Home Blog Page 699

દિલ્હીમાં ફરી વરસાદ શરૂ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરનું સંકટ

ઉત્તર ભારતના શ્રાવણ માસના આગમાન સાથે ઘણાં રાજ્યોમાં હવામાન ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં પણ જોરદાર વરસાદ વરસાવી રહ્યા છે. જો કે તે પછી પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ યથાવત છે. પહાડી વિસ્તારમાં વરસાદ રૌદ્ર સ્વરૂપ લઈ રહ્યું છે. જેમાં ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેના કારણે ત્યાંનું જનજીવન પ્રભાવિત થયું છે.

Gujarat Floods પૂરથી ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના તમામ વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. મચ્છરો અને ગંદકીના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો પાણીની વચ્ચે ફસાયા છે અને કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી તેવા સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ સાશકો પર આ મામલે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

પરવત ગામમાંથી અંદાજે 30 થી 32 વર્ષનો યુવક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગળાડૂબ પાણીમાં તે ખેંચાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે બે કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં યુવકની હજી સુધી શોધી શકવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુમાં ચોમાસાએ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યો અલગ-અલગ છે પરંતુ ચિત્ર લગભગ દરેક જગ્યાએ સમાન છે. દરેક જગ્યાએ લોકો વરસાદ અને પૂરનો કહેર જોઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં પુણે શહેર એક ટાપુ બની ગયું છે. કોલ્હાપુરમાં બધું ડૂબી ગયું છે. રાયગઢમાં વરસાદી પાણી પૂર બનીને તબાહી મચાવી રહ્યું છે. મુંબઈના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નવી મુંબઈની સ્થિતિ પણ આવી જ છે. જેના કારણે નદી કિનારે આવેલી દુકાનો, રસ્તા પર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મેટ્રોની અંદરના ભાગમાં પણ પાણી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ કારગીલમાં શિંકુન લા ટનલનો શિલાન્યાસ કર્યો

0

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસે દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 1999માં આ દિવસે ભારતીય સેનાના બહાદુર જવાનોએ પાકિસ્તાન સામે વિજય હાંસલ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગીલની મુલાકાત લીધી. 25મી કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદી વહેલી સવારે 9 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત કરી. અને શત્રુઓ સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યો.

Kargil Vijay Diwas : કારગિલ વિજય દિવસ પર લદ્દાખ પહોંચ્યા PM મોદી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ અહીં - Gujarati News | Kargil Vijay Diwas PM Modi reached Ladakh paid tribute to the

આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ 4.1 કિલોમીટર લાંબો છે. એકવાર તે તૈયાર થઈ ગયા પછી, લેહ દરેક સિઝનમાં કનેક્ટિવિટી મેળવી શકશે. તે નિમુ-પદુમ-દારચા રોડ પર લગભગ 15,800 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવનાર છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.શિંકુન લા ટનલ પૂર્ણ થવાથી આપણા સુરક્ષા દળોને પણ ઘણી મદદ મળશે. આ આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને મંજૂરી આપશે. તેનું નિર્માણ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ આપશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેના કારગીલની પહાડીઓ પર છુપાઈને ચઢી ગઈ હતી. પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં કારગીલના 15 હજાર ફૂટ ઊંચા શિખરો પર કબજો કરી લીધો હતો. પરંતુ ભારતીય સૈનિકોએ અદમ્ય હિંમત બતાવીને કારગિલને પાકિસ્તાની સૈનિકોના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું.કારગિલ યુદ્ધમાં 500થી વધુ ભારતીય જવાનોની યાદમાં અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તે ભારતીય સૈનિકોને સમર્પિત છે. અહીં શિલાલેખ અને સૈનિકોની પ્રતિમાઓ છે જેમણે અમર પ્રકાશ અને પરાક્રમી કાર્યો પ્રાપ્ત કર્યા હતા.

આ પણ વાંચો :-

વડોદરામાં 14 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું

0

વડોદરામાં બુધવારે પડેલા વરસાદે 2019 ના દ્રશ્યોની યાદ તાજા કરી દીધી હતી. 31 જુલાઈએ વડોદરામાં 24 જ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો અને તેના કારણે વડોદરાનો મોટા ભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થયો હતો. આ જ પ્રકારના દ્રશ્યો આજે 9 થી 10 ઈંચ વરસાદમાં જોવા મળ્યા હતા.

વડોદરામાં ભાવે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

Vadodara Rain

ભારે વરસાદની સ્થિતિને પગલે સમીક્ષા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ જિલ્લા અને શહેરની તમામ પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આમ 25 જુલાઈએ તમામ સરકારી અને બીન સરકારી શાળાઓ બંધ રાખવામાં આવશે.

વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ૬ ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૨ ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :-

નતાશાની પોસ્ટ કરતા હાર્દિકની કમેન્ટ પર ચાહકો થયા ખુશ

0

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હવે અલગ થઈ ગયા છે. લગ્નના 4 વર્ષ બાદ આ કપલે તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. તાજેતરમાં જ બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચારથી તેમના ફેન્સને આંચકો લાગ્યો હતો. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે પોતાના ઘર સર્બિયા પરત ફરી છે. ત્યાં જતાંની સાથે જ તે દરરોજ કંઈક અપડેટ આપી રહી છે. આ દિવસોમાં તે પોતાના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તાજેતરમાં તે તેના પુત્ર સાથે ફરવા માટે નીકળી હતી, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

આ તસવીરો કરતાં વધુ તેના પર હાર્દિક પંડ્યાની કોમેન્ટે હલચલ મચાવી દીધી છે. નતાશા તેના પુત્ર સાથે સર્બિયાના એક થીમ પાર્કમાં ગઈ હતી. આમાંથી કેટલાક ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આ પોસ્ટે કરતા વધુ હાર્દિક પંડ્યાની પ્રતિક્રિયાએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિકેટરે તેની પત્ની અને પુત્રના ફોટા પર હાર્ટ ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. તેની ટિપ્પણીથી ચાહકો ખુશ થઈ ગયા છે

હાર્દિકની કમેન્ટ બાદ યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ જબરદસ્ત છે. હાર્દિક ઉપરાંત તેના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્ટ ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. પંડ્યા પરિવારની કમેન્ટ જોયા બાદ ઈન્ટરનેટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. લાખો લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો છે. ઘણા માને છે કે હાર્દિક અને નતાશા સારા ટર્મ્સ પર અલગ થઈ ગયા છે અને શક્ય છે કે તેઓ ક્યારેક એક પણ થઈ જાય.

આ પણ વાંચો :-

મુંબઇ-પૂણે-થાણે ભારે વરસાદથી પાણી-પાણી

0

દેશમાં અનેક રાજ્‍યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે મહારાષ્‍ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્‍યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ અને પૂણેમાં ઠેરઠેર પાણી ભરાય છે. રસ્‍તાઓ પર વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્‍યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્‍તારમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાતાં અનેક લોકોનું સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું હતું. મુંબઇ – પૂણે- થાણે સહિતના શહેરો જળબંબાકાર બની ગયા છે.

Pune rains photos: Vehicles submerged, fallen trees, and rescue boats on streets

સ્‍થાનિક સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે તે બંધ કરી દેવામાં આવ્‍યો છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્‍તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.ડોમ્‍બિવલી કલ્‍યાણ વિસ્‍તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકો માટે અહીંથી પસાર થવું મુશ્‍કેલ બન્‍યું છે. તેમજ વાહનો પણ અટવાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નવી મુંબઈ MAFCO માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વેસ્‍ટર્ન એક્‍સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

પુણે શહેર અને અન્ય નગરોના ઘણા વિસ્તારોમાં, બચાવ એજન્સીઓ અને પોલીસે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. બહુમાળી ઈમારતોમાં ફસાયેલા લોકોને ત્યાં જ રહેવા તાકીદ કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી હતી, જેના કારણે સમસ્યાઓમાં વધુ વધારો થયો છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે કલેક્ટર સુહાસ દીવાસે સાથે વાત કરી અને કહ્યું કે પુણે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ ટીમો હાઈ એલર્ટ પર છે. પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો :-

બજેટ 2024માં સરકારે પ્રોપર્ટી ટેક્સમાં કર્યો ખેલ, લોકોને થશે મોટું નુકસાન

0

બજેટ 2024માં એક એવી જાહેરાત થઈ છે, જેનાથી પ્રોપર્ટી વેચનારને મોટો ઝટકો વાગશે. પ્રોપર્ટી વેચવા પર ઈન્ડેક્સેશન નામનો મળતો મોટો લાભ હવે દૂર કરવામાં આવ્યો છે. વધુમાં બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 7.5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી તેમાં પણ રાહત મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો હવે પહેલાંની તુલનાએ પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે.

કેન્દ્રીય બજેટ 2024: શું આવકવેરા અંગે કંઇક મોટું થવાનું છે? સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા 80Cનો સ્કોપ વધશે - Union Budget 2024: Is something big going to happen regarding income tax ...

23 જુલાઈના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે પ્રોપર્ટીના વેચાણ પર કેપિટલ ગેઈન ટેક્સ પર મોટી જાહેરાત કરી હતી. રાહત આપતા નાણામંત્રીએ કહ્યું કે રિયલ એસ્ટેટમાં 20 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. પહેલી નજરે એવું લાગે છે કે પ્રોપર્ટીના વેચાણ પર ટેક્સ ઘટાડીને મોટી રાહત મળી છે, પરંતુ એવું નથી.

વાસ્તવમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુ એક મોટો ફેરફાર કર્યો છે. મિલકતના વેચાણ પર મળેલ ઇન્ડેક્સેશન લાભ દૂર કરવામાં આવ્યો છે. ઇન્ડેક્સેશન એ એક સાધન હતું જેણે પ્રોપર્ટીના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સને આધિન નફાની માત્રામાં ઘટાડો કર્યો હતો અને પછી બાકીની રકમ પર LTCG ટેક્સ (20%) લાદ્યો હતો. આ સાથે તમારે ઓછો ટેક્સ ચૂકવવો પડતો હતો, પરંતુ હવે તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.

જો કે, મિલકત પરના આ કર માળખાને સમજવા માટે, ઇન્ડેક્સેશનને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇન્ડેક્સેશન એ લાભ હતો જે મિલકતના વેચાણ પર થતો નફો અને ફુગાવાને એડજસ્ટ કરે છે. બાદમાં પ્રોપર્ટી ટેક્સ લાદવામાં આવે છે. 10 વર્ષ પહેલા મોંઘવારી કંઈક અલગ હતી, પરંતુ આજે તે કંઈક અલગ છે. આવી સ્થિતિમાં, ઈન્ડેક્સેશનનો ઉપયોગ પ્રોપર્ટી પરના નફાને ફુગાવાના હિસાબે એડજસ્ટ કર્યા બાદ ટેક્સ (કેપિટલ ગેન્સ ટેક્સ) વસૂલવામાં આવતો હતો. CII અર્થાત કોસ્ટ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ.

આ પણ વાંચો :-

ભારતના આ રાજ્યોમાં નહીં જવા અમેરિકાએ નાગરિકોને એડવાઈઝરી આપી

0

અમેરિકાએ તેના નાગરિકો માટે ભારતની યાત્રાને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતના કેટલાક વિસ્તારોની મુલાકાત લેવા સામે ચેતવણી આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ આતંકવાદ અને હિંસાને કારણે અમુક વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તેમાં મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મણિપુર અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. લોકોને ભારતમાં હિંસા અને આતંકવાદના જોખમથી સજાગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે હિંસા અને ગુનાખોરીના કારણે મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં પ્રવાસ ન કરો.

US revises travel advisory for India: Don't travel to Manipur, Jammu and Kashmir - India Today

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને મણિપુરમાં સશસ્ત્ર સંઘર્ષની શક્યતા છે, તેથી આ સ્થળોની મુસાફરી કરવાનું ટાળો. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ઉગ્રવાદ અને ગુનાખોરીના કારણે અહીં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય સત્તાવાળાઓ જણાવે છે કે ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસન સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવે છે.

અમેરિકી સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકન નાગરિકોને ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવાની મર્યાદિત ક્ષમતા છે. અમેરિકી સરકારી કર્મચારીઓને આ જગ્યાઓ પર જવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે. આવી સ્થિતિમાં અમેરિકનોએ આવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ.

આ પણ વાંચો :-

રાજસ્થાનનો આ પહાડી કિલ્લો વર્લ્ડ હેરિટેજમાં સામેલ

0

રાજસ્થાન તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે એક અલગ ઓળખ ધરાવે છે. આ રાજ્યમાં ફરવું હંમેશા કંઈકને કંઈક નવો અનુભવ આપે છે. જો તમને ઈતિહાસમાં રસ હોય અને ફરવાનો શોખ હોય તો રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની મુલાકાત અવશ્ય લો. પોતાની ખાસ રચનાને કારણે અજેય બનેલો અને વર્લ્ડ હેરિટેજમાં સામેલ આ કિલ્લો અનેક કારણોસર પ્રખ્યાત છે. દેશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ પણ કુંભલગઢ કિલ્લામાં થયો હતો. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા આ કિલ્લાને જીતવો ખૂબ જ મુશ્કેલ હતો, તેથી જ તેનું હુલામણું નામ અજેયગઢ પડ્યું હતું.

Kumbhalgarh in Rajasthan - All You Need to Know

નાથદ્વારાથી કુંભલગઢનું અંતર લગભગ 50 કિલોમીટર છે અને આજે પણ અહીં પહોંચવા માટે સડક માર્ગે મુશ્કેલ રસ્તો પાર કરવો પડે છે. કિલ્લા પર પહોંચ્યા પછી અંદાજ આવે છે કે આખરે કેટલી મુશ્કેલીઓથી તેનું નિર્માણ થયું હશે. આ કિલ્લો 3600 ફૂટની ઊંચાઈ પર બનેલો છે. આ કિલ્લાની ખૂબીના કારણે દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દેશી–વિદેશી પર્યટકો આવે છે.

કુંભલગઢ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભાએ શરૂ કરાવ્યું હતું. આ કિલ્લાને પૂર્ણ કરવામાં 15 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આના પરથી જ કિલ્લાની વિશાળતાનો ખ્યાલ આવી શકે છે. અરવલીની પહાડીઓની વચ્ચે આવેલો કુંભલગઢ કિલ્લો મેવાડના કિલ્લા તરીકે પણ ઓળખાય છે. કિલ્લાની અંદર સેંકડો હિન્દુ અને જૈન મંદિરો બનાવવામાં આવ્યા છે.

કુંભલગઢ કિલ્લો જે જગ્યા પર આવેલો છે તેને જોઈને ત્યાં તેને કેવી રીતે બનાવવામાં આવ્યો હશે તે વિચારવા તમે મજબૂર થઈ જશો. આ કિલ્લાની આસપાસ બનેલી દિવાલની લંબાઈ લગભગ 38 કિલોમીટર છે, જે વોલ ઓફ ચાઈના પછી વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ માનવામાં આવે છે. આ દિવાલના કારણે આ કિલ્લાનું નામ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

ખનિજો પર રાજયોને રોયલ્‍ટી વસુલવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટે

0

સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ખનિજ સમૃદ્ધ રાજ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે માઈનિંગ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 9 જજની બેંચે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યો પાસે ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની ક્ષમતા અને સત્તા છે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો ફાયદો થશે. મહત્ત્વપૂર્ણ છે કે, 9 જજોની બેંચે 8-1થી આ ચુકાદો આપ્યો છે. આજે ગુરુવારે ઐતિહાસિક નિર્ણયની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશને રદ્દ કરી દીધો છે. તેમણે ખાણકામ અને ખનિજ-ઉપયોગ પ્રવૃત્તિઓ પર રોયલ્ટી લાદવાનો રાજ્યોનો અધિકાર પણ જાળવી રાખ્યો હતો.

Supreme Court Directs Survey Of Karnataka Mines For Which Rehabilitation & Reclamation Plans Not In Place

મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, આ મહત્‍વપૂર્ણ નિર્ણય સંભળાવનારી બેન્‍ચમાં જસ્‍ટિસ હૃષિકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, બીવી નાગરથના, ઉજ્જલ ભૂયણ, સતીશ ચંદ્ર શર્મા, ઓગસ્‍ટિન જ્‍યોર્જ મસીહનો સમાવેશ થાય છે. જસ્‍ટિસ બીવી નાગરથ્‍ના બેન્‍ચના એકમાત્ર જજ હતા જેમણે બહુમતીથી અલગ અભિપ્રાય આપ્‍યો હતો.

મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને અન્‍ય ૭ ન્‍યાયાધીશો વતી ચુકાદો આપતાં મુખ્‍ય ન્‍યાયાધીશે કહ્યું કે બંધારણ મુજબ કેન્‍દ્ર કે સંસદને ખનિજો પર કર લાદવાનો અધિકાર નથી. કોર્ટે આ જોગવાઈ બંધારણની યાદી ૨ની એન્‍ટ્રી ૫૦ હેઠળ આપી છે. આમાં ખનીજ પરના ટેક્‍સનું વર્ણન કરવામાં આવ્‍યું છે. હવે આ મામલે બુધવારે ફરી સુનાવણી થશે, જેમાં કોર્ટ વિચારણા કરશે કે આ નિર્ણયને પૂર્વનિર્ધારિત રીતે લાગુ કરવો જોઈએ કે નિર્ણય પછી. પોતાના નિર્ણયમાં ચીફ જસ્‍ટિસે ૧૯૮૯માં આપેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ ખોટો ગણાવ્‍યો હતો. તે નિર્ણયમાં કોર્ટે કહ્યું હતું કે ખનીજ પરની રોયલ્‍ટી ટેક્‍સ છે.

મહત્ત્વપૂર્ણ છે કે, 9 સભ્યોની બેંચે 8-1ના મત સાથે આ ચુકાદો આપ્યો છે. બેંચનો ભાગ રહેલા જસ્ટિસ નાગરત્ના આ નિર્ણય સાથે અસંમત થયાં હતા. તેમણે કહ્યું કે, હું માનું છું કે રોયલ્ટી ટેક્સની જ શ્રેણીમાં જ આવે છે. રાજ્યો પાસે ખનિજો અને તેમના અધિકારો પર કોઈ કર અથવા ડ્યુટી લાદવાની કોઈ કાયદાકીય ક્ષમતા નથી. હું માનું છું કે, ઇન્ડિયા સિમેન્ટ્સનો નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આફત લઈ આવ્યો વરસાદ, 61 નાગરિકનાં મોત

0

ગુજરાતના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ ચાલુ રહેતા બુધવારે નવ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે બનાસકાંઠા અને કચ્છમાં બે-બે અને રાજકોટ અને સુરતમાં એક-એક વ્યક્તિના મોત થયા હતા. લાઇટિંગ હડતાલ અને પૂરના કારણે મૃત્યુ થયાં છે. તો આજે પણ વહેલી સવારથી મેઘરાજા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેમાં પંચમહાલના લીમખેડામાં બપોર 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 32 મીમી વરસાદ નોંધાયો છે.

હજુ કેટલા દિવસ માવઠાની ઘાત? હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી | Moneycontrol Gujarati

રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદની સિઝનમાં કુલ 61 લોકોના મૃત્યુ સીઝનમાં થયા છે. છેલ્લા 24 કલાક માં 8 લોકોના મૃત્યુ થયા છે, જે દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં થયા છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં રેસ્ક્યૂ કરવાઆની ફરજ પડી છે. કુલ રેસ્ક્યુ 435 રેકસ્યું કરવામાં આવ્યા છે. જ્યારે 215 લોકોને રેસ્ક્યુ અને 800થી વધુ લોકોને શિફ્ટ કરાયા છે.

છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ છે જ્યારે તીલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી મુજબ આજે 12 તાલુકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા આણંદ, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-