Home Blog Page 593

મહારાષ્ટ્રમાં “એક હૈ તો સેફ હૈ” સૂત્ર પર રાહુલનો ભાજપ પર કટાક્ષ

0

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધીએ “એક હૈ તો સેફ હૈ” ના તેમના ચૂંટણી સૂત્રને લઈ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ખાસ કરીને ધારાવી પ્રોજેક્ટને લઈને આક્ષેપો કર્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની આ ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી છે. તેમાં એક તરફ અમીર અબજોપતિઓ છે, જેમણે મુંબઈની જમીન પર કબ્જો કરવાની ઈચ્છા પેદા કરી છે, અને બીજી તરફ ગરીબો અને સામાન્ય લોકો છે, જેમને આ જમીન પર ધ્યાન આપવાની જરૂર છે. અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એક અબજોપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે તેવો અંદાજ છે.

રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીનો શું ટાર્ગેટ હશે. તેમણે કહ્યું, “અમારી વિચારસરણી એ છે કે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો અને બેરોજગારોની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે.” અમે દરેક મહિલાના બેંક ખાતામાં ₹3000 જમા કરાવીશું. મહિલાઓ અને ખેડૂતો માટે બસની મુસાફરી મફત રહેશે. 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. સોયાબીન માટે 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP આપવામાં આવશે. અત્યારે અમે તેલંગાણા, કર્ણાટકમાં જાતિ ગણતરી કરી રહ્યા છીએ. અમે તેને મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.

આ પણ વાંચો :-

૧૮ નવેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ, શાંતિનું પ્રમાણ વધચું જણાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. નવા રોકાણો ફાયદા કરાક સાબિત થાય. આધાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

મા‌નસિક સ્વસ્થતા જળવાય. આવક માં વધારો થાય. નાના ભા‌ઇ બહેન સાથે પ્રેમ ભાવ વઘે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ધટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજાર થી લાભ. રોકાણો દ્ગારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કરાણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસું મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. ઠંડાપીણા, આ‌ઇસકીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધવાની શકયતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટા‍ળવા. સ્નાયુઓ તથા ક્ષાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશકેરટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વીજ‍ળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્ગવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ધટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંધર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જ‍ળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિધાર્થીમિત્રો ને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

રામભદ્રાચાર્યએ કહ્યું, ‘સરકારોને જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધાર પર આપવું જોઇએ’

0

જયપુરમાં કથા કહેવા આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે શત પ્રતિશત નંબર લાવીને સવર્ણ બાળક જુતા સીવે અને ચાર ટકા લાવીને એસસીનો બાળક નોકરી મેળવે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે અને તમામ ભારતીય છે.

રામભદ્રાચાર્ય એટલે જ નહોતા અટક્યા તેમણે કહ્યું કે, શત પ્રતિશત નંબર લાવીને સવર્ણનો બાળક જુતા સીવશે અને એસસી અને એસટીનો બાળક ચાર ટકા લાવીને નોકરી મેળવશે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે, તમામ ભારતીયો એક છે. આર્થિક આધારે અનામત કરી દો. ત્યારે આ જાતિવાળુ ગૃહ યુદ્ધ આપોઆપ સમાપ્ત થઇ જશે.

સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, ‘બ્રાહ્મણ મુખથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથથી, વૈશ્ય જાંઘથી અને શુદ્ર ચરણથી. ચરણ પર માથું ઝૂકે છે તો તે અપવિત્ર કેવી રીતે થઈ ગયું. હિન્દુઓમાં કોઈ અછૂત નથી. દેશમાં 80 ટકા હિન્દુ કરવા પડશે પછી તમામ સમસ્યા ખતમ થઈ જશે.

રામભદ્રાચાર્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સામે કહ્યું કે, જાણો છો જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ચાલી રહી હતી રાજસ્થાનના સીએમ કોણ બનશે તો મે તેમની પર વાત કરી અને કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી બ્રાહ્મણને બનાવો. તમામે કહ્યું કે, કઇ રીતે થશે? વસુંધરાજી કઇ રીતે માનશે? ત્યારે અમે કહ્યું કે, તેમના મોઢેથી જ કહેવડાવો અને આ પ્રકારે મારી સમજથી રાજસ્થાનને પહેલો બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવ્યા. આ પ્રસંગે જગતગુરૂ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવાની પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો :-

ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ

0

ભારતીય અવકાશ એજન્સી ISROએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની Space X સાથે હાથ મિલાવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર મસ્કની કંપની Space X આગામી સપ્તાહની શરુઆતમાં ફાલ્કન 9 રૉકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 (GSAT N-2)ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને SpaceX વચ્ચે ઘણી ડીલ થઈ છે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ 4700 કિલોગ્રામનો સેટેલાઈટ કોઈ ભારતીય રોકેટ દ્વારા લઈ જવા માટે ખૂબ જ ભારે છે. આ જ કારણ છે કે ઇસરોએ આના લોન્ચિંગ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ લેવાનો નિર્ણય કર્યો. ભારતીય સ્પેસ એજન્સીનું સૌથી શક્તિશાળી રોકેટ ‘ધ બાહુબલી’ અથવા લોન્ચ વ્હીકલ માર્ક-3 છે, જે વધુમાં વધુ 4000 થી 4100 કિલોગ્રામ સુધીનું વજન અંતરિક્ષ ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે.

ભારત અત્યાર સુધી તેના ભારે સેટેલાઈટને લોન્ચ કરવા માટે એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ હાલમાં તેની પાસે પણ કોઈ ઓપરેશનલ રોકેટ નથી અને ભારત પાસે સ્પેસએક્સ સાથે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો. ચીનના રોકેટ ભારત માટે અયોગ્ય છે અને યૂક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા કોમર્શિયલ લોન્ચિંગ માટે તેના રોકેટ ઓફર કરવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે ઇસરો પાસે સ્પેસએક્સનો જ વિકલ્પ હતો. ઇસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસએક્સથી પોતાનો સેટેલાઇટ મોકલવા માટે તેમને સારી ડીલ મળી છે. સ્પેસએક્સ તેના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9 દ્વારા ભારતીય ઉપગ્રહને અવકાશમાં મોકલશે.

એલન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ સ્ટારલિંકને લાઇસન્સ આપવાની માંગ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં એલન મસ્કની રુચિ વધી રહી છે. મસ્ક હવે ટ્રમ્પ સરકારમાં પણ ખૂબ જ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા છે અને ટ્રમ્પ સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એ વાત જાણીતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને બંને એકબીજાને મિત્ર કહે છે. ઉદ્યોગપતિ એલન મસ્ક પણ બંનેના મિત્ર છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 5 નક્સલીઓને માર્યા ઠાર

0

છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળોએ પાંચ માઓવાદીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને માઓવાદીઓની વચ્ચે અથડામણ બસ્તર જિલ્લાના અબૂઝમાડનાં જંગલોમાં થઈ હતી. આ વિસ્તાર છત્તીસગઢના બસ્તર સંભાગના કાંકેર-નારાયણપુર જિલ્લાની સરહદની બાજુમાં છે.

આ અથડામણ સ્થળે સુરક્ષા કર્મચારીઓએ પાંચ હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માઓવાદી હુમલામાં બે DRG જવાન પણ ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોને રાયપુર લઈ જવામાં આવ્યા હતા. બસ્તર રેન્જના પોલીસ અધિકારી પી. સુંદરરાજે જણાવ્યું હતું કે જંગલોમાં અથડામણ જારી છે અને થોડી-થોડી વારે ગોળીબાર થતો રહે છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સ્થિત અબુઝમાદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર અબુઝમાદ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને નક્સલ વિરોધી અભિયાન પર મોકલવામાં આવી છે. આ ટીમમાં DRG, STF અને BSF ના જવાનો સામેલ છે.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ છત્તીસગઢમાં નક્સલવાદને ખતમ કરવાની સમયમર્યાદા આપી હતી. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદને ખતમ કરી દેશે. વાસ્તવમાં અમિત શાહ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. અમિત શાહે કહ્યું, “મોદીજીએ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો :-

ઝાંસીમાં 10 બાળકોના મૃત્યુની હિચકારી ઘટના વચ્ચે ડેપ્યુટી સીએમનું VIP સ્વાગત!

0

ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના બની છે. બાળકોના વોર્ડમાં મોડી રાત્રે લાગેલી આગથી 10 નવજાતના મોત થયા છે. NICUમાં તમામ બાળકો દાખલ હતા. મોડી રાતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. 37 બાળકોને બારીના કાચ તોડી બચાવાયા છે. 16 લોકોની હાલત ગંભીર છે. NICUમાં કુલ 54 બાળકો દાખલ હતા. મૃતક બાળકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરાઇ છે. તો ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

સવાલ 10 બાળકોના મોત પર છે. બાળકોના મોત પર તપાસનો ખેલ શરૂ થયો છે, પરંતુ વહીવટીતંત્ર કેટલું બેશરમ છે તે સામે આવેલી બે તસવીરો પરથી સમજી શકાય છે. એક તરફ ડોકટરો બૂમો પાડીને બાળકોને બચાવવા દોડી રહ્યા હતા તો બીજી તરફ પ્રશાસન પોતાના ડેપ્યુટી સીએમના સ્વાગત માટે રંગરોગાન કરવામાં વ્યસ્ત હતું. આ બધું ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક માટે થઈ રહ્યું છે જે અકસ્માત થયા બાદ વહેલી સવારે 3:30 વાગ્યે ઝાંસી પહોંચ્યા હતા.

બ્રજેશ પાઠકના વીડિયો પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ અને X પર પોસ્ટ કર્યું, ‘ભાજપ સરકારની અસંવેદનશીલતા જુઓ, એક તરફ તેમના પરિવારજનો રડતા હતા અને નાયબ મુખ્યમંત્રીને આવકારવા માટે ચૂનો છાંટી રહ્યા હતા કે આખા કમ્પાઉન્ડમાં ગંદકી ફેલાઈ ગઈ હતી, જે નાયબ મુખ્યમંત્રીના આગમન પહેલા જ સાફ થઈ ગઈ હતી. બાળકો બળી રહ્યા છે અને આ સરકાર ચહેરો ચમકાવવામાં લાગી છે.

આ પણ વાંચો :-

સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

0

શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને રાજીનામું આપ્યું છે. બાદલે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું | chitralekha

શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, શિઅદ અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે નવા અધ્યક્ષની ચૂંટણી યોજવા માટે આજે પાર્ટીની કાર્યસમિતિને પોતાનું રાજીનામું સોંપી દીધું. તેમણે પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને સમગ્ર કાર્યકાળ દરમિયાન દિલથી સમર્થન અને સહયોગ આપવા માટે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો.

ડૉ. દલજીત ચીમાએ કહ્યું કે SAD કાર્યકારી સમિતિના પ્રમુખ બલવિંદર સિંહ ભૂંડરે 18 નવેમ્બરે ચંદીગઢમાં પાર્ટીના મુખ્યાલયમાં બપોરે 12 વાગ્યે પાર્ટી વર્કિંગ કમિટીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ સમિતિ સુખબીર સિંહ બાદલ દ્વારા આપવામાં આવેલા રાજીનામા પર વિચારણા કરશે અને આગળની કાર્યવાહી નક્કી કરશે. તમને જણાવી દઈએ કે SAD પ્રમુખ, પદાધિકારીઓ અને કાર્યકારી સમિતિની ચૂંટણી 14 ડિસેમ્બરે યોજાવાની છે, જ્યારે વર્તમાન ગૃહનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સુખબીર સિંહ બાદલ વર્ષ 2008માં SADના અધ્યક્ષ બન્યા હતા. અગાઉ તેમના પિતા પ્રકાશ સિંહ બાદલે પાર્ટીની કમાન સંભાળી હતી. પંજાબની 4 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે. આ પહેલા તેમણે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે કોણ બનશે SAD ના પ્રમુખ? તે આવનારા સમયમાં ખબર પડશે.

આ પણ વાંચો :-

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ ચેન્નઈમાં લૉટરી-કિંગના ૮.૮ કરોડ જપ્ત કર્યા

0

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટએ ગઈ કાલે ચેન્નઈમાં લૉટરી-કિંગના નામે જાણીતા સેન્ટિયાગો માર્ટિનની ઑફિસ અને ઘરેથી કુલ 8.8 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. મદ્રાસ હાઈ કોર્ટે લૉટરી-કિંગ સામે ઍક્શન લેવાની મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. EDએ માર્ટિન અને તેના જમાઈ આધવ અર્જુન સાથે સંકળાયેલી વીસ જગ્યાએ રેઇડ પાડી હતી. એમાં તામિલનાડુ ઉપરાંત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળની ઑફિસનો પણ સમાવેશ હતો. માર્ટિન સામે ગેરકાયદે લૉટરીનું વેચાણ કરવાનો આરોપ છે.

Allahabad High Court: Summons by ED Should Include Accusation Summary or ECIR Copy

માર્ટિનના વ્યાપાર-સામ્રાજ્ય સામેના વ્યાપક પગલાંના ભાગરૂપે માર્ટિન એના જમાઇ આધવ અર્જુન કોઇમ્બતુર (તમિલનાડુ), ફરીદાબાદ (હરિયાણા), લુધિયાણા (પંજાબ) અને કોલકત્તા (પશ્ચિમ બંગાળ) સ્થિત કૂલ 20 કચેરીઓમાં તપાસ હાથ ધરાઇ છે. સિક્કીમ રાજ્યની લોટરીના કેરળમાં કરાયેલા ઠગાઇભર્યા વેચાણના પગલે સિક્કીમ સરકારને થયેલા 900 કરોડના નુકસાન સાથે સંકળાયેલા માર્ટિન સામેના એક કેસના સંદર્ભે EDએ ગયા વર્ષે માર્ટિનની લગભગ 457 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

આ પણ વાંચો :-

દિલ્હી-લખનઉ હાઈવે પર લાલ સૂટકેસમાં છોકરીની લાશ મળી, ચહેરો સંપૂર્ણપણે વિકૃત

0

દિલ્હી-લખનૌ નેશનલ હાઈવે નજીક લાલ સૂટકેસમાંથી એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના ગઈકાલે સવારે બની હતી. આ લાલ રંગની સૂટકેસ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી મળી આવી હતી. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે જઈને સેમ્પલ લીધા છે, જેને હાલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસની ઘણી ટીમો હાલ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

હાઈવેની બાજુમાં પડેલી આ સૂટકેસને ખોલવામાં આવી ત્યારે તેમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે મૃતદેહની યોગ્ય તપાસ કરવામાં આવી તો તેના પર ઈજાના ઘણા નિશાન જોવા મળ્યા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવતીની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે જેથી કરીને મૃતક યુવતીની ઓળખ થઈ શકે.

હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે જેથી કરીને મૃતક મહિલાની ઓળખ થઈ શકે. આ ઘટના અંગે એએસપી વિનીત ભટનાગરે જણાવ્યું કે, મૃતદેહ જોયા બાદ એવું લાગે છે કે એક દિવસ પહેલા જ કોઈએ મહિલાની હત્યા કરી હોય. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યાનો સમય અને રીત જાણી શકાશે. અમારી ઘણી ટીમો હાલમાં આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :-

સુરતમાં MD ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી ઝડપાયો

0

સુરત ક્રાઈમ બ્રાન્ચને “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શહેરના લાલગેટ વિસ્તારમાંથી 1 કરોડથી પણ વધુની કિમંતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. જે ગુનામાં ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સુત્રધારને મહારાષ્ટ્ર-મુંબઈથી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. હવે ક્રાઈમ બ્રાંચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં લાલગેટ પોલીસ મથક વિસ્તારમાંથી તારીખ 29 નવેમ્બરના રોજ 1 કરોડથી પણ વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો SOG પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ ગુનામાં આરોપીઓને એમડી ડ્રગ્સ મુંબઈના હસન ઉર્ફે હસનબાબા હારૂન શેખએ આપ્યું હતું. આરોપી છેલ્લા 7 મહિનાથી ભાગતો હતો. આખરે પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, સુરત SOG પોલીસે ગત 29 એપ્રિલ 2024ના રોજ લાલગેટ વિસ્તાર માંથી એક કરોડથી પણ વધુનો પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-