Home Blog Page 607

શું પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે ? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

0

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ધનતેરસ પર દેશવાસીઓને મોટી ભેટ આપી છે. તેમણે 6 રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. મોદી સરકારનો આ નિર્ણય આજે એટલે કે બુધવાર, 30 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ઓઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ (OMCs)એ પેટ્રોલ પંપ ડીલરોને આપવામાં આવતા કમિશનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

શું પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશે ? સરકાર બનતાની સાથે જ પેટ્રોલિયમ પ્રધાને કરી મોટી વાત, જાણો - Gujarati News | Will petrol diesel become cheaper As soon as government was formed, petroleum minister made big announcement - Will petrol-diesel become ...

આ કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ડીલર માર્જિનમાં સુધારાની જાહેરાત કરીને ખુશ છે (30 ઓક્ટોબર 2024થી અસરકારક). ડીલર માર્જિન બદલવાથી ઉત્પાદનોની છૂટક વેચાણ કિંમત પર કોઈ વધારાની અસર નહીં થાય, બલ્કે ડીલરોનું કમિશન વધશે અને પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે. તેલના ભાવમાં આશરે રૂ.5નો ઘટાડો થશે. 7 વર્ષથી ચાલી રહેલી ડીલરોની માંગ પૂરી કરવામાં આવશે.

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઓડિશાના મલકાનગિરીના કુનાનપલ્લી અને કાલિમેલામાં પેટ્રોલના ભાવમાં રૂ. 4.69 અને રૂ. 4.55 અને ડીઝલના ભાવમાં રૂ. 4.45 અને રૂ. 4.32નો ઘટાડો થઇ શકે છે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં 2.09 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.02 રૂપિયાનો ઘટાડો થશે.

ડીલર કમિશનમાં વધારો અંદાજે 7 કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરશે જેઓ દરરોજ ઈંધણના ભાવમાં વધારો કર્યા વિના દેશભરમાં અમારા ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સની મુલાકાત લે છે. છેલ્લા 7 વર્ષથી પેન્ડિંગ આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના 83,000 થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ 10 લાખ કર્મચારીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ધનતેરસના અવસર પર 188 યુવાનોને નિમણૂક પત્ર પણ આપ્યા હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમણે લાખો લોકોને સરકારી નોકરીઓ આપી. રોજગાર મેળામાં પસંદગી પામેલા યુવાનોએ પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :-

ડૉક્ટર કે નરાધમ ? દર્દીને બેભાન કરી દુષ્કર્મ આચર્યું

0

કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં થયેલા ડોક્ટર રેપ-મર્ડર કેસ બાદ ઉઠેલો વિવાદ રોકાઈ રહ્યો નથી કે વધુ એક ડોક્ટરે રેપ કાંડ કરી દીધો. તેણે પોતાની મહિલા દર્દીને બેભાનીનું ઈન્જેક્શન લગાવીને હવસનો શિકાર બનાવી. તેણે પીડિતાની અશ્લીલ તસવીરો પણ ખેંચી અને તે તસવીરોનો ઉપયોગ કરીને તે પીડિતાને બ્લેકમેલ પણ કરવા લાગ્યો. તેણે તસવીર વાયરલ કરવાની ધમકી આપીને પીડિતા પાસે 4 લાખ રૂપિયા માગ્યા.

Was Kolkata doctor raped and murdered to silence her? | India News - Times of India

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના હસનાબાદ વિસ્તારનો છે. પ્રાઈવેટ ક્લિનિક ધરાવતા આરોપીનું નામ ડૉ.નૂર આલમ સરદાર છે. આ જ ક્લિનિકમાં તેણે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદ પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે ડૉક્ટરે તેની સાથે એક નહીં પરંતુ ઘણી વખત દુષ્કર્મ કર્યો હતો. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કહ્યું કે તે નોર્થ 24 પરગણાના હસનાબાદ વિસ્તારમાં રહે છે. તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે.

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે ‘હું નોર્થ 24 પરગનાના હસનાબાદ વિસ્તારમાં રહુ છું. મારા પતિ વિદેશમાં નોકરી કરે છે અને ત્યાં રહે છે. મે મારા પતિને ડોક્ટરની હરકતો વિશે જણાવ્યુ અને તેમણે જ ભારત આવીને પોલીસ કેસ કરાવ્યો. મારી તબિયત ઠીક રહેતી નહોતી. હું ડોક્ટર નૂર પાસે આવી તો તેમણે મને ઈન્જેક્શન લગાવવાની વાત કહી. હું ઈન્જેક્શન લગાવવા માગતી નહોતી પરંતુ ડોક્ટરે ઝડપી રિકવરી થવાનો હવાલો આપીને ઈન્જેક્શન લગાવી દીધું. તે બાદ મને કંઈ યાદ નથી. જ્યારે ભાન આવ્યું તો હું ક્લિનિકમાં બેડ પર સૂઈ રહેલી હતી અને મારા કપડા વ્યવસ્થિત નહોતા. મને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તે બાદ ડોક્ટરે મને મારી અશ્લીલ તસવીરો બતાવી અને રૂપિયા માગ્યા. તસવીર વાયરલ કરવાની ધમકી આપીને મારી પર ઘણી વખત દુષ્કર્મ આચર્યું.

NCRBના રિપોર્ટ અનુસાર, પશ્ચિમ બંગાળ 34738 કેસ સાથે મહિલાઓ વિરુદ્ધ અપરાધોના મામલામાં ચોથા સ્થાને છે. ઉત્તર પ્રદેશ 65743 કેસ સાથે પ્રથમ, મહારાષ્ટ્ર 45331 કેસ સાથે બીજા અને રાજસ્થાન 45058 કેસ સાથે ત્રીજા ક્રમે છે.

આ પણ વાંચો :-

દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ કેમ? મોહન ભાગવતના સવાલનો કેજરીવાલે આપ્યો જવાબ

0

દિલ્હીમાં દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધને લઈને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેમાં કોઈ હિન્દુ-મુસ્લિમ મુદ્દો નથી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરે જણાવ્યું હતું કે દિવાળી એ રોશનીનો તહેવાર છે અને ફટાકડાના કારણે થતા પ્રદૂષણનો માર આપણા બાળકોને સહન કરવો પડે છે. તેમણે આ જવાબ RSSના વડા મોહન ભાગવતની ટિપ્પણીને લઈને આપ્યો જેમાં તેમણે કહ્યું હતું કે માત્ર હિન્દુ તહેવારો પર જ પ્રતિબંધ શા માટે લાદવામાં આવે છે.

क्या PM मोदी पर लागू होगा ये कानून? केजरीवाल ने RSS चीफ को लिखी चिट्ठी; पूछे 5 सवाल - Arvind Kejriwal wrote a letter to RSS chief Mohan Bhagwat for PM Modi

બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલને મોહન ભાગવતની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતું. કેજરીવાલે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના કેસ ટાંકીને જવાબ આપ્યો અને હિન્દુ-મુસ્લિમને કારણ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટ પણ કહે છે, હાઈકોર્ટ પણ કહે છે કે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આપણે ફટાકડા ન ફોડવા જોઈએ. આ રોશનીનો તહેવાર છે. ચાલો દીવાઓ અને મીણબત્તીઓ પ્રગટાવીને તહેવારો ઉજવીએ, ફટાકડા ફોડીને નહીં. ફટાકડાથી પ્રદૂષણ થાય છે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ‘એવું નથી કે આપણે ફટાકડા ન ફોડીને કોઈના ઉપર ઉપકાર કરીએ છીએ, સાથે સાથે આપણે આપણી જાત પર પણ ઉપકાર કરી રહ્યા છીએ. જે પ્રદૂષણ ફેલાય છે તેનાથી માત્ર આપણે અને આપણા નાનાં બાળકોને જ સહન કરવું પડે છે. આમાં કોઈ હિંદુ કે મુસ્લિમ નથી, દરેકનો શ્વાસ મહત્ત્વનો છે, દરેકનો જીવ મહત્ત્વનો છે.

નોંધનીય છે કે મોહન ભાગવતે પ્રદૂષણના કારણે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાના દિલ્હી સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે માત્ર હિન્દુ તહેવારો પર જ શા માટે આવું? તેમણે એમ પણ કહ્યું કે દેશને પરિસ્થિતિ અનુસાર બદલી શકાય છે. ધાર્મિક વિધિઓ ધ્રુવીય રેખાઓ નથી, તે બદલાતી રહે છે, હિન્દુઓમાં આમાં કોઈ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે અગાઉ ફટાકડા શુદ્ધ ગનપાઉડરમાંથી બનાવવામાં આવતા હતા અને તેના ધુમાડાથી ખેતરોમાં જીવાતોને પણ નિયંત્રિત કરવામાં આવતી હતી. જો આજે ફટાકડા વિશે કોઈ ગડબડ છે, તો તેને બદલી શકીએ છીએ.

આ પણ વાંચો :-

સુરતના હીરાના વેપારીઓના બેલ્જિયમનીબેન્કમાં નાણાં ફસાયા

દિવાળીના સપરમા તહેવારોમાં જ સુરતથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે. મળી રહેલા સમાચાર મુજબ બેલ્જિયમની હીરા પેઢીનું ઉઠમણું થતાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે.

Video: સુરતમાં હીરા બજાર 10 જુલાઈ અને કારખાના 14 જુલાઈથી શરૂ થશે | The diamond market in Surat will start from July 10 and the factory from July 14 - Gujarat Samachar

બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમના બેન્કોના નાણાં ફસાતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ યુદ્ધ અને મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ઉઠમણું થતાં વેપારીઓની ચિંતા વધી ગઇ છે. ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી હોવાનું જાણવા મળે છે. તેઓ બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો બિઝનેસ કરતા હતા. બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે.

ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે અનેક હીરા પેઢીઓના ઉઠમણાં થયા હતા .હવે બેલ્જિયમમાં ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલો, 9 સામે ફરિયાદ

0

અમરેલી જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર મોડી રાતે હુમલાની ઘટના બની હતી. મોડી રાતે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાક લોકો સાથે સ્થાનિક વ્યક્તિઓ અને ચેતન શિયાળને ભારે માથાકૂટ થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચેતન શિયાળનો હથિયાર કાઢતો વિડિયો પણ વાયરલ થયો હતો. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 9 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલાનો અને ગળામાં પહેરેલ ચેઈન લૂંટી ગયાનો ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે.

આ હુમલામાં હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ચેતન શિયાળને ગંભીર ઈજાઓ થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ઘટનાને લઈને ધારાસભ્ય હીરા સોલંકી સહીત સમર્થકો હોસ્પિટલમાં દોડ્યા હતા.

આ પણ વાંચો :-

પાકિસ્તાન સરહદેથી આતંકી ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં, સૈન્ય એલર્ટ

0

ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે સરહદ પાર સ્થિત આતંકવાદી કેમ્પોમાં 50 થી વધુ આતંકવાદીઓ હાજર છે અને તે બધા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. સેનાએ કહ્યું છે કે, તે આતંકવાદી ઓના આ પડકારને લઈને સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અખનૂર સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. લગભગ 27 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવા ભારતીય સેના સજજ - National News

ભારતીય સેનાના 10 ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સેના આતંકવાદીઓને નાગરિકોને નુકસાન પહોંચાડવા દેશે નહીં. તેમણે કહ્યું કે ઘૂસણખોરીની પ્રોફાઇલ દરેક પસાર થતા વર્ષ સાથે બદલાતી રહે છે. ખાસ કરીને હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીના પ્રયાસોમાં ફેરફાર જોવા મળે છે. તેણે કહ્યું કે, અમે પડકાર માટે તૈયાર છીએ.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે સપ્તાહમાં સાત આતંકી હુમલા થયા હતા જેમાં બે જવાનો શહીદ થયા હતા અને 11 અન્ય લોકોના મોત નિપજ્યા છે. તાજેતરમાં વધી પહેલા હુમલાને ધ્યાનમાં રાખીને સૈન્ય દ્વારા જે પણ વિસ્તારમાં હુમલો થયો ત્યાં મોટા પાયે ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. અખનૂરના હુમલા બાદ ત્યાં જ સૈન્યએ આતંકીઓને ઘેરવા માટે ચક્રવ્યૂહ તૈયાર કર્યું હતું જેમાં અંતે સફળતા મળી છે. બીજી તરફ શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનું આગમન થવા લાગ્યું છે. ખાસ કરીને ઘાટીમાં મંગળવારે હળવી હિમવર્ષા થઇ હતી સાથે જ હવામાન વિભાગે સામાન્ય વરસાદની પણ આગાહી કરી હતી. શ્રીનગરનું તાપમાન લઘુતમ 10 ડિગ્રી નોંધાયું હતું. હિમવર્ષા વધે તે પહેલા જ આતંકીઓ ઘૂસણખોરીની તૈયારીમાં છે. આ માહિતી સૈન્યના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે આપી હતી. તેમણે કહ્યું હતું કે સરહદે આશરે 50 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. જેને ધ્યાનમાં રાખીને સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

સરકારી ગેઝેટમાં નામ સુધારા માટે બે નવી સેવા શરૂ કરાઇ

0

સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગરની કચેરી દ્વારા વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ કરવા માટે વધુ બે નવી સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે સેવા રાજ્ય સરકારના સાધારણ અને અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ કરવામાં આવશે, એમ સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યા અનુસાર નામ, અટક બદલીને તાત્કાલિક અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે રૂૂ. 2,500 અને સાધારણ ગેઝેટમાં રૂૂ. 1,000ની નોન રિફન્ડેબલ રજીસ્ટ્રેશન ફી આપવાની રહેશે. અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે આવેલી અરજીઓ ત્રણ દિવસમાં અસાધારણ ગેઝેટના પાર્ટ-2માં પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે સાધારણ ગેઝેટમાં દર ગુરુવારે નિયમિત રીતે પ્રસિદ્ધ કરાતા ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં વિસંગતાઓ ઉભી થતી હોવાથી ઘણાં લોકો મુશ્કેલીમાં મુકાય છે આથી આ મુશ્કેલી દુર કરવાનો સરળ રસ્તો રાજ્ય સરકારે કર્યો છે. સરકારી ગેઝેટમાં જે નામ, અટક હોય તે સરકારી કચેરીઓમાં માન્ય રાખવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી ખાતાની વેબસાઈટ https://egazette. gujarat.gov.in ઉપરથી મેળવી શકાય છે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો :-

અભિનેતા સલમાન ખાનને ફરીથી મળી ધમકી, 2 કરોડની ખંડણી માંગી

0

એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાનના ફેન્સ પણ તેની ચિંતામાં છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, બાબાની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેના કારણે સલમાનના ફેન્સની ચિંતા વધી ગઈ છે.

Lawrence Bishnoi Gangster after Salman Khan 26 years enmity

ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ પહેલા મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના ધારાસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝીશાન અને સલમાન ખાન બંનેને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે નોઈડાથી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને અવારનવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. આ વર્ષની શરૂઆતમાં સલમાનના ઘરે ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. મામલો કાળિયાર હરણની હત્યાનો છે, બિશ્નોઈ સમુદાયનું કહેવું છે કે સલમાન ખાને આ માટે તેમના સમુદાયની માફી માંગવી જોઈએ, પરંતુ સલમાન અને તેના પરિવારનું કહેવું છે કે જ્યારે તેણે કંઈ કર્યું જ નથી તો પછી તેણે માફી કેમ માંગવી જોઈએ?

આ પણ વાંચો :-

500 વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ

0

500 વર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલાની હાજરીમાં ઐતિહાસિક દીપોત્સવ મનાવવામાં આવશે અને એનો લહાવો લેવા માટે આખા દેશમાંથી લોકો ત્યાં પહોંચી રહ્યા છે. રાજયના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રમાં પર્યટન અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત સહિતના મહાનુભવો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે હાજર રહેવાના છે.

અયોધ્યાના સાકેત મહાવિદ્યાલયથી 18 ઝાંકી નીકળશે. તમામ ઝાંકીઓ રામાયણના પ્રસંગો પર આધારિત છે. જુદા-જુદા પ્રદેશોના કલાકાર પોતાની સંસ્કૃતિની પણ રજૂઆત કરશે. આતશબાજી અને રંગોળીઓ સંગ શોભાયાત્રા કાઢવામાં આવશે. બપોરે 2.30 વાગ્યે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચીને તેઓ ભગવાન રામ-સીતાના રાજયાભિષેકમાં સામેલ થશે. તેઓ બીજા પ્રધાનોની સાથે ભગવાન રામ-સીતાનો રથ ખેંચશે.

રામ કી પૈડી સહિત પંચાવન ઘાટ પર 28 લાખ દીવડા ગોઠવી દેવામાં આવ્યા છે. એને પ્રજવલિત કરવાની જવાબદારી અવધ વિશ્વવિદ્યાલયના 30,000 વોલન્ટિયર્સને સોંપવામાં આવી છે. સાંજ સુધીમાં આ દીવડા પ્રગટાવી દેવામાં આવશે. ત્યાર બાદ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ડ્રોનની મદદથી આ દીવડાઓની ગણતરી કરીને રાત્રે આઠ વાગ્યા સુધીમાં રિઝલ્ટ જાહેર કરે એવી શક્યતા છે.

અયોધ્યાના આકાશમાં 500 ડ્રોનની મદદથી ભવ્ય એરિયલ-શો કરવામાં આવશે જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજીની વીર મુદ્રાનાં લોકો દિવ્ય દર્શન કરી શકશે. 15 મિનિટ ચાલનારા આ શો દરમ્યાન અયોધ્યાના આકાશમાં રાવણવધ, પુષ્પક વિમાન, દીપોત્સવ સહિત રામમંદિર બતાવવામાં આવશે. આજે મુખ્ય પ્રધાનની હાજરીમાં જ મહાઆરતીનો પણ રેકાવર્ડ થવાનો છે. સાંજે સરયૂ નદીના કિનારે આરતીમાં 1100 બાળકો, 157 સંત હાજર રહેશે. તમામ બાળકો એક જ વેશભૂષામાં હશે. ૧૫ મિનિટ ચાલનારી આ આરતીમાં એકસાથે આટલાં બાળકો હોવાં એ એક રેકોર્ડ જ ગણાશે.

આ પણ વાંચો :-

સુરતના માંડવીમાં દીપડો 7 વર્ષના બાળકને ખેતરમાં ખેંચી જઈ ફાડી ખાધો

0

સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી આવી જ ઘટના સામે આવી છે. અહીં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો છે. શેરડી કાપવા કરવા આવેલાં મૂળ મહારાષ્ટ્રનો મજૂર પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની સીમમાં પડાવ નાંખીને રહેતા હતાં. ત્યારે સોમવારે મોડી સાંજે 7 વર્ષનો દીકરો રમતો હતો ત્યાં અચાનક દીપડો આવીને બાળકને ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો.

અહીં એક પરિવાર સીમમાં પડાવ નાંખીને રહેતો હતો, તે દરમિયાન બાળક બહાર રમી રહ્યું હતું. ત્યારે એકાએક બાળક આસપાસમાં ક્યાંય નજરે ન ચઢતા પરિવારે બાળકની શોધખોળ હાથ ધરી હતી. માતા-પિતા બાળકને શોધી રહ્યા હતાં, ત્યારે અચાનક તેમને દીપડાના પંજાના નિશાન દેખાયા. નિશાન જોતા જ પરિવારે વન વિભાગનો સંપર્ક કર્યો હતો.

પરિવારને બાળક નજરે ન ચડતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન દેખાતા માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. આ દરમિયાન પડાવ નજીક 300 મીટર દૂર શેરડીના ખેતરમાં બાળક ફાડી ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ માંડવી પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલા તેમજ માંડવી ફોરેસ્ટ ઓફિસર એચ.જે વાંદા તેમજ તેઓની ટીમે તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજો લઇને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે લઈ ગયા હતા.

વન વિભાગની ટીમે દીપડાના હુમલાના ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં 10 પાંજરાઓ મારણ સાથે ગોઠવી દીધાં હતાં. તેમજ 7 ટીમો કામે લાગી ગઈ હતી. આ દરમિયાન બાળકને ફાડી ખાધા બાદ થોડી કલાકોનો અંતરે ફરી માનવભક્ષી દીપડો બાકી રહેલ શિકાર ખાવા આવતા પાંજરે પુરાઇ ગયો હતો. વન વિભાગની ટીમ તુરંત દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ લઈ ગઇ હતી. હાલ માસૂમ બાળકને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારતાં શ્રમજીવી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ટૂંક સમયમાં મળે તે માટે વન વિભાગની ટીમે કામગીરી પણ હાથ ધરી છે.

આ પણ વાંચો :-