Home Blog Page 702

આંધ્રપ્રદેશ-બિહાર માટે કરી મોટી જાહેરાત

0

મોદી સરકારે ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશ માટે અનેક જાહેરાતો કરી છે. નાણાપ્રધાને બંને રાજ્યોમાં કેટલાય પ્રોજેક્ટોની મંજૂરીની માહિતી આપી છે. નાણાપ્રધાને બિહારમાં હાઇવે, એરપોર્ટ નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂ. 26,000 કરોડની ફાળવણી કરી છે.

આ સિવાય બિહારમાં કનેક્ટિવિટીને વધારવા માટે નવા એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતાં બક્સર-ભાગલપુર રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.બિહારની જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખતાં રાજ્યમાં મેડિકલ કોલેજ તૈયાર કરવામાં આવશે. બિહારમાં રૂ. 21,400 કરોડના પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે.

નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ 1 - image

  • નાણાપ્રધાને બજેટ ભાષણમાં બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિર અને મહોબોધિ મંદિરમાં કાશી કોરિડોરની જેમ કોરિડોરનું નિર્માર્ણ કરશે. સરકાર પહેલેથી નાલંડામાં યુનિવર્સિટીનું નિર્માણ કરી ચૂકી છે. હવે સરકાર અહી ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. બિહાર અને આસામમાં પૂરથી રાહત માટે રૂ. 11,500 કરોડની ફાળવણી કરી છે.
  • નાણાપ્રધાને કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ હેઠળ સરકાર રાજ્યમાં પ્રતિબદ્ધતા પૂરી કરવાના પ્રયાસ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના પુનર્ગઠન માટે રૂ. 15,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • આ સાથે રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા રૂપિયા 50 હજારથી વધારીને 75 હજાર કર્યુ

0

નાણાપ્રધાન નિર્મલા સીતારામને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને ઇન્કમ ટેક્સની પ્રક્રિયા સરળ બનાવી છે. તેમણે કહ્યું હતું કે બે તૃતીયાંશ લોકોએ નવી કરવ્યવસ્થા પસંદ કરી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ માટે નવી કરવ્યવસ્થામાં ફેરફારની ઘોષણા કરી છે. નાણાપ્રધાને સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000થી વધારીને રૂ. 75,000 કરવાનો પ્રસ્તાવ કર્યો છે.

નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ 1 - image

આવકવેરા કાયદાની જોગવાઈઓ હેઠળ – 87A હેઠળ કરમાં છૂટ આપવા માટે વપરાય છે. 2024-25ના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ટેક્સ સ્લેબમાં 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5%ના દરે ટેક્સ લગાવવામાં આવ્યો છે. નાણાપ્રધાનના ભાષણમાં હજુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે સરકાર ટેક્સ રિબેટ આપવાનું ચાલુ રાખશે કે નહીં.

નવી ટેક્સ વ્યવસ્થામાં કેટલી આવક થશે તેના પર શું લાગશે ટેક્સ?

  • 3 લાખ સુધી: શૂન્ય ટેક્સ
  • રૂ. 3.1 લાખથી રૂ. 7 લાખઃ 5 ટકા
  • રૂ. 7.1 લાખથી રૂ. 10 લાખઃ 10 ટકા
  • રૂ. 10.1 લાખથી રૂ. 12 લાખઃ 15 ટકા
  • રૂ. 12.1 લાખથી રૂ. 15 લાખ: 20 ફી

જો સરકાર ટેક્સ રિબેટ આપતી રહેશે તો સામાન્ય માણસની 7.75 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી થઈ જશે. પરંતુ જો સરકાર આવકવેરાના સ્લેબમાં ફેરફાર લાગુ કરે છે અને ટેક્સ રિબેટ રદ કરે છે, તો તેની માત્ર 3.75 લાખ રૂપિયાની આવક જ કરમુક્ત રહેશે. જ્યારે 3 થી 7 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ મુજબ 3.25 લાખ રૂપિયા એટલે કે 16,250 રૂપિયાની આવક પર 5 ટકા ટેક્સ લાગશે.

આ સિવાય સરકારે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીને ઘટાડીને છ ટકા અને પ્લેટિનિયમ પર 6.5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે આગામી છ મહિનામાં કસ્ટમ ડ્યુટીના માળખાની બારીકીથી સમીક્ષા કરવામાં આવશે. આ સાથે હવેથી TDS ભરવામાં વિલંબ થાય તો તે ગુનો ગણાશે નહીં. એ સાથે સાથે ઈ-કોમર્સ પર TDSનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

આ બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને ખેડૂતો પર મોદી સરકારનું ધ્યાન કેન્દ્રિત

0

નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં પૂર્ણ બજેટ ૨૦૨૪ રજૂ કર્યું હતું. આ નિર્મલા સીતારામનનું સાતમું બજેટ છે, જ્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળ્યો છે. આ બજેટમાં પણ ગરીબ મહિલા, યુવા અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રહેશે. અમારું લક્ષ્ય દરેક ભારતવાસીની આકાંક્ષાઓને પૂરા કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ 1 - image

દેશનો આર્થિક વિકાસ સારો છે અને આગળ પણ સારો રહેવાની અપેક્ષા છે. મોંઘવારીના ચાર ટકાના લક્ષ્યની નજીક અમે પહોંચી રહ્યા છીએ. અમારું ધ્યાન સર્વ સમાવેશી ગ્રોથ છે. અમારા પ્રયાસ મોંઘવારીને કાબૂમાં કરવાના જારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

આ સિવાય નાણાપ્રધાને શિક્ષણ અને સ્કિલ વધારવા માટે સરકાર 4.8 લાખ કરોડની ફાળવણી કરશે.સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ અને રોજગાર પર છે. સરકાર આગામી પાંચ વર્ષમાં રોજગાર વધારવા પર સરકાર રૂ. બે લાખ ખર્ચ કરશે. એ સાથે આવતાં પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાઓ માટે પેકેજ પર ફોક્સ રહેશે. સરકારે વિકસિત ભારત માટે નવ પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે, જેમાં યુવાઓને રોજગાર આપવો સામેલ છે. આ ઉપરાંત ખેતીમાં ઉત્પાદકતા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેક્સ્ટ જનરેશનના સુધારા છે.

આ પણ વાંચો :-

૨૩ જુલાઈ, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

મિત્રોનો સહકાર મ‍ળતા આર્થિક લાભ મ‍ળતો જણાય. િ‌દવસ દરમ્યાન આવક મળતી રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા પ્રવાસનું આયોજન શકય બને.

કર્કઃ

દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દ‌ુખાવો સંભવ દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ

આત્મબળ મજબૂત બને. માન-સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધ‌ુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

નોકરી ધંધા ક્ષેેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રેકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. સ્વાર્થ વૃતિ વધે. પ્રતિષ્ઠા યશ ઘટે.

તુલાઃ

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુંટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનની નાં પર કરેલા રોકાણાંમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ

નાણાંકીય. બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

મકરઃ

આવકની દૃ્‌્્ષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુખાવા ની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ

માન‌સિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઉનાન્સ મા કામ માં લાભ. ખોટું કામન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ

સંતાન તરફથી ચિંંતા સતાવશે. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત જરૂરી કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા

હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં સોમવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લામાં બેથી લઈને છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે, જે મુજબ સુરત જિલ્લાના કામરેજ, પલસાણા અને સુરત સિટી તાલુકામાં છ-છ ઈંચ, મહુવામાં પાંચ ઈંચ, ઓલપાડ, માંગરોળ અને બારડોલીમાં ચાર ઈંચ, માંગરોળ અને ચોર્યાસીમાં બે-બે ઈંચ, માંડવી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આજે સોમવારે સવારના ૬.૦૦ વાગ્યાથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં ૧૧૪ મી.મી. એટલે કે સાડા પાંચ ઈંચ, બારડોલી અને કામરેજમાં ચાર-ચાર ઈંચ, જયારે મહુવામાં ૧૮ મી.મી., ઓલપાડમાં ૧૫ મી.મી., માંગરોળમાં ૧૨ મી.મી., ઉમરપાડામાં ૭૭ મી.મી., માંડવીમાં ૬૬ મીમી, સુરત શહેરમાં ૪૨ મીમી, ચોર્યાસીમાં ૩૪ મીમી જેટલો વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના ૨૨ રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જેમાં માંડવી તાલુકાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડ તથા ઉશ્કેરથી મુંજલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ એમ પાંચ રસ્તાઓ બંધ કરાયા છે. જયારે પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે.

બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. ૧૬૭ રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસ્તકના ૧૦ રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો :-

સુરતના અઠવા ઝોનમાં ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ, રસ્તાઓ બન્યા નહેર

સુરતમાં સતત બીજા દિવસે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે વરસાદ સુરતીઓને ધમરોળી રહ્યો છે તેમાં પણ સુરત પાલિકાના વીઆઈપી અને મોડેલ ઝોન ગણાતા અઠવા ઝોનની હાલત પણ ભારે વરસાદના કારણે કફોડી બની ગઈ છે. અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ અનેક રોડ જાણે નહેર કે નદી હોય તેવી રીતે પાણીમાં ડુબી ગયાં છે.

સુરત પાલિકાનો અઠવા ઝોન પાલિકાના તમામ નવ ઝોનમાં મોડેલ ઝોન કહેવાય છે. આ ઝોનમાં પણ આ વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી સામે ભારે અસંતોષ દાખવવામાં આવ્યો હતો. પહેલા થોડા વરસાદમાં કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો થયો હતો. પરંતુ ગઈકાલે રાત્રે અને આજે સવારથી પડી રહેલા વરસાદે પાલિકાના વીઆઈપી અઠવા ઝોનની હાલત કફોડી કરી દીધી છે.

સુરત પાલિકાના અઠવા ઝોનમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ, વેસુ, વીઆઈપી રોડ સહિતના અનેક રોડ પર આજે સવારે પણ પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો. કેટલાક રોડ તો પુરેપુરા પાણીમાં ગરક થઈ ગયાં હતા અને જાણે રોડ નહી પરંતુ નહેર વહેતી હોય તેવા દ્રશ્યો આજે બીજા દિવસે પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહ

0

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના 70 મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પૂજ્ય ગાંધીજીના ‘સાદું જીવન-ઉચ્ચ વિચારો’ના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી.

આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશના સંદર્ભ સાથે આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજી સત્યના આગ્રહી હતા. જીવનમાં હંમેશા સત્યનું આચરણ કરજો. જે હંમેશા સત્યના માર્ગે ચાલે છે તે જ જીવનમાં સ્થાયી સન્માન મેળવે છે. સત્ય જ શાશ્વત છે. સત્ય હંમેશા પ્રેરણા આપે છે. આત્માની શાંતિનો મૂળ આધાર જ સત્ય છે.

આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા ધર્મનું આચરણ કરવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું કે, હિંદુ-મુસ્લિમ જેવા ભેદ એ ધર્મ નથી. ધર્મ એટલે માનવીય સંવેદનાના સ્પંદનની અનુભૂતિ. કર્તવ્યનું પાલન. વ્યક્તિએ સર્વજીવો સાથે સદ્વ્યવહાર રાખીને માતૃધર્મ, પિતૃધર્મ, નાગરિકધર્મ અને રાષ્ટ્રધર્મનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો લાભ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ. પૂજ્ય ગાંધીજી હંમેશા સમાજના છેવાડાના માણસ સુધી લાભ પહોંચાડવાના આગ્રહી રહ્યા. દરેક વિદ્યાર્થીએ સમાજમાં જ્યાં જરૂર છે ત્યાં પોતાના જ્ઞાનનો લાભ પહોંચાડવો જોઈએ. પોતાના માતા-પિતા અને ગુરુજનોનો હંમેશા આદર-સત્કાર-સન્માન કરવું જોઈએ. જ્યાં માતા-પિતા અને ગુરુનું સન્માન થાય છે એ જ સમાજ અને એ જ રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે.

પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. આજે પર્યાવરણ બગડી ગયું છે, પાણી અશુદ્ધ છે, ધરતીમાં ઝેરીલી થઈ ગઈ છે. પ્રાકૃતિક ખેતી આ તમામ સમસ્યાઓનો ઉકેલ છે. આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી માટે સમાજને પ્રેરિત કરીએ.

આ તકે રાજ્યપાલએ ગૂજરાત વિદ્યાપીઠના તેજસ્વી અને સકારાત્મક વાતાવરણ માટે કુલપતિ ડૉ. હર્ષદ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલના હસ્તે ગૂજરાત વિદ્યાપીઠના વર્ષ 2023-24ના વાર્ષિક અહેવાલનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રીબેન બિરલાએ સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, સૌ વિદ્યાર્થીઓએ કલ્પનાશીલ બની પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. કલ્પનાશીલ વ્યક્તિ જ વિકાસના પથ પર આગળ વધે છે. કારણ કે, માનવની પ્રગતિ તેની કલ્પનાશીલતાના આધાર પર થાય છે.

તેમણે ગૌરવપૂર્વક કહ્યું કે, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા દેશના મહાન ઘડવૈયાઓએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવાઓ આપી છે. વધુમાં તેમણે કહ્યું કે, ગાંધી ભારતીય પરંપરાને અનુસરી મોહનદાસમાંથી મહાત્મા બન્યા. આશિષ ચૌહાણે કહ્યું કે, ગાંધીજીના આદર્શ અને નૈતિક મૂલ્યો આપણા માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક છે. પોતાના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, હું વર્ષોથી ગાંધીજીની વિચારધારા સાથે જોડાયેલો છું. તેમણે વધુ ઉમેર્યું હતું કે, આપણને ખરા અર્થમાં સ્વાવલંબી બનતાં ગાંધીજીએ શીખવ્યું.

આ પણ વાંચો :-

પોરબંદર જિલ્લામાં ૩૬ કલાકમાં ૨૦ ઈંચ વરસાદ

0

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાર્વત્રિક ધોધમાર વરસાદ છે. પરંતુ ગઈકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ તાંડવ કર્યો હોય તેવો નજારો છે. સતત મૂશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. રોકડિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે. રોડ પરની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. કોલીખડા ગામમાં ૨૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસકયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

News18

પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ હતું અને ગઈ રાતથી વિવિધ ટીમો બનાવીને જ્યાં પાણી ભરાયા હતા, ત્યાં ત્વરિત પગલા લેવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના સંકલનમાં રહીને પોરબંદર જિલ્લામાં ઝીરો કેઝ્યુંઆલિટીના અભિગમ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં આવે નહીં અને નીચાણ વાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી.

ગઈ રાત્રે રાણાવાવમાં માતા પુત્રી ઘરમાં પાણી ફરી વળતા ફસાયા હતા તેમને પણ ટીમોએ બહાર સલામત રીતે લઈ આવી કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં અચાનક વરસાદી પાણી આવી જતા એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલા જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા ૧૧ વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

યોગી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર ‘નેમ-પ્લેટ’ લગાવવાની જરૂર નથી

0

યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.

CM Yogi Adityanath order to make law for lifts and escalators after Many Complian | UP News: लिफ्ट और एस्केलेटर के हादसों पर CM योगी सख्त, यूपी सरकार जल्द लाएगी कानून

કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. દુકાનદારે માત્ર એ જણાવવાનું રહેશે કે તે તેની દુકાન પર કેવા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચે છે પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી. આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.

અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. પોલીસ આવી સૂચનાઓ આપી રહી છે. આવી કવાયતોના કારણે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુસ્લિમ સમુદાયની ઓળખ સુનિશ્ચિત થઈ શકે અને તેમનો આર્થિક બહિષ્કાર કરી શકાય. અરજદારના વકિલે કહ્યું કે, આ નિર્ણય 2 રાજ્યોમાં થયો છે અને બે રાજ્યો આનો અમલ કરવાના છે. લઘુમતિ સમુદાય અને દલિતોને અલગ કરવા માટેનો આ પ્રયાસ છે.

ઉલ્લેખનીય છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. ઓર્ડર મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સની સ્થાપના કરનાર દુકાન માલિકોએ નેમ પ્લેટ સાથેનું બોર્ડ લગાવવું પડશે. જેથી કાવડીયાઓ જાણી શકે કે તેઓ કોની પાસેથી માલ ખરીદે છે. આ આદેશનું સૌથી પહેલા મુઝફ્ફરનગરથી પાલન કરવામાં આવ્યું હતું. આ પછી પ્રશાસને શામલી અને સહારનપુરમાં આ અંગે સૂચનાઓ આપી હતી. જણાવી દઈએ કે યોગી સરકારના આ આદેશ બાદ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ઉજ્જૈન અને હરિદ્વાર માટે આવા આદેશ જારી કર્યા હતા.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ પરત ફર્યા

બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે. CM ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

Swadesh News

હાઈ કમિશન અને મદદનીશ હાઈ કમિશન દ્વારા ભારત બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ બોર્ડર સાથે સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરીની સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. MEA ભારતીય નાગરિકો માટે સરળ માર્ગ સુનિશ્ચિત કરવા નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને BSF સત્તાવાળાઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલય પડોશી દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના અનુસાર, બાંગ્લાદેશમાં 8,500 વિદ્યાર્થીઓ સહિત અંદાજે 15,000 ભારતીય હતા. જ્યારે ભારતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશની સ્થિતિને લઈ ચિંતિત છે.

બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે, શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.

આ પણ વાંચો :-