વૈચ્છાએ અટકતા થયા છે. કોઈ ટ્રાફિક પોલીસ ચાર રસ્તા પર ઉભા ન હોય તેમ છતાં વાહન ચાલકો સ્વયંભુ વાહનો થોભાવી રહ્યાં છે. જોકે, હજુ પણ વાહન ચાલકોમાં કેટલીક શિસ્તનો અભાવ છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને શિસ્તમાં લાવવા માટે નવી સર્વિસ શરૂ કરી છે.

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચનાથી પ્રાયોગિક ધોરણે શહેરના ૧૦ મોટા ટ્રાફિક જંકશન પર એક નવી સિસ્ટમ લગાડવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ કંટ્રોલ રૂમમાં બેઠાં બેઠાં પોલીસ કર્મી શહેરના ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરાથી નજર રાખે છે. જે તે ટ્રાફિક જંકશન પર સ્ટોપ લાઈનની આગળ કોઈ ઉભું હોય, કોઈ રોંગ સાઈડ જતું હોય, કોઈ દબાણ હોય કે પોલીસ કર્મી કામ ન કરતા હોય તો તેની પર નજર રાખે છે. ત્યાર બાદ કંટ્રોલ રૂમના પોલીસ કર્મી જે તે ટ્રાફિક પોઈન્ટના પોલીસ કર્મીને સૂચના આપે છે.

આ માટે કંટ્રોલ રૂમમાં સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી છે. હાલ આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે શહેરના ૧૦ ટ્રાફિક પોઈન્ટ પર શરૂ કરાઈ છે. ભવિષ્યમાં તે ૨૦૦ ટ્રાફિક પોઈન્ટ પર મુકવામાં આવશે. આ ટ્રાફિક પોઈન્ટ પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કંટ્રોલ રૂમમાં સીસીટીવી ફૂટેજની મદદથી કર્મચારીઓ સતત ટ્રાફિક જંકશનોના ટ્રાફિક પર નજર રાખે છે અને સુપરવિઝન કરતા રહે છે.

જાસૂસી કેસમાં પૂર્વ બ્રહ્મોસ એન્જિનિયરને આજીવન કેદ

0

નાગપુરની કોર્ટે સોમવારે પૂર્વ બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. અગ્રવાલ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલની ૨૦૧૮માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને લીક કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Latest News, National News, Top News Headlines Today, Bollywood, Cricket, World | Asianet Newsableનિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતા અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં સામેલ હતા. અગ્રવાલની ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા ૨૦૧૮ માં નાગપુર નજીક ISIને પ્રોજેક્ટ્સ વિશેની ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

નિશાંત અગ્રવાલ ખૂબ જ તેજસ્વી એન્જિનિયર હતા. તેમને DRDOના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ NIT કુરુક્ષેત્રના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ચાર્જશીટ મુજબ તેના લેપટોપમાંથી અત્યંત ગોપનીય ફાઈલો મળી આવી હતી. આ સિવાય એક સોફ્ટવેર પણ મળી આવ્યું હતું, જેના દ્વારા લેપટોપમાં હાજર સંવેદનશીલ ટેકનિકલ માહિતી વિદેશ અને અસામાજિક તત્વોને મોકલવામાં આવતી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે ? હવામાન વિભાગે નવી આગાહી

0

ગુજરાતમાં જૂન મહિનો બેસી ગયો છે. એટલે કે ઉનાળાની વિદાયના થોડા જ દિવસો બાકી છે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું બેશી જવાના સંકેતો આપ્યા છે. આવી આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ગરમીનો પારો આસાને છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. હજી થોડા દિવસ ગરમી પડવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.

Rain: Rain forecast for the next three hours in the state | Rain: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ગાજવીજ સાથે વરસાદહવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. અગાઉ નોંધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૪૨ અને ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. AccuWeather.com પ્રમાણે આજે ૩ જૂન ૨૦૨૪, સોમવારનો રોજ અમદાવાદમાં ગરમી યથાવત રહેશે. રવિવારની જેમ આજે સોમવારે પણ મહત્તમ ગરમી ૪૨ ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે લઘુતમ ગરમી ૩૦ ડિગ્રી જેટલી રહેશે.

રવિવારે રાજ્યમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ લઘુત્તમ
અમદાવાદ ૪૨.૦ ૨૯.૪
ડીસા ૩૯.૭ ૨૭.૬
ગાંધીનગર ૪૧.૩ ૨૯.૮
વલ્લભ વિદ્યાનગર ૩૯.૫ ૨૯.૦
વડોદરા ૩૯.૪ ૨૯.૪
સુરત ૩૪.૮ ૨૮.૪
વલસાડ ૩૫.૭ ૨૮.૮૨
દમણ ૩૬.૮ ૨૨.૮
ભુજ ૩૫.૨ ૨૭.૮
નલિયા ૩૮.૮ ૨૮.૮
કંડલા પોર્ટ ૩૫.૯ ૨૮.૮
કંડલા એરપોર્ટ ૩૮.૪ ૨૯.૬
અમરેલી ૪૦.૫ ૨૯.૦
ભાવનગર ૩૭.૫ ૨૭.૬
દ્વારકા ૩૫.૬ ૨૯.૪
ઓખા ૩૪.૫ ૨૯.૨
પોરબંદર ૩૫.૪ ૨૯.૯
રાજકોટ ૪૦.૫ ૨૫.૯
વેરાવળ ૩૫.૨ ૨૯.૩
દીવ ૩૩.૪ ૨૭.૭
સુરેન્દ્રનગર ૪૩.૦ ૨૯.૦
મહુવા ૩૭.૪ ૨૭.૯
કેશોદ ૩૭.૮ ૨૮.૦

હવામાન વિભાગે આગાહી કરી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમા તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી છે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં ૨૦-૨૫ km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.

આ પણ વાંચો :-

દિલ્હી-મુંબઈ જતી ફ્લાઈટને સિક્રયોરિટી યેલર્ટ પગલે અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી અકાસા ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી વિમાનોમાં બોમ્બ હોવાની માહિતી લોકોને પરેશાન કરી રહી છે. દરમિયાન આજે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક રૂટ ડાયવર્ટ કરીને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

India Gujarat Today Latest News in Gujarati LIVE Gujarat Samachar 3 June 2024 A flight from Delhi to Mumbai received a bomb threat, made an emergency landing in Ahmedabad

સુરક્ષા ચેતવણીઓ અથવા ધમકીઓને કારણે છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સે ઇમરજન્સી લેન્ડિંગ કરી છે. અકાસા એરની ઘટના પેરિસથી ૩૦૬ વ્યક્તિઓ અને ક્રૂ મેમ્બર્સ સાથે મુંબઇ જતી વિસ્તારાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યાના એક દિવસ પછી આવી છે, જેના પગલે તેના આગમન પહેલા શહેરના એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટ રવિવારે સવારે ૧૦:૧૯ વાગ્યે લેન્ડ થઇ હતી.

આવી જ એક ઘટના શનિવારે સાંજે બની હતી, જેમાં વારાણસી-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેના કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની બીજી ધમકી મળી હતી, જેના પગલે તેણે મુંબઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા માર્ગદર્શિકા મુજબ એરક્રાફ્ટને ‘આઇસોલેશન બે’માં લઇ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણીના પરિણામ તે પહેલાં જાણો ચૂંટણીપંચ પ્રેસવાર્તામાં શું કહ્યું ?

0

લોકસભા ચૂંટણીના મતગણતરી અને પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. કદાચ આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલાં દરેક તબક્કાના મતદાન બાદ મીડિયા બ્રીફિંગ કરવામાં આવતી હતી પરંતુ હવેથી તે પ્રથા સમાપ્ત કરી દેવામાં આવી છે.

election-commission-of-india-held-press-conference-before-the-results-of-lok-sabha-election-2024-339405

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર કહ્યું કે, ‘આ વખતે ૩૧ કરોડ મહિલાઓએ મતદાન કર્યું છે, જે પ્રથમ વખત થયું છે. ઘરેથી પણ મતદાન કરવાનો રેકોર્ડ બન્યો છે. ભારતમાં લોકસભા ચૂંટણીમાં ૩૧ કરોડ ૨૦ લાખ મહિલાઓ સહિત ૬૪ કરોડ ૨૦ લાખ મતદાતાઓએ ભાગ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણી૨૦૨૪ને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે આ દરમિયાન ચૂંટણીની વ્યવસ્થાઓ અને સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધી ગણાવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ચૂંટણી ઐતિહાસિક રહી. ૬૪ કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓએ પણ મતદાનમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો. ૩૧ કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. ૮૫થી વધુ વયના રેકોર્ડ લોકોએ વોટિંગ કર્યું હતું.

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા સેન્સેક્સ ૨૬૦૦ અને નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો

0

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જો કે, એક્ઝિટ પોલ બહાર આવ્યા બાદ આ સંભાવના પહેલેથી જ અનુમાન કરવામાં આવી રહી હતી. શેરબજારમાં સેન્સેક્સ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સેન્સેક્સમાં ૨૬૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. ઘણા શેર ૧૦ ટકાથી વધુ વધ્યા છે.

Stock market update: Sensex rises 471 points to 58280, shares of IT companies rise | Stock Market Update: શેર બજાર સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 471 પોઈન્ટ વધીને 58280 પર, IT કંપનીઓના શેરમાં ...

મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ ૭૬૫૮૩.૨૯ પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો દર્શાવતા ૨૩૩૩૮.૭૦ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.

શેરબજારમાં આક્રમક તેજી વચ્ચે રોકાણકારોને ચાંદી જ ચાંદી છે. રોકાણકારોની મૂડી રૂ. ૧૨.૭૨ લાખ કરોડ વધી છે. બીએસઈ માર્કેટ કેપ રૂ. ૪૨૫.૦૯ લાખ કરોડ થઈ છે. આજે ૩૦૭ શેરોમાં અપર સર્કિટ અને ૨૪૧ શેરો વર્ષની ટોચે પહોંચી છે. નિફ્ટી VIX આજે ૧૯૭૧ ટકા ઘટ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થયું કે બજાર આજે ઊંચા સ્તરે ટ્રેડ કરશે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતીઓ રાજકીય ગુલામીમાંથી બહાર નહીં આવે તો એક ‌દિવસ સુરતની ઓળખ ભુંસાઈ જશે

  • સુરતમાં આવીને લખલૂટ કમાણી કરનારાઓએ સુરતીઓના રાજકીય ભ‌વિષ્ય ઉપર પણ કબજો જમાવી દીધો, કારણ કે સુરતીઓ લડાયક નથી
  • જ્યારે ક્યાંય પણ ભાજપનું રાજકીય અ‌સ્તિત્વ નહોતું ત્યારે સુરતીઓએ ભાજપને સત્તા આપી હતી, પરંતુ સુરતીઓની ‌નિખાલસતા અને વેપાર-ઉદ્યોગમાં આક્રમકતાના અભાવે અને ભરોસો કરવાની ટેવને કારણે રાજકીય તખ્તેથી સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાતો ગયો
  • આજે હાલત એવી છે કે સુરતીઓએ ધંધા, રોજગાર, નોકરી માટે પોતીકા શહેરમાં હોવા છતાં બીજા સામે હાથ ફેલાવવો પડે છે
  • કોર્પોરેટર રેશ્મા લાપસીવાલાએ મ‌હિલાઓ અને યુવતીઓને આત્મ‌નિર્ભર બનાવવા માટે મહેંદી, નેઈલ આર્ટ, ફે‌બ્રિક્સ પેઈન્ટ, હેન્ડવર્ક, ગ્લાસ પેઈ‌ન્ટિંગ, હેન્ડમેડ જ્વેલરી શીખવવાના વર્ગો ચલાવવા પડે આને સુરતનો ‌વિકાસ કહી શકાય? આ બધું શોખથી શીખી શકાય, પરંતુ આનાથી પ‌રિવારનો ગુજારો કરી શકાય નહીં
  • કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, પ્રવીણ નાયક, દર્શના જરદોશ, મુકેશ દલાલ, પૂર્ણેશ મોદી, અર‌વિંદ રાણા, ની‌તિન ભ‌િજયાવાળા, મુકેશ પટેલ જેવા અનેક પોતીકા નેતા મળ્યા, પરંતુ કોણે સુરતીઓનું ભલું કર્યું? સુરતનો ‌વિકાસ થયો, પરંતુ સુરતીઓનું અ‌સ્તિત્વ જાળવી રાખવા માટે કોણે કેટલું યોગદાન આપ્યું?

પોતીકા પ‌રિવારનો માહોલ ઊભો કરીને લોકોને કંઈક શીખવવાનું, આજી‌વિકા ઊભી કરી શકાય એવી ‌દિશા આપવાનું કામ સરળ નથી, પરંતુ તળ સુરતના વોર્ડ ૧૩ના ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ આ ‌દિશામાં સફળ પ્રયાણ કર્યું છે.
તળ સુરતી એટલે ‌વિવાદને કોઈ અવકાશ નથી, રેશમા લાપસીવાળા સાથે જોડાયેલી લગભગ તમામ સુરતી યુવતીઓ-મ‌હિલાઓ એક નવા ઉત્સાહ સાથે કંઈક શીખવાની ધગશ સાથે જોડાઈ રહી છે. વળી રેશમા લાપસીવાળાએ મ‌હિલાઓ, યુવતીઓને આત્મ‌નિર્ભર બનાવવાના પ્રયાસને ‘પ્રારંભ’ નામ આપી ખરેખર સરાહનીય પ્રારંભ કર્યો છે.

થોડા ‌દિવસ પહેલા વાડીફ‌ળિયા ડી.કે.એમ. હો‌સ્પિ.ની બાજુમાં આવેલી રાણા સમાજની સિકોતેર માતાની વાડીમાં સ‌ર્ટિ‌ફિકેટ ‌વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપ‌સ્થિત પ્રત્યેક મ‌હિલા, યુવતીના ચહેરા અને વહેવારમાં ‌નિર્દોષતા તરી આવતી હતી. આ પ્રસંગ જોયા પછી ખરેખર એવું લાગતું હતું કે સુરતી પ‌રિવારો સાથે રાજકીય અન્યાય થઈ રહ્યો છે. સુરતની ધરતી ઉપર આવીને સેંકડો પરપ્રાંતીઓ કરોડપતિ અને લખપ‌િત બની ગયા, પરંતુ સુરતીઓ હજુ ત્યાંના ત્યાં જ છે. સુરતને પોતીકા કહી શકાય એવા સ્વ. કાશીરામ રાણા, ફકીર ચૌહાણ, દર્શના જરદોશ વગેરે અનેક નેતાઓ મળ્યા, પરંતુ તળ સુરતી પ‌રિવારોનો આ‌‌ર્થિક, સામા‌જિક, રાજકીય ‌વિકાસ થાય એવું કામ એક પણ નેતા કરી શક્યા નથી. કાશીરામ રાણા છ-છ વખત કેન્દ્રમાં ચૂંટાયા હતા અને ટેક્સટાઈલ મંત્રી પણ હતા, તેમ છતાં સુરતને વેપાર-ઉદ્યોગ, સામા‌જિક ક્ષેત્રે ‌વિકાસ તરફ દોરી જવામાં સ‌રિયામ ‌નિષ્ફળ ‌નિવડ્યા હતા. ફકીર ચૌહાણને પણ ભાજપે તક આપી હતી. ભાજપના ઉદયકાળમાં ફકીર ચૌહાણના નામનો ‌સિક્કો ચાલતો હતો, પરંતુ ફકીર ચૌહાણે પણ શું કર્યું? ‌િજંદગીના અં‌તિમ પડાવ તરફ જઈ રહેલા ફકીર ચૌહાણની રાજકીય, સામા‌જિક કામગીરીનું હાલના તબક્કે મુલ્યાંકન કરવું અયોગ્ય છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે સુરતીઓના પ્રશ્ને ફકીર ચૌહાણ ઉદાહરણરૂપ કંઈ જ કરી શક્યા નહોતા.

જ્યારે ત્રણ-ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા અને કેન્દ્ર સરકારમાં રેલ્વે અને ટેક્સટાઈલ મંત્રીપદ ભોગવી ચૂકેલાં દર્શના જરદોશ પણ ખાસ કરીને તળ સુરતીઓના પ્રશ્ને અવાજ ઉઠાવવામાં ખરેખર ‌નિષ્ફળ રહ્યાં. કંઈક પ્રશ્ન લઈને જાય તો પોતાની અશ‌ક્તિ છુપાવવા વાતવાતમાં ગુસ્સો કરવો આ તેમનો સ્વભાવ બની ગયો હતો અને હવે આ વખતે સાંસદ તરીકે ભાજપે પસંદગી નહીં કરતા મેદાનમાં ઊભા રહેવાને બદલે પીઠ બતાવવાની વૃ‌ત્તિ તેમના ભ‌વિષ્યના રાજકારણ ઉપર પૂર્ણ ‌વિરામ મૂકી દેશે.

આ ઉપરાંત મજબૂત કહી શકાય એવા પ્રવીણ નાયક, ની‌તિન ભ‌િજયાવાળા, પૂર્ણેશ મોદી, અર‌વિંદ રાણા અને હવે મુકેશ દલાલ-આ તમામનું સરેરાશ રાજકીય ‌નિરીક્ષણ જોતા તમામે રાજકીય ગુલામી સ્વીકારી લીધી હોય એવું ‌ચિત્ર ઉપ‌સ્થિત થઈ રહ્યું છે. ભાજપ જેવા રાજકીય પક્ષમાં નેતૃત્વ પોતાનું વર્ચસ્વ ઊભુ કરી શકે. પરંતુ સામે પક્ષે સુરતીઓનો પક્ષ એટલા માટે મજબૂત છે કે જ્યારથી સુરતમાં જનસંઘ અને ભાજપનો ઉદય થયો ત્યારથી સુરતીઓ હરહંમેશ ભાજપની પડખે ઉભા રહ્યા છે. રાજ્યના અન્ય પ્રદેશોમાં ભાજપને દાદ મળતી નહોતી ત્યારે પણ સુરતીઓએ ખોબેખોબા ભરીને ભાજપને મત આપ્યા છે.

મતલબ ભાજપને પણ સુરતી મતોની જરૂર છે, પરંતુ સૌથી નબળી બાબત એ છે કે સુરતી પ્રજાને પોતાની શ‌ક્તિનો, પોતાના રાજકીય અ‌સ્તિત્વનો અંદાજ નથી અને એટલે જ સુરતનું રાજકીય ભ‌વિષ્ય નક્કી કરવાનું હંમેશાં બીજાના હાથમાં રહેતું આવ્યું છે.
રાજકારણ એ સમાજજીવનનો એક ભાગ છે. લોકશાહી દેશમાં સરકારોની રચના કરવામાં ‘લોકમત’ ‌નિર્ણાયક પ‌રિબળ છે અને આ ‌નિર્ણાયક પ‌રિબળની અવગણના કરવામાં આવે ત્યારે અવાજ ઉઠાવવો જ જોઈએ. આનું જીવંત ઉદાહરણ સુરતમાં જ વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીય લોકો છે. આ લોકોએ સુરતમાં જ ધંધા-રોજગાર ‌વિકસાવ્યા, અઢળક કમાણી પણ કરી અને હવે રાજકીય તખ્તે પણ ‌નિર્ણાયક પ‌રિબળ પુરવાર થઈ રહ્યા છે. સુરતીઓનું રાજકીય ભ‌વિષ્ય આ લોકો નક્કી કરે છે. આવા સમયે સુરતી નેતૃત્વ એક થઈને અવાજ ઉઠાવે તો ચોક્કસ ‌સ્થિ‌તિ બદલી શકાય, પરંતુ તેના માટેની પક્ષની મર્યાદામાં રહીને મોરચો માંડવાની તાકાત હોવી જોઈએ. માત્ર રાજકીય જ નહીં, ઔદ્યો‌ગિક સ‌હિત અન્ય સંગઠનો-સંસ્થાઓમાંથી તળ સુરતીઓનો એકડો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે.

અ‌સ્તિત્વ માટે લડતા રહેવું એ સફળતાનો સૌથી પહેલો ‌નિયમ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના માટે ઉદાહરણ ગણી શકાય, પરંતુ અ‌સ્તિત્વની લડાઈ લડવા માટે ‌હિંમત જોઈએ અને સંગઠન પણ જોઈએ. પરંતુ ‌હિંમત અને સંગઠન માર્કેટમાં વેચાતા મળતા નથી, ભૂતકાળમાં આ જ સુરતમાં અંગ્રેજોનું શાસન હતું. ડચનું શાસન હતું, મોગલો પણ હતા, પરંતુ હાલના તબક્કે સુરતીઓના નેતૃત્વને ખતમ કરવાના થઈ રહેલા પ્રયાસો ભૂતકાળમાં ક્યારેય પણ થયા નથી અને હજુ પણ સુરતી સેવખમણ ખાઈને ઊંઘતા જ રહેશે તો આગામી ખૂબ જ નજીકના ભ‌‌વિષ્યમાં સુરતીઓનું રાજકીય-સામા‌જિક ક્ષેત્રે ભ‌વિષ્ય સાવ ભુંસાઈ ગયું હશે.

પ્રવર્તમાન ‌સ્થિ‌તિમાં સુરતી કહી શકાય એવા મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ધારાસભ્ય અર‌વિંદ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ જ્યારે રાજકારણમાં લગભગ ભુલાઈ ગયેલા પ્રવીણ નાયક, ની‌તિન ભ‌િજયાવાળા, ફકીર ચૌહાણ આ તમામ એવા ચહેરાઓ છે કે તેઓ સુરતીઓની નવી પેઢી માટે કે સુરતના ભ‌‌વિષ્ય માટે અવાજ ઉઠાવે એવી એકની પણ ક્ષમતા નથી.

અને એટલે જ કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ સુરતી મ‌હિલાઓને આત્મ‌નિર્ભર બનાવવા મહેંદી, નેઈલ આર્ટ, ફે‌બ્રિક્સ પેઈન્ટ, મંડલ આર્ટ, હેન્ડમેઈડ જ્વેલરી, ગ્લાસ પેઈ‌ન્ટિંગ જેવી પ્રવૃ‌ત્તિ શીખવવી પડે છે. આ પ્રવૃ‌ત્તિ શીખવા માટે ચોક્કસ સારી છે. પરંતુ આ પ્રવૃ‌ત્તિઓથી ઘર-પ‌રિવારનો ગુજારો થઈ શકે નહીં. ખરેખર તો નવરાશના સમયમાં ‌શીખવા માટેની આ પ્રવૃ‌ત્તિ છે.

અલબત્ત, રેશમા લાપસીવાળાનો પ્રયાસ ખૂબ જ સરાહનીય છે પરંતુ તળ સુરતી પ્રજાને વેપાર-ઉદ્યોગ અને રાજકારણના ‌િશખરે લઈ જવા માટે સંગ‌િઠત થઈને અવાજ ઉઠાવવામાં નહીં આવે તો અગાઉ કહ્યું તેમ સુરતી પ્રજા પોતાના જ શહેરમાં ભૂતકાળ બની જશે અને રાજકીય ગુલામીની હાલતમાં જીવતી હશે. ઉઘરાણી માટે નાકા ઉપરથી ગાળાગાળી કરતો સુરતી જ્યાં સુધી ખમણ ખાઈને પાછા ફરી જવાની વૃત્તિ ધરાવશે ત્યાં સુધી સુરતી પ્રજાને નેતૃત્વ મળવાની શક્યતા નથી.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, ૫ ટકા ટોલ ટેક્સમાં વધારો

0

લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી ૧૧૦૦ ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે ૧૨ વાગ્યા પછીથી લાગુ થઈ જશે. દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે.

હાઇવેના આ રૂટ પરથી મુસાફરી કરતા વાહનચાલકો માટે સારા સમાચાર જાણો શું છે સમાચાર - SATYA DAY

મેરઠ-બાગપત નેશનલ હાઈવે પર સૌથી ઓછો ટોલ ૪૫ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૨૯૫ રૂપિયા હશે. દિલ્હી-સહારનપુર નેશનલ હાઈવે પરના જીવાના ટોલ પર લઘુત્તમ ટોલ ૯૦ રૂપિયા અને સૌથી વધુ ટોલ ૮૯૦ રૂપિયા હશે. ઝાંસી-કાનપુર હાઈવે દ્વારા ઝાંસી આવતા વાહનોને સેમરી ટોલ પ્લાઝા પર ૫ થી ૧૫૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-હાપુર એક્સપ્રેસવે અને ગાઝિયાબાદ અલીગઢ હાઈવે પર ટોલ વસૂલવાની જવાબદારી ખાનગી કંપનીઓને આપી છે. પરંતુ માત્ર NHAI જ ટોલના ભાવમાં વધારો કરી શકે છે.

ટોલ પ્લાઝા પર વધતી કિંમતો ઘણી ચર્ચાનો વિષય છે અને રાજકીય પક્ષો પણ આ મુદ્દાને અવાજ ઉઠાવી રહ્યા છે. NHAIનું કહેવું છે કે તેમના રોડ પ્રોજેક્ટ માટે ટોલના ભાવમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, વિરોધ પક્ષો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખવા માટે NHAIના આ પગલાની ટીકા કરી રહ્યા છે.

ભારતે પાછલા દાયકામાં નેશનલ એક્સપ્રેસ વેના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ ૧૪૬૦૦૦ કિ.મી. છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટંવ રોડ નેટવર્ક છે. ટોલ કલેક્શન વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૫૨ અબજથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૫૪૦ અબજ કરતાં વધુ થયું હતું. દેશમાં રોડ ટ્રાફિક તેમજ ટોલ પ્લાઝાની સંખ્યા વધવાના કારણે ટોલ કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-