Home Blog Page 612

મહારાષ્ટ્ર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 23 ઉમેદવારોની બીજી યાદી

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની બીજી યાદી પણ બહાર પાડી છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદીમાં 48 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે બીજી યાદીમાં 23 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ રીતે કોંગ્રેસે મહારાષ્ટ્ર માટે કુલ 71 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી યાદી અનુસાર કોંગ્રેસે જલગાંવ (જમોડ)થી સ્વાતિ સંદીપ વાકેકર અને ભુસાવલ બેઠક પરથી ડો.રાજેશ તુકારામ માનવંતકરને ઉમેદવાર જાહેર કર્યા છે.

Maharashtra Assembly polls: Congress releases second list of 23 candidates

શ્રીરામપુરના ધારાસભ્ય લહુ કાંડેની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ હેમંત ઓગલેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુનિલ કેદારના પત્ની અનુજા કેદારને સાવનેરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સામે મજબૂત ઉમેદવાર સુરેશ ભોયરને તક આપવામાં આવી છે.

વિપક્ષી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદીમાં 25 વર્તમાન ધારાસભ્યોને જાળવી રાખ્યા છે. આ યાદી કોંગ્રેસ, NCP (SP) અને શિવસેના (UBT)ની મહા વિકાસ અઘાડી (MVA) દ્વારા જાહેર કરવામાં આવ્યાના એક દિવસ બાદ આવી છે. 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી પક્ષો 85-85 બેઠકો પર ચૂંટણી લડશે. 288 માંથી 270 બેઠકો પર MVA ઘટકો વચ્ચે સર્વસંમતિ સધાઈ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે MVA મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે સીટ વહેંચણી પર સમજૂતી પર પહોંચી ગઈ છે. તેમના મતે, કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના તમામ ગઠબંધન ભાગીદારો દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે. આ સિવાય શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ પુષ્ટિ કરી છે કે તમામ MVA સહયોગી દરેક 85 સીટો પર ચૂંટણી લડશે.

આ પણ વાંચો :-

ગુરુગ્રામમાં એક મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભૂંજાયા

0

દિવાળીમાં આગ લાગવાના ઘણા બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક આગ લગાવની ઘટના પ્રકાશમાં આવી છે. હરિયાણાના ગુરૂગ્રામના એક મકાનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી છે. આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. શુક્રવારે મોડી રાત્રે સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગમાં 4 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડની ટીમોએ ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

હરિયાણાના ગુરૂગ્રામથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દર્દનાક ઘટનામાં મકાનની અંદર રહેલા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. 4 લોકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. તમામ મૃતકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે.

ગુરૂગ્રામના સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં શુક્રવારે મોટી રાત્રે લગભગ 2:00 વાગે આગ લાગી હતી. આગની ચપેટમાં આવતાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગી જનારા લોકોની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે છે.

પ્રાથમિક જાણકારી અનુસાર તમામ લોકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે. મૃતકોમાં એક પરણિત હતો. તેની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર પર ઘરે ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો :-

મહેસૂલ વિભાગમાં સાગમટે બદલી, 79 ડે.કલેક્ટરને અપાયું ટ્રાન્સફર, જુઓ લીસ્ટ

0

ગુજરાતના મહેસુલ વિભાગ દ્વારા ગત મોડી સાંજે બદલી અને બઢતીની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્યના 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામાં આવી છે. જ્યારે કે, 44 મામલતદારોને નાયબ કલેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના કેટલાક DEO અને DPEOનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી બાદ ઘણા લાંબા સમય પછી બઢતી અને બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

CM Bhupendra Patel to meet govt, industry representatives to promote Vibrant Gujarat Global Summit | Gandhinagar News - The Indian Express

આ પણ વાંચો :-

ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુ સામે NIA ની મોટી કાર્યવાહી, મિલકતો જપ્ત

0

ભારતની તપાસ એજન્સીએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પન્નુ સામે મોટી કાર્યવાહી કરી. એજન્સી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ નોંધાયેલા 6 કેસની તપાસ કરી રહી છે અને આ અંતર્ગત ભારતમાં સ્થિત તેમની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

NIA investigating 6 cases against designated terrorist Gurpatwant Pannu | External Affairs Defence Security News - Business Standard

NIA ની ટીમ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ નોંધાયેલા 6 કેસની તપાસ કરી રહી છે. આ અંતર્ગત NIA એ કાર્યવાહી કરી અને ચંદીગઢમાં પન્નુની 3 મિલકતો જપ્ત કરી. આ ઉપરાંત અમૃતસરમાં પન્નુની કેટલીક જમીનો પણ જપ્ત કરવામાં આવી છે. આ વર્ષે 15 ઓક્ટોબર સુધી તપાસ એજન્સીએ પન્નુ વિરુદ્ધ કુલ 66 કેસ નોંધ્યા છે.

ગુરપતવંત સિંહ પન્નુ સામે પણ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે રેડ કોર્નર નોટિસ કોને કહેવાય છે. પન્નુ પોલીસ અને તપાસ એજન્સીઓથી બચવા માટે અન્ય દેશમાં ભાગી ગયો છે. વિશ્વભરની પોલીસ રેડ કોર્નર નોટિસ જારી કરીને આવા ગુનેગારો વિશે સતર્ક છે. આનો અર્થ એ નથી કે વ્યક્તિ દોષિત છે. તેમજ તે ધરપકડ વોરંટ નથી.

તમને જણાવી દઈએ કે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ બાદ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ઘણો વધી ગયો છે. આ પછી પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુ નાગરિકોને ધમકી આપી હતી. ભારત સરકાર અને તપાસ એજન્સીઓ પણ આ અંગે એલર્ટ મોડ પર છે. આ ક્રમમાં NIA એ પન્નુ સામે મોટી કાર્યવાહી કરી.

આ પણ વાંચો :-

શેરબજારમાં છેલ્લા એક મહિનામાં 40 લાખ કરોડ ડૂબ્યાં

0

શેરબજારમાં પૈસા રોકનારાઓનું ટેન્શન પૂરું થવાનું નામ નથી લઇ રહ્યું. સતત ઘટી રહેલા માર્કેટના કારણે રોકાણકારોને મોટું નુક્શાન થયું છે. છેલ્લા એક મહિનામાં માર્કેટમાં વેચાવલી ચાલુ છે. આ સમયગાળા દરમિયાન ઘણા પસંદ કરેલા મિડકેપ-સ્મોલકેપ શેર્સમાં 50% સુધીનો ઘટાડો થયો છે. તે જ સમયે રોકાણકારોને ખુશ કરનારો ડિફેન્સ ઈન્ડેક્સ તેના હાઇથી 26%ર ઘટી ગયો છે. નિફટી મિડકેપ 100માં માત્ર ૧૫ શેરો જ હવે પોઝીટિવ રીટર્ન આપી રહ્યા છે. તેના પર નિષ્ણાંતો કહે છે કે ગભરાવાની જરૂર નથી. ઘટાડા પર સારા શેર ખરીદી શકાય છે. લાંબા ગાળા માટે પોર્ટફોલિયો તૈયાર કરવાની આ યોગ્ય તક છે.

Stock Market Highlights: शेयर बाजार में निचले स्तरों से खरीदारी, सेंसेक्स 255 अंक चढ़ा, निफ्टी भी 26000 के पार | Stock Market LIVE on 25 September Sensex Nifty profit booking GIFT Nifty

1 મહીનામાં રોકાણકારોના 40 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. 27 સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબર સુધીમાં BSEનાં માર્કેટ કેપ 4.77 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 4.37 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. MK વેન્ચર્સના ફાઉન્ડર મધુસૂદન કેલા કહે છે કે, છેલ્લા 3-4 વર્ષમાં અમે જબરદસ્ત તેજી જોઈ છે. એટલે માર્કેટમાં પ્રોફિટ બુકિંગની શક્યતા હતી. ત્યાં જ તેવું થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા નથી. લાંબા સમયમાં ભારતની ગ્રોથ સ્ટોરી યથાવત છે.

ભારતીય બજારમાં ઘટાડો ક્યારે અટકશે- મધુસૂદન કેલા કહે છે કે માર્કેટમાં ભારે ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. એટલા માટે તમારે અત્યારે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી રાખવી પડશે. શું ઓક્ટોબર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ શેરબજાર ઘટશે?- આના જવાબમાં મધુસૂદન કેલા કહે છે કે વિદેશી રોકાણકારો વેચાવલી કરી રહ્યા છે. તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પૈસા ઉપાડી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ, આપએ ભાજપ પર લગાવ્યો આરોપ

0

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર તેમની પદયાત્રા દરમિયાન હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ દ્વારા મોકલવામાં આવેલા ગુંડાઓએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

दिल्ली की वायु गुणवत्ता को सुधारना एक अत्यधिक कठिन कार्य रहा: CM केजरीवाल - delhi arvind kejriwal environment ministry air quality-mobile

AAPનો આરોપ છે કે દિલ્હીના વિકાસપુરીમાં તેમની પદયાત્રા દરમિયાન ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. AAPનો આરોપ છે કે ભાજપના ગુંડાઓ અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગયા છે. પોલીસે ભાજપના ગુંડાઓને રોક્યા નથી.

સૌરભ ભારદ્વાજે વીડિયોમાં કહ્યું- આજે અરવિંદ કેજરીવાલ વિકાસપુરીની અંદર કૂચ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જ્યારે પણ અરવિંદ કેજરીવાલ લોકોની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે તેમને જનતાનું સમર્થન મળી રહ્યું છે. યુવાનો અને વૃદ્ધો તેને પસંદ કરી રહ્યા છે. તેમની સાથે સેલ્ફી લેતા. આ બધું ભાજપને પચતું નથી.

સૌરભ ભારદ્વાજે આગળ કહ્યું- આજે ભાજપ સાથે જોડાયેલા લોકોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલા પણ તેમના પર હુમલો કરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે અરવિંદ કેજરીવાલ તિહારમાં હતા ત્યારે તેમનું ઈન્સ્યુલિન બંધ થઈ ગયું હતું. તેની કિડની ફેલ થતા રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે આ પ્રકારનો હુમલો કાયરતાપૂર્ણ છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જો અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે તો તેના માટે ભાજપ જવાબદાર રહેશે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તિહારમાંથી બહાર આવ્યા બાદ તેમણે દિલ્હીના CM પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. આતિશીને દિલ્હીના CM બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ગોધરાકાંડની હકીકત દર્શાવતી ફિલ્મનું નવું ટીઝર રિલીઝ: ધ સાબરમતી રિપોર્ટ

0

‘ધ સાબરમતી રિપોર્ટ’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મને ચૂંટણીઓ પહેલા જ રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ તેની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી. માત્ર આટલું જ નહીં તેની કહાનીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મના એન્ડ મોડમાં જ ડાયરેક્ટરે ફિલ્મ છોડી દીધી, જે બાદ નવી રીતે ફિલ્મની કહાની નવા ડાયરેક્ટર સાથે બનાવવામાં આવી. તેનું એક ટિઝર પહેલા પણ સામે આવ્યું હતું. હવે છ મહિના બાદ નવું ટીઝર જાહેર કરાયું છે. ગત દિવસોમાં જ મકર્સે ફિલ્મના નવા ટીઝરન રિલીઝની ઘોષણા કરી હતી.

ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની નવી રિલીઝ ડેટ જાહેર | chitralekha

આ ફિલ્મ ભારતીય ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના પર આધારિત વાર્તા પર ઈશારો કરે છે. આ એવી ઘટના છે જેના વિશે લોકો વિસ્તારથી જાણવા માટે હંમેશાથી આતુર રહે છે. હવે આ કહાનીની નાની ઝલક ટીઝરમાં જોવા મળી છે. આ ટીઝરમાં રિદ્ધી ડોગરા, વક્રાંત મૈસી અને રાશી ખન્ના સામે આવ્યા છે.

આ ફિલ્મ 2002ની દુર્ઘટના દર્શાવે છે જેણે સમગ્ર દેશને અંદરથી હચમચાવી દીધો હતો. હવે ટીઝર બહાર આવ્યું છે, જે અગાઉ જે માનવામાં આવતું હતું તેને પડકારે છે અને એક ઘટનાના ઊંડા સત્યને ઉજાગર કરે છે જેણે દેશનો માર્ગ કાયમ માટે બદલી નાખ્યો હતો. ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર બહાર આવ્યું છે, જે પ્રેક્ષકોને એક એવી સફર પર લઈ જવાનું વચન આપે છે જે તેમની વિચારસરણી બદલી શકે છે. આ યાત્રા ભારતની એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સાથે સંબંધિત છે. ટીઝર બતાવે છે કે ફિલ્મ હિંમતભેર 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તેનું સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.

બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શનના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે, જેનું નિર્દેશન ધીરજ સરના દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં શોભા કપૂર, એકતા કપૂર, અમુલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત છે. તે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે.

આ પણ વાંચો :-

11 ઓક્ટોબર 2024, શનિવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ બેપારી સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જુઓ આજનું રાશિફળ

Aajnu Rashifal: આજે આ રાશિના વિદ્યાર્થીઓને બીજાનું માર્ગદર્શન લેવું પડે અને  મહેનત વધારવી પડે

મેષઃ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતુ જણાય.

મિથુનઃ
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ
નાના-ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે, શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ
નાના ભાઇ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી પરની અરજી ફગાવી

0

વારાણસી કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં વધારાના ASI સર્વે માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી હિન્દુ પક્ષ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશથી હિન્દુ પક્ષને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાનવાપીના બાકીના ભાગોનો નવેસરથી ASI સર્વે કરવામાં આવશે નહીં.

Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી કેસ Ayodhyaના આધાર પર આગળ વધરવાની હિન્દુ પક્ષની માંગ - મુંબઈ સમાચાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુ પક્ષ વારાણસી કોર્ટના આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારશે. તમને જણાવી દઈએ કે, હિન્દુ પક્ષે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ASI ને જ્ઞાનવાપી સંકુલના કેટલાક ભાગોનો સર્વે કરવા નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી હતી.

અરજદારોના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે અમારી માગણીને ફગાવતા કોર્ટના આદેશનો અમે અભ્યાસ કરીશું બાદમાં તેને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવા અંગે વિચારીશું. અરજદારોની માગણી કરી હતી કે કોર્ટ એએસઆઇના ડાયરેક્ટર જનરલને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા આદેશ આપે. જેમાં જીપીઆર, જીયો રેડિયોલોજી સિસ્ટમ વગેરે આધુનિક પદ્ધતીનો ઉપયોગ કરીને સરવે કરાવવામાં આવે. હાલમાં જે ઇમારત છે તેને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડયા વગર આ સરવે કરાવવામાં આવે.

અરજદારના વકીલ રસ્તોગીનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્લોટ નંબર ૯૧૩૦ પર છે જેની બાજુમાં જ પ્લોટ નંબર ૯૧૩૧ અને ૯૧૩૨ આવેલા છે જે ભગવાન આદિ વિશ્વેશ્વર સાથે સંકળાયેલા છે. જોકે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરનારી અંજુમન ઇન્તેઝામીઆ મસ્જિદ કમિટીએ હિન્દુઓની આ માગણીનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :-

ઉદ્ધવ ઠાકરેની શિવસેના-UBTએ ઉમેદવારોની બીજી યાદી જાહેર

0

ઉદ્ધવ ઠાકરેની શિવસેના-UBTએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 15 ઉમેદવારોના નામ સામેલ છે. આ યાદીમાં 4 મોટા નામ પણ સામેલ છે. શિવડી બેઠક પરથી અજય ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. મનોજ જામસુતકરને ભાયખલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંદેશ પારકરને કંકાવલી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વડાલા બેઠક પરથી શ્રદ્ધા જાધવને ટિકિટ આપવામાં આવી છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવાર વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

BJP complaint after Uddhav Thackeray held a press-conference during polling in Mumbai on May 20 | ઉદ્ધવ ઠાકરે સામે કાર્યવાહી કરો

ઉલ્લેખનીય છે કે, શિવસેના-UBT, કોંગ્રેસ અને NCP-શરદ પવારની પાર્ટી મહાવિકાસ અઘાડી (MVA) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આ ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85ની સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે.

Image

આ પણ વાંચો :-