Home Blog Page 595

બિહારમાં દિકરીઓના શિક્ષણ માટે 5 વર્ષના પગારનું દાન કરીશ : સાંસદ શાંભવી ચૌધરી

0

દેશમાં સરકાર દ્વારા છોકરીઓના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે દિકરીઓ માટે વ્યક્તિગત સ્તરે પણ નેતાઓ દ્વારા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બિહારના યુવા લોકસભા સાંસદ શાંભવી ચૌધરીએ આવું જ પગલું ભર્યું છે.

શાંભવી ચૌધરી કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સાંસદ છે. તે બિહારની સમસ્તીપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરી રહી છે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પીએમ મોદીએ પણ શાંભવી ચૌધરીના વખાણ કર્યા હતા. તેમણે શાંભવીને એનડીએની સૌથી યુવા ઉમેદવાર ગણાવી હતી.

શાંભવી ચૌધરીએ કહ્યું છે કે મારા 5 વર્ષના પગારનો ઉપયોગ ‘પઢેગા સમસ્તીપુર તો બઢેગા સમસ્તીપુર’ નામના અભિયાનમાં કરવામાં આવશે. પાંચ વર્ષ દરમિયાન મને પગાર તરીકે જે પૈસા મળશે તે આર્થિક સંકડામણના કારણે અભ્યાસ છોડી દેતી છોકરીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં ખર્ચવામાં આવશે.

શાંભવી ચૌધરીએ કહ્યું કે જ્યારે હું આવી હત તો મને દીકરીના રૂપે સ્વીકારી લીધી છે. મને સારા એવા આશીર્વાદ પણ આપ્યા હતા. મોદી જીનાં નેતૃત્વ પર સમસ્તીપુરની જનતા વિશ્વાસ કરે છે. આની સાથે જ મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું ભાગ્યશાળી છું કે હું સૌથી યુવા સાંસદ બની ગઈ છું. અમે આટલા મોટા મતોથી જીત્યા છીએ, તેનાથી પણ વધુ ખુશીની વાત છે કે અમને સમસ્તીપુરની ભૂમિમાંથી આ સૌભાગ્ય મળ્યું છે જ્યાંથી જનનાયક કર્પૂરી ઠાકુર જી આવે છે. અમે અહીંના લોકોને અમારી પાસેથી આશાઓ અને અપેક્ષાઓનું સન્માન કરવા માટે કામ કરીશું.

આ પણ વાંચો :-

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટે ડોક્ટર પ્રશાંતને 7 દિવસના રિમાન્ડ મંજૂર

0

ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં બે વર્ષથી તેમણે ધામા નાંખ્યા હતા. કડીના વિવિધ ગામોમાં કેમ્પ કરી અનેક લોકોના ઓપરેશન કરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ બોરીસણા ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ NSUIના કાર્યકરો પણ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા છે. જો કે પોલીસે ટીંગાટોળી કરી NSUIના કાર્યકરોને હટાવ્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમી રહી હતી, ત્યારે એક બાબત એ પણ જાણવા મળી છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન જ કરાવ્યું નથી. હોસ્પિટલમાં બે-બે દર્દીના મોતની આ ઘટનાએ ગુજરાત સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યાં છે. આ અંગે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી. જેમાં શું નિર્ણય લવાયો અને શું કાર્યવાહી કરાશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી અનુસાર આ કેસમાં રાજ્ય સરકાર જ ફરિયાદી બનશે. પરંતુ, હોસ્પિટલને તાત્કાલિક બંધ કરાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. પરંતુ વર્ષ 2021માં ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા સસ્પેન્ડ કરાઈ હતી તેવું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

આજે દેવ દિવાળી: નમો ઘાટનું થશે ઉદ્ધાટન, કાશીમાં ઝગમગશે 17 લાખ દીવા

0

કાશીમાં દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા 4 દાયકામાં, આ પરંપરાએ લોકપર્વ અને મહોત્સવનું સ્વરૂપ લીધું છે અને વર્ષ-દર-વર્ષે વધતું જાય છે. આ વખતે આજે શુક્રવારે દેવ દિવાળી પર વારાણસીમાં કુલ 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે જ આ ક્ષણના સાક્ષી બનવા માટે દેશ અને દુનિયામાંથી લાખો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કાશી આવે છે. આજે દેવ દિવાળી પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર રહેશે અને નમો ઘાટનું ઉદ્ઘાટન કરશે.

આજે શુક્રવારે સાંજે નમો ઘાટનો ઉદ્ઘાટન સમારોહ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:30 સુધી ચાલશે. ત્યારબાદ તમામ પ્રતિનિધિઓ નમસ્તે મુદ્રાના સ્થાને દીવાનું દાન કરીને દેવ દિવાળીની શરૂઆત કરશે અને દીવા પ્રગટાવવાનું શરૂ થશે. આ ક્રમમાં નમો ઘાટ પર પણ આતશબાજી થશે. આ ઉપરાંત, ચેતસિંહ ઘાટ પર 18-19 મિનિટનો પ્રોજેક્શન શો થશે. જેમાં કાશીની પૌરાણિક કથાઓ, ગંગાની ઉત્પત્તિ અને દેવ દિવાળી વિશે જણાવશે. આ ચેતસિંહ ઘાટ પર લેસર શો પણ થશે. આજે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. જેમાંથી 8 લાખ દીવા માટીના અને બાકીના દીવા ગાયના છાણના છે. આ ઉપરાંત લોક સહકારથી 4-5 લાખ વરુણા નદી અને અસ્સી નદી પરના તળાવો પર દીવા પ્રગટાવવામાં આવશે આ ઉપરાંત ‘સ્વચ્છ ઘાટ-સ્વચ્છ કાશી’ની થીમ પર દીવા પ્રગટાવવામાં આવશે.

ડિવિઝનલ કમિશનર કૌશલરાજે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વનાથ ધામની સામે ગંગા રેતી પર પણ મુખ્ય આતશબાજી થશે. દેવ દિવાળીના દિવસે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સમાપન થશે. આ ઉપરાંત સુરક્ષા, લાઇટિંગ અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્શન શો પણ ચાર વખત ચાલશે, જે સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. નમો ઘાટ પર આતશબાજી પોણા 6 વાગ્યે થશે અને મુખ્ય આતશબાજી વિશ્વનાથ ધામની સામે થશે, દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી બાદ લગભગ 8 વાગ્યે સમગ્ર કાર્યક્રમ સાંજે 4 વાગ્યે શરૂ થઈને 8 વાગ્યા સુધી ચાલશે.

ડિવિઝનલ કમિશનરે દીવાની સંખ્યા વિશે જણાવ્યું હતું કે, “આજે 17 લાખ દીવા પ્રગટાવવામાં આવશે, જેમાંથી 8 લાખ દીવા માટીના અને બાકીના દીવા ગાયના છાણના છે. આ ઉપરાંત લોક સહકારથી 4-5 લાખ વરુણા નદી અને અસ્સી નદી પરના તળાવો અને તળાવો પર દીવા પ્રગટાવવામાં આવશે આ રીતે 15-16 લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને દિવાળીની થીમ પર પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેની થીમ ‘સ્વચ્છ ઘાટ-સ્વચ્છ કાશી’ હશે.

આ પણ વાંચો :-

૧૫ નવેમ્બર, ૨૦૨૪: શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ વેપારની સ્થિતિમાં સુધારો થશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

માનસિક પરિતાપ રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે. સંગીતના સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે. છુપા પ્રેમ સંબંધો પકડાઇ જાય. પતિની વાણી કડવી થાય.

વૃષભઃ

આવકનું પ્રમાણ ધટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદ ની શકયતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ

મનોબળ મજબૂત બને. થોડું અકકડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશકેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારૂં રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ

મગજના રોગો થી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ

સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબું જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયજો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

કન્યાઃ

કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નોનું ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથી ની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શકય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ધટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધનઃ

માનસિક અશાંતિ વધે. આવક જ‍ળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂં. યશ પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકરઃ

વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ઇરછાશકિત દઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. અેમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ, વાહન સુખમાં વધારો.

મીનઃ

આવકમાં ધટાડો થતો જણાય. નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી ધંધામાં સામાન્ય.

મિરાજ તેં આવું શા માટે કર્યું? સુરતના હોનહાર યુવાન ડૉક્ટરના આપઘાતની ઘટનાએ અનેકને વિહ્‍વળ બનાવી દીધા

  • સુરતના જાણીતા અમિત શાહ અને શંકુતલા દંપતીનો એકનો એક પુત્ર મિરાજ MBBSના વધુ અભ્યાસ માટે થોડા દિવસ પછી અમેરિકા જવાનો હતો અને અનંતના માર્ગે ઊપડી ગયો!!
  • બુધવારની મોડી રાત સુધી માતા-પિતા સાથે અમેરિકા જવાની વાતને લઈને ચર્ચા કરતો અને સવારે જોયું તો મિરાજ છત સાથે લટકતો હતો!!
  • મિરાજ પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો, ખમતીધર માતા-પિતાએ મિરાજના ઉછેર, અભ્યાસ, સુખ-સગવડમાં કોઈ જ ખામી રાખી નહોતી અને છતાં મિરાજે શા માટે આંત્યતિક પગલું ભર્યું, કોઈની પાસે જવાબ ન હતો

સુરતમાં પત્રકારત્વથી પ્રવેશ કરનાર અને નખ‌િશખ સજ્જન અને સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ અમિત શાહના યુવાન ડૉક્ટર પુત્રએ આજે વહેલી સવારે અચાનક આપઘાત કરી લેતા સુરતના ભદ્ર સમાજમાં સન્‍નાટો ફરી વળ્યો હતો. મિરાજ શાહ દંપતી અમિત અને શકુંતલાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો અને તબીબી ક્ષેત્રે વધુ અભ્યાસ કરવા થોડા દિવસોમાં અમેરિકા જવાનો હતો.

મિતભાષી અમિત શાહ અને શકુંતલા દંપતીના પ્રેમના પ્રતીક સમાન મિરાજ (ઉ.વ.૨૫) MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર મિરાજ સ્વભાવે પણ પિતા અમિત અને માતા શકુંતલાની માફક ખૂબ જ શાંત અને અંતર્મુખી હતો.

ઘર-પરિવારમાં એવી કોઈ જ ઘટના બનવા પામી નહોતી કે મિરાજે જીવન ટુંકાવવું પડે, એવું પગલું ભરવું પડે. માતા-પિતાનો અઢળક પ્રેમ ઉપરાંત મિરાજ પોતે પણ ખુલ્લા દિલનો યુવાન હતો. પિતા અમિત શાહે મિરાજની ઇચ્છા મુજબ ભણાવ્યો હતો અને મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકાની સર્વોચ્ચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે મંજૂરી આપી હતી અને મિરાજ અમેરિકા જવાની આખરી તૈયારી પણ કરી રહ્યો હતો.

ગઈકાલે બુધવારની મોડી રાત સુધી માતા-પિતા સાથે અમેરિકા જવાની તૈયારી અંગે ચર્ચા કરી રહ્યો હતો. કેટલીક યુનિવર્સિટી અંગે ચર્ચા પણ કરી હતી અને માતા શકુંતલા અને પિતા અમિત શાહે હસતાં-હસતાં મંજૂરી પણ આપી હતી. બુધવારની મોડી રાત્રે હસીખુશીના વાતાવરણમાં પરિવારના ત્રણે સભ્યો વાત કરતાં-કરતાં ઊંઘી ગયા હતા. કોઈને મનમાં અમંગળ ઘટનાની આશંકા પણ નહોતી, પરંતુ ગુરૂવારની સવાર શાહ પરિવાર માટે કમનસીબ બનીને ઊગી હતી.

સુરતના વૈભવી ગણાતા ઉમરા વિસ્તારમાં ઓપેરો બંગ્લોઝમાં રહેતા અમિત શાહ પરિવારમાં, ગુરૂવારની કમનસીબ સવારે માતા શકુંતલા પુત્ર મિરાજને ઉઠાડવા માટે તેમના રૂમના દરવાજા સુધી ગયા ત્યાં સુધી માતાના મનમાં પણ ઉત્સાહ ભરેલો હતો. કારણ, થોડા દિવસ પછી પુત્ર મિરાજ અમેરિકા જવાનો હતો.

પરંતુ મિરાજના રૂમનો બંધ દરવાજો ખોલતાની સાથે માતાની નજર સામેનું દૃશ્ય આઘાતજનક હતું. વિચારી પણ શકાય નહીં એવી ઘટના આકાર લઈ ચૂકી હતી. હોનહાર પુત્ર મિરાજનું શરીર ફાંસો ખાધેલી હાલતમાં લટકતું હતું. માતા શકુંતલા માટે કલ્પના કરવાનું પણ મુશ્કેલ હતું. મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહોતા. મન અને મસ્તક સુન્‍ન મારી ગયાં હતાં. જાણે નજર સામેનું દૃશ્ય સાવ ખોટું હતું. મિરાજ કદાચ કોઈ રમત કરી રહ્યો હતો.

પરંતુ વાસ્તવિકતા એ હતી કે, મિરાજે છતના હુક સાથે કાપડ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો!!

મિરાજનો નિશ્ચેતન દેહ છત સાથે લટકી રહ્યો હતો!! પિતા અમિત અને માતા શકુંતલા આઘાતમાં સરી પડ્યા હતા. મિરાજે આવું શા માટે કર્યું? મિરાજને કઈ વાતનું દુઃખ હશે વગેરે વગેરે સવાલ શાહ દંપતીને કોરી ખાતા હતા. પરંતુ નજર સામેના સત્યને ‘અસત્ય’ પુરવાર કરવાનું શક્ય નહોતું. એક હોનહાર ડૉક્ટર યુવાન માતા-પિતાના સપના અધૂરા મૂકીને આ દુનિયાને અલવિદા કરીને નીકળી ગયો હતો. માતા-પિતા શકુંતલા અને અમિતનો સંસાર ઉજડી ગયો હતો.

થોડા સમયના અંતરે અડોશી- પડોશીઓ, મિત્રો અને સગા સંબંધીઓને જાણ થતા લોકો દોડી આવ્યા હતા. બધાના મોઢામાં એક જ સવાલ હતો. વધુ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહેલા મિરાજે આમ અચાનક અાંત્યતિક પગલુ શા માટે ભર્યું હશે? મિરાજને કોઈ વાતનું દુઃખ નહોતું. પરિવાર સંસ્કારી હતો. પિતાની પણ સમાજમાં સારી પ્રતિષ્‍ઠા હતી. પોતે પણ ભણવામાં હોશિયાર હતો અને છતાં જીવનલીલા સમાપ્‍ત કરી લેવાનો નિર્ણય કેમ કર્યો હશે!?

કલાકો વીતતા ગયા, યંત્રવત્ નિર્ણયો પણ લેવાતા ગયા, મિરાજના દેહને નીચે ઉતારીને કાનૂની વિધિ પૂરી કરવામાં આવી અને સાંજના છેડે ઉમરા તાપી કિનારાના રામનાથ ઘેલા સ્મશાન ઘાટ ખાતે મિરાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પણ મિરાજે ભરેલા અાંત્યતિક પગલાંનો જવાબ અનુત્તર રહ્યો હતો. મિરાજનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું હતું, પરંતુ મિરાજના મૃત્યુની ઘટના ભુલાતા વર્ષો નીકળી જશે.

અમિત અને પત્ની શકુંતલાની આંખોના આંસુ રેલાતા ક્યારેય પણ બંધ નહીં થાય. આંસુના પ્રત્યેક ટીપા સાથે સવાલ પૂછાતો રહેશેઃ મિરાજે આવું શા માટે કર્યું? અમિત અને શકુંતલા એક પ્રેમાળ યુગલ છે અને મિરાજ તેમના પ્રેમનું પ્રતીક હતો. સમયની રેતની સાથે દૃશ્યો ભુંસાતા જશે. પરંતુ અમિત અને શકુંતલાના છેલ્લા શ્વાસ સુધી મિરાજ નહીં ભુલાય. રોજ સવાર, સાંજ અને રાતના સમયે મિરાજ સતત પડઘાયા કરશે…

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત

ઈઝરાયેલની સેનાએ છેલ્લા 24 કલાકમાં ગાઝા પર હુમલા કર્યા છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. જ્યારે 10 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેબનોનમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ ગાઝા પર વિનાશક હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં ગાઝાપટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં 46 લોકોના મોત થયા છે. ગાઝામાં તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રદેશનો એક વિસ્તાર, જેને ઈઝરાયેલે માનવતાવાદી ક્ષેત્ર જાહેર કર્યો છે, તેને પણ નિશાનો બનાવવામાં આવ્યું હતું. ગાઝામાં જીવ ગુમાવનારા 46 લોકોમાંથી 11 લોકો આ વિસ્તારના કામચલાઉ કાફેટેરિયામાં હાજર હતા. લેબનોનમાં, મંગળવારે, લડાકુ વિમાનોએ બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલો કર્યો અને દેશના અન્ય ભાગોમાં 33 લોકો માર્યા ગયા.

તાજેતરની ઈઝરાયેલી બોમ્બ ધડાકા ત્યારે થાય છે જ્યારે યુ.એસ.એ કહ્યું છે કે તે ગાઝાને વધુ માનવતાવાદી સહાય મોકલવાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા બાદ પણ ઇઝરાયેલને તેની લશ્કરી સહાયમાં ઘટાડો નહીં કરે. લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં મોટા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તાર દહિયાહ તરીકે ઓળખાય છે અને અહીં હિઝબુલ્લાહની હાજરી હોવાનું માનવામાં આવે છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ત્યાંના 11 ઘરોને ખાલી કરવાની ચેતવણી આપી હતી. મૃતકોની સંખ્યા અંગે તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી.

ગાઝાની નાસિર હૉસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કાફેટેરિયા પર થયેલા હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા. ગાઝાના ઉત્તરીય શહેર બીટ હનુનમાં મંગળવારે એક ઘર પર થયેલા હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા, અધિકારીઓના જણાવ્યા અનુસાર, અલ જઝીરાના પત્રકાર હોસમ શબાતના સંબંધીઓ સહિત, જે ઉત્તરીય વિસ્તારમાંથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. કમલ અડવાન હૉસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું કે ડૉક્ટર તરીકે કામ કરતા મોહમ્મદ શબાત, તેની પત્ની દિમા અને પુત્રી ઈલિયાના હુમલામાં મોત થયા છે. પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય અને દક્ષિણ ગાઝામાં થયેલા હુમલામાં 20 અન્ય લોકો માર્યા ગયા હતા.

PMJAY યોજના અંતર્ગત સરકારે ખ્યાતિ હોસ્પિટલને આટલાં કરોડ રૂપિયા ચૂકવ્યા

0

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈ બીમારી ન હોવા છતા ખોટી રિપોર્ટ આપવા અને તેમનું ખોટી રીતે ઓપરેશન કરવાનો મામલો આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલે ખોટી રીતે દર્દીઓની એંજિયોપ્લાસ્ટી કરી દીધી, જ્યારે તમને તેની જરૂરીયાત પણ ન હતી.

Khyati Hospital Scandal: 5 Administrators Face Action

ખ્યાતિ હોસ્પિટલના બનાવટી ઓપરેશન કૌભાંડ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે રાજ્યના તમામ હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન મેંડેટરી કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ તમામ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટેબ્લિશમેંટ એક્ટ 2024 અંતર્ગત 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન મેંડેટરી છે. 12 માર્ચ 2025 સુધીમાં મળેલી અરજીના આધારે હોસ્પિટલોની તપાસ હાથ ધરવામાં આવશે.

બીજી તરફ ગુજરાતમાં હાલમાં આવા કેટના નામી હોસ્પિટલો છે તેની પણ તપાસ કરવામાં આવશે. જેમાં નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે. વડોદરામાં પણ આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા કૌભાંડની આશંકા છે. અંજના હોસ્પિટલમાં તેવા લોકોને ઓક્સિજનના માસ્ક લગાવવામાં આવ્યા, જેમને તેની જરૂરિયાત ન હતી. દર્દીની તસવીરો પણ આયુષ્માન કાર્ડની સાઈટ પર પણ અપલોડ કરાઈ હતી.

એક અહેવાલ મુજબ PMJAY યોજના હેઠળ છેલ્લા જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીના પાંચ મહિના અને 12 દિવસના સમય ગાળા દરમિયાન 650 કેસમાં સારવારને માટે 3.66 કરોડ જેટલી જંગી રકમ મેળવી છે. જેમાં સૌથી વધુ 605 કેસ હૃદયરોગના દર્દીઓને લગતા હતા અને તેમની સારવાર પેટે સરકારે 2.77 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી છે. હૃદયરોગ સિવાયની અન્ય સર્જરી પેટે સરકારે ખ્યાતિ હોસ્પિટલને 89.87 લાખ ચૂકવ્યા છે.

ગુજરાતના આરોગ્ય વિભાગે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને જૂન 2024થી 12મી નવેમ્બર 2024 સુધીમાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટિ અને 36 બાયપાસ સર્જરી સહિતના હૃદયરોગના કેસની સારવાર પેટે 2.77 કરોડ ચૂકવ્યા છે. તમામ પૈસા PMJAY યોજના હેઠળ મેળવાયા હતા. જેમાં ખ્યાતિ હોસ્પિટલને 220 ડાયગ્નોસ્ટિક એન્જિયોગ્રામની સારવાર માટે 49,78,836 રૂપિયા, 36 કોરોનરી બાયપાસ સર્જરી માટે 6,12,540 રૂપિયા, 380 કોરોનરી એન્જિયોગ્રાફી માટે રૂ. 6,82,640ની રકમ સરકાર પાસેથી મળી છે.

આ પણ વાંચો :-

સુનીતા વિલિયમ્સની કેવી છે તબિયત? સ્વાસ્થ્યને લઇને આવ્યું મોટું અપડેટ

0

ભારતીય મૂળના અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે. આ દરમિયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાજર સુનીતા વિલિયમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે, તેમનું વજન ઘટ્યું નથી પરંતુ વધ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના શરીરમાં ફ્લુઇડ શિફ્ટ થયું છે, એટલે કે તેમના શરીરમાં રહેલા ફ્લુઇડ્સ સમાન રીતે શરીરમાં ફેલાઈ ગયા છે. તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૃથ્વી પર પાછા ફરે તેવી શક્યતા છે.

Sunita Williams | Biography, Achievements, & Facts | Britannica

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાને કારણે વિલિયમ્સને 150 દિવસથી વધુ સમય સુધી ત્યાં છે. હાલમા જ તેમની દુબળી-પાતળી તસવીરોએ લાંબા ગાળાની અવકાશ યાત્રાની શારીરિક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરી શકશે.

આ મિશનથી પરિચિત નાસાના એક સૂત્રએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા ઉભી કરી છે. તેમણે કહ્યું કે તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. હવે સુનિતા દુબળી પાતળી અને હાડકાં દેખાવવા લાગ્યા છે. તેમના વજનને સ્થિર કરવું એ એજન્સી માટે પ્રાથમિકતા બની ગઈ છે. સૂત્રએ કહ્યું કે જ્યારે મેં સુનિતા વિલિયમ્સની નવી તસવીર જોઈ ત્યારે હું ચોંકી ગયો હતો. આ ખરેખર ચિંતાનો વિષય છે. દરેક વ્યક્તિ તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.

સુનીતા વિલિયમ્સ, જેમનું વજન લોન્ચ સમયે લગભગ 140 પાઉન્ડ હતું, અંતરિક્ષ જીવનની ઉચ્ચ શારીરિક માંગને સંતુલિત કરવા માટે દૈનિક 3,500 થી 4,000 કેલરીના સેવન પુરું કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. નાસાના કર્મચારીએ કહ્યું કે જ્યારે તમે કેલરી ઘટાડવાનું શરૂ કરો છો ત્યારે તમારું વજન ઝડપથી ઘટે છે. વજન રહિત વાતાવરણમાં સ્નાયુઓ અને હાડકાના જથ્થાને જાળવવા માટે દરરોજે બે કલાકથી વધુ કસરતની જરૂર પડે છે, જેનાથી વધારાની કેલરી ખર્ચ થાય છે.

નાસાના ડોક્ટર એક મહિનાથી વધુ સમયથી વિલિયમ્સના વજન પર કામ કરી રહ્યા છે, કારણ કે તેમને જાણવા મળ્યું છે કે અવકાશમાં મેટાબોલિઝ્મના ફેરફારને કારણે મહિલા અવકાશયાત્રીઓને પુરુષો કરતા વધુ ઝડપથી સ્નાયુઓમાં ઘટાડો અનુભવી શકે છે. નાસાના એક ફિઝિશિયનના જણાવ્યા અનુસાર વિલિયમ્સની ઉપસ્થિતિ ઊંચાઈ પર રહેવાને કારણે પેદા થતા તણાવને દર્શાવે છે.

આ પણ વાંચો :-

પીએમ મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાશે

0

કેરેબિયન દેશ ડોમિનિકાની સરકારે કહ્યું છે કે તે આ મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’થી સન્માનિત કરશે. આ પુરસ્કાર વડા પ્રધાન મોદીને COVID-19 રોગચાળા દરમિયાન ડોમિનિકામાં તેમના યોગદાન અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા તરફના તેમના સમર્પણ માટે આપવામાં આવી રહ્યો છે.

PM Narendra Modi Interview | I don't make tough decisions, I make right decisions, says PM

ડોમિનિકા સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરશે. ફેબ્રુઆરી 2021 માં, વડા પ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી.

વડા પ્રધાન મોદીની આ મિત્રતાભરી ઉદારતાને ધ્યાને લઈને, ડોમિનિકાની સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્ય, શિક્ષણ અને આઈટી ક્ષેત્રે પણ ઘણી મદદ કરી છે. જળવાયુ પરિવર્તન સામે લડવામાં ભારત ડોમિનિકાને પણ સતત મદદ કરી રહ્યું છે.

નિવેદનમાં વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ પુરસ્કાર ડોમિનિકા અને વ્યાપક ક્ષેત્ર સાથે વડા પ્રધાન મોદીની એકતા માટે ડોમિનિકાની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. નિવેદનમાં સ્કેરિટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ડોમિનિકાના સાચા સાથી રહ્યા છે, ખાસ કરીને વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ વચ્ચે આપણી જરૂરિયાતના સમયમાં. તેમના સમર્થન માટે અમારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અને અમારા દેશો વચ્ચેના મજબૂત સંબંધોના પ્રતિબિંબ તરીકે, તેમને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન સાથે પ્રસ્તુત કરવું એક સન્માનની વાત છે. અમે આ ભાગીદારીને આગળ વધારવા અને પ્રગતિ અને સ્થિતિસ્થાપકતાના અમારા સહિયારા વિઝનને આગળ વધારવા માટે આતુર છીએ.

આ પણ વાંચો :-

મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોલથી ખળભળાટ

0

મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે CISF કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોહમ્મદ નામનો વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન વિસ્ફોટક સામગ્રી લઈ જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. CISFની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી.

The Ultimate Mumbai Airport Guide - Tips & Insights for a smooth journey (Updated 2024) - Lounge, Shopping, Duty Free and more..

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, કોલ કરનારે કોઈ ચોક્કસ ફ્લાઇટનો ઉલ્લેખ કર્યો ન હતો અને અચાનક બપોરે 3:00 વાગ્યાની આસપાસ કોલ બંધ કરી દીધો હતો. આ પછી અધિકારીઓએ આ કોલની તપાસ શરૂ કરી અને શંકાસ્પદ વિશે માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુંબઈ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અંગે અધિકારીઓનું કહેવું છે કે, આવી બાબતોમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી રહી નથી અને મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોલીસ આ કોલના સ્ત્રોતને શોધવા માટે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને શોધી કાઢવાનો દાવો કર્યો છે.

થોડા દિવસો પહેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર બોમ્બ રાખ્યો હોવાની ખોટી ધમકી મળી હતી. 25-26 ઓક્ટોબરની રાત્રે દિલ્હીના IGI એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મળી હતી. ધમકી મળ્યા બાદ તુરંત જ સુરક્ષા અધિકારીઓ પ્રોટોકોલનું પાલન કરીને તપાસમાં લાગ્યા હતા. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સંકલન સાધ્યું હતું અને નાગરિક ઉડ્ડયનની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો :-