Home Blog Page 693

સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા લેવુ પડશે લાયસન્સ, અનેક નિયમો-શરતોનો ઉલ્લેખ

સુરત શહેરમાં ગેમઝોન શરુ કરવા માટે વિવિધ શરતો અને નિયમોના સમાવેશ સાથેનું એક જાહેરનામુ શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ, ગુજરાતભરમાં ગેમ ઝોન બંધ કરાવી દેવાયા હતા. સુરત શહેર પોલીસ કમિશનરે, ગેમ ઝોનને લઈને બહાર પાડેલા જાહેરનામામાં કુલ 63 પાનાનો સમાવેશ થાય છે. જેમણે ગેમ ઝોન શરૂ કરવુ હોય તેમણે લાયસન્સ ફરીથી લેવું પડશે.

એક્સપર્ટનો અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગેમઝોન માલિકે ફરજિયાત પણે થર્ડ પાર્ટી લાયેબિલીટી ઇન્સ્યોરન્સ લેવો પડશે. દરેક ગેમ ઈન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે. ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમ ઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામા પ્રમાણે ગેમ ઝોનમા એક્સપર્ટ અભિપ્રાય પણ ફરજિયાત પણે લેવાનો રહેશે. ગમઝોન માલિકે ફરજિયાત થર્ડ પાર્ટી લાયાબ્લિયી ઇન્સ્યોરન્સ લેવો પડશે. સ્પેશિયલ પોલીસ કમિશનર સેકટર 1 દ્વારા પ્રેસ કોંફરન્સ સંબોધવામાં આવી હતી. જેમાં જાહેરનામા અંતર્ગત ગેમઝોનની તમામ ગેમ આ નિયમ હેઠળ આવરી લેવાશે. દરેક ગેમ ઇન્સ્ટોલ કરતા પહેલા તેની મંજૂરી સંચાલકોએ લેવી પડશે.

ગેમઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો સુરક્ષા બાબતે કોઈ ચૂંક જણાશે તો ગેમઝોન માલિક સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. નિકણૂંક કરવા માટે નિમાયેલા ઈન્પેક્ષ કમિટી દ્વારા દર 6 મહિને તપાસ કરવાની રહેશે. ફાયર સેફટી, BU અથવા સ્ટ્રક્ચર એબીલીટી, હેલ્થ અને ઇલેક્ટ્રિકલ તમામ બાબતોની noc અને મજૂરી લેવી પડશે. પ્રથમ વખત લાયસન્સની વેલીડિટી 3 વર્ષની રહેશે. ત્યારબાદ આ લાઇસન્સ દર બે વર્ષે રીન્યુ કરાવવાનું રહેશે.

આ પણ વાંચો :-

પીવી સિંધુની ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ આ એકતરફી મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. આ રીતે 29 વર્ષની સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા તેણે ગ્રુપ Mની છેલ્લી મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવી હતી.

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી. સિંધુએ આ મેચ વિશ્વની 111 નંબરની ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.

સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે જ્યારે તેનો સામનો ચીનની હી બિંગજિયાઓ સાથે થશે જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી હરાવી હતી. જોકે બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો અપસેટ ન હોય તો) હશે.

આ પણ વાંચો :-

મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ, જાણો તેમના ગીતો વિશે જે મેહફિલને લગાવે છે ચારચાંદ

પીઢ ગાયક મોહમ્મદ રફીના નિધનને આજે બુધવારે 44 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે આખો દેશ ગાયકને યાદ કરી રહ્યો છે જેમણે 31 જુલાઈ 1980ના રોજ દુનિયા છોડી દીધી હતી. હિન્દી સિનેમાના પીઢ ગાયક મોહમ્મદ રફી તેમના પ્રભાવશાળી અવાજ માટે જાણીતા હતા અને છે, જેનું કારણે છે તેમના ગીતો. આજે પણ મોહમ્મદ રફીના ગીતો લોકોના દિલ જીતી લે છે.

Remembering the legend Mohammed Rafi, 7 best songs of his career - The Statesman

મોહમ્મદ રફીના ગીતો દરેક મેહફિલમાં ફિટ બેસે છે અને લોકોના દિલમાં ઉતરે છે. આ ગીતો સમય અને સરહદોની દીવાલો ઓળંગી ગયા છે અને આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થઈ ગયા છે. બાળકોથી લઈને મોટી ઉમરના લોકો સુધીના દરેક ક્ષેત્રના લોકો તેમના ગીતોના ચાહક છે. આજે મોહમ્મદ રફીની પુણ્યતિથિ છે. આ અવસર પર, તેમને યાદ કરીને, અમે તમારા માટે તેમના એવરગ્રીન 5 સૌથી ખાસ ગીતોની યાદી લાવ્યા છીએ, જેને સાંભળ્યા બાદ તમે પણ ઘણી લાગણીઓનો અનુભવ કરશો.

મોહમ્મદ રફીને યાદ કરતાં શાહિદ રફીએ કહ્યું, ‘હું તેમના વિશે શું કહું, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ હતા. ઘરે અમે તેમને ક્યારેય એ દૃષ્ટિકોણથી જોયા નથી કે તેઓ કેવા મહાન વ્યક્તિત્વ સ્વામી છે, અમારા માટે તેઓ ફક્ત અમારા પિતા હતા. તમને સાચું કહું જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમને સમજાયું કે તેઓ કેટલા મહાન વ્યક્તિ હતા. લોકો તેમની પૂજા કરતા હતા. લોકો અમને કહેતા કે તે ભગવાન છે, તેમના ગળામાં સરસ્વતી હતી.’

મોહમ્મદ રફીનું એક ગીત એટલું ખાસ છે કે, તેના વિના કોઈ પણ લગ્ન પૂર્ણ થતા નથી. બારાત આવતાની સાથે જ બેન્ડ આ ગીત વગાડે છે. આજે પણ લોકો આ ગીત પર ખૂબ જ ડાન્સ કરે છે અને તેનાથી એક અલગ જ ઉત્સાહનો અનુભવ થાય છે. મોહમ્મદ રફીએ 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂરજ’ માટે એક ગીતને અવાજ આપ્યો હતો, જેના ગીતના શબ્દો છે: “બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ.” 56 વર્ષ પછી પણ આ ગીતનો જાદુ એ સમયે જેવો છે.

આ પણ વાંચો :-

સુરતમાં 11 મહિનાની દીકરી પાણી ભરેલી ડોલમાં પડી જતા થયું મોત

0

સુરતમાં નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 11 માસની બાળકી પોતાના ઘરમાં પાણીની ડોલમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનામાં માતા સહિતનો પરિવાર હતો ત્યારે બાળકી રમતા રમતા ડોલમાં પડી ગઈ હતી. જે બાદ 11 માસની નાનકડી બાળકીનું મોત થયું છે.

Surat: નાના બાળકોના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો | Sandesh

ભેસ્તાનના સિદ્ધાર્થ નગરમાં રહેતા શાહ પરિવારની દોઢ વર્ષની દીકરી એકલી એકલી રમી રહી હતી. આ દરમિયાન માતા પોતાનું કામ કરતી હતી. ઘરમાં ચોમાસુ હોવાથી પાણીનો પ્રશ્ન ન સર્જાય તે માટે અલગ અલગ જગ્યાએ વાસણો ભર્યા હતા. જોકે પાણી ભરેલી ડોલમાં બાળકી રમતા રમતા અચાનક પડી ગઈ હતી. જેથી બાળકીનો ડૂબી ગયા બાદ વધારે પડતું પાણી પી જતાં મોત થયું હતું.

જે બાદ તાત્કાલિક બાળકીને બહાર કાઢી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં ઘરમાં જ હતુ અને નાનકડી બાળકી પાણીની ડોલમાં કેવી રીતે પડી તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે ચોક્કસ કહી શકાય જે ઘરમાં બાળકો હોય તે ઘરમાં આ પ્રકારે પાણી ભરીને વાસણો મૂકવામાં આવે તો કદાચ બાળકો અકસ્માતે આવા વાસણોમાં પડી જવાને કારણે ગુંગણાઇ જવાથી તેમનું મૃત્યુ થઇ શકે છે.

મૃતક દિવ્યા કુમારીના પિતા ધર્મેન્દ્ર શાહએ કહ્યુ કે, બાળકે પાણીની ડોલમાં ઊંધા માથે પડી હતી. તેની માતાની નજર પડતા તે દોડી ગઈ હતી. ત્યારબાદ અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યા કુમારીને લઈને આવી ગયા હતા. હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતથી અમારું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો :-

રણબીર કપૂરની ‘રામાયણ’માં કુણાલ કપૂરનું કાસ્ટિંગ, શૂટિંગ માટે 12 ભવ્ય સેટ તૈયાર

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની બિગ બજેટ ફિલ્મ રામાયણને લઈને એક મોટું અપડેટ આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ પહેલેથી જ ચાલી રહ્યું છે અને હવે મેકર્સ નવા શેડ્યૂલના શૂટિંગ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીના સીન શૂટ કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ranbir-kapoor-and-sai-pallavi-ramayana-set-pictures-go-viral-fans-react-to-their-ram-and-sita-avatars-320732

ફિલ્મ સિટીમાં અયોધ્યા અને મિથિલા સહિત 12 ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ સેટને 3Dમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ફિલ્મના ડાયરેક્ટર નીતિશ તિવારી હાલમાં તેમની આગામી ફિલ્મ રામાયણની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. દરેક શિડ્યુલનું શૂટિંગ ખૂબ કાળજી સાથે કરવામાં આવી રહ્યું છે.

ભગવાન રામના બાળપણનું શૂટિંગ હાલમાં જ થયું છે. આમાં સૌથી મોટી ભૂમિકા રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર અને માતા સીતાની ભૂમિકા ભજવનાર સાઈ પલ્લવીની હશે. આ માટે નીતીશ સંપૂર્ણ તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે. તે ફિલ્મને લઈને કોઈપણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી. આ ફિલ્મ 800 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે અને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આવી સ્થિતિમાં ગુણવત્તાયુક્ત સામગ્રી લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી નિર્માતાઓની છે.

સ્ટારકાસ્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને સાઈ પલ્લવી સિવાય સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આમાં સની દેઓલ ભગવાન હનુમાનના રોલમાં જોવા મળશે. સાઉથનો સુપરસ્ટાર યશ આમાં રાવણનો રોલ કરી રહ્યો છે. સીબા ચઢ્ઢા મંથરાના રોલમાં હશે. આ સિવાય અરુણ ગોવિલ રાજા દશરથના રોલમાં, લારા દત્તા કૈકેયી અને રવિ દુબે ભગવાન લક્ષ્મણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2026ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો :-

UPSCના નવા ચેરપર્સન તરીકે પ્રીતિ સુદનની નિમણૂક, કોણ છે પ્રીતિ સુદન

0

સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદનને નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તેમની નિમણૂક આવતીકાલે 1 ઓગસ્ટ, 2024થી લાગુ થશે. તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદ દરમિયાન પૂર્વ UPSC અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું. તેમણે તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામું આપી દીધું હતું. મનોજ સોનીએ અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.

Preeti Sudan

પ્રીતિ સુદન પૂર્વ આરોગ્ય સચિવ રહી ચૂક્યાં છે. તે 2022થી UPSCના સભ્ય છે. પ્રીતિ સુદન આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020માં સમાપ્ત થયો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં કામ કરવા ઉપરાંત તેમણે સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. તેઓ તેમના કેડર રાજ્ય આંધ્ર પ્રદેશમાં નાણાં, આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, પ્રવાસન અને કૃષિનો હવાલો સંભાળતાં હતાં.

પ્રીતિ સુદન વિશ્વ બેંક માટે સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. મળતી માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.

પ્રીતિએ મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમની કેડરએ આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરીઝમ અને એગ્રીકલ્ચર માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે વર્લ્ડ બેન્ક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે.

માહિતી અનુસાર, પ્રીતિ સુદને દેશમાં બે મુખ્ય કાર્યક્રમ ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘આયુષ્માન ભારત’ શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશન અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રીના પુત્ર અને પુત્રવધૂની કારનો થયો ભયાનક અકસ્માત

0

ઉત્તર પ્રદેશમાં રાજ્યના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂને આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો છે. અભિષેક અને કૃષ્ણિકા બંને મર્સિડીઝ કારમાં દિલ્હીથી લખનઉ જઈ રહ્યા હતા. કારની સ્પીડ વધુ હતી અને અચાનક તે કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે. ડિવાઈડર સાથે કારની ટક્કર એટલી જોરદાર હતી કે એન્જિન કારની બહાર ઉછળીને આવ્યું હતું અને દૂર ફંગોળાયું હતું. અભિષેક અને કૃષ્ણિકા બન્ને ગંભીર રીતે ઘવાયાં છે.

અભિષેક અને કૃષ્ણિકાના લગ્ન આ મહિને 11મી જુલાઈના રોજ થયા હતા. પોલીસ પ્રશાસનને જેવી જાણ થઈ કે બંન્ને કેબિનેટ મંત્રી ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂ છે તો તેમણે તાબડતોબ કાર્યવાહી કરીને બન્નેને નજીકની મેડિકલ કોલેજમાં ખસેડ્યા હતા. જો કે બંન્નેની હાલત ગંભીર હોવાના કારણે તેમને લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે પુત્ર અભિષેક અને પુત્રવધૂ કૃષ્ણિકા બંને સુરક્ષિત છે, જો કે થોડી ઈજાઓ પહોંચી છે. મંગળવારે સાંજે દિલ્હીથી લખનઉ જઈ રહેલા મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીના પુત્ર અને પુત્રવધૂની મર્સિડીઝ કાર કન્નૌજ અને તિર્વાના કટ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એન્જિન બહાર આવીને દૂર પકયુ હતુ. સદનસીબે એરબેગ્સના કારણે અભિષેક અને કૃષ્ણિકાને કોઈ ગંભીર ઈજા ના પહોંચી.

આ પણ વાંચો :-

‘રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ… સંસદમાં કંગના રણૌત આ શું બોલી ગઈ

0

ભાજપ સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શિવ બારાતને લઈને આપવામાં આવેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે કહ્યું કે, “આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમ લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટાય છે?” તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો આવી વાતો કરે છે તેઓ દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે. આવતીકાલે તેઓ કહેશે કે ચામડીના રંગના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. શું તેઓ લોકશાહીનું સન્માન કરતા નથી? તેઓનો(રાહુલ ગાંધી) ટેસ્ટ થવો જોઈએ, તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.

Image

કંગના રનૌત આ પહેલા પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરી ચૂકી છે. કંગનાએ 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સૂચન કર્યું કે કોંગ્રેસના નેતાએ તાત્કાલિક કોઈ ઉપચાર કરવો જોઈએ. 18મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણને બેજવાબદાર ગણાવ્યા હતા.

કંગના રનૌતે શનિવારે 27 જુલાઈના રોજ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રદર્શનની પણ આકરી ટીકા કરી હતી. તેણે સમારંભમાં એક પ્રદર્શનને ખૂબ જ અશ્લીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અશ્લીલતાનું પ્રદર્શન ડાબેરીઓ દ્વારા ઓલિમ્પિક ગેમ્સને હાઇજેક કરવાનું પરિણામ છે.

લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી, જેમાં ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુનું મૃત્યુ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જે ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે તેનાથી કરોડો લોકોને નુકસાન થયું છે. અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું. તેને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. INDIA બ્લોક આ સદનમાં બાંયધરીયુક્ત કાનૂની MSP પસાર કરશે. આ જ સદનમાં જાતિની વસ્તી ગણતરી અમે પાસ કરાવીને તમને બતાવીશું”

આ પણ વાંચો :-

હિના ખાન વાળ ઉતરાવી બાલ્ડ લૂકનો ફોટો શેર કર્યો

અભિનેત્રી હિના ખાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. કેન્સરની સારવાર વચ્ચે અભિનેત્રી પોતાના સ્વાસ્થ્યના દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે. હાલમાં જ હિના ખાને એક વીડિયો શેર કર્યો, જેને જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે તે ખૂબ જ હિંમતવાન છે. આ વીડિયોમાં હિના ખાને કીમોથેરાપી અને સર્જરીને કારણે પોતાના બધા વાળ ગુમાવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ટીવી ઇન્ડસ્ટ્રીથી બોલીવુડ સુધીની સફર કરનાર હિના ખાન આ દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ખાને થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે અને તે ત્રીજા સ્ટેજમાં છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, તેણે તેની સારવાર શરૂ કરી દીધી છે. હાલમાં, અભિનેત્રી આ મુશ્કેલ સમયમાં પણ હિંમત બતાવી રહી છે અને દરેક મુશ્કેલીનો સ્મિત સાથે સામનો કરી રહી છે. અભિનેત્રી તેની સારવાર અને તેના સ્વાસ્થ્ય સંબંધિત દરેક અપડેટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહી છે.

હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્કિન કેર વિશે વાત કરી રહી છે. તે તેના ચહેરા પરના પિગમેન્ટેશન વિશે અને તેને કેવી રીતે યોગ્ય રાખવો તે અંગે વાત કરી રહી છે. હિનાએ ટી-શર્ટ અને પાયજામો પહેર્યો છે અને તેના માથા પર કેપ પહેરી છે, જેના પર બધાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. હિનાના માથા પર વાળ નથી, કેન્સરની સારવાર દરમિયાન હિનાએ પોતાના વાળ કાપી નાખ્યા હતા. હવે કીમોથેરાપી કરાવતી વખતે તેના માથે સંપૂર્ણપણે ટાલ પડી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા હિના ખાને તેના પ્રથમ કીમોથેરાપી સેશન પછી તેના વાળ કાપી નાખ્યા હતા. તેણીએ તેના જાડા કાળા વાળને કાપીને બોય કટ હેરસ્ટાઇલ રાખી હતી, પરંતુ હવે અભિનેત્રીએ તેના બધા વાળ કાપી નાખ્યા છે. અભિનેત્રી માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. પોતાની લાગણીઓને છુપાવીને હિના ખાન પોતાનું કામ ચાલુ રાખી રહી છે અને સોશિયલ મીડિયા પર ટ્રીટમેન્ટ વચ્ચે તે જે કામ કરી રહી છે તે સતત બતાવી રહી છે. આ મુશ્કેલ સમયમાં હિના ખાનનો પરિવાર અને બોયફ્રેન્ડ તેની સાથે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘હિના જલ્દી સ્વસ્થ થઈ જાય.’ જ્યારે બીજાએ લખ્યું કે, ‘મુશ્કેલીના સમયમાં પણ આ રીતે હસવું સરળ નથી.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન હિના ખાનને હિંમત આપે.’

આ પણ વાંચો :-

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 150 લોકોના મોત, રાજ્યમાં બે દિવસનો શોક

0

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ છે અને ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. ભૂસ્ખલનથી મકાનો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે.અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને નદીઓ વહેતી થઈ છે. ગુમ થયેલા લોકોને શોધવા અને બચાવવા માટે તમામ સંભવિત સાધનો સાથે ઓપરેશન ચાલી રહ્યું છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા ગયા વર્ષે જારી કરાયેલા ભૂસ્ખલન નકશા અનુસાર, દેશના ત્રીસ સૌથી વધુ ભૂસ્ખલન-સંભવિત જિલ્લાઓમાંથી 10 કેરળમાં છે. જેમાં વાયનાડ 13મા સ્થાને છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ ઘાટ અને કોંકણ હિલ્સ (તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર)માં 0.09 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂસ્ખલનનું જોખમ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબ જ વધારે વસ્તીને કારણે, ખાસ કરીને કેરળમાં પશ્ચિમ ઘાટના રહેવાસીઓના ઘરોની ગીચતા વધુ મહત્વપૂર્ણ છે. સ્પ્રિંગર દ્વારા પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે કેરળના તમામ ભૂસ્ખલન-સંભવિત કેન્દ્રો પશ્ચિમ ઘાટ ક્ષેત્ર અને ઇડુક્કી, એર્નાકુલમ, કોટ્ટાયમ, વાયનાડ, કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લાઓમાં કેન્દ્રિત છે.

વાયનાડમાં ઘટી રહેલા વન કવર પર 2022 માં પણ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 1950 અને 2018 ની વચ્ચે જિલ્લામાં 62 ટકા જંગલો ગાયબ થઈ ગયા હતા. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વાયનાડના કુલ વિસ્તારનો લગભગ 85 ટકા વિસ્તાર 1950ના દાયકામાં વન કવર હતો. વૈજ્ઞાનિકોના મતે હવામાન પરિવર્તનના કારણે પશ્ચિમ ઘાટમાં ભૂસ્ખલનની શક્યતા વધી રહી છે. તે વિશ્વના જૈવવિવિધતાના આઠ સૌથી ગરમ સ્થળોમાંનું એક છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ વાયનાડ અને પડોશી જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું છે, જેમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આફત અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને 31 જુલાઈ, બુધવારના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, એર્નાકુલમ, અલપ્પુઝા અને પથાનમથિટ્ટામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો :-