Home Blog Page 678

મહિલાએ અટલ બ્રિજ પરથી માર્યો કૂદકો, કેબ ડ્રાઈવરે વાળ પકડીને બચાવ્યો જીવ

0

મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જોકે, ટેક્સી ડ્રાઈવર અને પોલીસની બહાદુરીથી તેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના અટલ સેતુ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે કેબ ડ્રાઈવરે મહિલાને કૂદતા જ તેને પકડી લીધી. તે પુલ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 56 વર્ષીય મહિલા રીમા મુકેશ પટેલ મુંબઈના મુલુંડની રહેવાસી છે. રીમાએ કેબ બુક કરાવી હતી અને અટલ સેતુની વચ્ચે પહોંચીને ડ્રાઈવરને કાર રોકવા કહ્યું. કારમાંથી નીચે ઉતર્યા બાદ રીમા પુલની રેલિંગ પર ચઢી. અટલ સેતુ પર વિવિધ સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આથી કંટ્રોલ રૂમનું ધ્યાન મહિલા પર પડ્યું.

આ પછી કંટ્રોલ રૂમમાં હાજર પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ટીમને જાણ કરી. માહિતી મળતાની સાથે જ ચાર પોલીસકર્મી તરત જ ઘટનસ્થળે જવા માટે નીકળી ગયા. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચવાના જ હતા કે મહિલાએ દરિયામાં છલાંગ લગાવી દીધી, પરંતુ કેબ ડ્રાઈવરે ઝડપથી મહિલાને એક હાથે પકડી લીધી. આ પછી પોલીસની ટીમ થોડી જ સેકન્ડોમાં પહોંચી ગઈ અને ચારેય પોલીસકર્મીઓ પુલની રેલિંગ પર ચઢી ગયાને કેબ ડ્રાઈવરની મદદથી મહિલાને બચાવી લીધી. સ્ત્રી ગૃહિણી છે. તેણે આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

સુરતમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયુ છે. હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયુ છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ICUમાં તેઓ સારવાર હેઠળ હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. અનેક સેવાભાવી કાર્યો સાથે રમેશભાઈ સંઘવી સંકળાયેલા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું, લાંબા સમયથી બિમાર હતા – Gujaratmitra Daily Newspaper

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ડર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ ઘણા સમયથી બીમાર હતા તેઓની સારવાર પણ ચાલી રહી હતી. દરમિયાન વધુ તબિયત લથડતા ડાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા 3 દિવસથી તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

આ દરમિયાન આજે રમેશભાઈ સંઘવીનું અવસાન થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેરાભાઈ સંઘવીનું નિધન થતા નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. રમેશભાઈ સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 4 કલાકે તેઓના નિવાસ સ્થાનેની નીકળી ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

આ પણ વાંચો :-

બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ

0

બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષક બાદ ભૂતિયા આરોગ્ય અધિકારીનો પર્દાફાશ થયો છે. શિક્ષકો બાદ આરોગ્ય અધિકારી વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ વિદેશ જતા રહ્યા. હાર્દિક ડી સાવજ 2023 થી ફરજ પર આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનો ખુલાસો થયો છે.

બનાસકાંઠામાં લાલિયાવાડી, શિક્ષકો બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં હોવાનું ખુલ્યું 1 - image

જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાતમાં સમગ્ર હકીકત સામે આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી. HSC,PHC કે સબસેન્ટરમાં કર્મચારી ગેરહાજર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચન કરાયુ.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં લાલીયાવાડી ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે. હવે જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં પાણ ગેરહાજર કર્મચારીનો બનાવો પણ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીએ આરોગ્ય શાખામાં ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી. સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ ચાલુ નોકરીએ ગેરહાજર રહીને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે અને હંગામો થતાં પ્રકાશ દેસાઈએ મામલો વધુ ન વણસે તે માટે રાજીનામુ ધર્યું હોવાનું ચર્ચા શરૂ થઇ છે. આ ઉપરાંત જિલ્લાના 14 તાલુકા હેલ્થ ઓફિસરને તાકિદની નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે લાંબા સમયથી રજા ઉપર ઉતરી ગયેલો કે વિદેશ ગયેલા મેડિકલ ઓફિસર કેટલા છે તેની તપાસ કરવામાં આવે.

આ પણ વાંચો :-

વિનેશ ફોગાટ ભારત પહોંચી, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

0

ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધારે હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી. જે બાદ આ મામલે વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી અને માંગ કરી હતી કે તેને સિલ્વર મેડલ આપવામાં આવે. જોકે, CASસે સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલ ફગાવી દીધી હતી.

વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં સિલ્વર મેડલ માટે કાનૂની લડાઈ લડી પરંતુ તેમાં તેને કોઈ સફળતા ન મળી.

બીજી તરફ વિનેશની વાપસીનો એક વધુ વિડીયો સામે આવ્યો છે. જે માટે ગાડીમાં બેઠેલી છે અને આ દરમિયાન પણ તે ખૂબ ભાવુક નજર આવી રહી છે. એરપોર્ટ પર વિનેશના સ્વાગત માટે ચાહકો અને મીડિયાનો જમાવડો લાગી ગયો હતો. બીજી તરફ ગાડીમાં બેસીને એરપોર્ટથી નીકળી તે દરમિયાન તેને અનેક ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતાં.

આપને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટની વતન વાપસીને લઈને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટથી લઈને તેમના ગામ બલાલી સુધી સ્વાગતની જોરશોરથી તૈયારી કરવામાં આવી છે. ગ્રામજનો વિનેશ ફોગાટના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો :-

દર્દીઓના ‘ભગવાન’ હડતાલ ઉપર જતાં તબીબી સેવાઓ ઠપ્‍પ

0

કોલકાતાની એક સરકારી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્‍ટરની હત્‍યા અને બળાત્‍કારના વિરોધમાં ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશનએ આજે દેશભરની તમામ સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં ૨૪ કલાકની હડતાળનું આહ્વાન કર્યું છે. ૨૪ કલાકનો દેશવ્‍યાપી કામ બંધ અને ડોકટરો દ્વારા બોલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શન શનિવારે સવારે શરૂ થયો હતો. તબીબી સંસ્‍થાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે અને અકસ્‍માત વોર્ડ કાર્યરત રહેશે. બહારના દર્દીઓના વિભાગો (OPD) કાર્ય કરશે નહીં અને વૈકલ્‍પિક શષાક્રિયાઓ કરવામાં આવશે નહીં.ડોક્‍ટરોની હડતાળને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.હડતાલ સજ્જડ હોવાનું જાણવા મળે છે. દેશભરમાં તબીબી સેવાઓ ઠપ્‍પ થઇ ગઇ છે.

કોલકતામાં મહિલા તબીબ પર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત : તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ ; દર્દીઓને હાલાકી - Voice Of Day

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં ૮મી અને ૯મી ઓગસ્‍ટની રાત્રે એક મહિલા ડૉક્‍ટર સાથે થયેલી નિર્દયતા અને નિર્દયતા પછી દેશના ખૂણે-ખૂણે ન્‍યાયની હાકલ બુલંદ બની રહી છે. દરેક શહેરમાં, દરેક શેરીઓમાં, ડૉક્‍ટરો તેમના સાથીના બળાત્‍કાર અને હત્‍યા પછી ન્‍યાયની માંગ કરી રહ્યા છે. ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશને ડૉક્‍ટર પર બળાત્‍કાર અને હત્‍યા અને ત્‍યારપછીની તોડફોડના વિરોધમાં આજે દેશવ્‍યાપી પ્રદર્શનનું આહવાન કર્યું છે.

IMAએ તમામ હોસ્‍પિટલોમાં સવારે ૬ વાગ્‍યાથી ૨૪ કલાક માટે નોન-ઇમરજન્‍સી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્‍થાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે આવશ્‍યક સેવાઓ ચાલુ રહેશે અને અકસ્‍માત વોર્ડ કાર્યરત રહેશે. અગાઉ દિવસે, FORDA (ફેડરેશન ઓફ રેસિડેન્‍ટ ડોક્‍ટર્સ એસોસિએશન) એ પણ હડતાળની જાહેરાત કરી હતી. અંતર્ગત ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા રાજ્‍યભરના ડોક્‍ટર્સ ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવશે. સાથે જ સવારે રેલી અને સાંજે કેન્‍ડલ માર્ચનું પણ આયોજન ડોક્‍ટર્સ દ્વારા કરાયું છે. બીજી તરફ ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ આ ઘટનાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે.

એક તરફ કલકત્તાની ઘટના પછી દેશભરના તબીબોમાં રોષ ફાટી નીકળ્‍યો છે. દેશભરમાં ડોક્‍ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પીડિતાને ન્‍યાય મળે તે માટે અને જવાબદારોને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્‍યારે ઇન્‍ડીયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ડોક્‍ટરોએ આજે સવારે છ વાગ્‍યાથી આવતીકાલ સવારે ૬:૦૦ વાગ્‍યા સુધી ઓપીડી સેવા બંધ રાખવાનું એલાન આપ્‍યું છે. એટલે કે ૨૪ કલાક સુધી બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેને લઈને ઈમરજન્‍સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

IMAએ કહ્યું છે કે, આવશ્‍યક સેવાઓ શરુ રાખવામાં આવશે અને ઈમરજન્‍સી વોર્ડમાં પણ મેડિકલ કામગીરી ચાલુ રહેશે. IMAએ જણાવ્‍યું હતું કે, બાહ્ય રોગ વિભાગમાં (OPD) સેવાઓ બંધ રહેશે અને વૈકલ્‍પિક સર્જરી કરવામાં આવશે નહીં. કોલકત્તાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલમાં આચરવામાં આવેલા દુષ્‍કર્મ અને સ્‍વતંત્રતા દિવસની (બુધવારની રાત્રે) પૂર્વસંધ્‍યાએ વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીને પગલે ભારતીય મેડિકલ એસોસિએશને આવતી કાલે (૧૭ ઓગસ્‍ટ) હડતાળનું આહવાન કર્યું છે. જેમાં ૧૭મી ઓગસ્‍ટે સવારે ૬ વાગ્‍યાથી રવિવાર સુધી એલોપેથી ડોક્‍ટરો ૧૮ ઓગસ્‍ટના રોજ સવારે ૬ વાગ્‍યા સુધી ૨૪ કલાક માટે દેશભરમાં સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ઉદયપુરમાં લોકોના ટોળાએ મોલ અને દુકાનોમાં તોડફોડ કરી, ઈન્ટરનેટ બંધ, શાળાઓ બંધ

0

ઉદયપુર શહેરમાં શુક્રવાર સવાર સુધી બધું જ નોર્મલ હતું. પણ બપોર થતાં થતાં શહેરનો માહોલ અચાનક બદલાઈ ગયો. બજારોમાં કેટલાય ટોળા અચાનક આવ્યા અને દુકાનો બંધ કરાવા લાગ્યા. ગુસ્સે થયેલા લોકો મોલ અને કેટલીય દુકાનોમાં તોડફોડ કરવા લાગ્યા, પથ્થરમારો પણ કર્યો. એકાએક આખા શહેરમાં તણાવ ફેલાઈ ગયો. કેટલીય કારમાં આગ લગાવી દીધી. શહેરમાં કેટલીય જગ્યાએ હિંસા ફેલાઈ ગઈ. જોત જોતામાં પોલીસ ભારે સંખ્યામાં બજારો અને તે જગ્યાએ પહોંચી ગઈ જ્યાં હોબાળો થઈ રહ્યો હતો. તેમને શાંત કરાવ્યા અને સાવધાનીના ભાગરુપે બજારો બંધ કરાવી દીધી. આખા શહેરમાં પોલીસ અને અન્ય સુરક્ષા ફોર્સ તૈનાત કરી દીધી. આખા ઉદયપુરમાં કર્ફ્યૂ લગાવી દીધો છે.

Udaipur stabbing: Hindu student attacked by Muslim counterpart in govt school

હકીકતમાં જોઈએ તો, ભટિયાણી ચોહટ્ટાની સરકારી સ્કૂલમાં દસમા ધોરણના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં એક વિશેષ ધર્મના છાત્ર સાથે બોલાચાલી બાદ બીજા વિદ્યાર્થીની જાંઘમાં ચાકૂના ઘા મારી દીધા હતા. આરોપી છાત્ર સ્કૂલમાંથી ભાગી ગયો હતો. ચાકૂના ઘા વાગ્યા બાદ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અહીં છાત્રને આઈસીયૂમાં ભરતી કરાવ્યો હતો. સૂચના મળતા સૂરજપોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ત્યાર બાદ એમબી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ છાત્રના સમાજના લોકો એકઠા થઈ ગયા અને ભાજપના પદાધિકારી અને કાર્યકર્તા પણ અહીં પહોંચી ગયા હતા. ત્યાર બાદ આખા શહેરમાં ધીમે ધીમે તણાવ વધવા લાગ્યો. હોસ્પિટલમાં ડીએમ સહિત એસપી અને કેટલાય અધિકારી પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :-

કાનપુરમાં ટ્રેન અકસ્માત, સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

0

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ટ્રેન અકસ્માત સર્જાયો છે. કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. મળતી માહિતી અનુસાર, ડ્રાઈવર કહી રહ્યો છે કે, બોલ્ડર એન્જિન સાથે અથડાયું છે. જેના કારણે એન્જીનના કેટલ ગાર્ડને ખરાબ રીતે નુકસાન થયું છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ઉત્તર-મધ્ય રેલવે (NCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, આ અકસ્માત આશરે સવારે 2.30 વાગ્યે બન્યો હતો. તેમણે જણાવ્યું છે કે, કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે હાલ આ અકસ્માતમાં કોઈના મોત કે ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા નથી. ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, એક મોટો પથ્થર ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમણે કહ્યું કે, ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં જાનવરોને બચાવવા માટે લગાવવામાં આવેલ ‘કેટલ ગાર્ડ’ આ અથડામણને કારણે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને વળી ગયો હતો.

આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું છે કે, “સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 2.35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર પડેલી કોઈ વસ્તુ સાથે અથડાયું હતું. આ પછી તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.” રેલવે મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આગળ લખ્યું કે, “અકસ્માતના પુરાવા સુરક્ષિત છે. IB અને યુપી પોલીસ પણ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટનામાં મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદ સુધી મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.”

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે. ઉપરાંત દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનોના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

છૂટાછેડાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? કારણ, યોગ્ય ઉ‍ંમરે લગ્ન કરાતા નથીઃ ગોવિંદકાકા

  • લગ્ન માટે ૧૮ થી ૨૧ની ઉંમર આદર્શ ગણાય, આ ઉમરે હૃદયમાં સમર્પણભાવ હોય છે અને બુદ્ધિ હાવી થતી નથી
  • બુદ્ધિ બળવત્તર નહીં હોવાથી એકબીજાને હૃદયભાવથી સમર્પિત થઈજાય છે અને સંસારરથ એકબીજાના ભરોસે અને વિશ્વાસ મુકીને દોડતો થઈ જાય છે અને આડુંઅવળુ જોવાનો વિચાર સુધ્ધાં આવતો નથી
  • અમદાવાદ છારોડી ગુરૂકુળના ઉપક્રમે સુરતમાં અદ્‍ભુત ‘‘વિચાર ગો‌િષ્‍ઠ’ કાર્યક્રમ યોજાયોઃ સાડા ત્રણ કલાક પછી પણ લોકોને કાર્યક્રમ અધૂરો લાગતો હતો
  • પો.કમિ.અનુપમસિંહ ગેહલોત પણ ચર્ચાનો હિસ્સો બન્યા ,તેમણે કોઇને નડવાનું બંધ કરવાની વાત કરીને ટૂંકા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું
  • માધવપ્રિયદાસજી સ્વામીએ પણ લગ્નજીવન ટકાવી રાખવા માટે અદ્‍ભુત વાતો કરી અને ભારતીય વૈદિક લગ્ન પરંપરાને શ્રેષ્‍ઠ ગણાવી સપ્‍તપદીનો છેલ્લો શ્લોક ‘‘સખે… સપ્‍તપદા ભવ’’ ટાંકીને મિત્રભાવે જીવન જીવવાનો સાર બતાવ્યો

બે દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક ‘‌વિચારગો‌‌ષ્ઠિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ છારોડી ખાતેના સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યાલય એટલે કે એસજીવીપીના નામથી ઓળખાતી સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી સુરતનાં ઉદ્યોગ-અગ્રણી અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયા અને પો.કમિ. અનુપમસિંહ ગેહલોત મુખ્ય વક્તા હતા. પ્રથમ નજરે ‘‌વિચારગો‌‌ષ્ઠિ’ કાર્યક્રમ સાવ સહજ અને ઔપચારિક લાગતો હતો, પરંતુ સતત સાડા ત્રણ કલાક સુધી ચાલેલો કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ અધૂરો લાગતો હતો.

કોઈ ગીત, સંગીત કે ભજન નહીં પરંતુ માત્ર ચર્ચા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ અદ્‍ભુત હોઈ શકે એવું કદાચ પહેલી વખત બન્યું હશે. સરદાર સ્મૃતિ ભવનની બેઠક ક્ષમતા લગભગ ૧૨૫૦ લોકોની છે, પરંતુ ૧૩૦૦ કરતાં વધારે લોકો હોલમાં હતા અને કેટલાંક બાજુમાં ઊભા હતા. જ્યારે અસંખ્ય લોકો ફેસબુક અને વોટ્સઅપનાં માધ્યમથી જોડાયા હતા.

માધવપ્રિયદાસજી સ્વામી માટે ‘ધર્મ અને વ્યવહાર’ વિષય હતો. જ્યારે ગોવિંદ ધોળકિયા એટલે કે ગોવિંદકાકા માટે ‘ધર્મ અને વ્યાપાર’ વિષયની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ પ્રશ્નોત્તરી દરમિયાન વિષય ભુલાઈ ગયા હતા અને સાંપ્રત સમસ્યા અને સમાજજીવનની ચિંતાઓના પ્રશ્નોની હારમાળા શરૂ થઈ હતી. લોકોએ કેટલાક પ્રશ્નો એવા રજૂ કર્યા હતા કે, વક્તાઓ માટે જવાબ આપવાનું મુશ્કેલ થઈ ગયું હતું, પરંતુ હિંમત હાર્યા વગર કે સંકોચ રાખ્યા વગર બંને વક્તાઓએ દિમાગનાં રસ્તા ખુલી જાય એવા જવાબ આપ્યા હતા.

ગોવિંદકાકા આમ પણ સ્પષ્ટ અને રમૂજ કરનાર વક્તા છે. તેમણે સાંસારિક અને સમાજજીવનની વર્તમાન પેઢીને મુંઝવતી સમસ્યાઓ વિશે વિગતે વાત કરીને આપણી પુરાતન પ્રણાલીઓને યથાર્થ ઠેરવી હતી. આજકાલ સંતાનો અને મા-બાપ વચ્ચે વધતી જતી ખાઈ, તૂટતા જતાં પરિવારો, છૂટાછેડાનું વધતું જતું પ્રમાણ વગેરે મુદ્દે સાવ સરળ, પરંતુ દિમાગમાં ઊતરી જાય એવી વાતો કરી હતી. ગોવિંદકાકાએ સ્પષ્ટતા કરી હતી કે, હું ઓછું ભણ્યો છે, પરંતુ અનુભવે ઘડાયો છે. તેમણે દાયકાઓ પૂર્વેનાં સમાજજીવનનાં ઉદાહરણો આપીને એક વાત સરસ કરી હતી કે, વધતી ઉંમરની સાથે હૃદય અને બુદ્ધિમાં પણ પરિવર્તન આવે છે. ગોવિંદકાકાએ ફોડ પાડીને વાત કરતાં કહ્યું હતું કે, ચોક્કસ વયમર્યાદામાં લગ્નસંસાર મંડાયો હશે એટલે કે લગ્ન થયા હશે તો આવાં લગ્નો ભાગ્યે જ તૂટતાં હોય છે. તેમણે લગ્નની વયમર્યાદા ૧૮ થી ૨૧ની ગણાવી હતી. આ એક એવી ઉંમર છે કે, જ્યારે હૃદયમાં સમર્પણભાવ હોય છે. આ ઉંમરે બુદ્ધિ બળવત્તર બનતી નથી. એટલે ‘મને આ ગમે છે’ અને ‘આ નથી ગમતું’ એવા પ્રશ્નો ઊભા થતા નથી અને બંને વ્યક્તિ હૃદયભાવથી એકબીજાને સમર્પિત થઈ જાય છે. મતલબ બુદ્ધિ બળવત્તર બંને ત્યાર પહેલા સંસારરથ એકબીજાનાં ભરોસે દોડતો થઈ જાય છે અને આડુંઅવળું જોવાની તક મળતી નથી. વળી, યોગ્ય ઉંમરનાં લગ્ન સમયે સંયુક્ત કુટુંબ હોવાથી સંયુક્ત પરિવારની ભાવનામાં ઉછરેલા લગ્નજીવનમાં ભંગાણ પડવાના ખૂબ જ ઓછા સંજોગો બનતા હોય છે. સામાજિક સર્વે કરવામાં આવે તો આ વાતનાં સકારાત્મક પુરાવા જાણવા અનુભવવા મળશે.

પ્રશ્નો અને પેટા પ્રશ્નોના મારા વચ્ચે ગોવિંદકાકાએ હાલનાં સંજોગોમાં છૂટાછેડાના વધી રહેલા પ્રમાણ અંગે અંગુ‌િલનિર્દેશ કરતાં કહ્યું હતું કે, ખૂબ મોટી ઉંમરે લગ્ન થવાનું આજના છૂટાછેડા પાછળનું મૂળ કારણ માની શકાય. કારણ કે, ૨૫ થી ૩૦ વર્ષ પછીની ઉંમરે હૃદયભાવ ઉપર બુદ્ઘિભાવ હાવી થઈ જાય છે. ઘણી વખત કારણ સાવ સહજ હોય છે, પરંતુ બંને પક્ષે અહંકારનો ટકરાવ, એકબીજા પ્રત્યે નહીં ઝૂકવાનો ભાવ લડાયક બનીને આખરે ઘરસંસારને તોડી નાંખે છે. પારિવારિક સંબંધો માટે પણ ઘણી વખત ઘાતક પુરવાર થાય છે.

ગોવિંદકાકાએ ખુબ જ સરસ સુઝાવ આપતા કહ્યું હતું કે, આપણી થોડાં વર્ષો પૂર્વેની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે જીવનનો ક્રમ જાળવી રાખવામાં આવે તો પારિવારિક જીવનમાં દુઃખી થવાના સંજોગો ઓછા થશે.

તેમણે આગળ વધીને કહ્યું હતું કે, વર્તમાન મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનાં યુગમાં ભારતવિરોધી સત્તાઓ દ્વારા કુમળી વયનાં બાળકોને મુખ્ય લક્ષ્યાંક કે ટાર્ગેટ બનાવાય છે. અત્યાર સુધી બહાર આવેલા મોટાભાગનાં બનાવોમાં કુમળી વયનાં એટલે કે ૧૬ થી ૨૦ વર્ષનાં બાળકોને નિશાન બનાવાયાં છે. આ એવી ઉંમર છે કે, બાળકને નશાના અને ગુનાખોરીનાં રવાડે આસાનીથી ચઢાવી શકાય છે. મતલબ વાલીઓએ પોતાનાં સંતાનોની ૧૫ થી ૨૦ વર્ષની વય દરમિયાન ખૂબ જ કાળજી લેવી જોઈએ. ગોવિંદકાકાએ ધર્મ અને વ્યાપાર સંદર્ભે પ્રામાણિકતા અને સત્યનાં સિદ્ધાંતોને વળગી રહેવાથી વેપારમાં ચોક્કસ વૃદ્ધિ થવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે કેટલાંક દાખલા પણ ટાંક્યા હતા. તેમણે પોતાનાં શાળાકીય એટલે ગ્રામ્ય જીવનથી શરૂ કરીને SRK એટલે કે શ્રી રામકૃષ્ણ ડાયમંડ સંસ્થાનાં વટવૃક્ષ અંગેની ચડતી-પડતીની અનેક વાતો કરી હતી.

માધવપ્રિયદાસજી સ્વામીએ ધર્મ અને વહેવાર વચ્ચેની ભેદરેખા ખૂબ જ સરળ શબ્દોમાં વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યવહારમાં જ ધર્મ સમાયેલો છે. તમે કોઈપણ કર્મ કરો પરંતુ તેમાં તમારા પડોશીનો ખ્યાલ રાખો એટલે જ ધર્મ.

માધવપ્રિયદાસજી સ્વામીએ એક પરિવારમાં પડેલી બીમાર દીકરીની સારવારમાંથી સાકાર થયેલી હોસ્પિ.ના નિર્માણનો દાખલો આપતાં કહ્યું હતું કે, એક પરિવારની દીકરી ‌િમનાક્ષી બીમાર પડી હતી અને માતા-પિતાની પ્રાર્થના અને તબીબોની સારવારને કારણે દીકરી સારી થઈ ગઈ, પરંતુ અન્ય પરિવારોમાં ઉછરી રહેલી મિનાક્ષી જેવી દીકરીઓની ચિંતામાં માતા-પિતાએ આખી હોસ્પિ.નું નિર્માણ કર્યું. આ જ ઘટના વ્યવહારમાં સમાયેલા ધર્મનો પ્રત્યક્ષ પુરાવો છે. મીનાક્ષીનાં માતા-પિતા એટલે બીજું કોઈ નહીં ગોવિંદકાકા અને ચંપાબેન!!

માધવપ્રિયદાસજી સ્વામીએ ‌િમનાક્ષીની બીમારી અને માતા-પિતા ગોવિંદકાકા અને ચંપાબેનનાં કર્મને વર્ણવીને સાવ સરળ ભાષામાં જીવંત ઉદાહરણ સાથે ધર્મ અને વ્યવહાર વચ્ચેની ભેદરેખા સમજાવી હતી.

કુટુંબભાવના ટકાવી રાખવા કોઈપણ પ્રકારની ગણતરી, અપેક્ષા રાખ્યા વગર પરિવારને પ્રેમ કરતા રહેશો તો ક્યારેય પરિવાર નહીં તૂટે અને જેનો પરિવાર અડીખમ હશે એ પરિવારના સભ્યો ક્યારેય પણ કુમાર્ગે નહીં જાય. માધવપ્રિય શાક-દાળના વઘારનું ઉત્તમ ઉદાહરણ આપતા કહ્યું હતું. કે વઘારમાં ઉપયોગમાં લેવાતા મરચુ, હળદર, મીઠુ, તજ-લ‌િવંગ, એલચી, લીંબુ, મરી મસાલા દરેકના સ્વાદ એટલે સ્વભાવ અલગ હોય છે. પરંતુ જ્યારે ‘વઘાર’ થાય છે ત્યારે આપણે જમતી વખતે આંગળા પણ ચાટી જઇએ છીએ. પરિવારમાં પણ આવી જ ઐક્યની ભાવના હશે તો કદા‌િપ ઘર, પરિવારો નહીં તૂટે.

સુખી દામ્પત્યજીવન અંગે માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ભારતીય લગ્નવ્યવસ્થા પ્રમાણે લગ્નજીવન મિત્રભાવે જીવવામાં આવે તો ક્યારે કડવાશ નહીં આવે. આપણા લગ્ન સંસ્કારમાં સપ્‍તપદીનાં છેલ્લા મંત્રમાં ‘સખે… સપ્‍તપદા ભવ’ કહેવામાં આવે છે. આ મંત્રને અનુસરવામાં આવે તો લગ્નજીવન મધુર બની જશે. ક્યારેય પણ આડુંઅવળું જોવાનું મન નહીં થાય.

‘‌વિચારગો‌‌ષ્ઠિ’ના પ્રારંભે પો.કમિ. અનુપમસિંહ ગેહલોતે પણ ટૂંકી, પણ અદ્‍ભુત વાત કરી હતી.

તેમણે કાયદો, વ્યવસ્થા અને સમાજવ્યવસ્થાની વાતો કરીને અંતે કહ્યું હતું કે, તમે કોઈને પણ નડવાનું બંધ કરો એટલે ધર્મ, વ્યવહાર બધું જ આવી જશે.

૧૭ ઓગસ્ટ, ૨૦૨૪/ આ રાશિ માટે શનિવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસની શરૂઆતનો અજંપો પાછળથી દુર થાય. આર્થિક લાભ મળતો જણાય. પરિવારમાં મનમેળ, સુખ-શાંતિ રહે. સ્વાસ્થ્ય સારૂં રહે. ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માન વધે. સ્નાયુના દુઃખાવાથી સાચવવું.

વૃષભઃ

બપોર પછી આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃ‌િધ્ધ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય. આરોગ્ય સારૂં રહે. કુટુંબમાં પરસ્પર સ્નેહનું પ્રમાણ વધે.

મિથુનઃ

બપોર સુધી આનંદમાં વધારો થાય. બપોર બાદ બેચેનીનો અનુભવ થાય. પરિવારમાં શાંતિ રહે. પૈસાની આવક રહેતા હળવાશનો અનુભવ થાય. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. બ્લડપ્રેશરના દર્દીઓએ વિશેષ સાવધાની રાખવી.

કર્કઃ

આજે નાણાંકીય બાબતોમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, ઉપરી અધિકારીથી પ્રસંશા મળતી જણાય. માન-સન્માનમાં વૃ‌િધ્ધ થતી જણાય. દામ્પત્ય સુખમાં આનંદનો અનુભવ થાય. આરોગ્ય સારૂ રહે. થોડી એલર્જીની તકલીફ રહે.

સિંહઃ

સાંજ સુધી દિવસ સારો છે. પ્રસન્‍નતા અનુભવાય. પરિવારમાં શાંતિ-સંપ વધે. નાણાંની પ્રાપ્તિ સહજ બને. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. સંતાનની પ્રગતિ નીહાળવાની તક મળે. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

આનંદિત દિવસ પસાર થાય. આવક વધતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકત તથા નવા રોકાણો કરવાની વ્યવસ્થા સરળ બને. માથાનો દુઃખાવો માઇગ્રેઇનની સમસ્યા સતાવે.

તુલાઃ

કાર્ય સફળતા આપના કદમ ચૂમતી જણાય. પરિવારમાં આનંદ ઉત્સવ ભર્યું વાતાવરણ સર્જાય. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કરાયેલા રોકાણો ફાયદાકારક પુરવાર થતા જણાય. પેટ સંબંધી સમસ્યાઓથી સાવચેતી જરૂરી.

વૃશ્ચિકઃ

થોડી ઉગ્રતા વર્તાય. આવકના નવા નવા રસ્તાઓ ખુલતા જણાય. નાના ભાઇ બહેનો સાથે આત્મીયતાનો અનુભવ થાય. ભાગ્ય બળવાન બનતું જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતાથી આવક વધતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

ધનઃ

માનસિક શાંતિ જળવાશે. આરોગ્ય પણ સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વૈવાહિક જીવનમાં આનંદ ઉત્સાહ વધે. ભાગ્યની વૃધ્ધિ થતી અનુભવાય. આરોગ્ય સારૂં રહે. પરંતુ બહેનોની સ્ત્રીરોગોની કાળજી રાખવી જરૂરી છે.

મકરઃ

આવક ઘટતી જણાય. છતાં માનસિક શાંતિ જળવાય. ખોટા ખર્ચન થાય એનું ધ્યાન રાખવું. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા અનુભવાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર મળે.

કુંભઃ

આત્મબળમાં વૃધ્ધિ થાય. પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ પેદા થાય. શેરબજાર તથા અન્ય રોકાણથી ફાયદો થતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર થાય. મિત્ર વર્તુળમાં વધારો થતો જણાય. બપોર બાદ ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. આજે અગત્યના નવા આર્થિક રોકાણો ટાળવા. સંતાનની પ્રગતિ આપને હર્ષ આપનારી નીવડે. નોકરી-ધંધા માટે દિવસ શુભ છે. નોકરીમાં પ્રમોશન અને ધંધામાં સફળતા મળવાના યોગ છે. મિત્રો તરફથી લાભ.

ગુજરાતમાં સાઇબર ક્રાઇમ સે આઝાદી થીમ સાથે જાગૃતિ અભિયાન રેલી થકી ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણી

દેશના ખૂણે ખૂણે 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ આઈ.ટી. સંસ્થા, રેડ & વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન દ્વારા સમગ્ર ગુજરાતમાં સાયબર સુરક્ષા ને પ્રાધાન્ય આપી સાઇબર ક્રાઇમ સે આઝાદી થીમ સાથે જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, આનંદ, અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર સ્થિત શાખાઓથી 2000 થી વધુ વિદ્યાર્થીઓએ સ્વયંભૂ જોડાઈ ‘સાયબર ક્રાઇમ સે આઝાદી’ થીમના વિવિધ પોસ્ટર્સ સાથે માહિતી આપી 700થી વધુ સોસાયટીના રહીશોને જાગૃત કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો.

ભારત 78 વર્ષ પહેલા અંગ્રેજોથી આઝાદ થયો પરંતુ આજે વધુ એક સમસ્યાથી આઝાદ થવાની સખત જરૂર છે તેનું નામે છે “સાયબર ક્રાઇમ”. આધુનિક ટેક્નોલોજીના યુગમાં સાયબરના ગુન્હાઓ સતત વધી રહ્યા છે. જેથી સામાન્ય થી સામાન્ય માણસ અને અન્ય તમામ ઉંમરના લોકો જે ફોન, લેપટોપ જેવા કોઈ પણ જાતના ગેજેટ્સ વાપરે છે તેઓ ભોગ બની રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે લોકોમાં સાયબર સુરક્ષાની માહિતીનો અભાવ છે અને જેના પરિણામેં લોકો મોટી રકમ ગુમાવી અથવા અન્ય પજવણીના શિકાર બની રહ્યા છે. આ સમગ્ર ઘટનાને ડામવા અને આવા ડિજિટલ શત્રુથી આઝાદી મેળવવા સાઇબર ક્રાઇમ સે આઝાદી નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી, વિદ્યાર્થીઓએ લોકોને સાઇબર ખતરાઓ અને તેનાથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી આપી, ઘર-ઘર જઈને નારા અને પોસ્ટરો દ્વારા સંદેશ ફેલાવી આ જાગૃત અભિયાનને સફળ બનાવવા કવાયત હાથ ધરી હતી.