Home Blog Page 719

હિટ એન્ડ રન કેસમાં શિવસેના નેતા અને તેના ડ્રાઈવરની ધરપકડ, પુત્ર હજુ પણ ફરાર

0

મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વરલી પોલીસના જણાવ્યું મુજબ પતિ-પત્નીના સ્કૂટરને ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યોવક ચલાવી રહ્યો હતો. મિહિરના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કૂટરને ટક્કર મારનાર કાર રાજેશ શાહના નામે રજીસ્ટર્ડ છે. તેમજ અકસ્માત બાદ મિહિરને ભાગવામાં મદદ કરવાના આરોપમાં તેમને કસ્ટડીમાં લીધા છે.

અધિકારીઓ અનુસાર, મિહિર શાહ દેશ છોડીને ભાગવાની શક્યતાઓ હોવાથી મુંબઈ પોલીસે રવિવારે સાંજે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું છે. આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને શોધવા માટે છ ટીમો બનાવવામાં આવી છે. પોલીસને શંકા છે કે અકસ્માત સમયે મિહિર નશામાં હતો તેમજ અકસ્માતના થોડા સમય પહેલા તે જુહુના એક બારમાં હતો.

આ પણ વાંચો :-

સુરતના ત્રણ વિદ્યાર્થીઓએ ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવી, જાણો રેન્જ અને ફીચર

સુરતમાં ત્રણ વિદ્યાર્થીઓએ અનોખી કાર બનાવી છે, આ કાર જયારે રસ્તા પર દોડે છે ત્યારે તેને જોઇને લોકો આરચર્યચકિત થઈ જાય છે. કારણ કે આ કારની ડીઝાઈન સામાન્ય કારો કરતા સંપૂર્ણ અલગ છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બનાવી છે. આ કાર સિંગલ ચાર્જમાં ૮૦ કિલોમીટર ચાલે છે અને ૩૫ કિમીની સ્પીડે છેડે છે. ૬૫ હજારતા ખર્ચે વિદ્યાર્થીઓએ આ કાર તૈયાર કરી છે.

ટેકનોલોજીના યુગમાં માર્કેટમાં અલગ અલગ પ્રકારની ડીઝાઈન અને સુવિધાવાળી કારો રસ્તામાં ઘર જોવા મળે છે. પરંતુ સુરતમાં ત્રણ વિદ્યાર્થીઓએ એક અનોખી કાર બનાવી છે. એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી ઓ શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફયુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સુલ કાર બતાવવામાં આવી છે. આ કારની ખાસિયતની જો વાત કરીએ તો સૌ પ્રથમ તેની ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર બને છે તો બીજી તરફ આ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હિકલ છે. વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ કાર બતાવવામાં આવી છે.

વિદ્યાર્થી શિવમ મોર્યાએ જણાવ્યું હતું કે હું બીટેકમાં ફાઈનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છું. અમે અવાર નવાર યુનિક અને નવી વસ્તુઓ બનાવતા રહીએ છીએ. અગાઉ પણ અમે કેટલાક પ્રોજેક્ટ બનાવ્યા હતા પરંતુ અમે વિચાર્યુ કે ભવિષ્યમાં કામ આવે એવા પ્રોજેક્ટ પર કામ કરીએ. જે ભવિષ્યમાં ચાલે અને એવો પ્રોજેક્ટ જે કોઈએ અત્યાર સુધી બનાવ્યો ના હોય. તેથી અમે આ કન્સ્પેટ પર કામ કરવાનું શરુ કર્યું હતું પ્લાનિંગ કરતા કરતા અમારા મગજમાં આવ્યું કે ફયુચર કન્સ્લેટ વ્હીકલ બનાવીએ જે ભવિષ્યમાં ચાલે. આ કચેટને લઈને તેના પર કામ કરવાનું શરુ કર્યું હતું. એકથી દોઢ મહિનો કામ કરીને કારની ડીઝાઈન પૂર્ણ કરી હતી. બાદમાં કમ્પ્લેટ કરીને રોડ પર ટેસ્ટીંગ કરવામાં અમને બેથી ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો,

આ પણ વાંચો :-

શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? ચોક્કસ તારીખ, જાણો વિશેષ મહત્વ

0

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે, કારણ કે આ માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને શ્રાવણ મહિનો સૌથી પ્રિય છે. આ મહિનામાં જલાભિષેક, દૂધ અભિષેક અને બેલપત્ર, ધતુરા વગેરે ભગવાન શિવને અર્પણ કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

શ્રાવણ મહિનો વાર તહેવાર | Shravan month What special festival

આ સાથે સુખ, સમૃદ્ધિ અને ઈચ્છિત પરિણામ મેળવવા માટે આશીર્વાદ આપવામાં આવે છે. આ સાથે જ શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ આગવું મહત્વ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પૂર્ણ ૫ શ્રાવણ સોમવાર આવી રહ્યા છે. ચાલો જાણીએ કે પહેલો શ્રાવણ સોમવાર ક્યારે છે.

ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત બે અલગ-અલગ દિવસે થાય છે ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેન્ડર કરતા ૧૫ દિવસ પહેલા શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ૨૨ જુલાઈથી શરૂ થશે અને ૧૯ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે.

શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ક્યારે?

  • પ્રથમ સોમવાર – ૫ ઓગસ્ટ
  • બીજો સોમવાર -૧૨ ઓગસ્ટ
  • ત્રીજો સોમવાર – ૧૯ ઓગસ્ટ
  • ચોથો સોમવાર – ૨૬ ઓગસ્ટ
  • પાંચમો સોમવાર – ૨ સપ્ટેમ્બર

શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે. શવનના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની અને વ્રત રાખવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી કુંડળીના દરેક દોષથી મુક્તિ મળે છે. તેનાથી જીવનની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો :-

જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલો, ૫ જવાન શહીદ, ૬ ઘાયલ

0

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં છુપાયેલા આતંકવાદીઓએ સેનાની ગાડી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં ૫ જવાન શહીદ થયા છે અને ૬ જવાન ઘાયલ થયા છે. ભારતીય સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે શોધખોળ અભિયાન ચલાવ્યું છે.

Encounter begins in Jammu and Kashmir's Doda hours after attack on Army outpost - India Today

આ મામલે માહિતી આપતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું, “કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલા જ જવાન ઘાયલ થયા છે. જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. વિસ્તૃત માહિતીની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક હુમલા બાદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા.

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ બાદ આજનો હુમલો થયો છે. શનિવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા અને અન્ય એક જવાન ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં અનેક આતંકી હુમલા થયા છે. ગયા મહિને, રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે તે ખાઈમાં પડી ગઈ હતી અને નવ લોકોના મોત થયા હતા. આ પછી તરત જ બે સશસ્ત્ર આતંકવાદીઓ એક ગામમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એક જવાન શહીદ થયો.

આ પણ વાંચો :-

મોંઘવારીનો વધુ એક માર! ટામેટાના ભાવ ૧૦૦ને પાર પહોંચ્યા

0

રાજ્યમાં મોઇવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ પર ભારે માર પડ્યો છે. એક સપ્તાહમાં શાકમાર્કેટમાં ૨૦ રૂપિયાના ટામેટાનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે. ભીંડાના રૂપિયા ૨૫થી રૂપિયા ૩૫તા ભાવે મળતા હતા તે હવે વધીને રુપિયા ૭૦ થી ૯૦ પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના પણ ભાવમાં વધારો થયો છે.

To Control Tomato's Price Hike, Centre Plans To Procure It From Other States

ટામેટાના ભાવમાં વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ગરમીમાં વધારો અને ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા મોટા ટામેટા ઉત્પાદક વિસ્તારોમાં ગરમી વધવાને કારણે ટામેટાંની આવકમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.

આખા દેશમાં ટામેટાં સહિત બધા જ શાકભાજીના ભાવ વધી રહ્યા છે અને હરિયાણાના કરનાલમાં શાકભાજીના ભાવ અચાનક સાતમા સ્તરે પહોંચી ગયા છે. ૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લાલ ટામેટાં ૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે, લીલા વટાણા જે ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા તે હવે ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સાથે જ દિલ્હી-એનસીઆર અને મુંબઈ જેવા મેટ્રો શહેરો સહિત ઘણા શહેરોમાં ટામેટાની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :-

દેશભરમાં જળપ્રલયથી તબાહી, છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ લોકોના મોત

0

અડધો દેશમાં જળપ્રલયથી તબાહી. ઉત્તરાખંડ, પ.બંગાળ, બિહારમાં જળપ્રલય. યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મુશ્કેલી. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મૂશળધાર વરસાદ. વરસાદથી ખેતરો, રહેણાંક વિસ્તારોમાં પૂરની સ્થિતિ. પહાડી રાજ્યોમાં પણ વરસાદથી તબાહી . ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે તબાહી મચાવતા ૧૨ લોકોના મોત નીપજ્યા છે. હજુ અનેક લોકો ગુમ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

ભારે વરસાદના કારણે રત્નાગીરીમાં ડેમ તૂટ્યો, 2નાં મોત, 23 લોકો લાપત્તા | Maharashtra Dam breached in Ratnagiri district, at least 2 dead

બીજી તરફ, મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇમાં ૧૨ ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઇ હતી. મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાઇ ગયા હતા. દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા.આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ છે. વિદ્યાવિહાર, ડોમ્બિવલી, બોરીવલીમાં પાણી ભરાયા હતા. અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા હતા.

મહત્વનું છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ થતા કોસી, મહાનંદા, બાગમતી, ગંડક, કમલા બાલન અને કમલા સહિતની મુખ્ય નદીઓ ઘણી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને લઇને તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે કે આવી સ્થિતિમાં નદી કાંઠાના વિસ્તારો એલર્ટ રહે. સીતામઢી, મુઝફ્ફરપુર, શિયોહર, ઔરાઈ, સુપ્પી અને અન્ય નજીકના વિસ્તારોમાં બાગમતી નદીનું જળ સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. રવિવારે સવારે ૮ વાગ્યે સીતામઢી અને સુપ્પીમાં બાગમતી નદીનું જળસ્તર ૭૧.૧૬ મીટર હતું.

આ પણ વાંચો :-

હાથરસ દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં ભોલેબાબાને ક્લીનચિટ? અધિકારી અને આયોજક જવાબદાર

0

હાથરસ દુર્ઘટનાના મૂળ કારણો અને બેદરકારીને ઉજાગર કરવા માટે રચાયેલી SITએ તેનો ૮૫૫ પાનાનો રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે. સૂત્રોનું માનીએ તો એડીજી આગ્રા-કમિશનર અલીગઢની સંયુક્ત SITના રિપોર્ટમાં આ સમગ્ર ઘટના માટે કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ, નોકર-આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

આ ઉપરાંત વહીવટીતંત્ર પર પણ સવાલો ઉભા થયા છે. જો કે રિપોર્ટમાં ભોલે બાબાનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી અનુસાર, SITના આ રિપોર્ટમાં ૧૧૯ લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. તપાસ ટીમમાં એડીજી આગ્રા ઝોન અનુપમ કુલશ્રેષ્ઠ અને અલીગઢના કમિશનર ચૈત્રા વી. સામેલ હતા. આ સિવાય સત્સંગમાં મૃતકોના સ્વજનો અને ઈજાગ્રસ્ત ભક્તોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ મંજૂરી કરતાં વધુ લોકોને બોલાવવા, અપૂરતી વ્યવસ્થા તેમજ પરવાનગી હોવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ ન કરવું, ઘટના માટે જવાબદાર છે.

જો કે અકસ્માતના કારણો, અજ્ઞાનતા અને બેદરકારી માટે જવાબદાર કોણ? અન્ય હકીકતો અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. ગુપ્તતાની સ્થિતિ એવી છે કે જે કર્મચારીઓને રિપોર્ટ તૈયાર કરવામાં કામે લગાડવામાં આવ્યા હતા તેઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને તેમના મોબાઈલ ફોન પણ બંધ રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આ સમગ્ર ઘટના માટે કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ, નોકર-આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બાકીનું સત્ય સરકારી સ્તરેથી રિપોર્ટના આધારે લેવાયેલી કાર્યવાહીના આધારે બહાર આવી શકે છે.

જ્યુડિશિયલ કમિશનની ટીમ રવિવારે મોડી સાંજે હાથરસથી લખનૌ જવા રવાના થઈ હતી. ટીમે અકસ્માત સંબંધિત તમામ દસ્તાવેજો એકત્ર કરી લીધા છે. ટીમે નકશા, પરવાનગી પત્રો, પોલીસ અને વહીવટી અહેવાલો સહિત ઘટના સ્થળને લગતા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. ટીમે લોનીવી ગેસ્ટ હાઉસમાં ઘટના અંગે માહિતી ધરાવતા લોકોના નિવેદન પણ નોંધ્યા હતા. હવે આયોગ ટૂંક સમયમાં આ ઘટના સાથે સંબંધિત લગભગ ૧૨૫ લોકોને નોટિસ જારી કરશે અને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવશે.

આ પણ વાંચો :-

૦૯ જુલાઈ, ૨૦૨૪/ મંગળવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદ સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે, વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

સુરતમાં વધુ એક સ્કૂલ વાન પલટી, ૯ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

સુરતના કીમ-ઓલપાડ હાઇવે પર મુળદ પાટિયા નજીક સ્કૂલવાન પલટી જવાની ઘટના બની છે. પૂરપાટ ઝડપે જઇ રહેલી સ્કૂલવાન અચાનક પલટી ગઇ હતી. સામેથી અન્ય સ્કૂલવાન બસ આવતા કાબૂ ગુમાવ્યો હતો. સ્કૂલવાનમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી ૬ બાળકોને ઇજા થઇ છે. સ્કૂલવાનમાં કુલ ૯ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. સ્કૂલવાન પલટી જવાની ઘટના CCTVમાં કેદ થઇ છે. કીમ પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે.

વેકેશન ખુલતાં જ આરટીઓ દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસો ચેકીંગ કરાયું હતું. જો કે, હવે બધુ જૈસે થે પ્રમાણે ચાલતું હોય તેમ રાજયમાં એક પછી એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર એક સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. મૂળદ પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી મારી ગઈ હતી. સામેથી આવતી હતી. ત્યારે સ્કૂલ બસ આવતા વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ઈકો કારમાં સવાર ૦ વિદ્યાર્થીઓ પૈકી ૬ વિદ્યાર્થીઓને ઇજા થઈ હતી. જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો. હીચકારો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇકો સ્કૂલ વાનમાં ૯ જેટલા બાળકો સવાર હતા અને ૬ બાળકોને ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ મામલે કીમ પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોઇ શકાય છેકે, એક બસ સર્કલ પર રોડ ક્રોસ કરી રહી છે ત્યારે એક સ્કૂલ વાન ઇકો કાર પૂરપાટ ઝડપે આવે છે. કાર વળાંક વળતી બસ સાથે થોડી ટકરાય છે અને રોડની સાઈડમાં પલટી મારી જાય છે. અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાડારીઓ તુરંત ઈકો કાર પાસે આવે છે અને કારમાં સવાર બાળકોને બહાર કાઢે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદ આગાહી: અંબાલાલ પટેલ

0

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

માવઠું ક્યારે જશે? અંબાલાલની આગાહી

ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ વરસશે. સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

આ પણ વાંચો :-