Home Blog Page 696

બોબી દેઓલ ફરીએક વાર વિલનની ભૂમિકામાં જોવા મળશે

બોબી દેઓલે ફરી એક વખત ખલનાયકની ભૂમિકા ભજવવાની સ્વીકૃતિ આપી દીધી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ દેવરા જે બે ભાગમાં બની રહી છે, તેના બન્ને ભાગમાં બોબી દેઓલ વિલન તરીકે જોવા મળશે. પહેલા ભાગમાં અભિનેતાનો રોલ ટૂંકો હશે જ્યારે બીજા ભાગમાં તે અન્ય એક વિલન સાથે સમાંતર ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા કોરાતલા શિવા સાથે બોબીની મુલાકાતો પછી અભિનેતાએ આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવાવની તૈયારી દર્શાવી હતી.

Animal impact: Bobby Deol draws Rs 8 cr for Balayya film

બોબી દેઓલ જુનિયર એન્ટીઆર અને સૈફ અલી ખાનની ફિલ્મ દેવરા,  પાર્ટ વનનો હિસ્સો બન્યાના સમાચાર છે. આ ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન અન ેજાહ્નવી કપૂર દક્ષિણની ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે.

એક રિપોર્ટના અનુસાર, ફિલ્મમાં બોબીની એન્ટ્રી બીજા ખલનાયક તરીકે હશે.બોબી ફિલ્મ દેવરાના બન્ને ભાગમાં જોવા મળવાનો છે. જ્યારે પહેલા ભાગમાં તેની ભૂમિકા ટૂંકી હશે અને બીજા ભાગમાં તે સૈફ અલી ખાનના પાત્ર સાથે સમાંતર મુખ્ય ખલનાયક તરીકે જોવા મળશે.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મ દેવરાના પ્રથમ ભાગમાં જાહ્નવી કપૂરના ભાગે ખાસ રોલ ફાળવવામાં આવ્યો નથી. પરંતુ બીજા ભાગમાં તેની ભૂમિકાથી વાર્તામાં રસપ્રદ વળાંક આવતો જોવા મળશે.આ ફિલ્મને ૨૭ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવાની યોજના છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં આજથી જ્ઞાન સહાયક ભરતી શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?

0

ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિસ્તૃત માહિતી મુજબ, હાલમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો થયા છે.

Gyan Sahayak Recruitment 2024: ગુજરાત જ્ઞાન સહાયક ભરતી 2024, સરકારી અને બિનસરકારી શાળાઓમાં નોકરીનો મોકો - Gcas Gujarat

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ભરતી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાતની સરકારી અને ખાનગી અનુદાનિત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના’ (સેકન્ડરી અને હાયર સેકન્ડરી)’ માટે શાળા સ્તરે 11 મહિનાના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ની જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી હાલમાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.

આ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. માધ્યમિકમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે 40 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે અને મહિને રૂ. 24 હજારનું મહેનતાણું મળશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે, જ્યારે માસિક રૂ. 26 હજારનું મહેનતાણું આપવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • આ કરારની મુદત ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે.
  • આ કામગીરી માટે રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરના ડોડા હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી, લાખોનું ઇનામ જાહેર

0

જમ્મુ-કાશ્મીર પોલીસે આજે ડોડા જિલ્લામાં સક્રિય ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે અને તેમની ધરપકડ માટે સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી કરવામાં આવ્યા છે જે ડોડા અને દેસા વિસ્તારના ઉપરના વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે કહ્યું કે, ત્રણેય આતંકવાદીઓ દેસાના ઉરાર બાગી વિસ્તારમાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓમાં સામેલ હતા અને તેમની ધરપકડ કરવા સૂચના આપવા પર 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીર: ડોડા હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જારી, 5 લાખનું ઈનામ જાહેર 1 - image

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં 16 જુલાઈના રોજ આતંકી હુમલો થયો હતો, જેમાં એક કેપ્ટન અને અન્ય ત્રણ સેનાના જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના શેડો ગ્રુપ ‘કાશ્મીર ટાઈગર્સ’ દ્વારા લેવામાં આવી હતી. ડોડા ઉરારી બાગી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર દરમિયાન આ ઘટના બની હતી. ફાયરિંગમાં બે જવાન ઘાયલ પણ થયા હતા.

પ્રવક્તાએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણેય આતંકવાદીઓ પર પાંચ-પાંચ લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોને આ આતંકવાદીઓ અંગે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે. પોલીસે લોકોને ખાતરી આપી છે કે, જાણકારી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે વરિષ્ઠ અધિકારીઓ અને કંટ્રોલ રૂમના ફોન નંબર સહિત એક ડર્ઝનથી વધુ ફોન નંબર શેર કર્યા છે જેથી લોકો સંપર્ક કરી શકે.

આ પણ વાંચો :-

દિલ્હીના તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટિવ, 200ને સિફિલિસ રોગ થતાં હડકંપ

0

દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. દિલ્હીની તિહાડ જેલમાં તિહાર, રોહિણી અને મંડોલી એમ ત્રણ જેલ છે. અહીં જ આ ચેપગ્રસ્ત કેદીઓ મળી આવ્યા છે. એચઆઈવી પોઝીટીવ કેદીઓ નવા નથી, તેઓ પહેલેથી જ એઈડ્સથી પીડિત છે. 200 કેદીઓમાં સિફિલિસની બીમારી પણ જોવા મળી છે.

दिल्ली: तिहाड़ जेल में 125 कैदी HIV पॉजिटव, 200 कैदियों को सिफलिस की बीमारी, मचा हड़कंप - India TV Hindi

તિહારમાં લગભગ સાડા 10 હજાર કેદીઓની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી છે. જેલમાં અંદાજે 14,000 કેદીઓ છે. તિહાર જેલમાં સમયાંતરે કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ નવા ડીજી સતીશ ગોલચાએ તિહાર જેલનો હવાલો સંભાળ્યા બાદ મે અને જૂનમાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમાં સાડા ​​દસ હજાર કેદીઓના એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. જો કે, અત્રે નોંધનીય બાબત એ છે કે આ કેદીઓને તાજેતરમાં એઇડ્સ નથી થયો, પરંતુ અલગ-અલગ સમયે અને જ્યારે આ કેદીઓ બહારથી જેલમાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ HIV પોઝીટીવ હતા.

આ સિવાય કેદીઓની તપાસમાં ટીબીનો એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટિવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટ કરાવવા પાછળનો હેતું એ હતો કે, મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ ઘણી વાર હોય છે.

આ ટેસ્ટ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે, જેથી જો કોઈ વ્યક્તિનો સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને શરૂઆતમાં જ સારી રીતે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે સારવાર આપી શકાય. એવું પણ નથી કે, આ ટેસ્ટ પોઝિટિવ આવતાંની સાથે જ કેન્સર ડિટેક્ટ થઈ જાય છે, પરંતુ એ ખ્યાલ આવી જાય છે, કે સર્વાઇકલ કેન્સરની શક્યતાઓ છે, તો સમયસર ટેસ્ટ કરાવીને તેની સારવાર કરી શકાય છે.

આ પણ વાંચો :-

મોડાસા નજીકથી લાખની કિંમતના 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો

0

મોડાસા રુરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

અરવલ્લી પોલીસે પોષ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે. રાત્રી દરમિયાન મોડાસા રુરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

પોલીસ આ કાર પાસે આવીને કારમાં તપાસ કરતા કારમાંથી 13 કોથડા મળી આવ્યા હતા. તેની તપાસ કરતા આ કોથડાઓમાં માદક પદાર્થ પ્રતિબંધિત પોષડોડા ભરેલો મળી આવ્યો હતો. જેનું પોલીસે પંચનામું કરી વજન કરતા 256 કિલોગ્રામ થયું હતું.. જેની કિંમત 7.63 લાખ થવા જાય છે અને ક્રેટા કાર સહિત કુલ 17.63 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો એવી સંપૂર્ણ વિગત અરવલ્લી જિલ્લા એએસપી સંજય કેશવાલાએ આપી હતી. પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 127 શંકાસ્પદ કેસ, 48 દર્દીઓના મોત

0

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, આજે શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 127 થઈ જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 48 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 42,637 ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 5.45 લાખ કાચા ઘરોમાં પાવડરનો છંટકાવ કરાયો તેમજ 1.27 લાખ ઘરોમાં સ્પ્રેઈંગ કરવામાં આવ્યું છે.

Suspected Chandipura virus death toll rises to 15, total infections reaches 29

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-127 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી- 07, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-5, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પેરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-03, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 શંકાસ્પદ કેસો મળેલ છે

આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-01, ખેડા-03, મહેસાણા-04, રાજકોટ-01, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-01, પંચમહાલ-06, જામનગર-1, મોરબી-01, દાહોદ-02, વડોદરા-01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01 કચ્છ-01 તેમજ સુરત કોર્પોરેશન-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-39 કેસ પોઝીટીવ મળેલા છે.

ગુજરાત રાજ્યના ઉપરોક્ત-127 કેસો પૈકી સાબરકાંઠા-02, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-05, ગાંધીનગર-02, પંચમહાલ-06, જામનગર-02, મોરબી-03, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-02, વડોદરા-02, નર્મદા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 ભરૂચ-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-48 દર્દીઓ મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 42 દર્દી દાખલ છે તથા 37 દર્દીઓને રજા આપેલ છે.

આ પણ વાંચો :-

બનાસકાંઠામાં વધું એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવવા પેટે ₹8,000 ની લાંચ માગતા ઝડપાઈ ગયો હતો.

આ અંગેની હકીકત એવી છે કે, સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક ગૃહસ્થના વેવાઈ પર અરજી થઈ હતી. જેની તપાસ સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યા હતા. જેમાં અરજીમાં સમાધાન કરાવી તેનો નિકાલ કરાવવા પેટે તેમણે રૂપિયા 8,000 ની લાંચ ની માગણી કરી હતી. આ અંગે ગૃહસ્થે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારનો પહેરવેશ લોકો પહેરે છે, તેવો ગામઠી વેશ ધારણ કરીને બેણપ ગામમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વેણ ₹8,000 ની લાંચ લેતા આબાદ રીતે પકડાઈ ગયો હતો.

એસીબીએ રૂ. 8,000 લાંચ ની રકમ જપ્ત કરીને આરોપી તલોજકુમારને ડિટેઇન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓમાં ભ્રષ્ટાચારને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે લાંચિયા અધિકારીઓ એક પછી એક હવે પકડાઈ રહ્યા છે. જેને લઈને જિલ્લામાં આ બાબત ચર્ચાસ્પદ બનવા પામી છે.

આ પણ વાંચો :-

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ તારીખે યોજાશે

0

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત વધારવા માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે એ અટકળોનો અંત આવ્યો હતો. શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી ગેઝેટ નંબર ૨૩૯૪/૫૧માં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩૧(૩) અનુસાર ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે થશે, જ્યારે નામાંકન ૧૫ ઓગસ્ટે સ્વીકારવામાં આવશે.

શ્રીલંકાને 20 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળશે, 1978 પછી પહેલીવાર જનતા નહી પણ સંસદ પસંદ કરશે દેશના પ્રથમ નાગરિક - Gujarati News | Sri Lanka will get a new president on July 20,

ચૂંટણીની ઘોષણાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે, જેમની ૨૦૨૨ના મધ્યમાં એક લોકપ્રિય જાહેર બળવામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૯માં જ્યારે છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી ત્યારે રાજપક્ષેએ લગભગ ૭ મિલિયન મતો સાથે વિક્રમી જીત મેળવી હતી.

ત્યારબાદ વિક્રમસિંધે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ) પાસેથી બેલ-આઉટ સુવિધાનો લાભ ઉઠાવીને નાદાર અર્થતંત્રને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હતું. ભારતે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળામાં શ્રીલંકાને ૪ અબજ અમેરિકન ડોલરની સહાય કરી હતી. જેનાથી ચૂકવણીના સંતુલન સંકટ દરમિયાન ખાદ્યપદાર્થો અને જરૂરી વસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં આવી હતી. વિક્રમસિંધ પ્રમુખ તરીકે તેમની વાપસી માટે તેઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદી જશે યુક્રેન, શું ભારત યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થી બનશે?

0

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ફેબ્રુઆરી 2022 થી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હવે 882 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે શાંતિની વાત કરી હતી. હવે પીએમ મોદી આવતા મહિને યુક્રેન જશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ બંને દેશો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતિ બની શકે છે. જો કે પીએમ મોદી પહેલા જ યુદ્ધ રોકવાનું સમર્થન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હવે તેઓ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લેશે અને શક્ય છે કે આ પ્રવાસના આવતા મહિને પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લે.

આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન કૉલમાં, પીએમ મોદીએ ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, તેમણે સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે તેની ક્ષમતામાં બધું કરવાનું ચાલુ રાખશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનું માનવું છે કે તેને માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત, જંગલમાં ભીષણ આગ

અમેરિકામાં પણ એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનાના પગલે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ અકસ્માત અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં થયો છે જ્યાં એક પ્લેન ક્રેશ થયું છે. જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે તેમાં સવાર ઘણા લોકોના મોત થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ પહેલા નેપાળમાં હાલમાં જ રનવે પર એક મોટી પ્લેન ક્રેશ થઈ હતી. જેમાં 18 લોકોના મોત થયા હતા.

So far 30 thousand people have left their homes, the situation is not under control in 31 places | કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ: અત્યાર સુધીમાં 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું, 31

કેમ્પબેલ કાઉન્ટીના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ થઈ હતી કારણ કે વિમાન વ્યોમિંગની સરહદ નજીક આવેલા જીલેટ શહેરની ઉપરથી ઉડી રહ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. કેમ્પબેલ કાઉન્ટીના અંડરશેરીફ ક્વેન્ટિન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ક્રેશ થતાં પહેલાં પાઇલટે એક ઇમરજન્સી સંદેશ મોકલ્યો હતો જે દર્શાવે છે કે પ્લેનમાં કંઈક ખોટું છે.

રેનોન્ડ્સે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોએ ફોન કર્યો હતો અને સંભવિત ક્રેશ સાઇટની નજીક ધુમાડો નીકળતો જોઈને જાણ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશ થવાથી જીલેટની આસપાસના જંગલોમાં ભારે આગ લાગી હતી. તેમણે કહ્યું કે એરક્રાફ્ટની મદદથી વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલી છે.

આ પણ વાંચો :-