Home Blog Page 694

સુરતના કપલની અનોખી કંકોત્રી, સાયબર ફ્રોડથી કેવી રીતે સાવધ રહેવુ, કંકોત્રીમાંથી જાણી શકાશે

ઘણી વખત લોકો લગ્નમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે તેમજ પોતાના લગ્નની કંકોત્રી પણ આકર્ષણ લાગે તે માટે મોટો ખર્ચ કરતા હોય છે એવામાં સુરતમાં રહેતા એક બેંક કર્મચારીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. આ કંકોત્રી અનોખી એટલા માટે છે કારણ કે આ કંકોત્રીમાં લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનો તો શું કરવું વેગેરે માહિતી અપાઈ છે આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસનો પણ મૅસેજ પણ અપાયો છે.

સુરતમાં બેંકમાં કામ કરતા સાગર કાજાવદરા અને નેન્સીના લગ્ન 9 માર્ચ 2025ના રોજ છે. લગ્ન માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ બધા વચ્ચે લોકોને જાગૃત કરતી કંકોત્રી તેઓએ છપાવી છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે, આ લગ્નની કંકોત્રીમાં સાયબર ફ્રોડ વિશે અને ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.

માહિતી અનુસાર,ટેકનોલોજીના આ યુગમાં સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. ઘણી વખત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવી બેસે છે તો બીજી તરફ ઘણી વખત ટ્રાફિકનિયમના ભંગ અને ઓવરસ્પીડના કારણે અકસ્માતમાં લોકોના જીવ પણ જાય છે. અવારનવાર આવી ઘણી ફરિયાદો મળતી હોવાથી સાગર હંમેશા વિચારતો હતો કે, સાયબર ફ્રોડથી લોકો વાકેફ થાય એવું કંઈક કરવું જોઈએ. જેથી તેણે તેના લગ્નના કાર્ડમાં સાયબર છેતરપિંડીથી બચવા માટેના નિયમો જણાવ્યાં છે.

સાગરભાઈએ જણાવ્યું હતું કે મેં મારા લગ્નની કંકોત્રી ટ્રાફિક અને સાયબર ક્રાઈમને લગતી છપાવી છે. રોજબરોજ સાયબર ક્રાઈમ લોકો સાથે થાય છે આ ઉપરાંત પોલીસ અને સરકાર ટ્રાફિકને લઈને કામગીરી તો કરી જ રહી છે પણ લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેથી આ કંકોત્રી થકી એક સામાજીક મેસેજ જાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે આ કંકોત્રી છપાવી છે.

વધુમાં જણાવ્યું હતું કે હું પોતે બેંકમાં કામ કરું છું, મને ખ્યાલ છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે તેવા સામાન્ય લોકો પણ સાયબર ફ્રોડનો ભોગ બને છે. અને ગણતરીની સેકન્ડમાં તેઓમાં જાગૃતતા ના હોવાના કારણે તેઓની મૂડી જતી રહેતી હોય છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઈમનો ભોગ ના બને તે માટે લોકોને સામાજિક સંદેશો આપતી લગ્નની કંકોત્રી છપાવી છે.

  • ઓનલાઇન નાણાકીય ફ્રોડ કે અન્ય સાયબર ક્રાઈમ થાય તો 24 કલાક કાર્યરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો.
  • સાયબર ક્રાઇમથી બચવા પિન, OTP, CVV કે QR કોડ અજાણ્યાને ન આપવો.
  • કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રિન્યુ, ખાતું ચાલુ/બંધ/એક્ટિવ વગેરે માટે કોલ કે મેસેજ પર જવાબ આપવાનો ટાળો.
  • પાસવર્ડ યુનિક રાખો અને રેગ્યુલર બદલતા રહો. વેબસાઈટમાં https ખાસ જુઓ.
  • સોશિયલ મીડિયા પર અંગત માહિતી શેર ન કરવી.

આ પણ વાંચો :-

અક્ષય કુમાર અને વાણી કપૂરનું નવું રોમેન્ટિક સોન્ગ તમે જોતાં રહી જશો

ખેલ ખેલ મે ફિલ્મ જેમાં મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમાર, વાણી કપૂર, તાપસી પન્નુ, એમી વિર્ક અને ફરદીન ખાન જોવા મળશે જે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ફિલ્મની જાહેરાત બાદથી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રથમ ટ્રેક હૌલી હૌલીના રિલીઝ બાદ નિર્માતાઓએ હવે અક્ષય અને વાણીને દર્શાવતું બીજું ગીત ‘દુર ના કરે’ રિલીઝ કરી દીધું છે.

Khel Khel Mein Trailer Launch Date | ખેલ ખેલ મે ફિલ્મ ટ્રેલર રિલીઝ તારીખ અક્ષય કુમાર મનોરંજન નવીનતમ મૂવીઝ પ્રસિદ્ધ હસ્તીઓ

અક્ષય કુમારની જલદી ‘હે બેબી’ એક્ટર ફરદીન ખાનની સાથે ‘ખેલ ખેલ’માં જોવા મળશે. આજે આ ફિલ્મનું નવું સોન્ગ દૂર ના કરી રિલીઝ થયુ છે. આમાં વાણી કપૂરની સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ સોન્ગને વિશાલ મિશ્રા અને જહરા એસ ખાને ગાયું છે.

આ ગીતને વેનિસ અને યુરોપનાં લોકેશન પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતનાં બોલ ગીતકુમારે લખ્યાં છે. તનિષ્ક બાગચીએ આ સોન્ગને કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ, વાણી કપૂર અને ફરદીન ખાનની સાથે એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જાયસ્વાલની ઝલક જોવા મળી રહી છે. આ પણ ફિલ્મનો અહમ હિસ્સો છે.

મુદસ્સર અઝીઝ દ્વારા દિગ્દર્શિત ખેલ ખેલ મેં, ત્રણ કપલ પર કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ લાંબા મિત્રોના ગ્રુપને દર્શાવે છે જે ડિનર માટે ભેગા થાય છે અને એક ગેમ રમવાનું નક્કી કરે છે, જે તેમના રહસ્યો ખોલે છે અને રમૂજી અંધાધૂંધીમાં પરિણમે છે. ખેલ ખેલ મેં 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો :-

સુરતના મેટ્રો બ્રીજના બે ફળિયા થઇ ગયા, સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ

સુરતના સારોલી-કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે, મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ ઝૂલતો બ્રિજ બન્યો છે. તેમજ સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરવામાં આવતા બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે.

મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

સારોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. વેકરીયાએ જણાવ્યું હતું કે, મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચા પણ રહી છે. અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહનચાલકોને મુશ્કેલીના થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છે.

આ પણ વાંચો :-

જમ્મુથી જોધપુર જતી ટ્રેનમાં મળી બોમ્બની ધમકી, ફિરોઝપુરમાં રોકવામાં આવી સોમનાથ એક્સપ્રેસ

0

ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકીના સતત અહેવાલો આવી રહ્યા છે. શાળાઓ અને હોસ્પિટલોમાં બોમ્બ મૂકવાની ધમકીઓ પણ મળી હતી. હવે ટ્રેનને લઈને આવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આપી હતી. આ ટ્રેન જમ્મુ અને રાજસ્થાન વચ્ચે દોડે છે. ધમકી બાદ સોમનાથ એક્સપ્રેસને પંજાબના ફિરોઝપુર જિલ્લાના રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

Bomb scare at Jalandhar Cantt rly station : The Tribune India

ટ્રેન નંબર 9226માં બોમ્બની સૂચના મળી છે. સૂચના મળતા જ પંજાબના ફિરોઝપુરના કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેનને ખાલી કરવામાં આવી છે અને ચેકિંગ કરવામાં આવ્યું છે.

જમ્મુથી જતા સમયે ટ્રેને ફિરોઝપુર રેલવે સ્ટેશને ક્રોસ કર્યું હતું ત્યારે કંટ્રોલ રૂમ પર સુરક્ષા એજન્સીઓએ ઇનપુટ આપ્યા હતા. ઇનપુટ હતા કે ટ્રેનમાં બોમ્બ હોઇ શકે છે. ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કોઇ આપત્તિજનક વસ્તુ મળી નથી. મહત્ત્વપૂર્ણ છે કે ફિરોઝપુરથી ટ્રેન સવારે 7.30 વાગ્યે રવાના થઇ હતી. RPF પાસે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે ટ્રેનમાં બોમ્બ છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સૌમ્ય મિશ્રાએ જણાવ્યું હતું કે સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો દાવો કરીને પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરવામાં આવ્યો હતો. આ પછી તરત જ ફિરોઝપુરથી લગભગ 10 કિલોમીટર દૂર કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે પંજાબ પોલીસની એન્ટી બોમ્બ સ્ક્વોડની ત્રણ ટીમોને બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો :-

સુરતમાં રસ્તા પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવી કોંગ્રેસનો વિરોધ

સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને લઈ યુથ કોંગ્રેસ વિરોધ કરી રહ્યુ છે. શહેરમાં ઠેર ઠેર ખાડા અને રોડનું ધોવાણ થતા હાલાકી પડી રહી છે. રોડ પર પડેલા ખાડા માં BJP ના ધ્વજ લગાવી વિરોધ કરાયો.

A new protest of Congress with potholes in the road | રસ્તામાં ખાડા પડતા કોંગ્રેસનો નવતર વિરોધ: વાપી શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ મગરની પીઠ સમાન બન્યા, કોંગ્રેસે ...

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી.

કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે, પર્વત પાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી અમે આજે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડઓમા લગાવીને વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે.

આ પણ વાંચો :-

ઉત્તરપ્રદેશમાં ‘લવ જેહાદ’ પર થશે આજીવન કેદની સજા

0

યુપીની યોગી સરકારે લવ જેહાદને લઈને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે લવ જેહાદના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવશે. તેવામાં યોગી સરકારે આજે ગૃહમાં આ મામલે અંગે બિલ રજૂ કર્યું હતું. ગૃહમાં રજૂ કરાયેલા બીલમાં લવ જેહાદ કેસને લઈને કેટલાક ગુનાની સજા બમણી કરવાની સાથે નવા ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવા માટે કરાતા ફંડિંગને કાયદાકિય રીતે અપરાધના દાયરામાં લાવવાની તૈયારી છે. ઉલ્લેખનીય છે કે, 2020માં યોગી સરકાર દ્વારા લવ જેહાદને લઈને પહેલો કાયદો બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ કાયદાને વધુ કડક બનાવવા માટે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને આજે ગૃહમાં પસાર કરવાની તૈયારી છે.

યોગી આદિત્યનાથ સામે મોદી-શાહ ઘુંટણીએ, નહીં બદલાય યુપી સીએમ-સુત્રો | Modi-Shah defeated Yogi Adityanath? UP CM will not change - Gujarati Oneindia

યુપી સરકારે અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. આ બિલમાં 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ વિધેયક હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલ ધર્મ પરિવર્તન અમાન્ય ગણાશે. જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણાશે. સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં, મેજિસ્ટ્રેટને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. ખરડા મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવા બદલ 1-5 વર્ષની જેલની સજા સાથે 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જો દલિત યુવતી સાથે આવું થાય તો 3-10 વર્ષની જેલની સજા સાથે 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

તમને જણાવી દઈએ કે, લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું છે કે ધર્મ પરિવર્તનને લઈને કાયદો બનાવવો એ રાજ્ય સરકારની બાબત છે. જેમાં આ પ્રકારના કાયદાને લઈને રાજ્ય સરકારે જ નિર્ણય કરવાનો હોય.

આ પણ વાંચો :-

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો વધુ એક મેડલ

0

ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતને વધુ એક મેડલ જીતાડ્યો છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ છે. મનુ ભાકરે તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો.

Image

ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે દક્ષિણ કોરિયાના ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી હતી. PM મોદીએ ટ્વીટ કરીને ભારતની આ જીત પર મનુ ભાકર અને સરબજોતસિંહને અભિનંદન પાઠવ્યા હતા.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બીજો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મનુની સાથે સરબજોત સિંહ તેની ટીમમાં સામેલ હતો. આઝાદી પછી, મનુ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.

આ પણ વાંચો :-

કેરળના વાયનાડના મેપ્પડીમાં ધોધમાર વરસાદ બાદ ભૂસ્ખલન, 43થી વધું લોકોના મૃત્યુ

0

કેરળના વાયનાડમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. લેન્ડ સ્લાઈડને કારણે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે. માનવામાં આવે છે કે આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે 1 વાગ્યાથી વાયનાડના મેપ્પડી, મુબાદક્કાઈ અને ચુરલ માલા પહાડીઓ પર ભૂસ્ખલન થયું છે. પછીનો ભૂસ્ખલન ચુરલ માલા ખાતે વહેલી સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. શિબિર તરીકે સેવા આપતી એક શાળા, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું.

કેરળમાં મોટી દુર્ઘટનામાં 19 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ માટી નીચે દબાયા સેંકડો લોકો, રેસ્ક્યૂ ચાલુ

કેરળના મુખ્ય સચિવ વી.વેણુએ જણાવ્યું કે, લગભગ 2-3 વખત ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનમાં ઈજાગ્રસ્ત થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટના પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ જણાવ્યું છે કે, હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. CMOએ કહ્યું, “વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કરવામાં આવ્યા છે. એરફોર્સના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH રવાના થયા છે.

આ પણ વાંચો :-

ચક્રધરપુરમાં મુંબઈ-હાવડા મેલની 18 બોગી પાટા પરથી ઉતરી, 3 લોકોના મોત

0

ઝારખંડના ચક્રધરપુરમાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટનાનું કારણ એ હતું કે અહીં બે દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન પાટા પર હતી. હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને જે ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત બાદ અનેક બોગીઓ પાટા પરથી પલટી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 2 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે 150 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધી શકે છે.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેન જેવી જ રાજખારસ્વનથી બડાબામ્બો તરફ આગળ વધી રહી હતી. આ ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડી પાસે અકસ્માતનો ભોગ બની હતી. દુર્ઘટના સમયે પાટા પરથી ઉતરેલી માલગાડીના ઘણા વેગન હજુ પણ પાટા પર હતા. આ દરમિયાન પાછળથી આવતી હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પર આવી અને પાટા પરથી ઉતર્યા બાદ તેના વેગન પણ પાટા પરથી ઉતરેલી માલગાડીના વેગન સાથે અથડાયા હતા.

આ અકસ્માત કિલોમીટર નંબર 298/21 નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના આ માહિતીની પાંચ કે 10 મિનિટ પહેલા થઈ હતી. ચક્રધરપુર રેલવે ડિવિઝન હેડક્વાર્ટરથી ARME ટ્રેનને ઉતાવળમાં તૈયાર કરવામાં આવી હતી અને બરાબર 4.15 વાગ્યે ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી રાહત ટ્રેનના સ્ટાફે ઘાયલ મુસાફરોને હાવડા મેલમાંથી બહાર કાઢ્યા અને તેમને રેલવે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ સાથે બંને ટ્રેક પર થયેલા અકસ્માતોને કારણે હાવડા મુંબઈ રૂટ પર અન્ય ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

૩૦ જુલાઈ, ૨૦૨૪/ આ રાશિ માટે મંગળવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વાભાવમાં ઉગ્રતા જળવાય. આવક નું પાસું મજબૂત બને. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પરિવાર માં શાંતિ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી. માતાની તબિયત સાચવવી.

વૃષભઃ

વિજાતિય વ્યકિતઓ તરફ આકર્ષણ વધે. નવો પ્રેમ સંબંધનંુ નિર્માણ થાય. જીવન સાથી સાથે આનંદની પળો માણી શકો. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. સોબતથી સાચવવું ડાબા હાથ ની કાળજી રાખવી.

મિથુનઃ

વાણી દ્ગારા કરવામાં આવતા ધંધા, જેવા કે એડવોકેટ, વીમાં એજન્ટ, સેલ્સમેન માં લાભ. નાણાંકીય આવક અંગે મધ્યમ દિવસ. પરિવાર માં શાંતિ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. લોહીની ઉણપ થી થતા રોગો થી સાચવવું.

કર્કઃ

આર્થિક બાબતો માટે ઉત્તમ દિવસ. મિત્રો તરફથી સારો સહકાર મળતાં આનંદ નો અનુભવ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આકસ્મિક ધનલાભ નો યોગ બને છે. આરોગ્ય જ‍ળવાય.

સિંહઃ

નોકરી ધંધા માં સફળતા મળતી જણાય. અનાજ કરીયાણું, ઠંડા પીણા તથા ટ્રાવેલીંગના ધંધા માં વિશેષ ફાયદો માતા-પિતા વડીલો નો સહકાર મળે ઉપરી અધિકીરી સાથે મનમેળ રહે. શરદી- ખાંસી થી સાચવવું.

કન્યાઃ

ભાગ્યનો સરસ સાથ મળતો જણાય છે. ઓછી મહેનતે વધુ આર્થિક લાભ પ્રાપ્ત થાય. નાના પ્રવાસ ના યોગ બને છે. નોકરી ધંધા માં શાંતિ, સંતાન ના પ્રશ્ર્નો ઉકેલાતા જણાય. જીવન સાથી મતભેદ ટાળવા.

તુલાઃ

નાણાંકીય બાબતો માં સાવધાની જરૂરી. ખર્ચ નું પ્રમાણ વધતું જણાય. સ્વાસ્થય ની સાવચેતી રાખવી જરૂરી. પેટની તકલીફો રહે. પરિવારના સ્ત્રી વર્ગ ને સંધર્ષ. નોકરી-ધંધા માં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃશ્ચિકઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. પત્ની ના નામ પર કરેલા રેકાણે માં વિશેષ ફાયદો મળતો જણાય. પ્રિય પાત્રનું મિલન શકય બને. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃધ્ધિ શકય બને.

ધનઃ

માનસિક ચિંતા વાળુ વાતાવરણ રહે. આવક નું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેન ની તબિયત નું ધ્યાન રાખવું. શરદી, ખાંસી, કફ નો ઉપદ્દવ રહે. મગજ ની ઇજા અંગે વિશેષ સાવધાની જરૂરી. સાેબત ની કાળજી રાખવી.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. જીવનસાથી ના ગુસ્સા નો સામનો કરવો પડે. ધંધામાં ભાગીદારો નું વર્તન બગડતું જણાય. સંતાન અંગેના પ્રશ્ર્નો નું નિરાકરણ આવતું જણાય. આંખ તથા હાડકા ના રોગોની કાળજી રાખવી.

કુંભઃ

સ્થાવર જંગમ મિલકત ના સુખ માં વધારો થતો જણાય. મિલકત નું ખરીદ વેચાણ શકય બને. નવા વાહન ની ખરીદી કરી શકાય. સ્ત્રી શણગાર, કોસ્મેટીકસ ના ધંધા માં લાભ આવક જળવાય.

મીનઃ

આત્મવિશ્ર્વાસમાં વધારો થાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરવાનું શકય બને. પરિવાર ના સભ્યો વચ્ચે પ્રેમભાવ માં વધારો થાય. સંતાનસાથે વાદવિવાદ ટાળવા. સાંધાના દુઃખાવા થી સાચવવું.