Home Blog Page 595

ઉતર પ્રદેશના બિજનોરમાં કારે રિક્ષાને ટક્કર મારી, વધ વધુ સહિત 7 લોકોના મોત

0

ઉતર પ્રદેશના બિજનોરમાં કારે રીક્ષાને ટક્કર મારતા વર વધુ સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ બિજનોર જિલ્લાના થાના ધામપુરના હરિદ્વાર કાશીપુર નેશનલ હાઇવે પર ફાયર સ્ટેશન પાસે શુક્રવારે મોડી રાત્રે 2 વાગે આસપાસ કારે એક રીક્ષાને ટક્કર મારી હતી. જેમા રીક્ષામાં સવાર વર વધુ સહિત એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે, જેમા 4 પુરુષ, 2 મહિલા અને 1 યુવતી છે. મૃતકો ધામપુર ગામના તીબડીના રહેવાસી હતા. એક્સિડેન્ટમાં જીવ ગુમાવનાર મૃતકો બિહારથી નિકાહ કરીને મુરાદાબાદ આવ્યા હતા. ત્યાંથી ઘરે જવા માટે રિક્ષા બુક કરાવી હતી.

આ ઘટના બિજનૌર જિલ્લાના ધામપુર પોલીસ સ્ટેશનના હરિદ્વાર-કાશીપુર નેશનલ હાઈવે પર સ્થિત ફાયર સ્ટેશન નજીક શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે બની હતી. ગાઢ ધુમ્મસને કારણે કારે ઓટોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં વર-કન્યા, વરરાજાની માતા, વરરાજાના ભાઈ અને ઓટો ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

સીએમ યોગીએ પણ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીના કાર્યાલયે લખ્યું છે કે સીએમએ બિજનૌર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડી શોક વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે લઈ જવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી.

આ પણ વાંચો :-

ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના

0

ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16 લોકોની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માત સમયે એનઆઈસીયુમાં કુલ 54 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. ઝાંસીના જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે કહ્યું કે શોર્ટ સર્કિટ આગનું કારણ હોઈ શકે છે. આ મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. એસએસપીએ કહ્યું, “આગ કયા સંજોગોમાં કે બેદરકારીના કારણે લાગી તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.” તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત બાદ કેટલાક માતા-પિતા પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. એનઆઈસીયુમાં દાખલ બાળકોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજે કહ્યું કે અકસ્માત સમયે 52 થી 54 બાળકોને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 10ના મોત થયા હતા અને 16ની સારવાર ચાલી રહી છે.

ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, “નવજાત શિશુઓનું મૃત્યુ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરિવારના સભ્યો સાથે મળીને અમે નવજાત બાળકોના મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રથમ તપાસ વહીવટી સ્તરે કરવામાં આવશે જે સરકાર દ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ, બીજી તપાસ પોલીસ કરશે, ફાયર વિભાગની ટીમ પણ સામેલ થશે, ત્રીજું મેજિસ્ટ્રેટ તપાસ માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબ પૂનાવાલાને પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર !

0

દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે મોટા માહિતી બહાર આવી છે. અહેવાલો મુજબ, આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. મહત્ત્વપૂર્ણ છે કે, પૂનાવાલા પર મે 2022માં શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તિહાર જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

તિહાર સૂત્રોએ માહિતી આપી છે કે, જેલ પ્રશાસન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈને શ્રદ્ધા વોકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષાને લઈને સતર્ક છે. આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર 4મા બંધ છે. તિહારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેઓએ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લીધા છે.

શુભમ લોણકરને મૂળ તો આર્મીમાં જવું હતું. તેણે એ માટે 2018માં પરીક્ષા પણ આપી હતી, પણ એમાં તે ફેલ થયો હતો. એ પછી તે લૉરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત થયો અને તેણે બળાત્કારીઓને મારી નાખી સમાજને સાફ કરવા માટે ‘બલાત્કારી લોગ’ નામનું એક વૉટ્સઍપ-ગ્રુપ બનાવ્યું હતુ. શુભમ ત્યાર બાદ લૉરેન્સના ભાઈ અનમોલના સીધા સંપર્કમાં આવ્યો અને એ પછી તેણે અઝરબૈજાન અને નેપાલમાં અદ્યતન વેપન ચલાવવાની તાલીમ લીધી હતી. એ પછી તેને આફતાબની હત્યાની સુપારી અપાઈ હતી. જોકે એ વખતે તેને ટ્રેઇન્ડ શૂટર્સ નહોતા મળી રહ્યા એટલે એ પ્લાન પોસ્ટપોન કરવો પડ્યો. દરમ્યાન બિશ્નોઈ ગૅન્ગે તેને બાબા સિદ્દીકીની હત્યાની સુપારી આાપી હતી.

આ પણ વાંચો :-

પીએમ મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમણે દેવધર એરપોર્ટ પર જ રોકાઈ જવું પડ્યું હતું. વિમાનમાં ખામી સર્જાવાને કારણે તેમને દિલ્હી પરત આવવામાં વિલંબ થઈ ગયો હતો. વડાપ્રધાન આજે ઝારખંડ-બિહારની સરહદે જુમઈ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી તેમણે દેવધર વિમાન મથકે પરત આવવાનું હતું. તેઓ વિમાન મથકે આવી પહોંચ્યા પછી વિમાનમાં ખામી સર્જાતાં તેઓ ત્યાં જ થોડો સમય રોકાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ વિમાનની નિયમિત ઉડાણ દરમિયાન એક ટેક્નિકલ ખામીની જાણકારી મળી. જેના કારણે વિમાનને તરત દેવઘર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યં. વિશેષજ્ઞ ટીમ દ્વારા વિમાનની તપાસ થઈ રહી છે. જેથી કરીને સમસ્યાને જલદી ઉકેલી શકાય. પીએમ મોદીનો આ પ્રવાસ પહેલેથી જ વ્યસ્ત કાર્યક્રમનો ભાગ હતો અને તેના અનપેક્ષિત વિલંબથી તેમની આગળની યોજનાઓમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે.

પીએમ મોદી આદિવાસી મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે બિહારના જમુઈ પહોંચ્યા હતા. ત્યાં તેમણે 6,000 કરોડ રૂપિયા કરતાં વધુ કિંમતની યોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યા હતા. તેમણે જમુઈથી દૂર અંતરિયાળ ગામમાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આદિવાસી મહાનાયક બિરસા મુંડાના જન્મદિવસને 2021થી જનજાતિ ગૌરવ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે.

આ પહેલા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં ફસાઈ ગયું હતું. એટીએસે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપી ન હતી. તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી ન હતી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં જ ઊભું રહ્યું હતું. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકાયું હતું. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.

આ પણ વાંચો :-

મરીન પોલીસ મથકનો પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ લેતો પકડાઈ

0

નવસારી જિલ્લાના ધોલાઇ બંદર ખાતે લાંચ લેવા જતાં મરીન પોલીસ ઇન્સ્પેક્ટર દીનેશ જમનાદાસ કુબાવત ACBના હાથે ઝડપાયો હતો.

ફરિયાદી ધોલાઈ બંદર ખાતે બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો ધરાવી વેચાણ કરે છે આ કામના આરોપી ફરિયાદીને ડીઝલ વેચાણનો અસલ પરવાનો લઇને મરીન પોલીસ સ્ટેશન બોલાવી. તમારે ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ, એવું કહી દીનેશ જમનાદાસ કુબાવતે હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી હતી.

અગાઉ બે દિવસ પહેલા રાજુલામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના પગલે મરીન પોલીસના બે કર્મચારી હેડ કોન્સ્ટેબલમાં મહેન્દ્રભાઈ સોલંકી અને અજયભાઈ વાઘેલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી એસ પી હિમકર સિંહ સસ્પેન્ડ કર્યા રાજુલા તાલુકાના પિપાવાવ ફોર લેન રોડ પર આવેલા રાજધાની હોટેલ મા સ્ટેટ મોનિટરિંગ સેલ ને દરોડા પાડી આ દરોડામાં કુલ રૂપિયા 34 લાખ 27920 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધા બાદ પીપાવાવ મરીન પોલીસમાં છ લોકો સામે ફરિયાદ નોંધાય જેમા બે આરોપી ને પકડી લીધા હતા અને બીજા ચાર ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો :-

ઝારખંડમાં રાહુલ ગાંધીનું હેલિકોપ્ટરને ટેકઓફ કરતા રોકવામાં આવ્યું

0

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં અટવાયું છે. એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની મંજૂરી ન મળતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર અડધો કલાક ગોડ્ડામાં ઊભું રહ્યું હતું. આ શ્રેણીમાં, કોંગ્રેસના સાંસદો અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે શુક્રવારે INDI ગઠબંધનના ઉમેદવારોના પ્રચાર માટે ગોડ્ડા પહોંચ્યા હતા. પરંતુ હવે રાહુલ ગાંધી લગભગ અડધા કલાકથી ગોડ્ડામાં અટવાયેલા છે. હેલિકોપ્ટરને ATC તરફથી મંજૂરી મળી નથી. જેના કારણે હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી નથી.

મળતી માહિતી મુજબ, ATCની મંજૂરી ન મળવાને કારણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને મહાગામાથી ટેકઓફ કરતા અટકાવવામાં આવ્યું હતું. જેના કારણે તે લાંબા સમય સુધી હેલિકોપ્ટરમાં બેઠો રહ્યા અને ટેક ઓફની રાહ જોતો રહ્યા. આ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને આજે (15મી નવેમ્બર) ઝારખંડના પ્રવાસ પર છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘જો પીએમ મોદીએ બંધારણ વાંચ્યું હોત તો તેમણે નફરત ફેલાવી ન હોત અને સમાજમાં વિભાજન ન કર્યું હોત.

કોંગ્રેસના ઉમેદવાર દીપિકાએ કહ્યું કે, વડાપ્રધાન દેવગઢમાં હોવાને કારણે રાહુલ ગાંધીને તે વિસ્તારમાંથી પસાર થવા દેવામાં આવ્યા ન હતા. પ્રોટોકોલ છે જે આપણે સમજીએ છીએ પરંતુ કોંગ્રેસે 70 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું અને આવી ઘટના કોઈ વિપક્ષી નેતા સાથે ક્યારેય બની નથી. આ સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધી માત્ર સામૂહિક નેતા જ નથી પરંતુ તે એવા પરિવારમાંથી પણ આવે છે જેના બે સભ્યોએ દેશ માટે બલિદાન આપ્યું છે

આ પણ વાંચો :-

પોરબંદર સમુદ્રમાં NCBનું સૌથી મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું

0

ગુજરાતમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે . જેમાં મળતી માહિતી મુજબ એનસીબી અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પોરબંદરના દરિયા કિનારામાં ગઈકાલ રાતથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે.

Drugs seized following Newcastle student deaths probe - BBC News

મળતી માહિતી અનુસાર, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી.

આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. યુવા અને બાહોશ ગૃહમંત્રી શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે. લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.

આ પણ વાંચો :-

કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ RSS ને લઈને આપ્યું વિવાદિત નિવેદન

0

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈ રાજ્યમાં પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસ સતત બીજેપી અને આરએસએસને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા હુસૈન દલવાઈએ કહ્યું, RSS એક ખતરનાક સંગઠન છે અને હું તેની સાબિતી આપી રહ્યો છું. પ્રથમ પુરાવો એ છે કે જનસંઘના સ્થાપકની હત્યા કરવામાં આવી હતી. હત્યાની તપાસ માટે બલરાજ મધોકના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી મધોકે દરેક જગ્યાએ પ્રવાસ કર્યો અને રિપોર્ટ તૈયાર કર્યો. તે વારાણસી અને અન્ય ઘણી જગ્યાએ ગયો પરંતુ રિપોર્ટને છુપાવી દેવામાં આવ્યો. તેણે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું જેમાં તેણે આ રિપોર્ટ વિશે બધું જ સમજાવ્યું.

ત્રણ મહિના સુધી, મધોકે દરેક જગ્યાએ પ્રવાસ કર્યો અને અહેવાલ તૈયાર કર્યો. તેઓ વારાણસી અને અન્ય ઘણા સ્થળોએ ગયા હતા, પરંતુ અહેવાલને ગુપ્ત રાખવામાં આવ્યો હતો. તેમણે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું જેમાં તેમણે આ અહેવાલ વિશે બધું વિગતવાર સમજાવ્યું છે. મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદાર છે. તેમણે હજુ સુધી તેના માટે માફી માંગી નથી. તેમણે આજ સુધી એવું નથી કહ્યું કે તેની હત્યા કરવામાં આવી છે અને તે અમારી ભૂલ છે.

આ પણ વાંચો :-

બિહારમાં દિકરીઓના શિક્ષણ માટે 5 વર્ષના પગારનું દાન કરીશ : સાંસદ શાંભવી ચૌધરી

0

દેશમાં સરકાર દ્વારા છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે દિકરીઓ માટે વ્યક્તિગત સ્તરે પણ નેતાઓ દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બિહારના યુવા લોકસભા સાંસદ શાંભવી ચૌધરીએ આવું જ પગલું ભર્યું છે.

શાંભવી ચૌધરી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ છે. તે બિહારની સમસ્તીપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પીએમ મોદીએ પણ શાંભવી ચૌધરીના વખાણ કર્યા હતા. તેમણે શાંભવીને એનડીએની સૌથી યુવા ઉમેદવાર ગણાવી હતી.

શાંભવી ચૌધરીએ કહ્યું છે કે મારા 5 વર્ષના પગારનો ઉપયોગ ‘પઢેગા સમસ્તીપુર તો બઢેગા સમસ્તીપુર’ નામના અભિયાનમાં કરવામાં આવશે. પાંચ વર્ષ દરમિયાન મને પગાર તરીકે જે પૈસા મળશે તે આર્થિક સંકડામણના કારણે અભ્યાસ છોડી દેતી છોકરીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં ખર્ચવામાં આવશે.

શાંભવી ચૌધરીએ કહ્યું કે જ્યારે હું આવી હત તો મને દીકરીના રૂપે સ્વીકારી લીધી છે. મને સારા એવા આશીર્વાદ પણ આપ્યા હતા. મોદી જીનાં નેતૃત્વ પર સમસ્તીપુરની જનતા વિશ્વાસ કરે છે. આની સાથે જ મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું ભાગ્યશાળી છું કે હું સૌથી યુવા સાંસદ બની ગઈ છું. અમે આટલા મોટા મતોથી જીત્યા છીએ, તેનાથી પણ વધુ ખુશીની વાત છે કે અમને સમસ્તીપુરની ભૂમિમાંથી આ સૌભાગ્ય મળ્યું છે જ્યાંથી જનનાયક કર્પૂરી ઠાકુર જી આવે છે. અમે અહીંના લોકોને અમારી પાસેથી આશાઓ અને અપેક્ષાઓનું સન્માન કરવા માટે કામ કરીશું.

આ પણ વાંચો :-

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટે ડોક્ટર પ્રશાંતને 7 દિવસના રિમાન્ડ મંજૂર

0

ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં બે વર્ષથી તેમણે ધામા નાંખ્યા હતા. કડીના વિવિધ ગામોમાં કેમ્પ કરી અનેક લોકોના ઓપરેશન કરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ બોરીસણા ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ NSUIના કાર્યકરો પણ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા છે. જો કે પોલીસે ટીંગાટોળી કરી NSUIના કાર્યકરોને હટાવ્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમી રહી હતી, ત્યારે એક બાબત એ પણ જાણવા મળી છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી. હોસ્પિટલમાં બે-બે દર્દીના મોતની આ ઘટનાએ ગુજરાત સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ અંગે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી. જેમાં શું નિર્ણય લવાયો અને શું કાર્યવાહી કરાશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી અનુસાર આ કેસમાં રાજ્ય સરકાર જ ફરિયાદી બનશે. પરંતુ, હોસ્પિટલને તાત્કાલિક બંધ કરાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા સસ્પેન્ડ કરાઈ હતી તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-