Home Blog Page 718

સુરતના પાંડેસરાની અન્નપૂર્ણા ડાઇંગ મીલમાં લાગી આગ

સુરતના પાંડેસરા GIDCમાં આવેલી અન્નપુર્ણા મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.ડાઈંગ મિલ હોવાને કારણે જે રો મટીરીયલ છે. તે પણ ખૂબ જ જ્વલંતશીલ હોય છે. તેથી જોત જોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી.

અન્નપૂર્ણા ડાઈંગ મીલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ કેમિકલના જથ્થાથી પ્રસરી હોય તે રીતે ઊંચે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતાં. જેથી આસપાસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી.

મેયર દક્ષેશ માવાણી પાંડેસરા GIDCની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા. મેરદારા સ્થિતિનો તાજ મેળવવામાં આવ્યો હતો અને ઝડપથી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. મેયરે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ વિગતો મેળવી હતી. જોકે, કોઈને જાનહાનિ થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી. ચીફ ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અન્ય ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જાંબાજ જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર

0

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ શુક્રવારે ૧૦ સેના અને અર્ધલશ્કરી દળોને તેમની અદમ્ય હિંમત અને અસાધારણ બહાદુરી માટે કીર્તિ ચક્રથી સન્માનિત કર્યા હતા. જેમાંથી ૭ ને મરણોત્તર આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ સૈન્ય વીરતા પુરસ્કાર છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ મૂર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ સન્માન સમારોહ દરમિયાન ૨૬ સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ પોલીસના જવાનોને શૌર્ય ચક્ર પણ અર્પણ કર્યા છે.

Image

નિવેદનમાં શેર કરાયેલ એવોર્ડ વિજેતાઓની યાદી અનુસાર, રાષ્ટ્રીય રાઈફલ્સની ૫૫મી બટાલિયનના ગ્રેનેડિયર્સના કોન્સ્ટેબલ પવન કુમાર, પંજાબ રેજિમેન્ટની ૨૬મી બટાલિયનના કેપ્ટન અંશુમાન સિંહ, આર્મી મેડિકલ કોર્પ્સ અને ૯મી બટાલિયનના કેપ્ટન. ભારતીય સેનાના પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સિસ) હવલદાર અબ્દુલ મજીદને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. CRPF ઇન્સ્પેક્ટર દિલીપ કુમાર દાસ, હેડ કોન્સ્ટેબલ રાજ કુમાર યાદવ અને કોન્સ્ટેબલ બબલુ રાભા અને શંભુ રોયને કીર્તિ ચક્ર (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા અને તેમના પરિવારના સભ્યોએ રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું હતું.

મંત્રાલયે કહ્યું કે મેજર રેન્કના ૨ અને નાયબ સુબેદાર સહિત ૩ જવાનોને કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને પણ X પર સમારોહની તસવીરો શેર કરી છે. રાષ્ટ્રપતિ ભવને પોસ્ટમાં કહ્યું, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબ રેજિમેન્ટ, આર્મી મેડિકલ કોર્પ્સની ૨૬મી બટાલિયનના કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કર્યું. “પોતાના જીવને જોખમમાં મૂક્યા વિના, તેણે આગની મોટી ઘટનામાં ઘણા લોકોના જીવ બચાવવામાં અસાધારણ બહાદુરી અને નિશ્ચય દર્શાવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું,- રાષ્ટ્રપતિ ભવનમાં Defence Investiture Ceremony-૨૦૨૪ (Phase-૧) માં સામેલ થયો. જ્યાં રાષ્ટ્રપતિએ વીરતા પુરસ્કાર એનાયત કર્યાં. આપણા રાષ્ટ્રને પોતાના બહાદુર સૈનિકોની વીરતા અને સમર્પણ પર ગર્વ છે. તેઓ સેવા અને બલિદાનના ઉચ્ચ આદર્શોના ઉદાહરણ છે. તેમનું સાહસ હંમેશા લોકોને પ્રેરિત કરશે. વડાપ્રધાને પણ સમારોહની તસવીરો શેર કરી.

આ પણ વાંચો :-

બિહારમાં આકાશમાંથી વીજળી પડવાથી એક જ દિવસમાં ૧૮ લોકોના મોત

0

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં ૧૮ લોકોના મોત થયા હતા. અહેવાલ મુજબ ભાગલપુરમાં ચાર અને બેગુસરાય અને જહાનાબાદમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં બે-બે લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.

Lightning Accident In India,વીજળી પડવાથી દેશમાં રોજ ચાર લોકોના થાય છે મોત, કારણ પણ છે ચોંકાવનારું - per day average four people died due to lightning in country - Iam Gujaratડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર ૧૮ લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય, લોકો કાયમી મકાનમાં જ રહે છે.

બિહારના લોકો સતત મોસમનો માર સહન કરી રહ્યા છે. એક મહિના પહેલા આકરી ગરમીને કારણે રાજ્યમાં ઘણા લોકોના મોત થયા હતા, હવે ચોમાસામાં પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ઉત્તર બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદ અંગે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે. હજું પણ આકાશમાં વાદળ છવાયેલા છે, આકાશમાં કાળા વાદળ નજર આવી રહ્યા છે. આ સાથે જ અનેક જિલ્લામાં વીજળીની શક્યતા છે. તે અંગે હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે. વરસાદ દરમિયાન ઘરમાંથી ઓછું નીકળવા અને પાકા ઘરોમાં રહેવા માટે જણાવ્યું છે. બીજી તરફ વીજળીની સ્થિતિમાં બારીઓ અને દરવાજા બંધ રાખવા. ખુલ્લી બારી, દરવાજા કે ધાતુના પાઈપો પાસે ઊભા ન રહેવું.

આ પણ વાંચો :-

પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા હાથરસ કાંડના ભોલે બાબા, કહ્યું – ‘દુર્ઘટનાથી ખૂબ દુઃખી છું’

0

હાથરસમાં ૧૨૧ લોકોના મોત બાદ ફરાર સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર વિશ્વ હરી પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને નિવેદન આપ્યું છે. સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાએ કહ્યું છે, ૨ જુલાઈની ઘટના બાદ અમે ખૂબ જ વ્યથિત છીએ. બાબાએ કહ્યું, ભગવાન આપણને આ દુ:ખની ઘડીને પાર કરવાની શક્તિ આપે. તમામ સરકારી વહીવટમાં વિશ્વાસ જાળવી રાખો. અમને વિશ્વાસ છે કે, જેઓ ઉપદ્રવી છે તેમને બક્ષવામાં આવશે નહીં.

હાથરસ દુર્ઘટના યુપી પોલીસનો મોટો દાવો | Hathras Stampede uttar Pradesh police

બાબાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે થોડીક સેકન્ડ માટે ચૂપ રહે છે. ત્યારબાદ તે કહે છે કે, ‘ભગવાન આપણને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સરકાર અને વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે જેણે પણ અરાજકતા ફેલાવી છે તેને બક્ષવામાં આવશે નહીં. અમારા વકીલ એપી સિંહ દ્વારા સમિતિના સભ્યોને પીડિત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગમાં થયેલી ભાગદોડમાં ૧૨૧થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે ૧૭ લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં કૂવામાંથી વ્‍યક્‍તિને બહાર કાઢવા જતા નવનાં મોત

0

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના એક ગામમાં કૂવામાં ઝેરી ગેસના કારણે નવ લોકોના મોત થયાં હતાં. એક રિપોર્ટ અનુસાર, એક વ્‍યક્‍તિ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે કૂવામાં ઉતર્યો હતો.

ગોળ જ શા માટે હોય છે કૂવો? જાણો શું છે તેની પાછળનું કારણ - Khabri Media

કૂવામાંથી નીકળતા ઝેરી ગેસને કારણે તેનું મોત થયું હતું. તેને બચાવવા માટે પડોશમાં રહેતા ચાર લોકો એક પછી એક કૂવામાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસના કારણે તે ચારનું પણ મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર રામચંદ્ર જયસ્‍વાલ કૂવામાં પડેલા લાકડાને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો ત્‍યારે ગેસ લીક થવા લાગ્‍યો હતો.

પાડોશી રમેશ પટેલ તેને બચાવવા કૂવામાં ઉતર્યો પણ તેનો પણ શ્વાસ રૂંધાવા લાગ્‍યો હતો. ત્‍યાર બાદ તેને બચાવવા રમેશના બંને પુત્રો રાજેન્‍દ્ર અને જીતેન્‍દ્ર પણ કૂવામાં અંદર ગયા હતા. આ પછી પાડોશી ટિકેશ ચંદ્ર તેને બચાવવા અંદર ગયો. ગેસ લીકેજને કારણે ત્રણેયના પણ મોત થયા. આ ઘટનામાં કુલ નવ લોકોના મોત થયા છે.

મૃતકોના નામ રામચંદ્ર જયસ્વાલ, રમેશ પટેલ, જીતેન્દ્ર પટેલ, રાજેન્દ્ર પટેલ, ટિકેશ્વર ચંદ્ર તરીકે ઓળખ કરવામાં આવી છે. ટિકેશ ચંદ્રના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મોડી રાતે પોલીસ દ્વારા વધુ તપાસમાં મૃતકની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

૦૬ જુલાઈ, ૨૦૨૪ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શક્ય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભ‌ાઇ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું, પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યાઃ

બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાથી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓ‌ફીસ, સ્ટેશનરી, જ્યોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવનસરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ

જેમ જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

લુધિયાણામાં શિવસેનાના આ દિગ્ગજ નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો

0

પંજાબના લુધિયાણામાં શિવસેનાના દિગ્ગજ નેતા સંદીપ થાપર ઉર્ફે ગોરા પર નિહંગોએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલ બહાર સ્કુટી પર આવેલા બે નિહંગમાંથી એક નિહંગે તેમના પર તલવારથી ઘણા વાર કર્યા હતા, ત્યારબાદ ત્રણેય ફરાર થઈ ગયા છે. હાલ થાપરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

Sandeep Thapar

સંદીપ થાપર શુક્રવારે સવારે સંવેદના ટ્રસ્ટના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે હોસ્પિટલ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ત્રણ લોકો એક સ્કૂટર પર આવે છે. પછી એક આરોપી વ્યસ્ત રોડ પર જ સંદીપ થાપર પર તલવાર હુમલો કરવાનું શરૂ કરે છે. તે નીચે પડી જાય છે. આ પછી તે ચારથી પાંચ વખત હુમલો કરે છે. લોકો દૂરથી તેમને છોડવા માટે બૂમો પાડે છે. થોડીવારમાં તેઓ સ્કૂટર પર ભાગી જાય છે.

ઘટના સમયે આસપાસના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. જોકે આરોપીઓના હાથમાં ધારદાર હથિયારો જોઈને તેમની નજીક જવાની કોઈની હિંમત થઇ ન હતી. આરોપી સંદીપ થાપરને લોહીલુહાણ કરીને ભાગી ગયા હતા. તેને માથામાં ગંભીર ઇજા થઈ છે. તરત જ લોકો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ડીએમસી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

ડીસીપી જસકિરણજીત સિંહ તેજાએ જણાવ્યું કે અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ આરોપીને શોધવામાં વ્યસ્ત છે. જ્યારે ડીસીપીને થાપરના ગનમેન અંગે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે જો કોઈ બેદરકારી હશે તો તેની તપાસ કરવામાં આવશે. વિભાગ તેની સામે કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

આવતીકાલે TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને મળશે રાહુલ ગાંધી

0

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ તેઓ મળવાના છે. અમદાવાદ ખાતે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળશે.

Rahul Gandhi interacts with families of Rajkot gaming zone fire victims - India Today

આ દરમિયાન બીજેપી પ્રદેશ કારોબારીમાં રાહુલ ગાંધીની ચેલેન્જની નોંધ લેવામાં આવી છે. સંસદમાં રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી હતી કે ગુજરાતમાં ભાજપને હરાવીશું. પ્રદેશ કારોબારીમાં સંગઠન મહા મંત્રી રત્નાકરે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આપણે બધાએ એક રહેવાનું છે. વિપક્ષમાં સેનાપતિઓની સંખ્યા વધુ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.

આ પણ વાંચો :-

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

0

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ છે. અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Orange alert rain in eight districts of Gujarat heavy to very heavy rain in Saurashtra-Kutch and South Gujarat | રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ...

મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટ, મોરબી અને અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિલ સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવા અમીછાંટણા થવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં છઠ્ઠી જુલાઈ અને આઠમી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આઠમીથી ૧૬મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

આ પણ વાંચો :-

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતી મૂળના શિવાની થઈ જીત

0

કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં ૬૮૦ બેઠકોમાંથી ૪૧૧ જેટલી બેઠકો જીતીને ધમાકેદાર જીત મેળવી હતી. આ સાથે ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૪ વર્ષના શાસનકાળનો અંત થયો હતો.

gujarati-origin-shivani-raja-won-the-british-general-election-2024-know-about-her-journey-357778

બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઘણા ભારતીય મુળના નાગરિકો પણ ચૂંટણી લડી રહ્યા હતા. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ બ્રિટિશ ઈન્ડિયન કન્ઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા સામે લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તમામની નજર ભારતીયોની ધરોહર ગણાતા આ મતવિસ્તાર પર હતી, કારણ કે ગોવા મૂળના ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. સેન્ટ્રલ ઈંગ્લેન્ડના વોલ્વરહેમ્પટન વેસ્ટના સોલિસિટર વરિન્દર જૂસ અને સ્મેથવિકના ગુરિન્દર સિંઘ જોસન સહિત બ્રિટિશ શીખો, લેબર માટે આગળ વધવાની આશા રાખી રહ્યા છે. બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ વેલ ઓફ ગ્લેમોર્ગનમાંથી ચૂંટણી લડી રહ્યા હતા.

લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડનારા શિવાની રાજા મૂળ દીવના છે. તેમણે વતનમાં આવેલા બ્રિટીશ મતદારોને વિડીયો કોન્ફરન્સ દ્વારા ઓનલાઈન મત આપવા માટે અપીલ કરી હતી. દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે અને ત્યાંના મતદાર છે. તેને ઓનલાઈન વોટ કેવી રીતે આપવો તેની પણ માહિતી આપવામાં આવી હતી.

યુકેમાં આ વખતે ૧૦૭ ભારતીય મૂળના ઉમેદવારોએ પણ આ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી ઘણા ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે. હવે આ ભારતીય મૂળના ઉમેદવારો સાંસદ બનીને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં ભારતનું માથું ગર્વથી ઊંચું કરશે. જાણો કોણે જીત મેળવી છે.

ઋષિ સુનક (કન્ઝર્વેટિવ પાર્ટી)
શિવાની રાજા (કન્ઝર્વેટિવ પાર્ટી)
કનિષ્કા નારાયણ (લેબર પાર્ટી)
સુએલા બ્રેવરમેન (કન્ઝર્વેટિવ પાર્ટી)
પ્રીત કૌર ગિલ (લેબર પાર્ટી)
ગગન મહિન્દ્રા (કન્ઝર્વેટિવ પાર્ટી)
નવેન્દુ મિશ્રા (લેબર પાર્ટી)
લિઝા નંદી (લેબર પાર્ટી)
સતવીર કૌર (લેબર પાર્ટી)

આ પણ વાંચો :-