મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી-થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.
વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ નોકરી ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.
મિથુનઃ
કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ-સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.
કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.
સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઇ કરી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો, માનમાં વધારો થાય.
કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.
તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.
વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદાકારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.
ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઇ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.
મકરઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારના આનંદ સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.
કુંભઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઇ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂ.
મીનઃ
આનંદ-ઉત્સાહસભર દિવસ-જણાય.આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ ૨૦૨૪ ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાય છે. પીએમ આવાસ યોજના માટે અરજી PMAY (pmaymis.gov.in) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરી શકાય છે. જો તમે પણ PMAY હેઠળ ઘર ખરીદવા માંગો છો, તો આજે અમે તમને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અને નોંધણી કરવાની સંપૂર્ણ રીત જણાવીશું…..
મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી, પરંતુ જેવી તેને ખબર પડી કે તેમાં કંઈક ગડબડ છે, તેણે આઈસસ્ક્રીમમાં માણસની એક કપાયેલી આંગળી જોઈ. પોલીસે કહ્યું, “ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસક્રીમ કોનની અંદર એક મહિલાને
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૩૦ ડિગ્રીની આસપાસ રહશે. શહેરમાં

ખાંડુને બુધવાર ૧૨ જૂને ઇટાનગરમાં યોજાયેલી બેઠકમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગે હાજરી આપી હતી. આ પછી
બોર્ડર ૨ના આ વીડિયોમાં કોઈ વિઝ્યૂઅલ નથી, બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘
