Home Blog Page 589

આજે શેરબજારમાં મોટો કડકો, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો

0

શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો છે. ભારે વેચવાલીથી સેન્સેક્સમાં 1200 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી બીએસઇના તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 800 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 550 પોઇન્ટ, સ્મોલકેપ ઈન્ડેક્સ 750 અને મિડકેપ ઈન્ડેક્સ 600 પોઇન્ટ તૂટ્યા હતા.

શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સમાં 1200 પોઇન્ટ થી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 81289 સામે નીચા ગેપમાં આજે 81212 ખુલ્યો હતો. શરૂઆથી બેન્કિંગ, મેટલ, આઈટી શેરમાં વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ ગગડીને 80082 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જે પાછલા બંધ લેવલથી આજે 1207 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે કડાકો દેખાડે છે. આમ સેન્સેક્સ માટે 80000 મુખ્ય સપોર્ટ લેવલ છે. જો 80000 લેવલ નીચે જાય તો શેરબજારમાં મોટી મંદી આવવાના એંધાણ છે.

સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ 0.73 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ભારતી એરટેલના શેરમાં 0.48 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.47 ટકા, ટાટા મોટર્સના શેરમાં 0.18 ટકા, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 0.18 ટકા, નેસ્લે ઈન્ડિયાના શેરમાં 0.14 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.12 ટકાનો વધારો થયો છે. ફાર્મા 0.07 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.03 ટકા. એનટીપીસીના શેર આજે કોઈપણ ફેરફાર વગર ખુલ્યા હતા.

આ પણ વાંચો :-

મુખ્યમંત્રી ભજનલાલ બાદ જયપુરમાં ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ચૂક….!

0

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની સુરક્ષામાં પણ મોટી ચૂક સામે આવી છે. એરપોર્ટ પરત ફરતી વખતે ગેસ સિલિન્ડરોથી ભરેલી ટ્રક અચાનક ઉપરાષ્ટ્રપતિના કાફલામાં ઘુસી ગઈ હતી.

આ ઘટના બુધવારે (11મી ડિસેમ્બર) સાંજે 4.10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર લઘુ ઉદ્યોગ ભારતીના સોહન સિંહ સ્મૃતિ કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ કાફલો સીતાપુરાથી જગતપુરાના અક્ષયપાત્ર સર્કલ પાસે આવી રહ્યો હતો.

આ દરમિયાન સીતાપુરા તરફથી આવી રહેલી ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક કાફલામાં ઘૂસી ગઈ હતી. ટ્રક કાફલા સાથે ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ટ્રાફિક પોલીસકર્મીએ પણ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાફલો તેજ ગતિએ ત્યાંથી પસાર થયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ 3 વાગે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલાના બે વાહનોને એક ટેક્સીએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ખુદ મુખ્યમંત્રી પોતાની કારમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન ડ્યુટી પોઈન્ટ પર તહેનાત એએસઆઈ સુરેન્દ્ર સિંહનું મૃત્યુ નિપજ્યું હતું. કારને મુખ્યમંત્રીના કાફલામાં જતી જોઈને સુરેન્દ્ર સિંહ વચ્ચે આવી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, એક ઝડપી કારે તેને કચડી નાખ્યો હતો. કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું.

આ પણ વાંચો :-

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગને ઉડાવી દેવાની ધમકી

0

ભારતીય રિઝર્વ બેંકને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ દેખાયો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ કેસમાં માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલીવાર નથી જ્યારે RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય. ગયા મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કસ્ટમ કેર નંબર પર ફોન કરીને RBIને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાના CEO તરીકે ઓળખાવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી ધમકીઓ મળી છે. ક્યારેક એરપોર્ટને તો ક્યારેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા કોલ મળી રહ્યા છે. તપાસ દરમિયાન આમાંથી મોટાભાગના કોલ નકલી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :-

તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, 7 લોકોના મોત, 29 ઘાયલ

0

તમિલનાડુની ખાનીગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ગૂંગળામણ હોવાનું કહેવાય છે.

આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ અને ઈમારતને લપેટમાં લઈ લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ગાઢ ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતોનું મોત થયું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી. તે જ સમયે, અંદર ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ ગ્રામીણ વિકાસ મંત્રી આઈ પેરિયાસામી, પૂર્વ મંત્રી ડિંડીગુલ સી શ્રીનિવાસન, ડિંડીગુલ કલેક્ટર એમએન પૂંગોડી, પોલીસ અધિક્ષક એ. પ્રદીપ અને પલાનીના ધારાસભ્ય આઈપી સેંથિલ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડિંડીગુલના જિલ્લા કલેક્ટર એમ. એન. પૂંગોડીએ પણ આ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે કહ્યું, એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. દર્દીઓને નજીકની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક જાનહાનિ થઈ શકે છે, પરંતુ અમે ડૉકટરોની પુષ્ટિ પછી જ મૃત્યુની સંખ્યા જાહેર કરીશું.

આ પણ વાંચો :-

પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ, જાણો CJIએ શું કહ્યું ?

0

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટમાં નોટિસ પાઠવી છે. આજથી (12 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટમાં પ્લેસ ઓફ વર્શીપ એક્ટ-1991ને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઈ. સુનાવણી દરમિયાન CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની સ્પેશિયલ બેન્ચે કહ્યું કે અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ કરી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષકારોને તેમની દલીલો સંપૂર્ણ રીતે તૈયાર રાખવા જણાવ્યું હતું જેથી કેસનો ઝડપથી નિકાલ થઈ શકે. આ અરજી સીપીઆઈ-એમ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, એનસીપી શરદ પવાર, આરજેડી સાંસદ મનોજ કુમાર ઝા સહિત 6 પક્ષોએ દાખલ કરી છે.

ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે પોતાની જનહિત અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને નાબૂદ કરવાની માગ કરાઈ છે જેથી ઈતિહાસની ભૂલોને સુધારવામાં આવે અને અતીતમાં ઈસ્લામી શાસકો દ્વારા અન્ય ધર્મોના જે-જે પૂજા સ્થળો અને તીર્થ સ્થળોનો વિનાશ કરીને તેમની પર ઈસ્લામિક માળખા બનાવાયા, તેમને પાછુ તેમને સોંપવામાં આવી શકે જે તેમના અસલી હકદાર છે.

અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યુ છે કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની જોગવાઈ મનસ્વી અને ગેરબંધારણીય છે. આ જોગવાઈની અનુચ્છેદ 14, 15, 21, 25, 26 અને 29નુ ઉલ્લંઘન કરે છે. બંધારણના સમાનતાનો અધિકાર, જીવનનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકારમાં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991માં હસ્તક્ષેપ કરે છે.

કેન્દ્ર સરકારે પોતાના અધિકાર વિસ્તારથી બહાર જઈને આ કાયદો બનાવ્યો છે. પૂજા પાઠ અને ધાર્મિક વિષય રાજ્યનો વિષય છે અને કેન્દ્ર સરકારે આ મામલે મનસ્વી કાયદો બનાવ્યો છે.

તેમણે કહ્યુ કે ભારતમાં મુસ્લિમ શાસન 1192માં સ્થાપિત થયુ, જ્યારે મુહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને પરાજિત કરી દીધા હતા ત્યારથી 1947 સુધી ભારત પર વિદેશી શાસન જ રહ્યુ. તેથી જો ધાર્મિક સ્થળના ચરિત્રને અરબંધ રાખવાનો કોઈ કટ ઓફ ડેટ નક્કી કરવાની છે તો તે 1192 હોવી જોઈએ. જે બાદ હજારો મંદિરો અને હિંદુઓ, બૌદ્ધો અને જૈનોના તીર્થસ્થળોનો વિનાશ થતો રહ્યો અને મુસ્લિમ શાસકોએ તેમને નુકસાન પહોંચાડ્યુ અને તેમનો વિનાશ કરીને તેને મસ્જિદોમાં બદલી દીધુ.

આ પણ વાંચો :-

સુરતમાં સગીરાની છેડતી કરનાર આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતનાં ઉઘના વિસ્તારમાં આવેલી અમન સોસાયટીમાં થોડા દિવસ પહેલા એક યુવતી મોપેડ ઊભી હતી ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે શારીરિક અડપલાં કરી તેણીની છેડતી કરી હતી. આ ઘટનાનાં CCTV સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. ત્યારબાદ આજે ભર બજારે વિકૃતનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં આરોપી સરખો ચાલી ન શકતાં જોયા જેવી થઈ હતી.

માહિતી અનુસાર, સુરત પોલીસની 60 લોકોની અલગ અલગ ટીમે 700 CCTV ફૂટેજ ચેક કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારે તરીકે થઈ છે. આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસતો હોવાની વાતથી અજાણ હતો. દારૂ પીને તેણે 3 કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે.

આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે ત્રણ દીકરીઓની છેડતી કરી હતી. ઉઘના પોલીસે આરોપી અરમાનનું સરાજાહેર સરઘસ કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ચેતવ્યા હતા. ઉધના પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યમાં NIAના દરોડા, સાણંદમાં શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

0

NIAએ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન ચાલુ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓના મતે, આ કાર્યવાહી છે તે આતંકવાદી નેટવર્કને ખતમ કરવા તેમજ તેમની નાણાકીય અને લોજિસ્ટિક સિસ્ટમને શોધી કાઢવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે.

આ દરમિયાન સાણંદ નજીક આવેલા ચેખલા ગામમાં NIAની ટીમે મોડી રાતથી કાર્યવાહી આદરી છે. હાલમાં મદરેસામાં કામ કરતાં આદિલ વેપારીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેના તાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા હોવાની શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

ગુજરાત જ નહીં, જમ્મુ-કાશ્મીર, અસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આજે સવારથી એનઆઈએની દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન આતંકવાદી ગતિવિધિઓને મૂળથી જ ડામી દેવાના પ્રયાસ પર કેન્દ્રિત છે.

NIAની રેડ ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લામાં કેન્દ્રીત રહી છે. આ સ્થળો પર સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અને તેમના અડ્ડાઓ પર કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રેદનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાનો અને તે લોકોની ધરપકડ કરવાનો છે જે ભારતીય યુવાનોને કટ્ટરપંઠી બનાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે તૈયાર કરવાના કાવતરામાં સામેલ છે.

આ પણ વાંચો :-

“વન નેશન વન ઇલેકશન” બિલને કેન્દ્રિય મંત્રીમંડળની લીલીઝંડી, સંસદમાં રજૂ કરાશે બિલ

0

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાનાં એંધાણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઈલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ લોકસભાની ચૂંટણી પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. પોતાના રિપોર્ટમાં સમિતિએ માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. ભલામણ મુજબ, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બીજા તબક્કામાં યોજવી જોઈએ.

”વન નેશન-વન ઈલેક્શન” એટલે શું? હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલાઓને પ્રતિ માહ 1000 રૂ. આપશે

0

દિલ્હીના પૂર્વ મુખ્યામંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હું દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને દિલ્હીની મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. દિલ્હી કેબિનેટે તેને પાસ કરી દીધો છે. આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીથી પહેલાં આમ આદમી પાર્ટીને આ યોજનાને લાગુ કરવાની અપેક્ષા હતી. CM આતિશીએ હાલમાં જ નાણાં વિભાગને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લે. તેમણે નાણાં અને યોજના વિભાગોને પ્રસ્તાવ પર વિચાર કરવા અને એ અનુસાર પોતાનો મત રાખવા નિર્દેશ આપ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ભાજપના લોકો કહે છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે હું મફત વીજળી આપતો હતો ત્યારે પણ તેઓ આવું જ કહેતા હતા. હું જે કહું તે કરું છું. યોજના અમલમાં આવી છે પરંતુ ચૂંટણી બાદ ખાતામાં પૈસા આવશે. કેજરીવાલે કહ્યું કે આ માટે રજીસ્ટ્રેશન શુક્રવારથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન 1000 રૂપિયામાં નહીં પરંતુ 2100 રૂપિયામાં થશે. ચૂંટણી પછી તમારા ખાતામાં 1000 નહીં પરંતુ 2100 રૂપિયા આવશે. ચૂંટણી જીતીને જ્યારે અમારી સરકાર બનશે ત્યારે મહિલાઓના ખાતામાં દર મહિને 2100 રૂપિયા મોકલવામાં આવશે. ભાજપના લોકો પૂછે તો કહે કે મારો ભાઈ જાદુગર છે. લાકડી લહેરાવશે અને પૈસા લાવશે.

આ યોજનાને લઈને અધિકારીઓએ નાણાં મંત્રીને રિપોર્ટ સોંપી દીધો હતો. આ યોજના માટે રૂ. 4560 કરોડનું બજેટ પ્રસ્તાવિત છે. વિભાગે આ યોજનાની ખામીઓને પણ ઉજાગર કરી હતી. દિલ્હી સરકારના અધિકારીઓ અનુસાર પ્રસ્તાવિત યોજનાનું લક્ષ્ય રૂ. ત્રણ લાખથી ઓછી વાર્ષિક પારિવારિક આવકવાળી મહિલાઓ છે. જેને પગલે લાભાર્થી મહિલાઓની સંખ્યા આશરે 10 લાખ સુધી હશે.

આ પણ વાંચો :-

સુરતમાં નાના ભાઈએ પતંગની દોરી ન આપતાં 10 વર્ષના બાળકની આત્મહત્યા

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યાં છે. સુરતમાં પોતાના જ નાના ભાઈ સાથે પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે આપઘાત કર્યો છે. બાળકના આપઘાતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ રોઠાડ પોતાના ચાર બાળકો સાથે રહે છે. ભલાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કામ કરે છે. દરરોજની જેમ આજે પણ તેઓ ખેતરે મજૂરી કામ કરવા જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં અને પતંગ ચગાવી રહ્યા હતાં. જેમાં ત્રીજા નંબરના સંતાને બીજા નંબરના સંતાનને પતંગ દોરો ન આપતાં તે નારાજ થઈ ગયો. નજીવી બાબતે નારાજ થઈ બાળકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ દીકરીએ માતા-પિતાને કરતાં તેઓ મજૂરી કામ મૂકી તુરંત ઘરે દોડી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયાં. જોકે, હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકની આત્મહત્યાની પોલીસને જાણ થતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

આ પણ વાંચો :-