Home Blog Page 709

PM મોદીના X પર ૧૦૦ મિલિયન ફોલોઅર્સનો માઈલસ્ટોન પાર કર્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર ૧૦૦ મિલિયન (૧૦ કરોડ) ફોલોઅર્સનો માઈલસ્ટોન પાર કર્યો છે. વડાપ્રધાન મોદી X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા છે. વડાપ્રધાન મોદીના X હેન્ડલના છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૩૦ મિલિયન વપરાશકર્તાઓનો વધારો જોવા મળ્યો છે.

પીએમ મોદીના ‘એક્સ’ હેન્ડલમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩ કરોડ રૂપિયાની શાનદાર વૃદ્ધિ જોવા મળી છે. જ્યાં સુધી ભારતીય રાજકારણીઓની વાત છે તો પીએમ મોદીની નજીક ક્યાંય પણ કોઈ દેખાતું નથી. જો આપણે ઈન્ડિયા એલાયન્સના તમામ મહત્વના નેતાઓના ફોલોઅર્સનો સમાવેશ કરીએ તો તેની સંખ્યા ૯૫ કરોડની આસપાસ છે.

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા X પર ૨૬.૪ મિલિયન ફોલોઅર્સ છે. તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરોધ પક્ષોમાંથી બીજા સ્થાને છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ૨૭.૫ મિલિયન ફોલોઅર્સ છે. યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ૧૯.૯ મિલિયન ફોલોઅર્સ છે અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ૭.૫ મિલિયન ફોલોઅર્સ છે. આરજેડીના લાલુ પ્રસાદ યાદવના ૬.૩ મિલિયન, તેજસ્વી યાદવના ૫.૨ મિલિયન, જ્યારે એનસીપીના વડા શરદ પવારના ૨.૯ મિલિયન અનુયાયીઓ છે. આ તમામ નેતાઓના ફોલોઅર્સનો સમાવેશ કરીએ તો આ આંકડો ૯૫ કરોડની આસપાસ પહોંચી જાય છે.

આ પણ વાંચો :-

કૅનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર દેશ નિકાલનું જોખમ, જાણો સમગ્ર મામલો

કૅનેડામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે કારણકે તેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે અને હવે નાગરિકતા મેળવવાનો કોઈ રસ્તો નથી.

હવે આ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા આપશે સૌથી પહેલા વિઝા, બનાવ્યો નવો નિયમ, દરેકે જાણવો જરૂરી - Gujarati News | Canada first visa to Indian students new rule - Canada first visa to

માહિતી અનુસાર નિયમોમાં અચાનક ફેરફાર કરી દેવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓને હવે ફરી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના લીધે દેખાવો ઉગ્ર થવાની શક્યતા વધી ગઈ છે. આ રીતે એકાએક નિર્ણય કરવામાં આવતા ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. વર્ષ ૨૦૧૯માં પંજાબથી કૅનેડા ગયેલા જશનપ્રીતસિંહ પણ એ વિદ્યાર્થીઓ પૈકીના એક છે જેમણે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.

માહિતી અનુસાર કેનેડાના આ પ્રાંત દ્વારા આવો નિર્ણય કરવા પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વધારે પડતાં ધસારાને માનવામાં આવી રહ્યો છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડના તંત્રનું કહેવું છે કે અમારી પાસે હાલ પૂરતું વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. સમગ્ર કેનેડામાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. રહેવા કે સ્વાસ્થ્ય માટેની પણ પૂરતી વ્યવસ્થા મળી શકી રહી નથી. તેના કારણે જ અમે આ નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પહેલા ચાર મહિનામાં જ કેનેડામાં કાર્યક્ષમ લોકોની વસતી વધીને ૪૧૧૪૦૦ને વટાવી ગઈ હતી. આ આંકડો ૨૦૨૩ની તુલનાએ ૪૭ ટકાનો વધારો દર્શાવે છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા નવેમ્બર ૨૦૨૩ સુધીમાં ૫૭૯૦૭૫ને આંબી ગઈ હતી. આ લોકોને પરમિટ જારી કરાઈ હતી જેમાંથી ૩૭ ટકા ભારતીયો છે.

આ પણ વાંચો :-

અંબાણી પરિવારના લગ્નમાં બોમ્બ અંગે પોસ્ટ થઇ વાયરલ, બે શખ્સની કરી અટકાયત

0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. લગ્નનું દરેક ફંકશન શાહી અંદાજમાં કરવામાં આવ્યું હતું. પ્રી-વેડિંગથી લઈને લગ્ન સુધીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, ત્યારબાદ મુંબઈ પોલીસ સક્રિય થઇ ગઇ હતી.

Ambani Wedding : દિકરાના લગ્નમાં વરરાજાની માતાના હાથમાં 'રામણ દીવો' જોવા મળ્યો, તેનું મહત્વ શું છે જાણો - Gujarati News | Anant Ambani Radhika Merchant Weeding Nita Ambani hand Raman ...

અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે. હકિકતમાં, @FFSFIR HO એક એક્સ યૂઝરે લખ્યું હતું કે, “મારા મગજમાં એક વાત આવી રહી છે કે જો અંબાણી પરિવારના લગ્નમાં બોમ્બ વિસ્ફોટ થાય તો અડધી દુનિયા ઉલટ પુલટ થઈ જાય. એક બોમ્બથી ટ્રિલિયન ડોલરનો ખાતમો બોલી જાય! પોલીસ આ પોસ્ટને લઈને યુઝરને શોધી રહી છે, જોકે પોલીસે કોઈ FIR દાખલ કરી નથી પોલીસ પોસ્ટનું કારણ જાણવા માગે છે.

પોલીસે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં આમંત્રણ વિના પ્રવેશેલા બે લોકો સામે કેસ નોંધ્યો છે. પરવાનગી વિના પ્રવેશ કરનારાઓમાં એક વેંકટેશ નરસૈયા અલ્લુરી (૨૬), જે યુટ્યુબર છે અને બીજો વ્યક્તિ લુકમાન મોહમ્મદ શફી શેખ (૨૮) છે, જેઓ વેપારી હોવાનો દાવો કરે છે, બંનેને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

આ પણ વાંચો :-

૧૫ જુલાઈ, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવાર દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુનારોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સૌંદર્ય, કલા અને રસીકતત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યના સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટાવિચાર મનનો કબજો ન લઇલે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલ ના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર, ટ્રમ્પના એક સમર્થક તથા શૂટરના મોત

પેન્સિલવેનિયામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયો છે. જેમાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો છે. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે. આ તરફ વોશિંગ્ટન પોસ્ટે એટર્ની જનરલને ટાંકીને જણાવ્યું છે કે હુમલામાં શૂટર અને ૧ વ્યક્તિનું મોત થયું છે.

હાલ સોશિયલ મીડિયામાં વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. વીડિયો બતાવે છે કે આઉટડોર ઈવેન્ટમાં શોટ સંભળાય છે ત્યારે ટ્રમ્પ ઝીણવટપૂર્વક અને તેનો જમણો હાથ તેના જમણા કાન સુધી ઊંચો કરે છે.

હુમલાને પગલે બોડી ગાર્ડ્સ ટ્રમ્પને ઘેરી વળ્યા હતા. ટ્રમ્પે વારંવાર ભીડ તરફ પોતાની મુઠ્ઠી ઉંચી કરી હતી અને યુએસ સિક્રેટ સર્વિસ દ્વારા તેમને વાહનમાં લઈ જવામાં આવતા બૂમો પાડી હતી. નોંધનીય છે કે ગોળી ટ્રમ્પના કાન પાસેથી પસાર થઇ હતી અને તેમને માત્ર નજીવી ઇજા પહોંચી છે તેમ અમેરિકન મીડિયા દાવો કરી રહી છે.

સિક્રેટ સર્વિસે રક્ષણાત્મક પગલાં અમલમાં મૂક્યા છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સલામત છે, એજન્સીએ ઘટના તરીકે ઓળખાવ્યા પછી એક ગુપ્ત સેવાના પ્રવક્તાએ X પર જણાવ્યું હતું. આ હવે એક સક્રિય ગુપ્ત સેવા તપાસ છે અને વધુ માહિતી ઉપલબ્ધ થશે ત્યારે જાહેર કરવામાં આવશે.

શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ

0

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું અમને અમિતાભ ચૌધરી નામના એક એક્સ યુઝરના એકાઉન્ટ પર દાવા સાથે સંબંધિત પોસ્ટ મળી, વાયરલ તસવીરને શેર કરીને કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસે આ શખ્સની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરી છે

ફેસબુક યુઝર સૂરજ રાણાએ ૧૦ જુલાઈની વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્ટાનમાં લખ્યું છે કે, શહીદ કેપ્ટન અંશુમન સિડજીની પત્ની પર… અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ફરી એકવાર ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને DCP સેન્ટ્રલ દિલ્હીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વાયરલ તસવીર મળી. ફોટાને ૫ જુલાઈ ૨૦૨૪ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે. તેના પર ચેઈન સ્નેચિંગ કેસનો આરોપ છે અને તે પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પીએસ ડોઝ કાઝી સ્ટાફની ટીમની મદદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

શહીદ કેપ્ટન અશુમન સિંહના પત્નીને કીર્તિ ચક્ર એનાયત કરવાની તસવીર પર એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ લોકોએ તેને ઉગ્ર વિરોધ કર્યો. જે બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ આને ગંભીરતાથી લેતા દિલ્હી પોલીસને કેસ નોધવા અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલે કેસ પણ નોંધ્યો છે અને હાલ IP50 યુનિટ તેની તપાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

નાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાની ઈમારત ધરાશાયી, ૨૨ વિદ્યાર્થીઓના મોત

આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્‍માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્‍ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના ત્‍યારે બની હતી જ્‍યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્‍યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

22 બાળકોના મોત... નાઈજીરિયામાં આખરે કેમ અને કેવી રીતે પડી સ્કુલ? - News Capital

ઘટનાસ્‍થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે પઠાર રાજ્‍યના બુસા બુજી સમુદાયની સેન્‍ટ્‍સ એકેડમી કોલેજમાં પહોંચ્‍યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્‍માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા ૧૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસ પ્રવક્‍તા આલ્‍ફ્રેડ અલાબોએ જણાવ્‍યું હતું કે કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી ૧૩૨ને બચાવી લેવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે.

અકસ્માત બાદ ડઝનેક ગામલોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી રહી હતી, જ્યારે કેટલાક મદદ માગતા જોવા મળ્યા હતા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સત્તાવાળાઓ ઘણીવાર આવી આપત્તિઓને બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.

આ પણ વાંચો :-

આપ સાંસદ સંજય સિંહે કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું ?

0

આપ સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની તબિયત સાથે જોડાયેલી ચોંકાવનારી વાત કહી છે. સંજયે કહ્યું કે કેજરીવાલનું વજન ૮.૫ કિલો ઘટી ગયું, આટલું વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની છે. જેલમાં કેજરીવાલનું શુગર લેવલ ૫૦ થી ૫ વખત નીચે ગયું છે.

Sanjay Singh expressed concern over Arvind Kejriwal's health, saying he had lost 8.5 kg

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સીએમ કેજરીવાલને જામીન આપતાં કોર્ટે તેમના પર કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વચગાળાની મુક્તિના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જશે નહીં. જો કે હાલ અરવિંદ કેજરીવાલ CBI કરેલા કેસમાં ૨૫ જુલાઇ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલે ૫૦ હજાર રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે અને એટલી જ રકમની સિક્યોરિટી આપવી પડશે. આ સાથે, અરવિંદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી સિવાય કે એલજી પાસેથી મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી હોય.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસી મેઘ મહેર, ચાર કલાકમાં છ ઈંચ વરસાદ

0

ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે ૫ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડમાં સવા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી | Gujarat News in Gujarati

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

હવામાન વિભાગે જાહેર કરેલા આગાહી પ્રમાણે આજે ૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે સ્માર્ટ કલાસ શરૂ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે.

વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે.

સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છે. સમયની સાથે જેલમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે. અગાઉ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારને જેલ સુધી આવવા માટે આવાગમનની સમસ્યા હતી, જેથી સુરત સ્ટેશનથી લાજપોર જેલ સુધીની સિટી બસની સુવિધા કરી છે. ઉપરાંત, મુલાકાતીઓ માટે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે. બંદિવાન માટે આરોગ્ય, રોજગાર, મનોરંજનની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-