Home Blog Page 615

અંકલેશ્વરમાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી વધુ એક કંપની ઝડપાઈ

0

ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલી Aavsar enterpriseમાંથી 14.10 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સના જથ્થાને ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં કંપની સંચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે 20 ઓક્ટોબરની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી મળી છે. અંકલેશ્વર GIDCમાંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરની જે ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. ત્યારે આ શંકાસ્પદ કેમિકલની તપાસ માટે ફેક્ટરી ખાતે એફએસએલની ટીમને બોલાવાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. એફએસએલની તપાસમાં જો આ શંકાસ્પદ કેમિકલ ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થશે તો પકડાયે ડ્રગ્સના જથ્થા નો આ આંકડો એક હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચી જશે.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી

0

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપરાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. સરકારના આ પ્રસ્તાવને હવે ઉપરાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને 17મી ઓક્ટોબરના રોજ જ મંજૂરી આપી દીધી હતી. ઉપરાજ્યપાલ દ્વારા 19મી ઓક્ટોબર તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.

ઓમર અબ્દુલ્લા LGને મળ્યા, જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો કર્યો દાવો, ક્યારે શપથ સમારોહ? | Sandesh

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરૂઆત હશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે.

નોંધનીય છે કે, 4 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો પ્રથમ સત્ર યોજાશે. આ દરમિયાન કેબિનેટે ઉપરાજ્યપાલને વિધાનસભા બોલાવવા અને તેને સંબોધિત કરવાની સલાહ આપી છે. હાલ એલજીએ સ્પીકરની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. હવે મુબારિક ગુલ પ્રોટેમ સ્પીકર તરીકે 21 ઓક્ટોબરે તમામ ધારાસભ્યોને શપથ અપાવડાવશે.

આ પણ વાંચો :-

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-JMM ગઠબંધનમાં સીટ વહેંચણીનો મુદ્દો ગરમાયો!

0

ઝારખંડમાં આગામી ચૂંટણી માટે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા વચ્ચે ગઠબંધનની સીટ વહેંચણી માટેની ચર્ચા પૂરી થઈ ગઈ છે. શનિવારે મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડ કોંગ્રેસ પ્રભારી ગુલામ અહેમદ મીરે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અને JMM સાથે મળી 81 માંથી 70 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની 11 બેઠકો ડાબેરી મોરચા અને RJD વચ્ચે વહેંચવામાં આવશે.

મુખ્ય પ્રધાન હેમંત સોરેને શનિવારે રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને ગઠબંધનની જાહેરાત કરી હતી. સોરેને કહ્યું કે ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ ઈન્ડિયા ગઠબંધન ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે. સાથી પક્ષો સાથે બેઠક વહેંચણીની વાટાઘાટો દરમિયાન એ નક્કી કરવામાં આવ્યું છે કે કોંગ્રેસ અને જેએમએમ 81માંથી 70 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરશે. જેએમએમ અને કોંગ્રેસ કેટલી સીટો પર ચૂંટણી લડશે તે અંગે મુખ્યમંત્રીએ હજુ સુધી ખુલાસો કર્યો નથી.

તેમણે વધુમાં કહ્યું કે બાકીની 11 બેઠકો માટે ગઠબંધન ભાગીદારો આરજેડી અને ડાબેરી પક્ષો સાથે બેઠક વહેંચણીની વાતચીત ચાલી રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેને કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીરની હાજરીમાં સીટ વહેંચણીની જાહેરાત કરી હતી. સોરેને કહ્યું કે આરજેડી અને સીપીઆઈ(એલ) સાથે વાતચીત બાદ સ્થિતિ સ્પષ્ટ થશે કે કોંગ્રેસ અને જેએમએમ કઈ સીટો પર ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.

જણાવી દઈએ કે, ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. NDA માં સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપ 68 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે (AJSU) 10 પર, જનતા દળ (યુનાઇટેડ) બે અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એક બેઠક પર ચૂંટણી લડશે. AJSU સિલ્લી, રામગઢ, ગોમિયા, ઈચ્છાગઢ, માંડુ, જુગસલાઈ, ડુમરી, પાકુર, લોહરદગા અને મનોહરપુરથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે JD(U) જમશેદપુર પશ્ચિમ અને તામરથી ચૂંટણી લડશે, જ્યારે એલજેપી (રામ વિલાસ) ચતરાથી ચૂંટણી લડશે.

આ પણ વાંચો :-

હરિયાણામાં સ્કૂલ બસ ખાઈમાં ખાબકી, 16 બાળકો ઈજાગ્રસ્ત

0

હરિયાણાના પંચકુલામાં શનિવારે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 16 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક પ્રશાસને ઘાયલોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે બસ પલટી ખાઈ ગઈ અને ખાઈમાં પડી ગઈ. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર, સ્કૂલ બસનો ડ્રાઈવર તેજ ગતિએ બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન મોરની નજીક ટીકર તાલ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને બસમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પંજાબના માલેરકોટલામાં આવેલી નનકાના સાહિબ સ્કૂલના બાળકો અને સ્ટાફના લોકો ફરવા માટે પંચકુલાના મોરની હિલ્સ જઈ રહ્યા હતા. બસ અચાનક પલટી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો :-

ભાજપના સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ

0

દેશભરમા ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન ચાલી રહ્યુ છે. પ્રાથમિક સભ્ય બન્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બનવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.

આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટુંક દિવસમા ભરાવવામા આવશે.

સમગ્ર ગુજરાતમાં સંગઠનના પદાધીકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંક માંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે. તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે. તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.

આ પણ વાંચો :-

લઠ્ઠા કાંડના કારણે થયેલા મોત પર ભડક્યા પપ્પુ યાદવ, જાણો શું કહ્યું ?

0

સારણ અને સિવાનમાં ઝેરી દારૂના કારણે થયેલા મોતને લઈને પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન, જેમને પપ્પુ યાદવ તરીકે ઓળખવામાં આવે છે, પીડિત પરિવારને મદદ કરવા પહોંચ્યા હતા. પપ્પુ યાદવે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અને દરેકને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપી.

Pappu Yadav Latest News, Updates in Hindi | पप्पू यादव के समाचार और अपडेट - AajTak

દરમિયાન પપ્પુ યાદવે જણાવ્યું કે, “જેઓ લોકો નફરત ફેલાવી રહ્યા છે અને જાતિનું અપમાન કરી રહ્યા છે, હું તેમને વિનંતી કરું છું કે તેઓ ત્રિશૂળ અને જાતિનો દુરુપયોગ કરવાનું બંધ કરે. આ બિહાર છે, જે બધાને શીખવે છે. જે દિવસે હું સત્તામાં આવીશ, હું જાતિનો દુરુપયોગ કરનારા લોકો માટે રાજકારણમાં કોઈ જગ્યા નહીં રાખું.” તેમણે ઉમેર્યું કે, “અમે એવા કાયદાનું નિર્માણ કરીશું કે જે પક્ષો આવા લોકોને ટિકિટ આપી શકશે નહીં.” ઝેરી દારૂના કારણે થયેલા મોત પર પપ્પુ યાદવે કહ્યું કે, “આ ઘટના અત્યંત દુ:ખદ છે. આ મોત નથી, પરંતુ ચોક્કસ રીતે હત્યા છે.” તેમણે સૂચવ્યું કે, “આ હત્યામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, જેમ કે કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં થાય છે, અને તેમને આજીવન કેદની સજાની જોગવાઈ થવી જોઈએ.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, ‘આ લોકો દારૂ પીને મૃત્યુ નથી પામ્યા, પરંતુ ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. આમાં તમે નેતાગીરી કરવા કરતા જો તમારી પાસે હોદ્દો અને દરજ્જો હોય તો આવો અને આ લોકોને મદદ કરો. જે દિવસે હું સત્તા પર આવીશ, હું ઝેરી દારૂનું એક ટીપું પણ નહીં બનવા દઉં. જે વિસ્તારમાં આવી ઘટના બનશે તે વિસ્તારના આબકારી અધિકારીઓને 48 કલાકમાં બરતરફ કરવામાં આવશે.’

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગર પાટડીમાં રાંધણ ગેસની પાઈપમાં લાગી આગ, 9 લોકો દાઝ્યા

0

સુરેન્દ્રનગર પાટડીમાં આગની ઘટનામાં 9 લોકો દાઝવાની ઘટના સામે આવી છે. રસોઇ બનાવતી વખતે રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. મહિલા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. દાઝી ગયેલા લોકોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનામાં બે મહિલા અને બાળકો સહિત કૂલ નવ લોકો દાઝ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Delhi: Gas Leak In Narela Dal Mill... 3 Workers Burnt, 6 Injured Due To Compressor Blast - Gondwana University

સુરેન્દ્રનગરના પાટડીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આતરસુંબા ગામના મહાદેવ વાળી ફળીમાં રહેતા અને ખાણીપીણીનો વ્યવસાય કરતા એક વેપારીના મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ગેસની પાઇપલાઇન લીકેજ થવાને કારણે વિકરાળ આગ લાગી હતી. આ સાથે જ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્યા હતા. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આસપાસના લોકો તેમજ પરિવારના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાસે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો :-

જયપુરમાં વધું એક વિમાનને બોમ્બથી ઉડાડવાની ધમકી

0

વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળવાનો સિલસિલો અટકી રહ્યો નથી. બોમ્બની ધમકી મળ્યા વધુ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-196માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટ દુબઈથી જયપુર આવી રહી હતી. રાત્રે 12.45 કલાકે બોમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો અને 1.20 વાગ્યે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 189 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ બાદ સુરક્ષા દળોએ આખા પ્લેનની તપાસ કરી હતી. પરંતુ તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.

4 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેટલીક કેનેડા અને કેટલાકને અયોધ્યા ડાઇવર્ટ કરાઈ |4 planes threatened to be bombed diverted some to Canada and some to Ayodhya

પ્રવક્તાએ જણાવ્યું, “18 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીથી લંડન માટે ઉડાણ ભરનારી વિસ્ટારા ફ્લાઇટ UK17ને સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધિત ધમકી મળી હતી. પ્રોટોકોલ અનુસાર, તમામ સંબંધિત અધિકારીઓને તરત જ જાણ કરવામાં આવી અને સાવચેતીના ભાગરૂપે પાયલોટોએ વિમાનને ફ્રેન્કફર્ટ તરફ વાળવાનો નિર્ણય લીધો હતો.” આ કેસ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી હતી. દરમિયાન, અકાસા એરલાઈને જણાવ્યું હતું કે તેની ફ્લાઈટ QP 1366, જે શુક્રવારે બેંગલુરુથી મુંબઈ માટે ઉડાન ભરી હતી, તેને પ્રસ્થાનના થોડા સમય પહેલા સુરક્ષા ચેતવણી મળી હતી.

એરલાઇને X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, “એટલે, સુરક્ષા અને સલામતીની પ્રક્રિયાના અનુકૂળ, તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવા પડ્યા, કારણ કે સ્થાનિક અધિકારીઓએ જરૂરી પ્રક્રિયાઓનો પાલન કર્યું.” ગત કેટલાક દિવસોમાં, ભારતીય એરલાઇન દ્વારા ચલાવતી લગભગ 40 ઉડાણોને બમ્બની ધમકી મળી હતી, જે અંતે ખોટી સાબિત થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇનને બમ્બની ખોટી ધમકીની ઘટનાઓ અટકાવવા માટે કડક ધોરણો બનાવવા માટેની યોજના બનાવી રહ્યું છે, જેમાં દોષીઓને નો-ફ્લાઈ યાદીમાં મૂકવાનું પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં સીટ વહેંચણી પર ‘INDIA’ ગઠબંધનમાં તણાવ !

0

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી કોંગ્રેસના ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. એકબાજુ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે વિવાદ સર્જાયો છે. તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ પણ MVAની બેઠકમાં આમંત્રણ ન મળવા બદલ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

राहुल गांधी और अखिलेश यादव की संयुक्त प्रेस कांफ्रेंस में दिखी INDIA गुट की असली तस्वीर - rahul gandhi akhilesh yadav joint press conference displays india bloc realty opnm1 - AajTak

સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ આજથી પ્રચાર માટે પોતે જ મેદાનમાં ઉતર્યા છે. ગઠબંધનમાં બેઠકો મુદ્દે ખેંચતાણ વચ્ચે અખિલેખે માલેગાંવ અને ધુલેમાં કોંગ્રેસના સાથ વિના જ રેલીઓ યોજી છે. સપાનું આ વલણ તે કોંગ્રેસથી નારાજ હોવાનો સંકેત આપે છે.

લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી હતી. તે સમયે I.N.D.I.A. ગઠબંધનમાં કોંગ્રેસ અને સપા વચ્ચે અંતિમ સમય સુધી બેઠક ફાળવણી મુદ્દે ચર્ચાઓ ચાલતી રહી અને અંતે કોંગ્રેસે સપાના વર્ચસ્વ પર સવાલ ઉઠાવતાં વિવાદ સર્જાયો હતો. સપાએ આ ચૂંટણીમાં 12 જેટલી બેઠકો માગી હતી.

હવે આવી જ સ્થિતિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. સપા એક ડઝન બેઠકો પર દાવો કરી રહી છે. સપાએ હરિયાણાની ચૂંટણીમાં પણ ગઠબંધનની માંગ કરી હતી, પરંતુ ત્યાં પાર્ટી વાટાઘાટોની કોઈ અસર થઈ ન હતી. હરિયાણામાં હારથી ઍલર્ટ સપા મધ્યપ્રદેશનું મોડલ અપનાવી રહી છે અને સીટ વહેંચણી પર વાતચીતની સાથે ચૂંટણીની તૈયારીઓને ઝડપી બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. સંકેતો સ્પષ્ટ છે કે સપા જો ગઠબંધન શક્ય ન બને તો હરિયાણાની જેમ ચૂંટણી મેદાન છોડવા માગતી નથી.

સપાની સક્રિયતા કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) માટે સ્પષ્ટ સંદેશ છે કે ગઠબંધન થાય કે ન થાય, પક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. મહારાષ્ટ્ર સપા પ્રમુખ અબુ આઝમીએ બેઠકોના ​​નામની ગણતરી કરતી વખતે કહ્યું હતું કે, અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને જો અમને ગઠબંધનમાં બેઠકો નહીં મળે તો અમે અખિલેશ યાદવ સાથે ચર્ચા કરીને એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ. જો સપા એકલા ચૂંટણી લડે અને મુસ્લિમ મતો વિભાજિત થાય તો તેના માટે MVA જવાબદાર રહેશે.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં સગીરા પર 8 નરાધમોનું દુષ્કર્મ

0

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી.

After the order of the High Court, the complaint of the widow was registered | બે નણદોઈએ વિધવા પર દુષ્કર્મ આચર્યું: પીડિતા ધોરાજી પોલીસમાં FIR નોંધાવા ગઈ તો પોલીસે સહકાર ન આપ્યો,

સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખસો માંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ કરાઈ છે. અલગ અલગ 8 શકસોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.

આ આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ

  • અજય ભરવાડ
  • અજય અલગોતર
  • શૈલેષ અલગોતર
  • ધ્રુવ ચાવડા
  • કૌશિક ગોસ્વામી
  • વિજયસિંહ સોલંકી
  • દર્શન સદાદિયા
  • કાનો ઉર્ફે હરી

પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.

આ પણ વાંચો :-