ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત થયો હતો, હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા ૮ લોકોના મોત થયા છે. અહેવાલો મુજબ ટ્રાવેલર વાહનમાં લગભગ ૨૩ મુસાફરો હતા. હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે. કેટલાક લોકો ઘયાલ થયા છે, ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ છે, રાહત-બચાવ કાર્ય ચાલુ છે.
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહોંચ્યા પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડીને અલકનંદા નંદીમાં ખાબક્યું છે. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આ પણ વાંચો :-

તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો, ત્યારબાદ ૧૨૧ એકર જમીન અને
નવસારી સુરતના ચોથી વખતના સાંસદ અને હવે કેન્દ્રીય જળમંત્રાલયના કૅબિનેટ મંત્રી સી.આર.પાટિલના પૉલિટિકલ પ્રોગ્રેસ માટે ફરી વખત સુરતના મનહરલાલ ચોકસીને યાદ કરવા પડે. જ્યારે સી.આર. પાટિલ ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા હતા ત્યારે મનહરલાલ ચોકસીએ સી.આર.પાટિલ માટે કરેલું ભવિષ્યકથન સાંભળનાર વ્યક્તિ મનહરલાલ ચોકસીને પાગલ માણસમાં ખપાવી દે, પરંતુ મનહરલાલ ચોકસી પાગલ નહોતા. નખિશખ સજ્જન અને બેંકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનહરલાલ ચોકસીનું નામ સમગ્ર સુરત શહેરમાં આદરપૂર્વક લેવાતું હતું.
સી.આર. પાટિલને નજીકથી ઓળખનારાઓને ખ્યાલ હશે કે વીતેલાે લાંબો સમય સી.આર.પાટિલ માટે સતત સંઘર્ષમય રહ્યો હતો. તેમણે પોતે અને પરિવારના સભ્યોએ પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો અને કઠણાઈના દિવસોમાં ખુદ પોતાનો પડછાયો પણ સાથ છોડી દે એવા દિવસો પણ સી.આર.પાટિલે જોયા હતા. પરંતુ તેમનું જમા પાસું એ હતું કે તેઓ ક્યારેય પણ સમસ્યાથી દૂર ભાગ્યા નહોતા કે લોકોથી મોઢું છુપાવવાની કોશિશ કરી નહોતી. નજીકના મિત્રો અને રાજકીય સાથીઓ દૂર જતા રહ્યા હતા પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ સી.આર.પાટિલ મુશ્કેલીઓનો સામનો કરવા સાથે પક્ષને વળગી રહ્યા હતા અને આખરે એક દિવસ મુશ્કેલીનાં વાદળો વિખેરાવા માંડ્યા અને સી.આર.પાટિલના જીવનમાં નવા સૂર્યોદયની શરૂઆત થઈ હતી.
માહિતી મુજબ, આરોહીને બોરવેલમાં ઑક્સિજન મળી રહે તે માટે ૧૦૮ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા પણ બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે.
હિતેન સિંહ કશ્યપે આ મામલે
દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક.
ઈન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને સત્તા આપવામાં આવી નથી. તેમાંથી કોઈને સત્તા આપી નથી. સાથે મળીને પણ તેઓ નંબર-૧ બન્યા નથી. નંબર-૨પર ઉભા રહી ગયા છે. તેથી 