Home Blog Page 737

આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો, FSSAIએ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કર્યું

0

મહારાષ્ટ્રના પૂણેમાં આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો, જેમાંથી એક આંગળી મળી આવી છે. અહેવાલ અનુસાર, મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાને આઈસ્ક્રીમ કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો જે તેણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.

FSSAI પશ્ચિમ પ્રદેશ કાર્યાલયની એક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, આઈસ્ક્રીમ નિર્માતાના પરિસરની તપાસ કરવામાં આવી, જે બાદ આઈસ્ક્રીમ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું. જો કે, આ મામલે અત્યાર સુધીમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવી નથી. આઈસ્ક્રીમની ડિલીવરી કરનાર આઈસ્ક્રીમ નિર્માતા ઇંદાપુર, પૂણેમાં સ્થિત છે અને તેમની પાસે કેન્દ્રીય લાયસન્સ પણ છે. આગળની તપાસ માટે FSSAIની ટીમે ફેક્ટરીના પરિસરમાંથી સેમ્પલ પણ કલેક્ટ કર્યા છે..

જણાવી દઈએ કે, મુંબઈના મલાડમાં એક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કરી હતી. આ આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી મળી આવી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણકારી મલાડ પોલીસને આપવામાં આવી હતી. મલાS પોલીસે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલીને આઈસ્ક્રીમ બ્રાન્ડ, યુમ્મોના સંચાલકીય સ્ટાફ સામે એફઆઈઆર દાખલ કરી હતી. જે બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

વિશ્વનો સૌથી ઊંચો કમાન બ્રિજ પર ટ્રેનનું ટ્રાયલ, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ શું કહ્યું ?

0

કાશ્મીર ખીણમાં ટ્રેન દ્વારા પહોંચવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. રવિવારે સાંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવી હતી. પ્રથમ વખત, કોઈ ટ્રેન ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ દ્વારા રિયાસી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ પુલની ઉંચાઈ ૩૫૯ મીટર છે, જે એફિલ ટાવર કરતા પણ ૩૫ મીટર વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ૨૧મી જૂને શ્રીનગર પહોંચવાના છે. આ પહેલા જ રેલવેએ આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

Chenab Rail Bridge

જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર ૩૫૯ મીટર (લગભગ ૧૦૯ ફૂટ) ની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ  એફિલ ટાવર કરતા લગભગ ૩૫ મીટર ઊંચો છે. આ પુલ અદભૂત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ ૧,૩૧૫ મીટર (૪,૩૧૪ ફૂટ) છે. આ કમાનની લંબાઈ ૪૬૭ મીટર (૧,૫૩૨ ફૂટ) છે. તે સિંગલ-ટ્રેક રેલ્વે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આ સફળતા વિશે માહિતી આપી હતી. પોસ્ટમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, ‘પ્રથમ ટ્રાયલ ટ્રેન સાંગલદાનથી રિયાસી સુધી દોડી છે. આ ટ્રેન ચેનાબ બ્રિજ પાર કરીને રિયાસી પહોંચી હતી. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલ નંબર ૧ પર થોડું જ કામ બાકી છે.’ રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાના અંતમાં સાંગલદાન-રિયાસી સેક્શનમાં બે દિવસ તપાસ કરવામાં આવશે.

યુએસબીઆરએલ પ્રોજેક્ટના બનિહાલથી સાંગલદાન સેક્શનના ૪૮.૧ કિલોમીટરના સેક્શનનું ૨૦ ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ચેનાબ રેલવે બ્રિજ તેના માર્ગ પર આવે છે, જે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ છે. આ પુલ સ્ટીલની કમાનથી બનેલો છે. આ પુલ ૧.૩ કિલોમીટર લાંબો છે. આ રૂટ પર ઈલેક્ટ્રિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રૂટ પર ૩૦ જૂને ટ્રેનો ચાલી શકશે. ઉધમપુરના સાંસદ અને ભાજપના મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ પુલ પર ટૂંક સમયમાં રેલ સેવા શરૂ થશે. આ રેલ લિંક પ્રોજેક્ટનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચો :-

સલમાન ખાનને બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કરીને ધમકી આપી

0

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. તેના ઘરની બહાર ગોળીબાર થયો ત્યારથી સલમાનની સુરક્ષાનો મુદ્દો સતત ચર્ચમાં રહ્યો છે. આ કારણે સુપરસ્ટારના ચાહકો પણ અભિનેતાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં સલમાન ખાને પણ આ અંગે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તે આ બધાથી ખૂબ જ નિરાશ થઈ ગયો છે અને તેને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

Salman Khan's UNIQUE Way Of Urging Fans To Vote - 'I Exercise 365 Days A Year...' | Times Now

પોલીસના જણાવ્યા અનુસાર, આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે એક દર્શકે ‘આરે છોડો ચાર’ ચેનલ પર એક વીડિયો જોયો હતો, જેમાં હિન્દીમાં બોલતા એક વ્યક્તિએ ગેંગના સભ્યો ગોલ્ડી બ્રાર, વિવેક ભૈયા, રોહિત અને જિતિન સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો આ અને સલમાન ખાનને ધમકી આપી રહ્યો હતો. બિશ્નોઈ ગેંગે યુટ્યુબ પર વીડિયો અપલોડ કર્યો અને ધમકી આપી.જે બાદ આરોપી બનવારીલાલ લાતુરલાલ ગુર્જરની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઉંમર ૨૫ વર્ષ હોવાનું કહેવાય છે.

આ વીડિયોના આધારે, દક્ષિણ સાયબર પોલીસે કલમ ૫૦૬(૨), ૫૦૪ અને ૩૪ હેઠળ કેસ નોધ્યો છે. આઈપીસી તેમજ આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બાદમાં આ કેસને તપાસ માટે એન્ટી એક્સટોર્શન સેલને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

CM યોગી ઋષિકેશ AIIMS પહોંચ્યા, હોસ્પિટલમાં બીમાર માતાને મળ્યા થયા ભાવુક

0

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ઋષિકેશ એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે અહીં હોસ્પિટલમાં દાખલ તેમની માતા સાવિત્રી દેવીની તબિયતના ખબર અંતર પૂછ્યા હતાં. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની માતા છેલ્લા કેટલાક સમયથી ઋષિકેશ AIIMSમાં સારવાર હેઠળ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની હોસ્પિટલમાં દાખલ છે. યોગી આદિત્યનાથ માસ્ક પહેરીને તેમની માતાની સામે બેસી ખબર પૂછા કરી હતી. જ્યારે તેમની માતાએ કંઈક કહ્યું તો તેમણે તેમના ચહેરા પરથી માસ્ક હટાવી દીધું હતું. યોગીએ પોતાના ફેસબુક અને ટ્વિટર પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે ‘મા’ કેપ્શન સાથે ફોટો શેર કર્યો હતો.

રવિવારે બપોરે સીએમ યોગી આદિત્યનાથ ઋષિકેશ એમ્સમાં તેમની માતાની ખબર પૂછવા પહોંચ્યા હતા. જ્યાં સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ડો.મીનુ સિંઘની તબીબ ટીમ તેમજ ફેકલ્ટી અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર યોગીએ તેમની માતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને એમ્સ હોસ્પિટલના વહીવટીતંત્ર પાસેથી તેમના સ્વાસ્થ્ય અને સારવાર વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન સીએમ યોગીએ AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ રુદ્ર પ્રયાગ અકસ્માતના ઘાયલોની તબિયતની અંગે પૂછા કરી હતી અને હોસ્પિટલ પ્રશાસનને તેમને વધુ સારી સારવાર આપવા જણાવ્યું હતું.

કહેવાય છે કે રુદ્રપ્રયાગ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકો ઉત્તર પ્રદેશના છે. યોગી આદિત્યનાથની માતાની પણ AIIMSમાં સારવાર ચાલી રહી છે. તાજેતરમાં પણ યોગી આદિત્યનાથની માતાને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ બાદ તેને રજા આપવામાં આવી હતી. આ પછી, તેમને ફરીથી આંખની તપાસ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથની માતાની તબિયત જાણવા માટે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો :-

ઈવીએમ હેક થઈ શકે…ઈવીએમ વિવાદ પર એલોન મસ્કનું મોટું નિવેદન

ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન હેકિંગનો મુદ્દો ભારતમાં જુનો છે. વિપક્ષો અવારનવાર ઈવીએમ હેકિંગના આરોપ લગાવી રહ્યાં છે. વિપક્ષના આ આરોપના સૂરમાં સૂર પુરાવતાં દુનિયાના નંબર વન અમીર અમેરિકાના એલન મસ્કને પણ આ વાત સાચી લાગી છે. એક્સ પર પોસ્ટ કરતાં મસ્કે કહ્યું હતું કે ઈવીએમ હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવું જોઈએ. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મનુષ્યો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે. તેમણે અમેરિકન ચૂંટણીમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને હટાવવાની માંગ કરી હતી. અમેરિકી પ્રમુખના સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફની ઈવીએમ શંકા પર મસ્કે આવો દાવો કર્યો હતો.

Elon Musk wades into EVM debate giving fresh ammo to Oppn, Rahul calls voting machines 'black box'ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જોકે, દુનિયાના સૌથી શક્તિશાળી લોકતંત્ર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી છે. આવા સમયે અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીની ટ્વીટને શૅર કરતાં ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ ખતમ કરી દેવો જોઈએ. માણસ અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઈવીએમના હેક થવાનું જોખમ છે, તે ભલે ઓછું હોય, પરંતુ છે ખરું.

ઈવીએમની અંદર એક માઈક્રોપ્રોસેસર છે અને તેને માત્ર એક જ વાર પ્રોગ્રામ કરી શકાય છે. એટલે કે એકવાર પ્રોગ્રામ લખાઈ ગયા પછી, તેને બદલી શકાતો નથી. તેમાં અન્ય કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાતું નથી. ઈવીએમનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર નથી. EVM માં આલ્કલાઇન પાવર પેક બેટરી હોય છે, જે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

સિક્કીમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ અટવાયા

0

સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. જેમાં ગુજરાતના લગભગ ૩૦ જેટલા પ્રવાસીનો સમાવેશ થાય છે. આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.

6 dead, many missing in landslides in Sikkim | સિક્કિમમાં ભૂસ્ખલનથી 6નાં મોત, અનેક ગુમ: પ્રવાસન સ્થળોએ 2 હજારથી વધુ લોકો ફસાયા; 12 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ | Divya ...રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થયેલ છે.

લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો :-

ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓને લઈ ભારતીય જવાનોનું સર્ચ ઓપરેશન શરૂ

0

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. બંને તરફથી ગોળીબાર થયા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા. અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, ૨ આતંકીઓ જંગલમાં છુપાયેલા છે. ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓને શોધવા માટે જંગલને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

Jammu Kashmir માં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો, સર્ચ ઓપરેશન ચાલુ - મુંબઈ સમાચારજાણકારી અનુસાર મોડી રાત્રે અરાગામ વિસ્તારમાં ૧૩ રાષ્ટ્રીય રાઈફલ્સના એક ગ્રુપે શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને તેના બાદ ગોળીબારી શરૂ કરી દીધી. વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના જંગલના વિસ્તારમાં થઈ છે. વેલીમાં છેલ્લા ઘણા દિવસોથી આતંકી ગતિવિધિઓ ખૂબ વધી રહી છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ તીર્થયાત્રીઓથી ભરેલી બસમાં હુમલો કરી દીધો હતો.

ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ અનેક હુમલા કર્યા હતા. આ આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોની ટીમ સંપૂર્ણ રીતે એલર્ટ છે.

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સેના પ્રમુખો સાથે બેઠક કરી હતી. કેટલાક કલાકો સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઘાટીમાં આતંકવાદીઓને ખતમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં મોટી રેલ દુર્ઘટનામાં ૫ લોકોના મોત, અનેક ઘાયલ

0

પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર ૧૩૧૭૪ કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ પછી કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે.

West Bengal Train Accident Kanchenjunga express collidedપશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે લગભગ ૯ વાગ્યે એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર ૫ લોકોના મોત થયા છે જ્યારે ૨૫ થી ૩૦ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એકબીજા પર ચઢી ગયા. આ કોચમાંથી એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે, ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટ્વિટ કર્યું, “દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો :-

૧૭ જૂન, ૨૦૨૪ / સોમવારના દિવસે આ રાશિના જાતકોને પદોન્નતિ માટે નવી તક મળશે, ધંધાકીય ક્ષેત્રમાં થશે લાભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સોંદર્ય, કલા અને રસીક તત્ત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટાવિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્રવર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટા ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

RSS નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદન પર રામદેવે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

0

લોકસભા ચૂંટણીના પરિણામો પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે ભાજપનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અનેક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે હવે યોગ ગુરુ સ્વામી રામદેવની પર પ્રતિક્રિયા સામે આવી છે.

Baba Ramdev first reaction on RSS leader Indresh Kumar statement about BJP and Narendra Modi | RSS नेता इंद्रेश कुमार के बयान पर बाबा रामदेव की पहली प्रतिक्रिया, जानें क्या कहाલોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારના નિવેદનને લઈને હોબાળો થઈ રહ્યો છે. RSSએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. હવે યોગ ગુરુ બાબા રામદેવની પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘ભગવાન રામ દરેકના છે અને દેશ પણ દરેકનો છે. દેશમાં વિભાજનના બીજ રોપવા એ રાષ્ટ્રની એકતા માટે સારું નથી.’ હરિદ્વાર સ્થિત હરિ સેવા આશ્રમમાં ચાલી રહેલા સંત સંમેલનમાં બોલવા આવેલા યોગ ગુરુ સ્વામી રામદેવે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં તમામ લોકો માટે કામ કર્યું છે. પડકારો ગમે તે હોય, વડાપ્રધાન મોદી બધાનો સામનો કરીને આગળ વધશે.’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર સત્તાધારી ભાજપને ‘અહંકારી’ અને વિપક્ષ I.N.D.I.A ગઠબંધનને ‘રામ વિરોધી’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘રામ દરેક સાથે ન્યાય કરે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને જોઈ લો.’ જે પાર્ટીએ ભગવાન રામની પૂજા કરી, તે અહંકારી બની ગઈ, તેને ૨૪૧ પર જ અટકાવી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટી પાર્ટી બનાવવામાં આવી હતી.’ તેઓ ઈશારામાં ભાજપ અને કોંગ્રેસ બંને સામે નિશાન તાકી ગયા હતા. જોકે પાછળથી ઈન્દ્રેશ કુમારે જાણે ફેરવી તોળ્યું હોય તેમ કહ્યું હતું કે ‘રામની ભક્તિ કરનારા જ સત્તામાં છે. મોદી સરકારમાં દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે’. તેમણે પોતાના સવારના નિવેદન પર સ્પષ્ટતા કરતા આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો :-